Saroj, Kamal, Padma ke utpal ? books and stories free download online pdf in Gujarati

સરોજ, કમલ, પદ્મા કે ઉત્પલ...?

સરોજ તમે રોજ નાં સમયે બસસ્ટોપ પાસે ઊભા રહી ગયાં. તમને ખબર હતી કે એ બરોબર 10 ને 20એ પોતાની જોબ પર જવા માટે ત્યાં થી નીકળશે જ. અને તમે રોજે એ સમયે ત્યાં ઊભા રહી જતાં.

સરોજ તમેં રોજે તેનાં કપડા નો કલર નોંધતાં. અને ઘણી વાર બન્ને નાં કપડા નો કલર સરાખો થતા તમે હરખાતાં હતાં અને શરમાતાં પણ તમે રોજે ઊભા રહેતાં તેની એક ઝલક માટે.

પરંતુ સરોજ તમે એ વાત થી અજાણ હતાં કે એકદમ 10 ને 20 નાં સમયે જ કોઈ બીજુ પણ ત્યાં આવતું તમારી જેમ જ કોઈ ની એક ઝલક માટે...

આમ ને આમ ઘણાં મહિના નીકળી ગ્યા તેની એક ઝલક માટે જ. આડા દિવસે તો વાંધો ન આવતો પરંતુ રજા નાં દિવસે સરોજ અકળાઈ જતાં કારણ કે નક્કી ન હોય કે જેની એક ઝલક માટે તમે તપ આદર્યું છે જોવા મળશે કે નય...!

સરોજ તમે આખો દિવસ તેનાં વિશે જ વિચાર્યા કરતા. આખરે એ દિવસ પણ આવી ગ્યો જ્યારે એણે પણ તમારી સામે જોયું અને તમને નોટીસ પણ કર્યા.....

અને તેં દિવસે બન્યુ તુ પણ એવું જ કૈક કે એ તમને નોટીસ કરે જ.સરોજ એ દિવસે તમારી કૉલેજ મા વસંતપંચમી નિમિતે તમે પીળા કલર નો પંજાબિ ડ્રેસ પહેરી ને ગ્યા હતાં તેં આખા બસસ્ટોપ પર તમને બધાં થી અલગ બતાવતો હતો.સરોજ તેં દિવસે તમે ખૂબ જ ખુશ હતાં. જે કૉલેજ મા તમારા બધાં જ મિત્રો એ એની નોંધ પણ લીધી હતી પરંતુ તમે એ વાત ને હવા મા જ ઉડાવી દિધેલી.

પછી તો તમારે એની સાથે રોજે એક સ્મિત ની આપ લે કરવાનો સબંધ વિકાસ પામેલો.પછી તો એવું બનવા લાગેલું કે ઘણી વાર એ તમારી બસ મા જ આવી જતા.

એક દિવસ એ પણ આવી ગ્યો કે એ બસ મા તમારી પાસે આવી ને તમારી બાજુ ની સીટ મા બેઠા. તમે એક બીજા નાં નામ ની આપ લે પણ કરી. અને તમને જાણવા મળ્યું કે એમનું શુભ નામ કમલ છે.

એ દિવસે ખાસ તો કાઈ નહીં પણ તમે બન્ને એ એક બીજાનાં નામ ની ચર્ચા કરી કે તેમનાં નામ નાં કેટલા બધાં અર્થ થાય જેમ કે - કમલ, સરોજ, પંકજ, પદ્મા, રાજીવ, અરવિંદ અને ઉત્પલ....

સરોજ તમને એ વખતે ખબર તો ન હતી પરંતુ તમારી સાથે જ , એ જ બસ મા બેઠેલા એક વ્યક્તિ ની આંખો માં ચમક આવેલી , જ્યારે એણે તમારી અને કમલ ની વાતો સાંભળેલિ.

તમે કમલ ને તેમની જોબ વિષે પુછ્યું અને કમલે તમને તમારુ બેગ જોઇ ને કૉલેજ નું પુછ્યું હતુ.આમ તમારી બન્ને ની ઓળખાણ થય ગય.રોજ ની એ બસ ની તમારી સફર તમને હવે ખુબ જ ગમવા લાગેલી સરોજ....

આમ ને આમ બસ મા થી થયેલી ઓળખાણ ને દોસ્તી મા ફેરવતા વધારે વાર ન લાગી . બસ ની એ સફર હવે વધી ને કોઈ વાર બહાર મળવા સુધી પહોચી હતી. તમને ઘણીવાર કમલ તમારા કૉલેજ નાં પ્રોજેકટ મા મદદ કરતા. આથી તનમે હવે કમલ ની આદત પડતી હોય એવું લાગવા માંડ્યું હતુ.

એક દિવસ કમલ તમને એક ગિફ્ટશોપ પર લઇ ગ્યા. અને કોઈ છોકરી માટે સારી ગિફ્ટ પસંદ કરવા મા મદદ કરવા માટે જણાવ્યું . સરોજ તમે મન મા ખુશ થતા થતા જ એક સરસ કપલડાન્સ કરતું શોપીસ પસંદ કર્યું. પરંતુ કૈક વિચાર કરી ને તમે તેને બદલે કયૂપીડ નાં શોપીસ પર પોતાની આખરી મહોર મારી . જેમા એક પાંખો વાળું નાનું બાળક તીરકામઠુ લઇ ને એક દિલ તરફ નિશાન તાકી ને ઉભુ છે. કમલ ને પણ એ ખુબ જ ગમ્યું અને એને જ પેક કરાવ્યું.

પણ સરોજ તમે ન જાણતા હતાં કે તમને પહેલા ગમેલું પેલું કપલડાન્સ વાળું શોપીસ કોઈ એ તમારી જતા જ પેક કરાવ્યું હતુ.

આમને આમ સરોજ તમારી અને કમલ ની દોસ્તી દિવસે ને દિવસે વધતી જ ચાલી.તમે ઘણી વાર કમલ ની સાથે શોપિંગ પર જતા અને બન્ને માટે અલગ અલગ ક્લોથ, વોચ, વોલેટ, પર્સ વગેરે ની ખરીદી કરતા.

આમ જ એક દિવસે તમે કપડા ની શોપિંગ માટે ગયાં હતાં અને તમે કમલ માટે પસંદ કરેલું શર્ટ કમલ ને પસંદ ન પડયું અને કમલે પોતાને ગમતો શર્ટ જ લીધો. આ વખતે પણ એવું જ થયુ. તમારી જાણ બહાર સરોજ તમે કમલ માટે પસંદ કરેલું શર્ટ કોઈ ખરીદી ને પેક કરાવી ને લઇ ગ્યું.

આ વેલેન્ટાઈન નાં દિવસે તમે કમલ ને પોતાના દિલ ની વાત કહેવા માટે નક્કી જ કરી લીધુ. કારણ કે કમલે તેને લાલ ગુલાબ નો બુકે લઇ ને અવા નું કહ્યુ હતુ.અને તમે એક લાલ ગુલાબ નો બુકે લઇ ને કમલ ને કૉફિકાફે પર મળવા ગયાં.પરંતુ સરોજ તમને જાણ નોતી કે તમે જયાંથી લાલ ગુલાબ નો બુકે લીધો ત્યાં થી જ બીજા કોઇએ પણ એક લાલ ગુલાબ નો બુકે ખરીદ્યો હતો.

પરંતુ સરોજ તમને જાણ ન હતી કે , કમલ ને મળી ને તમારાં બધાં સપનાઓ પર પાણી ફરીવળતું તમને અનુભવાશે.

સરોજ તમે કમલ ને કાઈ કહો એ પહેલાં જ કમલે તમારી પાસે થી ગુલાબ નો બુકે લઇ લીધો.અને તમને થેન્ક યુ કહી ને સરપ્રાઈઝ આપતાં કહ્યુ કે,

કમલ : આને મળ સરોજ. છે પદ્મા.

સરોજ તમે કાઈ સમજો કે પ્રતિભાવ આપો એ પહેલા જ કમલે આગળ ચલાવ્યું કે ,

કમલ : પદ્મા તને હુ મારા ખરાં હ્દય થી પ્રેમ કરુ છુ. will you be my velentain..??

સરોજ તમે ઊભા ઊભા આ બધુ નાટક જોતાં જ રહી ગયા. સરોજ તમારાં બધાં જ અરમાનો ને હ્દય માં જ રાખી ને તમે પદ્મા ને હા પાડી દેવા માટે ચીયર અપ કર્તા જ રહ્યાં. અને સામે પક્ષે પદ્મા એ પણ તમારી લાગણી ને માન આપીને કમલ ને હા પાડી દીધી.

સરોજ તમને હવે લાગ્યું કે તમારાં થી વધારે સમય ત્યાં નહીં ઉભા રહી શકાય માટે જ તમે એ New couple ને Best wishes આપી ને ત્યાંથી બને એટલી જડપ થી નીકળી જવા માંગતા હતાં. કમલે તમને રોકવા માટે ખૂબ આગ્રહ કર્યો પણ તમે ત્યાંથી ખુબ જડપ થી નીકળી ગયાં.

સરોજ તમે એક વાર પણ પાછળ ફરી ને જોયું નહીં બસ તમે ચાલતા જ ગયાં.

સરોજ તમે એ પણ ભૂલી ગયા કે આજે તમે કમલે પસંદ કરેલો લાલ પતીયાલા ડ્રેસ પહેર્યો છે.

સરોજ તમે એ પણ ભૂલી ગયાં કે તમે આજે કમલ સાથે મળી ને શોપિંગ કરેલી વોચ પહેરી છે.

સરોજ તમે એ પણ ભૂલી ગયાં કે આજે તમે કમલ ની પસંદ નું પરફ્યુમ લગાવ્યું છે.

સરોજ તમે એ પણ ભૂલી ગયાં કે આજે તમે કમલ સાથે રહી ને શોપિંગ કરેલા હાઈહિલ્સ પહેર્યા છે.

સરોજ તમને એ વાત નો અંદાજ પણ ન રહ્યો કે તમારી કાજલ લગાવેલી આંખો માંથી આંશુ વહી રહ્યાં છે.

અને એ આંસુ વાળી ધૂંધળી આંખો ને લીધે કે....

એ હાઈહિલ્સ નાં લીધે કે...

વધારે પડતી જડપ નાં લીધે કે પછી...

કમલ નાં પ્રેમ મા તમે એક પગથિયું ચૂકી ગયાં....

અને સરોજ તમે માંડ માંડ પડતાં બચ્યા કારણ કે , બાજુ માંથી આવી ને કોઇએ તમારો હાથ પકડ્યો અને તમને કીધું કે, સરોજ સંભાળી ને....

સરોજ તમે તમારી એ ધૂંધળી આંખો ને લૂછતાં તેં યુવક ની સામે જોયું. એ યુવક નો ચહેરો તમને પરિચિત છતા અજાણ્યો લાગ્યો. સરોજ તમે એક પ્રશ્નસુચક નજરે તેં યુવક ની સામે જોયું. તેં યુવકે સરોજ તમારી આંખો ને વાંચી જાણી અને તમને એક બાજુ ની ચેર પર બેસાડ્યા અને તમને પાણી આપ્યું. અને સરોજ તમે પણ એક જ ઘૂંટ પાણી પીય ને ફરી થી એ જ પ્રશ્નસૂચક નજરે એ યુવક ની સામે જોયું.

તેં યુવકે સરોજ ની સામે હાથ લંબાવી ને કહ્યુ કે - Hii My Self Utpal...!

અને સરોજ તમે પણ અનાયાસે જ તમારો હાથ લંબાવ્યો અને તમારી શંકા વ્યકત કર્તા કહ્યુ કે - તમને ક્યાંક જોયેલા લાગે છે..?

ઉત્કલે પણ હસતા હસતા જ કહ્યુ કે - Thank God ! તમે મને નોટ તો કર્યો છે...?!

સરોજ તમે હજી પણ મૂંઝવણ માં હતાં એ ઉત્પલે વાંચી લીધું અને તમને કહ્યુ કે -Wait a minute. હુ તમને બધુ કહિસ.તમારે મને શાંતિ થી સાંભળવો પડશે માટે.

અને સરોજ તમે પણ કહેલું કે - Ok I'm ready....

આ સાંભળી ને ઉત્પલે પોતાની વાત ચાલુ કરી

હુ તમને ત્યાર થી ઓળખું છું અથવા તો પસંદ કરુ છું જ્યાર થી તમને મે બસ સ્ટોપ પર જોયા હતાં.you know Love at first sight. તમારી અને તમારાં દોસ્ત ની વાત્ત પર થી એ દિવસે મને પેલ્લી વાર ખબર પડી કે આપનું નામ સરોજ છે એમ. અને હુ ખૂબ ખુશ થયેલો કે, ચાલો આપણાં મા કૈક તો સામ્યતા છે..!!? તમે સરોજ અને હુ પણ ઉત્પલ એટ્લે કે હુ પણ કમળ જ થયો ને..! ત્યાર બાદ મે તમને પેલી ગિફ્ટશોપ પર જોયા હતાં.

એમ કહી ને ઉત્પલે તમને એક ગિફ્ટ આપી ને ખોલવા માટે આગ્રહ કરેલો. અને તમે એક જિજ્ઞાસાવશ તેં ગિફ્ટ ને ખોલી અને તમારાં આશ્રય નો પાર ન રહ્યો. અને ઉત્પલે તમારી સામે જોઇ ને વાત ને આગળ વધારી...

હા આ એ જ શોપીસ છે જે તમને એ દિવસે ગમેલું. તમને મળૂ ત્યારે જ તમને આપીસ એમ વિચારી ને મે એ પેક કરાવેલું. તમને ગમે છે કપલડાન્સ નું શોપીસ..?

અને સરોજ તમે હકાર મા માથું નમાવી ને હા કહેલી.તમે ઉત્પલ ને શાંતિ થી એક વાર જોયો અને તમે ફરી થી આશ્રર્ય પ્રગટ કરેલું. ઉત્પલ ને એ સમજતા વાર ન લાગી અને તેંને વાત ને આગળ ધપાવતા કહ્યુ કે...

એ દિવસે હુ મારા મિત્રો સાથે શોપિંગ માટે નીકળેલો અને અચાનક જ મે તમને જોયા આ શર્ટ પાસે. તમે ઉદાસ ચહેરે એ શર્ટ ને પાછો મૂકતા હતાં. આથી મે આ શર્ટ ને પેક કરાવી લીધો. અને હા તમે વધારે કાઈ પૂછો એ પહેલા જ કહી દવ. આ Red Rose નો બુકે પણ તમને જોઇ ને એ જ શોપ પર થી લીધો હતો મે.અને આજે ખાસ તમારાં માટે જ આ બધી તૈયારી સાથે આવેલો હુ.

અને સરોજ તમે ન ધારેલું પણ ઉત્પલે અખા કાફે ની સામે ગોઠણ પર બેસી ને તમને Red Rose નો બુકે આપી ને પ્રપોઝ કરેલું. બે ઘડી તો તમે મૂંઝાઈ ગયેલાં પરંતુ એક લાઇન યાદ આવતાં તમે ઉત્પલ ને yes કહેલું અને આખા કાફે તેં તમને બન્ને ને તાળીઓ થી શુભેચ્છા આપેલી.

સરોજ તમે આજે પણ જ્યારે એ વાત ને યાદ કરો છો ક્યારે તમારાં ચહેરા પર એક સરસ સ્મિત આવે છે એને પેલી લાઇન પણ તમને યાદ આવે છે....

તમારુ જીવન તમે એની સાથે ન ગુજારો જેને તમે પ્રેમ કરતા હોવ પણ જીવન એની સાથે વિતાવો જે તમને પ્રેમ કરતું હોય.

અને સરોજ તમે હસીને વિચાર્યું કે આખરે તો સરોજ કહો કે કમલ , પદ્મા કહો કે ઉત્પલ બધુ એક જ ને...?!

- સમાપ્ત**










*********************************************





વાંચક મિત્રો તમને જો મારી આ વાર્તા પસંદ પડે તો લાઈક અને શેર જરુર થી કરજો...

અને મારી આ વાર્તા ને વાંચી ને પોતાના યોગ્ય પ્રતિભાવ આપવાનું ન ભુલશો....

મને તમારાં પ્રતિભાવો વાંચવા ખુબ ગમશે.....


બીજા રસપ્રદ વિકલ્પો