Return of shaitaan - part 14 books and stories free download online pdf in Gujarati

Return of shaitaan - part 14

"હું સીનિઅર રિસર્ચ મેમ્બર છુ અને આ પ્રોજેક્ટ મારો અને મારા પિતાજી નો હતો." લોરા બોલી.

"ઓકે તમને ભલે લાગે કે મારુ વર્તન રુક્ષ છે તમારી પ્રત્યે પણ હું તમારી સાથે કેમ ડીલ કરું? તમારા ડિરેક્ટર ક્યાં છે?" ઓલિવેટ એ રુક્ષ અવાજ સાથે કહ્યું.

"સર એમની તબિયત અચાનક બગડી ગઈ છે અને અત્યારે તેઓ હોસ્પિટલાઇઝ્ડ છે . સર અત્યારે આ બધી વાતો નો ટાઈમ નથી પ્લીઝ સર આપણે એન્ટી મેટર શોધવાનું ચાલુ કરીએ એ વધારે સારું છે."લોરા એ ખુબ જ નમ્રતાથી કહ્યું.

"તમારી હિંમ્મત કેવી રીતે થઇ મને ઓર્ડર આપવાની મિસ લોરા?" કમાન્ડર ઓલિવેટ ગુસ્સામાં બોલ્યા.

"સર હું......." હજુ લોરા વાત પુરી કરે તે પહેલા રાજ વચ્ચે બોલ્યો," કમાન્ડર માફી માંગુ છુ વચ્ચે બોલવા માટે પરંતુ મિસ લોરા જે કહે છે તે વાત સાચી છે.મેં મારી આંખો થી જોયું છે કે એન્ટી મેટર કેટલું ખતરનાક છે.અને અમારી પાસે કારણ છે કે કોઈ ધર્મ વિરોધી સંગઠન એ તેને ચુરાવ્યું છે અને અહીંયા મૂક્યું છે જેથી કોંકલેવ પુરી ના થઇ શકે અને વેટિકન સિટી નો નાશ થાય."

" ઓકે તો હવે મારે તમારું પણ સાંભળવું પડશે એમ ને? તમે કોણ છો? જરા તમારી ઓળખાણ આપશો?" કમાન્ડર ગુસ્સામિશ્રિત અવાજ માં બોલ્યા.

"સર હું યુ એસ થી છુ અને ત્યાં એક યુનિવર્સિટી માં રિલિજિયસ સ્ટડી અને મૂર્તિ વિજ્ઞાન તથા સીમ્બોલોજી નો પ્રોફેસર છુ." રાજે જવાબ આપ્યો.

" લો એક લેડી મને કહે છે છે કે એન્ટી મેટર બહુ ખતરનાક છે અને બીજી બાજુ એક પ્રોફેસર મને કહે છે કે કોઈ ધર્મ વિરોધી સંગઠન દ્વારા તેની ચોરી કરવામાં આવી છે. આખરે મારે કરવું શું?" કમાન્ડર મૂંઝવણ ના ભાવ સાથે બોલ્યા.

"સર પ્લીસ find a canister , right away ." લોરા બોલી.

"ઈમ્પોસ્સીબ્લ મિસ લોરા એ ડિવાઇસ ક્યાં હશે કોઈ નથી જાણતુ."

"સર તમારા કેમેરા માં gps નથી? આપણે GPS દ્વારા કેમેરા ક્યાં છે તે લોકેટ કરી શકીએ છે." રાજે પૂછ્યું.

"ના નથી."

"આપણી પાસે સમય નથી બસ ૬ જ કલાક બાકી છે " લોરા બોલી.

"૬ કલાક બાકી છે મતલબ?"

" આ કેનિસ્ટર ના ડિસ્પ્લેય પર જે નંબર ચેન્જ થઇ રહ્યા છે તે નંબર ૦૦ થઇ જાય ત્યાં સુધી નો જ સમય છે આપણી પાસે."

"મિસ લોરા હવે બહુ થયું હવે આપણે આ વિષે વાત બંધ કરી દઈએ મારે એક બીજા અર્જેન્ટ કામ પણ પતવાના છે. થેન્ક યુ વેરી મચ હવે તમે લોકો જઈ શકો છો."

"શું તમે ઈલુમિનેટી વિષે સાંભળ્યું છે?" રાજે પૂછ્યું.

"જુઓ હું તમને છેલ્લી વખત કહી રહ્યો છુ કે મારી પાસે આ બધી વાતો માટે સમય નથી." કમાન્ડર ઓલિવેટ ના ચેહરા ના ભાવ તુરંત જ બદલાઈ ગયા જેવું તેમણે ઈલયુિમનાટી નામ સાંભળ્યું .

"હા તમે સાંભળ્યું છે ઈલુમિનાટી વિષે " રાજ તેમના બદલાઈ ગયેલા હવે ભાવ જોઈ ને બોલ્યો.

"ઓફ કોર્સ મેં સાંભયું હશે વર્ષો થી રોમન ચર્ચ જોડે નાતો છે મારો. અને ઈલુમિનેટી ગ્રુપ ક્યારનું ખતમ થઇ ગયું છે."

રાજે પોતાના કોટ ના ખિસ્સામાં હાથ નાખી ને જે ફેક્સ તેની પાસે હતો લિઓનાર્દો ની હત્યાનો તે તેણે ઓલિવેટ ના હાથમાં મૂકી દીધો અને બોલ્યો,"સર મેં પણ ઈલ્યુમિનાટી વિષે ઘણો અભ્યાસ કર્યો છે અને મારા માટે પણ એટલું જ અઘરું હતું એ સત્ય પચાવવુ કે આ ગ્રુપ હજુ પણ એકટીવ છે."

"મી. રાજ આવા ૧૦૦ ફોટા હું તમને ૧૦ મિનિટ માં બનાવી ને આપી શકું છુ. કમ્પ્યુટર અને ટેક્નોલોજી ઘણી આગળ વધી ગઈ છે." કમાન્ડર ઓલિવેટ હસતા બોલ્યા.

"એ ફોટો......" આગળ લોરા થી બોલી ના શકાયું અને તેની આંખો માંથી આંસુ નીકળવા લાગ્યા. રાજ તેની પાસે જઈ ને તેણે શાંત કરવા લાગ્યો.થોડી સ્વસ્થ થઇ ને તે બોલી,"કમાન્ડર એ ફોટો મારા પિતા નો છે કોઈ કમ્પ્યુટર ગ્રાફિક્સ થી બનાવેલ ફોટો નથી. તેમની આજે સવારે હત્યા થઇ ગઈ છે અને કોઈ એન્ટી મેટર ચુરાવી ને અહીંયા મૂકી દીધું . તમને એવું લાગે છે કે અમે લોકો અહીંયા મજાક કરીએ છે? હજુ સુધી મારા પિતા ની અંતિમ વિધિ પણ નથી કરી . સવારથી અમે એન્ટી મેટર શોધવા ફરી રહ્યા છે અને તમે આ ફોટા ને જોઈ ને હસી રહ્યા છો?"

"મને નથી ખબર કે શું સાચું છે અને શું ખોટું છે અને હું આવી કોઈ વસ્તુ પાછળ મારો સમય વેડફી નથી શકતો સમજ્યા મિસ લોરા અને એમ પણ કોંકલેવ ચાલે છે મારે કોઈ નવો પ્રોબ્લેમ ના જોઈએ." કમાન્ડર બોલ્યા.

" સર એટલીસ્ટ કોનકલેવ તો બંધ કરાવો." રાજે કહ્યું.

" મી.રાજ તમને ખબર પણ છે કે તમે શું વાત કરી રહ્યા છો? આ શું કોઈ બેસ બોલ મેચ છે જેને પોસ્ટપોન કે બંધ કરી દેવાય? આ એક પવિત્ર ક્રિયા છે જેના પોતાના રૂલ્સ અને રેગ્યુલેશન છે . એક બિલિયન થી પણ વધારે લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તેમના નવા વડા(પૉપ) ચૂંટાઈને આવે . આખા દુનિયા ની મીડિયા અહીંયા હાજર છે. ૧૧૭૯ થી આ કોંકલેવ ચાલતી આવે છે અને આ કોંકલેવ કોઈ સાયન્ટિસ્ટ ની હત્યા થવાથી કે પછી શું કહ્યું તમે નામ એનું હા કોઈ એન્ટી મેટર ચોરાઈ જવાથી રોકાઈ શકે તેમ નથી." કમાન્ડર ગુસ્સામાં બોલ્યા.

"ઓકે મને તમારા ઈન ચાર્જ પાસે લઇ જાવ" લોરા એ કહ્યું.

""હું જ અહીંનો ઇન્ચાર્જ છુ." કમાન્ડર એ કહ્યું.

"ના તમે નહિ હું ચર્ચ ના કોઈ ફાધર કે જે ઇન્ચાર્જ હોય એમની વાત કરું છુ." લોરા એ કહ્યું.

કેમ કે લોરા ને બરાબર ખબર હતી કે પૉપ નું મ્ર્ત્યુ થાય અને અને ૧૫ દિવસ પછી બીજા નવા પૉપ ચૂંટાઈને આવે તેની વચ્ચેના ૧૫ દિવસ માટે એક ટેમ્પરરી ઇન્ચાર્જ હોય છે . જે પૉપ મ્ર્ત્યુ પામ્યા હોય તેમનો જે પર્સનલ આસીસ્ટન્ટ હોય એ જ આ પદ સાચવે છે.લોરા ને લાગ્યું કે તેમને મળી ને હું બધું સમજાવું કદાચ તેઓ આ મેટર ને seriously લે અને સમજી શકે કે એન્ટી મેટર નું ચોરાઈ જવું એ કેટલી ગંભીર બાબત છે.

રાજ ને પણ આ ખબર હતી કે પૉપ નો પર્સનલ આસીસ્ટન્ટ જ નવા પૉપ આવે ત્યાં સુધી ઈન ચાર્જ હોય છે.

" હા ઇનચાર્જ છે પરંતુ તે ઘણા બીઝી છે અને કોંકલેવ ની તૈયારી માં લાગેલા છે અને સિકયુરિટી ની કોઈ પણ વાત હોય તેની તમામ જવાબદારી મારી છે તેમને અત્યારે હેરાન કરવા મને યોગ્ય નથી લાગતું.અને તમે લોકો આવો મારી સાથે."આટલું બોલીને કમાન્ડર તેમને તેમની કેબીન માં લઇ ને આવ્યા.

"સર તમે અમને અહીંયા લઇ ને કેમ આવ્યા છો? પ્લીસ એન્ટી મેટર શોધવાનું ચાલુ કરી દો.સમય વેડફાઈ રહ્યો છે " લોરા એ કહ્યું.

" ઇનફ ઇસ ઇનફ મિસ લોરા મારી પાસે તમારી ફાલતુ બકવાસ માટે સમય નથી તમે મારો સમય વેડફી રહ્યા છો.અને ધ્યાન થી સાંભળો તમે અહીંયા મારી કેબીન માં રહેશો જ્યાં સુધી હું પાછો ના આવું ત્યાં સુધી." ગુસ્સામાં કમાન્ડર બહાર નીકળી ગયા અને કાચ નો કેબીન ડોર જોર થી બંધ કરી દીધો પછી ચાવી કાઢી અને દરવાજો લોક કરી દીધો.અને પાસે બેઠેલા ગાર્ડ ના કાન માં કંઈક બોલ્યા અને નીકળી ગયા ત્યાંથી.

આ બધું આંખ ના પલકારા માં બની ગયું કે લોરા અને રાજ ને કઈ ખબર જ ના પડી. હવે તેઓ આ કેબીન માં લોક હતા અને સામે કાચના દરવાજા ની બહાર ગાર્ડ તેમની પર નજર રાખી ને ઉભો હતો.

લોરા હતાશ થઇ ને સામે પડેલી ચેર માં બેસી ગઈ. રાજે પોતાની રીસ્ટ વોચ માં જોયું તો આ બધી બહેજ માં પોણા કલાક જેટલો સમય વીતી ચુક્યો હતો.રાજ પણ લોરા ની સામે ચેર ખેંચી ને બેસી ગયો.

"તમે ઓકે છો લોરા? પહેલો વાર રાજ લોરા ને મિસ લોરા નહિ પણ લોરા કહી ને બોલાવતો હતો.

" હા રાજ મારી સમજ માં નથી આવતું કે હું કેવી રીતે આ કમાન્ડર ને સમજાવું કે એ મારી વાત માને? ઉપરથી આપણે અહીંયા લોક છે અડધા પોણા કલાક નો સમય બરબાદ થઇ ગયો." લોરા લગભગ રડવાના વાજ સાથે બોલી.

"હા એ પણ છે. પણ હવે આપણે શું કરીએ?"રાજે પૂછ્યું.

લોરા એ જવાબ ના આપતા આજુ બાજુ નજર ફેરવી ત્યાં તેની નજર ટેલિફોન પર ગઈ.

"રાજ એક આઈડિયા છે જો કામ કરે તો."

"હા લોરા બોલો શું કરવું છે."

"જુઓ અહીંયા પડેલા ફોન માં પૉપ ની ઓફિસ નો નંબર તો હશે જ ને ."

"હા પણ આપણ ને કેવી રીતે ખબર પડશે કે કયો પૉપ ની ઓફિસ નો નંબર છે?"

"અરે સ્પીડ ડાયલ થી. આટલા મોટા કમાન્ડર પાસે ક્યાં એટલો સમય હોય કે એ બધાના નંબર ડાયલ કરવા બેસે?હું એક ૧ થી ૯ સુધી ના નંબર સ્પીડ ડાયલ કરી જોવ છુ જોઈએ જો આપણું નસીબ સારું હશે તો પૉપ ના આસીસ્ટન્ટ જોડે આપડી વાત થઇ જ જશે."

"હા લોરા વાત તો તમારી સાચી છે પણ આ કેબીન ની બહાર જે ગાર્ડ ઉભો છે તેને જોયો તમે? એ ક્યારનો આપણી ઉપર જ નજર રાખી ને બેઠો છે."

"અરે પણ ખાલી ફોન વાપરવા પર થોડું કોઈ પ્રોબ્લેમ હોઈ શકે"

"હા એ પણ છે તમે જલ્દી કરો અને ફોન લગાવો જો નસીબ સારું હશે તો પૉપ ના આસીસ્ટન્ટ જોડે વાત થઇ જ જશે."

"ઓકે મને લાગે છે કે નઉમ્બર ૧ પર જ પૉપ ની ઓફિસ નો નંબર હોવો જોઈએ."આટલું બોલી ને તેને ટેલિફોન નું રિસિવર હાથ માં લીધું અને પછી નંબર ૧ જોરથી પ્રેસ કર્યો એની સાથે ફટાફટ નંબર ડાયલ થવા લાગ્યા.એક બે રિંગ માં સામે થી કોઈએ ફોન ઉઠાવી ને કહ્યું," ગુડ ઇવનિંગ ,પીઝઝેરીઆ બોકાશિયા,how can i help you ?

લોરા એ આ સાંભળી ને ફોન મૂકી દીધો આટલી ગંભીર પરિસ્થિતિ માં પણ તેને હસુ આવી ગયું. રાજે તેની સામે પ્રશ્ન સૂચક નજરે જોયું.

"રાજ તમે નહિ માનો પણ સ્પીડ ડાયલ ૧ પર પિત્ઝા ની રેસ્ટોરન્ટ નો નંબર છે કમાન્ડર આટલા બધા પિત્ઝા ના દીવાના હશે આ મને નહતી ખબર. આપણે સ્પીડ ડાયલ ૧ પર સૌથી ઈમ્પોર્ટન્ટ વ્યક્તિ ના નંબર રાખીએ જયારે આમની માટે પિત્ઝા સૌથી વધારે જરૂરી છે એની વેય નંબર ૨ ડાયલ કરું છુ."

રાજ ને પણ આ સાંભળી ને હસુ આવી ગયું.

લોરા એ નંબર ૨ ડાયલ કર્યો રાજ ની નજર લોરા ના ચેહરા તરફ જ હતી લોરા ના ચેહરા ઉપર બેચેની નજર આવી રહી હતી.

ત્યાં સુધી બહાર ઉભેલા ગાર્ડ ની નજર લોરા પર પડી તે કેબીન ની નજીક આવી ગયો અને કાચ ના દરવાજા પર નોક કરી ને ઈશારા થી લોરા ને ફોન નીચે મૂકી દે એવું કહેવા લાગ્યો.

લોરા ને ગાર્ડ ની નજર એક થઇ તો લોરા એ નજર ઘુમાવી લીધી તેને ખબર હતી કે કેબીન લોક છે અને ગાર્ડ અંદર આવી શકે તેમ નથી કેમ કે કમાન્ડર ના હાથ માં ચાવી તેણે જોઈ હતી.

ત્યાં જ કોઈ એ ફોન ઉઠાવ્યો અને બોલ્યું," વેટોક્ન સિટી સ્વિચ બોર્ડ , હોઉં કેન આઈ હેલ્પ યુ?'

" સર મારુ નામ લોરા છે શું હું પૉપ ના આસિસ્ટન્ટ સાથે વાત કરી શકું છુ?"

"તમે કોણ છો અને હું અહીંયા જોઈ શકું છુ કે તમે કમાન્ડર ઓલિવેટ ની ઓફિસ માં થી બોલી રહ્યા છો તમે ત્યાં શું કરો? કોણ છો અને કોનું કામ છે તમારે?" જે કોઈ સ્વિચ બોર્ડ પર હતું તેને સવાલો એક સાથે પૂછી લીધા.

"જુઓ બહુ લાંબી વાત છે ટૂંક માં કહું છુ તમને કે રોમ ઉપર એક સંકટ લહેરાઈ રહ્યું છે અત્યારે જો બ્લાસ્ટ થશે તો કોઈ નહિ બચે પ્લીસ પૉપ ના એસસીસ્ટન્ટ સાથે વાત કરાવશો મારી?"

"શું કહ્યું તમે બ્લાસ્ટ? શું આ કોઈ મજાક છે?"

" પ્લીઝ તમે સમય ના બગાડશો આસિસ્ટન્ટ સાથે મારી વાત કરાવો હમણાજ આપડી પાસે ૫ કલાક નો સમય છે જો બૉમ્બ બ્લાસ્ટ થશે તો રોમ સાથે બીજા ૩ થી ૪ શહેર નો ખુરદો બોલી જશે . શું હવે હું ફાધર સાથે વાત કરી શકું? કન્નેક્ટ મી નાવ." લોરા ગુસ્સામાં બોલી.

લોરા આ બધી વાત કરતી હતી ત્યારે ગાર્ડ ની નજર સતત તેની ઉપર જ હતી તેને ઘણા ઈશારા કર્યા ફોન મૂકી દેવાના પણ લોરા એ એ તરફ જોયું જ અહીં રાજ પણ તેની પીઠ ગાર્ડ તરફ કરી ને ઉભો રહી ગયો.

"ઓકે મિસ હું કન્નેક્ટ કરી આપું છુ પૉપ ના એસસીસ્ટન્ટ નું નામ છે ફાધર પીટર પરંતુ યાદ રાખજો કે જો આ કોઈ મજાક મસ્તી હશે તો આ સાંજ તમારા જીવનની આખરી સાંજ હશે." આટલું બોલી ને તેને ફાધર પીટર ની ઓફિસ માં ફોન કન્નેક્ટ કર્યો.

બીજી ૩ કે ૪ રિંગ વાગી હશે અને ફાધર પીટરે ફોન ઉઠાવ્યો."હેલો ફાધર પીટર હિયર હું ઇસ ઘીસ?"

"ફાધર હું લોરા બોલું છુ પ્લીસ ફોન ના મૂકી દેતા મારી વાત ધ્યાન થી સાંભળો.રોમની ઉપર અત્યારે બહુ મોટું સંકટ તોળાઈ રહ્યું છે જો તમે અત્યારે કોઈ પગલાં નહિ ભરો તો રોમ સાથે બીજા ૩ થી ૪ શહેર બરબાદ થઇ જશે. પ્લીસ ફાધર મારી વાત ધ્યાન થી સાંભળો."લોરા રીતસર ની કરગરી રહી હતી.

રાજ ને લોરા ની વાત સાંભળી ને લાગ્યું કે ફાધર પીટર નો ફોન લાગી ગયો છે તેને બંને હાથ ના અંગુઠા ઊંચા કરી ને લોરા ને થમ્સ અપ કર્યું અને ગુડ લક એવું ઈશારાથી કહ્યું.

"હા calm down માય ચાઈલ્ડ હું સાંભળું જ છુ તમારી વાત તમે પહેલા શાંત થઇ જાવ અને વિગત વાર મને કહો કે શું થયું." ફાધર પીટર એ બહુ નમ્ર અવાજ માં કહ્યું.

"ફાધર ઘણી લાંબી વાત છે પણ ટૂંક માં કહું છુ મારા પિતા CERN માં સાયન્ટિસ્ટ હતા અને તેમણે હમણાં જ રિસર્ચ કરી ને એક એવી વસ્તુ ની ખોજ કરી હતી જેનું નામ એન્ટી મેટર છે જેને તેમણે એક કેનિસ્ટર માં ભરી ને રાખ્યું હતું પરંતુ આજે સવારે મારા પિતાની કોઈ એ હત્યા કરી ને તેની ચોરી કરાવી છે અને એ એન્ટી મેટર રોમ માં છે અત્યારે. કમાન્ડર ઓલિવેટ ની ઓફિસ માં જે કંટ્રોલ રૂમ છે ત્યાંથી એની ઇમેજ સાફ દેખાઈ છે પણ એ ઇમેજ રિસિવ કરવા વાળો કેમેરો પણ કોઈ એ ચોરી કરી લીધો છે.અને હવે જો એન્ટી મેટર ને તેના ચાર્જિંગ માટે બનાવેલા પોડિયમ પર પાંચ કલાક ની અંદર નહિ મુકવામાં આવે તો તે અહીંયા બ્લાસ્ટ થઇ જશે અને રોમ સાથે બીજા શહેર પણ નષ્ટ થઇ જશે . આ કેનિસ્ટર ચોરી કરી ને અહીં મુકવાનું કામ કોઈ ઈલ્યુમિનાટી નામ ના ગ્રુપ નું છે . અમે કમાન્ડર ઓલિવેટ ને ક્યારે ના સમજાવીએ છે કે એન્ટી મેટર શોધવામાં અમારી હેલ્પ કરે એની જગ્યા એ તેમણે અમને તેમની કેબીન માં લોક કરી દીધા છે ફાધર પ્લીઝ હેલ્પ મી."લોરા આ બધું એકી શ્વાસ માં બોલી ગઈ અને રાહ જોવા લાગી કે ફાધર શું રિપ્લાય આપે છે.

" હા માય ચાઈલ્ડ એક મિનિટ તમે લોકો હમણાં કમાન્ડર ની ઓલિવેટ ની ઓફિસે માં છો ને? હું વાત કરું છુ કમાન્ડર ઓલિવેટ સાથે અને કહું છુ તેમને કે તમને ઓફિસ માં થી બહાર નીકાળે અને પછી તમે મારી ઓફિસ માં આવો આપણે વાત કરીએ છે તમે જરા પણ ગભરાશો નહી લોરા હું તમારી સાથે જ છુ." ફાધર પીટર બોલ્યા.

ઈલ્યુમિનાટી નામ સાંભળી ને ફાધર સતર્ક થઇ ગયા હતા કારણ કે તેમને ઈલ્યુમિનાટી ની આખી હિસ્ટરી ખબર હતી ફાધર કોંકલેવ ચાલી રહી હતી એટલે કોઈ રિસ્ક લેવા માંગતા ના હતા.તેમને ખબર હતી કે ઈલ્યુમિનાટી ગ્રુપ કેટલું ખતરનાક બની શકે છે અને ચર્ચ ને કેટલી હદે નુકશાન પહોંચાડી શકે છે.

આ બાજુ લોરા એ ફોન મૂકી દીધો અને રાજ ને ઉદ્દેશી ને બોલી,"રાજ પ્લીઝ પ્રેય કરો કે કમાન્ડર ઓલિવેટ ફાધર પીટર ની વાત સાંભળે અને આપણને અહીંયા થી નીકાળે."

"ડોન્ટ વરી લોરા તમે જ કહ્યું હતું કે તમને ઈશ્વર પર પૂરો ભરોષો છે કે તે જ સાચો રસ્તો બતાવશે. બધું ઓકે થઇ જશે અને આપણે પહોંચી જઈશું એન્ટી મેટર લઇ ને નિયત સમય ની અંદર જ જોજો તમે."

આ બાજુ કમાન્ડર ઓલિવેટ ફાધર પીટર ને મળવા જ જઈ રહ્યા હતા ત્યાં તેમનો ફોન આવ્યો,"હા ફાધર બોલો હું તમને મળવા જ આવતો હતો."

"હા જલ્દી મારી ઓફિસ માં આવો."

પાંચ મિનિટ પછી કમાન્ડર ઓલિવેટ ફાધર ની ઓફિસ માં હતા. ફાધર તેમને જોઈ ને બોલ્યા," કમાન્ડર ઓલિવેટ કોંકલેવ ની સિકયુરિટી ની જવાબદારી તમારી છે શું કોઈ એવી વાત છે જે મને નથી ખબર? કે પછી હું અજાણ હોવ?"

"ના ફાધર ઍવેરીથીંગ અંડર કંટ્રોલ કોઈ ચિંતા ની વાત નથી ."

"કમાન્ડર વેરી બેડ તમે ચર્ચ માં આવી ને જુઠ્ઠું બોલો છો? શું લોરા નામ ની છોકરી એ તમને એલર્ટ નથી કર્યા કે એન્ટી મેટર નામ ની વસ્તુ થી કેટલો ખતરો છે રોમ ને અને સાથે સાથે બીજા ૩ થી ૪ શહેરો ને તો પણ તમે કેમ કોઈ ઠોસ કદમ નથી ઉઠાવ્યા?અને એ વાત થી હું હજુ અજાણ કેમ છુ?"

લોરા નું નામ સાંભળી ને કમાન્ડર ચમકી ગયા તેમણે વિચાર્યું આ વાત ફાધર ને કેમની ખબર પડી?

" ફાધર પીટર એવું કઈ નથી બસ એ છોકરી મજાક કરી રહી છે કઈ ઈમરજન્સી જેવું નથી."

"શું કોઈ પોતાના પિતા ની મ્ર્ત્યુ નો પણ મજાક કરે? તમે હમણાં જ જાવ અને એ લોકો ને લઇ ને મારી પાસે એવો અને એ લોકો એવું કહેતા હતા કે હવે બહુ સમય નથી તો તમે જાવ અને જલ્દી કરો કમાન્ડર આપણે કોઈ ચાન્સ ના લેવો જોઈએ."

"યસ ફાધર " આટલું બોલી ને કમાન્ડર નીકળી ગયા તેમની ઓફિસ તરફ જવા માટે.

થોડી મિનિટો માં તો રાજ લોરા અને કમાન્ડર ફાધર ની ઓફિસ તરફ જવા ના રસ્તા માં હતા. હજુ પણ ઓલિવેટ ને સમજ માં નહતું આવતું કે આ વાત ની ખબર ફાધર ને કેવી રીતે પડી. તેમણે સપના માં પણ ખ્યાલ નહતો કે આ માસુમ ચેહરા વાળી છોકરી એ તેના બ્રિલિઅન્ટ દિમાગ નો ઉપયોગ કરી ને ફાધર જોડે વાત કરી છે.

થોડી વાર પછી તે લોકો પૉપ ની ઓફિસ માં હતા રાજ તો હક્કો બક્કો જ રહી ગયો હતો તે ઓફિસ નું ઇન્ટેરિયર જોઈ ને.રાજે જોયું કે પૉપ ની ઓફિસ એ ઓફિસ જેવી નહી પરંતુ બોલરૂમ જેવી લાગી રહી હતી.રેડ માર્બલ અને એકદમ મોંઘી જાજમ બિછાવેલી હતી છત ઉપર મોટું ઝુમ્મર લટકી રહ્યું હતું અને થોડે દૂર કાર્વિંગ કરેલી એક લાકડા ની ડેસ્ક મુકેલી હતી અને બાલ્કની માં થી અદભુત નજારો દેખાઈ રહ્યો હતો.

"માય ગોડ શું નઝારો છે." રાજ મનોમન બોલ્યો. તેને લાગ્યું કે તેની કિસ્મત ખુલી ગઈ હોય કેમ કે તેને ક્યારેય પણ પૉપ ની ઓફિસ જોવા મળતી નહીં જો એ લોરા સાથે અહીંયા ના આવ્યો હોત તો.

રાજ ની નજર હજુ પણ બાલ્કની ની બહાર જ હતી ત્યાં તો ફાધર પીટર ત્યાં આવી પહોંચ્યા. તેમને જોઈ ને એવું લાગતું હતું કે કોઈ ભરજુવાન માણસે હજુ હમણાં જ સન્યાસ લીધો હતો. તેમની ઉમર ૩૮ થી ૪૦ વર્ષ ની આજુ બાજુ હતી. જે ઘણી યંગ કહી શકાય તેવી હતી. તમનો ફેસ એકદમ હેન્ડસમ કહી શકાય તેવો હતો ક્લીન શેવ અને લાઈટ બ્રાઉન કલર ના વાળ હતા. અત્યારે તો તેમણે ફાધર જેવા લાંબા ઝભ્ભા પહેરે તેવા કપડાં પહેર્યા હતા એટલે લાગતું હતું કે તે ફાધર છે પણ જો તે સામાન્ય કપડાં માં હોત તો કોઈ તેમને ઓળખી ના શકે કે આ વ્યક્તિ સન્યાસ લીધેલા કોઈ ફાધર છે. તેમની આંખો નો કલર પણ લાઈટ ગ્રીન હતો. લોરા પણ તેમની સામે જોઈ રહી તેને અવાજ સાંભળી ને એવું લાગ્યું હતું કે કોઈ ૫૦ કે ૫૫ વર્ષ ના માણસ જોડે વાત કરે છે પણ ફાધર તો બહુ જ યંગ નીકળ્યા.તે બંને ને ફાધર પીટર ને જોઈ ને ઝાટકો લાગ્યો હતો.

"હું ફાધર પીટર કાર્લો છુ."પોતાની ઓળખાણ આપતા તેમને હાથ લંબાવ્યા લોરા તરફ.

લોરા એ તેમનો હાથ પકડી ને હાથ ઉપર કિસ કરતા કહ્યું કે "હું લોરા છુ ફાધર થોડી વાર પહેલા જ મેં તમને ફોન કર્યો હતો."( કેથોલિક સમાજ માં આ પ્રણાલી છે કે ફાધર હાથ લંબાવે અને સામે જે લોકો ઉભા હોય તે ફાધર નો હાથ પકડી ને કિસ કરે અને બંને આંખો પાર હાથ લગાવે જે એક રીટ્વિ ફાધર ના આશિર્વદ કહેવાય.)

રાજે પણ હાથ ને કિસ કરતા કહ્યું," ફાધર મારુ નામ રાજ છે મને CERN માં થી બોલવા માં આવયો છે આ કેસ સોલ્વ કરવા માટે."

"ઓકે બધા અહીં આવો અને પછી આપણે કોઈ નિષ્કર્ષ પર આવીએ કે હવે શું કરવું છે." ફાધર એકદમ નમ્ર અવાજે બોલ્યા.

" ફાધર આ મારો ફોલ્ટ છે તમને કોંકલેવ માં જતા પહેલા રોકાવું પડ્યું છે." કમાન્ડર ઓલિવેટ બોલ્યા.

ક્રમશ:

થેન્ક યુ વાંચક મિત્રો તમે મારી સ્ટોરી વાંચી અને રેટિંગ આપી રહ્યા છો એની માટે બહુ જલ્દી મળીશું નેક્સટ પાર્ટ માં. ત્યાં સુધી વાંચતા રહો રીટર્ન ઓફ શૈતાન.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED