Khumari.. aek Shikh.. books and stories free download online pdf in Gujarati

ખુમારી.. એક શીખ ...

દવે સાહેબ જેમને આમ તો જેને હું પ્રેમ થી દવે કાકા કેહતો એ મને રસ્તા માં દેખાયા

ધીમા પગે...વરસાદ મા તેમની જાત ને બચાવતા તે ચાલતા જતા હતા ...

મેં કાર ને બ્રેક મારી .. અને દવે સાહેબ ને કિધુ .. કાકા ... ગાડી મા બેસી જાવ ... તમે કહેશો ત્યાં ઉતારી દઇશ ...

કાર .. રસ્તા વચ્ચે દોડતી હતી ...
અને મને કાકા માટે થોડી હમદર્દી ખરી તેથી કહ્યું ... કાકા .. ખરાબ ના લગાડતા.. પણ આપ ની ઉંમર
હવે આરામ કરવા ની નથી ..?

કાકા ધીમું પણ માર્મિક હસતાં કાર ની બારી બહાર વરસાદ જોતા રહ્યા પછી ..ધીરે થી બોલ્યા ....

બેટા જરૂરિયાત વ્યક્તિ ને કા તો લાચાર બનાવે છે..
અથવા તો .. આત્મનિર્ભર થતા શીખવાડે છે ...
જીવવું છે .. તો રડી ..રડી ...યાચના..અને લાચારી ભોગવી ને જીવવું તેના કરતાં સંઘર્ષ શા માટે ન કરી લેવો ...

દવે કાકા નો કહેવા નો મતલબ હું સમજ્યો નહીં ... તેથી ફરી પૂછ્યું .. પણ કાકા આપની ઉંમર ...?

કાકાએ મારી સામે જોયું ને ઉમેર્યું .... બેટા મજબૂરી ન લાચારી માણસ ને વગર ઉંમરે ઘરડું કરી નાખે છે...
પણ હું ઉંમરલાયક હોવા છતાં યુવાન જેવું મનોબળ કેળવી રાખ્યું છે ...
કારણ .. કે લાચારી સામે ફકત તમારી લાયકાત જ લડી શકે છે ... અથવા તમારૂ મનોબળ
અને જે મારી પાસે છે..
મારે 72 પુરા થયા ... દવે સાહેબ એક મીઠા સ્માઈલ સાથે બોલ્યા ...

મારાથી બોલાઈ ગયું સાહેબ ... તમારા દીકરા પાસે અમેરિકા જતા રહો ....અને આ ઉંમરે શાંતી થી બંને માણસ જીવન વ્યતીત ના કરવું જોઈએ.. ?

હવે દવે સાહેબ થોડા ગંભીર થઈ બોલ્યા ...

બેટા મને કચ્છી ભાષાના સર્વકાલીન ઉત્તમ કવિ તેજપાલનું એક મુક્તક યાદ આવ્યું છે ....

સંસાર સભર સ્વારથી કેંકે ડિને ડોસ ?
હલેં તેં સુંધે હકલ પેઓ, છડે હરખ ને સોસ...

અર્થ : સંસાર સ્વાર્થ થી ભરપૂર છે. તુ કોને કોને દોષ આપીશ ? જ્યાં સુધી ચાલે ત્યાં સુધી હર્ષ અને શોક છોડીને ચલાવ્યે રાખ ....

કાકા ની હસતી આંખો પાછળ દુઃખ નો દરિયો છલકાતો હતો હું જોઈ શક્યો ...
દવે કાકા એ થોડીવાર મોન ધારણ કર્યું ને ઊંડા વિચાર માં ખોવાઈ ગયા ને પછી વાત નો દોર આગળ વધારતા કહ્યું

બેટા .. મારે પણ ફેક્ટરી હતી અને સારી એવી ચાલતી હતી ...
મેં ભૂલ માત્ર એટલી કરી ... કે મેં એને મારા
પુત્ર ને ખોટા સમયે ... વહીવટ ચલાવવા સોંપી .. ને હું નિવૃત થઈ ગયો એને
યુવાની ની ના થનગનાટ મા ખોટા નિર્ણયો લઈ લીધા ... એક દિવસ .. ફેક્ટરી ને મારી જાણ બહાર વેચી રૂપિયા રોકડા કરી .. અમેરિકા ભેગો થઈ ગયો ન લેણદારો ની કે ના અમારી ફિકર કરી .... અને પછી

એકાદ વરસ પછી એનો અમેરિકા થી ફોન આવ્યો ... કે પપ્પા ઘર કેમ ચલાવો છો ? દર મહિને જરૂર હોય તો રૂપિયા મોકલું..?

દવે કાકા એ ઊંડો શ્વાસ લઈ ને આગળ જણાવ્યું
કહ્યું બેટા ... હું લપસી ગયો છું ...પણ હજુ પડ્યો નથી ..
તને એક વર્ષે તારા બાપા ની યાદ આવી ... પણ એટલું સમજ એક વર્ષ તારો બાપ મંદિરે નથી બેસ્યો સમજ્યો ...
ફોન મુકી દે .. અને થોડી શરમ જેવું હોય તો બીજી વખત ફોન ના કરતો ...

તારા કાકી એ મારી સામે આર્જીવ નજરે જોયું મને ખબર નથી એમાં ક્યો ભાવ હતો ...

મેં .. તારી કાકી ને કિધુ ..
અરે ગાંડી મુંઝાય છે શા માટે હું છું ને!

લૂંટવા વાળા તો ભલે લૂંટી જાય ..
એને તો ફક્ત બે હાથ જ છે ..
દેવા વાળો તો મારો મહાદેવ છે ...
જેને હજારો હાથ છે ...

દવે કાકા ... તમને તમારા પુત્ર તરફ કોઈ ફરિયાદ .. ખરી ?

જો બેટા ... આ બધા લેણા દેવી ના ખેલ છે .. એ મારી પાસે પૂર્વજન્મ નું કંઈક માંગતો હશે ... તો ... ચૂકવી આપ્યું ..
કેમ લઈ ગયો તેનું દુઃખ નથી ... આમે ...તે મારી મિલકત નો હક્કદાર અને મારો વારસદાર હતો ... પણ લેવા ની રીત , સમય અને વર્તન યોગ્ય ન હતું ....

બસ બેટા ગાડી આ મહાદેવ ના મંદિર પાસે ઉભી રાખ ... મહાદેવ ને સવાર .. અને સાંજે .. મળ્યા વગર ઘરે નથી જતો ...

હવે ... બોલતા સંબધો સાથે નફરત થઈ ગઈ છે ... તેના કરતાં વગર બોલે કામ કરતો .. મારો મહાદેવ સારો ...

મેં ગાડી બંધ કરી ને દવેકાકા નો
હાથ પકડી .. મંદિર સુધી લઇ જવા પ્રયત્ન કર્યો ..
પણ દવે કાકા બોલ્યા .. બેટા ખોટું ન લગાડતો ... હું ઘણા વખત થી કોઈ નો હાથ પકડતો નથી ....
કારણ કે .... પકડેલો હાથ કોઈ પણ વ્યક્તી ...વગર કારણે જયારે છોડી દે છે..એ સહન નથી થતું....
તેના કરતાં ધીરૂ અને સંભાળી ને પણ આપણા પગે ચાલવું...

એ ફરીથી હસ્તા .. હસ્તા બોલ્યા
બેટા .. હું લપસી ગયો છું .. પણ હજુ પડ્યો નથી ....
મારો .... મહાદેવ છે ને ... નહીં પડવા દે ...

ચલ બેટા...જય મહાદેવ

પ્રભુ ઉપર અતૂટ વિશ્વાસ.અને પોતાની મક્કમ પણ ધીરી ગતિ થી ચાલતા.. દવે કાકા ને હું જોઈ જ રહ્યો....

મિત્રો....
દુઃખઅંદર ની વાત છે..સમાજ ને તેનાથી મતલબ નથી....સમાજ ને હંમેશા હસ્તો ચેહરો ગમે છે.
ગમે તેલું દુઃખ પડે...અંદર થી *તૂટી* જશો તો ચાલશે....પણ બહાર થી તો વાઘ જેવું વ વ્યક્તિત્વ રાખજો.
સમાજ નીચોવી નાખવા બેઠો છે....

તૂટેલી ભગવાન ની મૂર્તિને તો લોકો ઘરમા પણ નથી રાખતા..તો આપણી તો શું હેસિયત છે....

રડવું હોય તો ભગવાન સામે રડી.લેજો..બધા ના ખભા એટલા મજબૂત નથી હોતા...
જેમ સિંહણ નું દૂધ ઝીલવા સુવર્ણ નું પાત્ર જોઇએ.. તેમ... આપણી આંખ ના આંસુ ઝીલવા .. સજ્જન માણસ નો ખભો જોઇએ .....
સમાજ અને કુટુંબ મા મંથરા..અને શકુની મામા ઘણા ફરે છે....ત્યા હળવા થવા ની કોશિશ ના કરતા...

મેં ગાડી ચાલુ કરી....થોડો ફ્રેશ થવા
FM રેડિયો ચાલુ કર્યો....
કિશોરકુમાર નું ગીત......વાગતું હતું..

चिंगारी कोई भड़के, तो सावन उसे बुझाये
सावन जो अगन लगाये, उसे कौन बुझाये
पतझड जो बाग़ उजाड़े, वो बाग़ बहार खिलाये
जो बाग़ बहार में उजड़े, उसे कौन खिलाये..

આપણી વ્યક્તિ જ જીંદગી ઉજ્જડ કરે તો .. .. પિતા એ તેના પુત્ર ના નામે દોલત લખતા પહેલાં કીધેલા શબ્દો..યાદ આવ્યા..

બેટા ....હું તારા ઉપર આંધળો વિશ્વાસ મુકું છું
જવાબદારી તારી છે...મને આંધળો સાબિત ન કરવાની ..અને અને... આજે એમને "આનંદ" છે અને મને ગર્વ છે તેમની પર.. " આપનો"

બીજા રસપ્રદ વિકલ્પો