કોણ હતું ? ભાગ - ૨ Alpdhari દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોણ હતું ? ભાગ - ૨


તે માણસ ને જોતાં મારુ મગજ બહેર મારી ગયું હતુ , રાજુ શુ બોલતો હતો તે મને સંભળાતું બંધ થઈ ગયું હતુ .
મારા મગજ મા એક જ વાક્ય ઘૂમી રહ્યુ હતુ કે આ અહી કયાંથી ? એકદમ જ મે રાજુ નો હાથ ખેંચ્યો " ચલ રાજુ આપણે નીકળીએ ,ચલ જલ્દી " ને હુ રાજુ ની રાહ જોયા વગર તેનો હાથ છોડી ને કાર મા ડ્રાઇવિંગ સીટ પર બેસી ગયો , રાજુ બાધા ની જેમ કાર સામે આવી ઉભો રહી ગયો " શુ કરે છે ? જલદી બેસ " મે કાર ને રિવર્સ કરતા કહ્યુ , રાજુ ચુપચાપ આવી ને કાર મા બેસી ગયો ને મે દસ જ મીનીટ મા ફુલ સ્પીડ થી કાર ને ફરીથી હાઇવે પર લઇ લીધી
" કોણ હતુ પકા ? " રાજુ એ મને પુછ્યું .

મે આંખ બંધ કરી ને ઊંડો શ્વાસ લીધો ને કાર ઊભી રાખી " મારા થી ગાડી નહીં ચલાવાય , તુ અહી આવી જા " રાજુ મારી જગ્યા ને હુ રાજુ ની જગ્યા એ ગોઠવાઈ ગયાં .
મે ફરી આંખો બંધ કરી ને વીસ વર્ષ પહેલા ની યાદો મારી સામે મૂવી ની જેમ ચાલવા લાગી .
" પકલા ઓ પકલા , ક્યાં છે ? "
" આ રહ્યો ફઇબા શુ કામ છે " મે ચડ્ડી પર નાસ્તો કરેલા હાથ લુંસતા પુછ્યું .
" તારા સ્કુલ નાં માસ્તર મળેલાં "
" શુ કેતા તા ? " મે બેફીકરાઈ થી પુછ્યું .
" તુ કાલે સ્કૂલે નતો ગયો , ક્યાં રખડતો હતો આખો દી ? " ફઇબા એ મારો કાન આમળતા પુછ્યું .I
" ફિલ્મ જોવા ગયેલો પણ ફઇબા તમે મોટા ભાઈ ને ન કેતા હો " ફઇબા મારા થી સાત , આઠ વર્ષ મોટા , તેઓ બાપુજી ને મોટાભાઈ અને બા ને ભાભી કહેતા તે સાંભળી હુ પણ મોટાભાઈ ને ભાભી કહેતો થઈ ગયેલો .
" હુ તો બધા ને કહેવાની " ફઇબા એ જોર થી કહ્યુ .
" નહીં ફઇબા નહીં કેતા " હુ દયામણો થઈ ને આજીજી કરવા લાગ્યો .
" કેમ બેટમજી , ક્યુ ફિલ્મ જોઇ આયો ફઇબા ને લીધાં વગર ? "
" બોર્ડર , નવીજ આઈ છે , પણ તમે મોટાભાઈ ને નાં કેતા " મે ફરી કહ્યુ .
" પાગલ , હુ કહું કોઈ દી , પણ મારૂ એક કામ કરવું પડશે તારે ? " ફઇબા એ મારા માથા પર હાથ ફેરવતા કહ્યુ .
" આમ વાળ નહીં વીખો ને મારા " મે ફઇબા નો હાથ પકડી ને કહ્યુ .
" જાને વાંદરા કોણ અડે તારા વાળ ને , હવે તો મોટાભાઈ આવે એટલે કહી જ દઉ કે તુ કાલે સ્કૂલે ન તો ગયો " ફઇબા તોબરો ચડાવી ને ઊંધા ફરી ગયા .
" હુ તો ખાલી મઝાક કરતો હતો , લો હુ જાતે ને જાતે મારા વાળ વીખી નાખું છું , જોવો " કહેતો હુ ફઇબા જે બાજુ ફરી ને બેઠા હતા તે તરફ ગયો , મારા વિખાંયેલા વાળ જોઇ ફઇબા ખડખડાટ હસવા લાગ્યા મને બાથ મા લઇ બકી કરી ને કહ્યુ " એક ટપાલ નાખવા જાવાની છે પોસ્ટઓફીસ મા "
" ફૂવા ને લખી છે ? "
" હા , પણ કોઈ ને ખબર ન પડે , ધ્યાન રાખજે " ફઇબા ને વીસમુ ચાલતું હતુ , તેમનુ વેવિશાળ નાનપણ મા જ થઈ ગયેલું .
" હુ તો બધાં ને કહી દેવાનો , હુ તો બધાં ને કહી દેવાનો " કહી હુ રાડો પાડતો ફઇબા નાં હાથ માં થી ટપાલ ખેચી ને હુ ડેલી ની બાર દોડયો ને પાછળ થી ફઇબા નો અવાજ આયો " રાડો નઈ પાડ , ભાભી જાગી જશે "
એ સમય વચગાળા નો હતો આજના જેટલો આધુનિક પણ નહીં ને જુનવાણી પણ નહીં ત્યારે છોકરાં - છોકરીયો પોતાના મંગેતર ને ટપાલ લખતા થઈ ગયેલાં ને કયારેક ક્યારેક મળતાં પણ ખરા ઘર નાં ને ખબર ન પડે એમ .
" ફઇબા , ફઇબા ભાભી , મને મારે છે " હુ ફઇબા ની પાછળ સંતાતા બોલ્યો .
" કેમ ભાભી શુ થયુ ? ઘર માં પગ મૂકતા જ છોકરાં પર હાથ કેમ ઉપાડો છો ? " ફઇબા એ મારી વકીલાત ચાલુ કરી .
" ઘરે આવતી હતી ત્યાંરે કાંતા મળેલી , કહેતી હતી કે તેનાં છોકરાં ને નિશાળે પકા એ માર્યો "
" તો એમા શુ થઈ ગયું ભાભી એ છોકરાં નો જ વાંક હતો "
" તમે તો રેવા જ દેજો નણંદબા , તમેજ પકા ને ઘણો બગાડ્યો છે "
" ન માનવું હોય તો કાંઇ નહીં બાકી તમે આયા તેં પેલા પકો મને એજ કહેતો
હતો કે એક છોકરો મારા માં થી જોઇ ને લેસન કરતો હતો તો માસ્તર અમને બને ને બોલ્યા તો બાર આવી ને મે એની હારે ઝગડો કરેલો , હવે તમે જ કહો કોઈ ને બીજા નાં હિસાબે વગર વાંકે સાંભળવું પડે તો ઝગડો કરેજ ને ? "
" સાચું કહો છો ને તમે "
" હા ભાભી હુ શુ કામ જૂઠું બોલું ? "
" તો પછી કાંતા મળે એટલે એની વાત છે "
" છોડો ને ભાભી આપણે કાંતા ને કાઈ નથી કેવું , છોકરાંવ ની વાત આટલી શુ ખેંચવાની "
" ઇ એ સાચું " કહી ભાભી રસોડા મા ગયા ને હુ ફઇબા નાં ગાલ ખેંચી ને બોલ્યો " વાહ ફઇબા તમે તો મસ્ત વાર્તા બનાઇ ને ભાભી ને સમજાવી દીધાં "
" ન સમજાયા હોત તો તને માર પડત બેટમજી " કહી ને ફઇબા એ મારા માથા માં હાથ ફેરવ્યો
" આમ વાળ નહીં વીખો ને મારા " કહી મે ફઇબા નો હાથ પકડી લીધો
" જાને વાંદરા આજ પછી તારા વાળ ને અડીશ જ નહીં " કહી ફઇબા રસોડા માં જતા રહ્યા .

" તુ ગમે તેમ કરી રૂપા ને સમજાવ , છોકરો નથી સારો " મોટાભાઈ એ જમતા જમતા ભાભી ને કહ્યુ .
" મે ઘણુય કીધું પણ માને એમ નથી , આજે મે નાં જ પડેલી કે મળવા નહીં જતા તો પણ ગયા " ભાભી એ રોટલી દેતા કહ્યુ .
" ચોરી કરતા પકડાયો ચાર દી પેલા ને આગળ પણ ત્રણ થી ચાર વખત પકડાયો છે આતો એનો બાપ ગામ નો સરપંચ છે એટલે છોડી દે છે , આ નાનપણ થી સગાઈ જ ન કરવાની હોય મોટો થઈ કેવો થશે કોને ખબર હોય છે "
" મે તો રૂપાબેન ને ઘણાય સમજાવ્યા માને એમ નથી એક જ વાત કરે છે કે હુ એક ભવ મા બે ભવ નહીં કરૂ "
" હમણાં ઘરે આવે એટલે હુ સમજાવું છું , મારી વાત નહીં ઉથાપે " હુ મોટાભાઈ ને ભાભી ની વાત ધ્યાન થી સાંભળતો હતો , મારી ઉંમર નાની હતી છતા પણ મને એમની વાત સમજાઈ ગઇ હતી .
થોડીવાર પછી ફઇબા આવ્યાં , મોટાભાઈએ એમને ઘણુ કહ્યુ ઘણાં સમજાયા કે આ છોકરો સારો નથી , આપણે સગાઈ છોડી નાખીએ , હજી વહેલું છે આના થી પણ સારો છોકરો મળી જશે પણ ફઇબા ન માન્યા તેં ન જ માન્યા .
છએક મહિના પછી ફઇબા નાં લગ્ન પણ નક્કી થઇ ગયા , લગ્ન નો દીવસ પણ આવી ગયો ને તેં વચ્ચે ઘણી વખત મોટાભાઈ એ ફઇબા ને સમજાવાની કોશિશ કરી પણ ફઇબા એક નાં બે ન થયાં , આ બધાં ની વચ્ચે મારી હાલત બહુ ખરાબ હતી , ફઇબા મને છોડી ને બીજે જશે તેં કલ્પના જ મારે માટે અસહ્ય હતી , પણ કોને કહું ? રાત્રે ફઇબા નાં વળામણા સમયે બધા કરતા વધારે હુ રડ્યો ને ફઇબા એ જયારે મારા વાળ પર હાથ ફેરવ્યો ત્યાંરે " આમ વાળ નહીં વીખો ને " બોલતાં બોલતાં હિબકે જ ભરાઈ ગયેલો ને જીદે ચડી ગયો કે મારે ફઇબા સાથે જ જવું છે માંડ બધાં એ સમજાવી જુદો કર્યો .
લગ્ન પછી થોડાક સમય સુધી ફઇબા આવતાં તો અમે બંને ખુબ ધમાલ કરતા , મારા માટે તો તે દિવસો તહેવાર જેવા બની જતા પણ ખબર નહીં કેમ ધીરે ધીરે ફઇબા નું આવવાનુ પણ ઓછું થવા લાગ્યું ને આવતાં તો પણ મુરઝાયેલા રહેવા લાગ્યા , કયારેક સાથે ફૂવા પણ આવતાં પણ જેટલી વખત આવતા મોટાભાઈ પાસે થી પાંચ , દસ હઝાર રૂપિયા લઇ જતા .
એ બધા ની વચ્ચે સમાચાર આવ્યાં કે ફઇબા ને ગર્ભ રહી ગયો છે , સંજોગો એવાં હતા કે મોટાભાઈ ને ભાભી ખુશ થવાને બદલે દુઃખી થયાં .
એક દિવસ મોટાભાઈ ને ફૂવા વચ્ચે પૈસા માટે બોલાચાલી થઈ ગઇ , ફૂવા એ લાખ રૂપિયા માગ્યા , મોટાભાઈ પચીસ હઝાર રૂપિયા આપવાની તેંયારી પણ બતાવી પણ ફૂવા લીધાં વગર અમારાં ઘર નો ત્યાગ કરી ને ફઇબા પણ કયારેય નહીં આવે તેમ કહી ને નીકળી ગયા .
ફઇબા હવે ઘરે નતા આવતાં બસ એમનાં ખરાબ સમાચાર આવતાં , ખરાબ સમાચારો ની વચ્ચે એક દિવસ સારા સમાચાર આવ્યાં કે ફઇબા ને દિકરી આવી .
મોટાભાઈ ને ભાભી ફઇબા ને મળવા ગયા , ફૂવા એ તેમનેે અપમાનિત કરી કાઢી મુક્યા .


" પકા , કીટલી આવી " રાજુ એ મને હલબલાવી ને કહ્યુ , મે આંખ ખોલી ને જોયું તો રાજુ એ કાર ઊભી રાખેલી " ઊંઘી ગયો તો કે શુ "
" હવે ચા નથી પીવી , જવા દે "
" ઠીક છે " કહી રાજુ એ કાર સ્ટાર્ટ કરી " હવે દસ પંદર મીનીટ માં જ પહોચી જશુ બહુ દુર નથી "
હુ આંખ બંધ કરી ઊંઘવાની કોશીશ કરવા લાગ્યો , દસેક મિનીટ થઈ હશે ને રાજુ બોલ્યો " પેલો ફૂવો હતો ને "
" હા "
" મે તો પહેલી વાર જ જોયો , મોઢે થી જ હરામી લાગતો હતો પણ એક વાત મને તારી ન સમજાણી કે તને ખબર પડી ગઇ હતી તો એને પતાવી ને જ આવવાનું હતુ "
" મોટાભાઈ એ રોક્યો ન હોત તો દસ વર્ષ પેલા ફઇબા ને એણે મારી નાખ્યા તે દિવસે જ તે પતી ગયો હોત . સાચું કહું તો આટલાં વર્ષ પછી હવે એવું મગજ થઈ ગયુ છે કે એનાં કરેલા એ ભોગવશે , કુદરત એને સજા કરશે "
" તે બધી ફાલોસોફી માં ભાઈ આપણ ને ખબર નથી પડતી , એટલી ખબર છે કે આજે ચાન્સ હતો "
" એતો ખબર છે ને મારુ ઘર આવી ગયું ? ચલ હવે ઉતાર મને ને ગાડી તુ લઇ જા , સવારે લેતો આવજે " હુ એ બાબત માં વધારે વાત કરવા માંગતો ન હતો એટલે મે અલગ ટોન મા વાત કરી . રાજુ પણ સમજી ગયો એને ચુપચાપ કાર ઊભી રાખી ને હુ ઉતરી ને ઘર માં ગયો
સવાર નાં પાંચ વાગી ગયા હતાં , મારી પત્ની જાગી ગઇ હતી , હુ એને નવ વાગે જગાડવાનું કહી સુઈ ગયો , મને એમ હતુ કે ઉંઘ નહીં આવે પરન્તુ સહેલાઇ થી આવી ગઇ
લગભગ બાર ,સાડા બાર વાગે મને ભાભી એ જગાડ્યો " કેમ આટલો મોડો જગાડ્યો "
ભાભી એ મારી વાત નજર અંદાજ કરતા કહ્યુ " આજે સવારે હરેશ ને કોઈ એ મારી નાખ્યો "
" તો એમા આપણે શું ? " મે ઉભા થતા વાત ને ઉડાડી દેતો હોઉં એવાં સુર થી કહ્યુ .
" આપણે એનું કાઈ કામ નથી પણ " ભાભી બોલતાં બોલતાં અટકી ગયાં .
" શું પણ ? "
" તારા બાપુજી ને સમાચાર મળતાં જ તેં સોનુ ને લઇ આવ્યાં છે "
" મે નાં પાડેલી ને " હુ ગુસ્સે થઈ ગયો " તે હરામી ની છોકરી અહી નહીં જોઇએ "
" બેટા તેનુ આપણાં સીવાય કોણ છે ? હરેશે એના ભાઇઓ સાથે પણ સંબધો બગાડી નાખેલા છે "
" એમાં આપણે શુ ? આગળ પણ મોટાભાઈ એ લાવવાનું કહેલું તો મે નાં પાડેલી ને ? નહીં જોઇયે તેં ઘર માં , મારી ફઇબા નાં હત્યારા ની દિકરી આ ઘર માં નહીં જોઇએ "
" એ તારી ફઇબા ની પણ દિકરી છે "
" એ જે હોય તેં , તમે નાં નહીં પાડી શકતાં હોતો હુ નાં પાડી દઉં છું " કહી હુ બાર આવ્યો , સામે હીંચકા પર સોનુ બેઠી હતી , સોનુ અદ્લોઅદ્દલ ફઇબા જેવી લાગતી હતી જાને ફઇબા ની નાની આવૃતિ .
મારો જુસ્સો ને ગુસ્સો બંને ઠંડા પડી ગયા , મને જાને એવું લાગ્યું કે મારા ફઇબા પાછા આવી ગયા છે , સોનુ ધીરે ધીરે રડતી હતી , તેણે કદાચ મારી ને ભાભી ની વાતો સાંભળી દીધી હતી , હુ ધીમે ધીમે તેણી નજદીક ગયો તેં વધારે જોર થી રડવા લાગી , મે ધીમેક થી તેને મારી બાથ માં લીધી ને તેનાં માથા માં હાથ ફેરવ્યો " મોટાભાઈ આમ હાથ નાં ફેરવો ને મારા વાળ વિખાશે " સોનુ રડતા રડતા બોલી , સોનુ ની વાત સાંભળી હુ પણ રડી પાડ્યો ને પાછળ ઊભેલા મોટાભાઈ , ભાભી ને મારી પત્ની હસી પડ્યા .
------------------ સંપુર્ણ -----------------