Koun hatu ? bhag - 1 books and stories free download online pdf in Gujarati

કોણ હતું ?

" રાજુ ચા તો પીવી જ પડશે "
" રાત નાં બે વાગ્યા છે , આ સમયે ક્યાં મળશે ? "
" ક્યુ ગામ આવશે ? "
" નવાગામ "
" ગામ માં લઇ લઇએ ને , અંદર કદાચ ક્યાંક ચા મળી જાય "
" લઇ લે આપણે ક્યાં કોઈ ને પૂછવું પડે એમ છે " રાજુ નું વાક્ય પુરુ થાય તે પેલા જ મે ગામ માં કાર લઇ લીધેલી .
" ગામ તો બહુ નાનું છે , લાગતું નથી ચા મળે " એમ બબડતા બધી બાજુ ચા માટે હુ નજર નાખી રહ્યો હતો .
" તુ ચલાવામાં ધ્યાન દે , હુ જોઉં છું " રાજીયા એ કીધું .
" અત્યારે કોણ છે રોડ પર તો આટલો ડરે છે , કોઈ ને નહીં અડે " મે રાજીયા ની ફીરકી લેતા કહ્યુ .
" કહુ એમ કર ને ભાઈ , હુ જોઉં જ છું ને " રાજીયો અકળાયો .
" સારુ " કહી મે મારુ ધ્યાન રોડ પર કેન્દ્રીત કર્યું .
પાંચ સાત મીનીટ થઈ હશે ને રાજુ ચીલ્લાંયૉ ' પકલા ગાડી ઊભી રાખજે "
" અલા ચા મળી એમા રાડો શુ પાડે છે " મે કાર ને ઊભી રાખતાં કહ્યુ .
" ચા નથી મળી ભાઈ , પાછળ શેરી ગઇ ત્યાં કશીક મગજમારી થતી હોય એવું લાગ્યું મને "
" હશે છોડ ને , આપડે મોડું થાય છે "
" તુ પણ શુ યાર , બે મીનીટ પાછળ લેને "
" ઠીક છે " કહી મે કાર પાછળ લીધી ને શેરી માં નજર કરી , કોઈ ઝગડો થતો હોય એવું લાગ્યું .
" શુ કરવું છે રાજીયા , નીકળી જવું છે કે ? "
" જોઇયે તો ખરાં , આપણે એમ ક્યાંય થી નીકળીએ છીયે ખરાં " રાજીયા ની વાત સાચી હતી , ઉછીના ઝગડા લેવા માં અમે બને નંબર વન હતાં .
મે કાર ને શેરી મા લીધી , જયાં ઝગડો થઈ રહ્યો હતો તેં લોકો નું કાર નાં અવાજ ને કારણે અમારી તરફ ધ્યાન ગયું ને એમાથી એક જણ બોલ્યો પણ ખરો " કોઈ આવતું લાગે છે "
" શુ થયુ છે ? શુ કરો છો આ સમયે " રાજુ કાર માંથી નીકળતા જ બોલ્યો સાથે સાથે હુ પણ બાર નીકળી જ ચુક્યો હતો પણ હુ એ ટોળા નું નિરીક્ષણ કરી રહ્યો હતો , મે જોયું કે તે લોકો પાંચેક જણ હતાં ને નીચે એક જણ નીચું મોં કરી ને બેઠેલો હતો તેને કદાચ આ લોકો મારતા હોય તેવું લાગ્યું .
" તમે જાવ ભાઈ , અમે જે કરતા હોય તે તમારે શુ કામ છે ? " એ લોકો મા થી એક જણ બોલ્યો પણ તે જે શાન્તિ થી બોલ્યો તે જોઇ મને નવાઈ લાગી .
" એકલા માણસ ને આટલા બધાં ભેગા થઈ ને કેમ મારો છો , એને કર્યું છે શુ ? " મે પણ શાન્તિ થી જ પુછ્યું .
" અમે જે કરતા હોય તે , તુ નિકલ અહી થી ચલ " એ લોકો મા થી એક જણ અમારી તરફ ચપટી વગાડતા ગુસ્સે થઈ ને બોલ્યો .
" ઓય ખોટી ગરમી નાં કરતો , ધોવાઈ જઇશ " કહી મે કાર ની પાછલી સીટ નીચે થી હોકી કાઢી " ચલ છોડ એને "
" ભાઈ તમે જાણતા નથી આને એટલે છોડાવાની વાત કરો છો , આખી શેરી મા એનો ત્રાસ છે આજે બપોરે પણ એક જણ નાં ઘરે થી સોના ની ચેન લઇ ને ભાગી ગયેલો "
" ચેન તો ઠીક છે સાહેબ , આખો દી દારૂ પી ને પડ્યો રહે છે ને આવતાં જતા એની દિકરી ની ઉમર ની છોકરીયો ની છેડતી કરે છે " એ લોકો મારા હાથ મા હોકી જોઇ ને ડરી ને એમનો પક્ષ રાખવા લાગ્યા , એમને ડરેલા જોઇ ને મને એટલી તો ખાતરી થઈ જ ગઇ કે આ બધાં સીધા-સાદા માણસો જ છે નહીં તો તેઓ પાંચ હતાં ને અમે બે ને એમની પાસે પણ લાકડીઓ હતી જ તેઓ ધારે તો અમને પહોચી વળે એમ હતાં .
" તમે કહો છો તે હુ સાચું જ હોય એવું મને નથી લાગતું , મને તમે મારો છો એને પુછવા દો " કહી હુ ત્યાં જમીન પર બેસેલા માણસ નજીક ગયો ને મારી પાછળ પાછળ રાજુ પણ આવ્યો .
" એય શાન્તિ થી કહીએ છીએ ત્યાં સુધી ઠીક છે , નહીં સમજો તો તમે પણ માર ખાશો " એ લોકો મા થી નજીક આવી એક જણે મારુ બાવડૂ પકડી ને કહ્યુ .
" છોડ " મે ગુસ્સે થઈ ને રાડ પાડી " ઓળખે છે તુ મને હુ કોણ છું , નામ સાંભળી ને બધા નાં પાટલુન ભીના થઈ જશે "
" પણ સાહેબ , અમે કાઈ ખોટુ નથી કરતા આખી શેરી એનાં થી કંટાળેલી છે એટલે તો કોઈ એને બચાવા બાર નથી આવતું , એની દિકરી ને પણ એ એટલી જ હેરાન કરે છે " એમનાં માં થી એક ઠરેલ મારી પાસે આવી મને સમજાવા લાગ્યો , હુ તેની વાત સાંભળતા સાંભળતા નીચે બેઠેલી વ્યકિત નું નિરીક્ષણ કરી રહ્યો હતો ને મને એ વાત ની નવાઈ લાગી રહી હતી કે અમે તેનાં માટે કયાર નાં ઝઘડી રહ્યાં હતા પણ તે માણસે હજી સુધી એક પણ વાર ઊચુ જોયું ન હતુ .
" એ ભાઈ જે હોય તે આને તો અમે સાથે લઇ ને જ જશુ " રાજુ એ પોતાનો નિર્ણય જાહેર કરી દીધો .
" લઇ જવાની વાત તો બહુ દુર છે , તાકાત હોય તો હાથ તો અડાડી જોવો " એક જણ જમીન પર લાકડી પછાડી ને બોલ્યો જે જોઇ ને મારુ ને રાજુ નું મગજ ફાટ્યું ને રાજુ એ આગળ વધી નીચે બેસેલા માણસ નું મો ઊચું કર્યું ને પુછ્યું કે " કેમ ભાઈ આ બધા સાથે તારે શુ....... "
તે માણસ ને જોતાં મારુ મગજ બહેર મારી ગયું હતુ , રાજુ શુ બોલતો હતો તે મને સંભળાતું બંધ થઈ ગયું હતુ .
મારા મગજ મા એક જ વાક્ય ઘૂમી રહ્યુ હતુ કે આ અહી કયાંથી ? એકદમ જ મે રાજુ નો હાથ ખેંચ્યો " ચલ રાજુ આપણે નીકળીએ ,ચલ જલ્દી " ને હુ રાજુ ની રાહ જોયા વગર તેનો હાથ છોડી ને કાર મા ડ્રાઇવિંગ સીટ પર બેસી ગયો , રાજુ બાધા ની જેમ કાર સામે આવી ઉભો રહી ગયો " શુ કરે છે ? જલદી બેસ " મે કાર ને રિવર્સ કરતા કહ્યુ , રાજુ ચુપચાપ આવી ને કાર મા બેસી ગયો ને મે દસ જ મીનીટ મા ફુલ સ્પીડ થી કાર ને ફરીથી હાઇવે પર લઇ લીધી
" કોણ હતું પકા ? " રાજુ એ મને પુછ્યું .




બીજા રસપ્રદ વિકલ્પો