નાયિકા, ખરેખર નાયિકા જ Mayank Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નાયિકા, ખરેખર નાયિકા જ


મેખલા બધું કામ પતાવી બેડરૂમમાં ગઇ. પોતાના કાંડે બાંધેલું ઇન્સ્ટ્રુમેન્ટ ગોઠવી ચાલુ કરતા આખો રૂમ પ્રકાશથી ભરાય ગયો. ભીંત પર આખી સ્ક્રીન આવી ગઈ. મેખલાએ હુકમ કર્યો "કોલ શુભ્ર" આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ધરાવતાં ઇન્સ્ટ્રુમેન્ટે શુભ્રને વિડીયો કોલ લગાવ્યો. સામે શુભ્ર પણ મેખલાનાં કોલની રાહ જોતો હતો.
હજી 15 દિવસથી મેખલા અને શુભ્રનાં લગ્નની વાત ચાલતી હતી. બધુ જ બરાબર હતુ. બન્ને કુટુંબો પણ રાજી હતાં. અને ટૂંક સમયમાં જ સગાઈ નક્કી થવાની હતી.
શરૂવાતની ઔપચારિક વાતો બાદ મેખલા મુદ્દા પર આવી. "શુભ્ર, હું તમને એક વાત સ્પષ્ટ કરી દેવા માંગુ છું કે હું તમને પ્રેમ આપવા કમીટેડ છું, હું તમને અઢળક પ્રેમ આપીશ. તમારા પર વિશ્વાસ રાખીશ, તમને જેવા છો તેવા સ્વિકારીશ અને તમારી કદર- પ્રશંશા કરીશ. અને આ બધાંથી વિશેષ તમે મારા સુપર હીરો છો એવી અનુભૂતિ કરાવીશ. ઉપરાંત તમારા અને માત્ર તમારા જ બાળકને જન્મ આપીશ. પણ જો તમારે એવો આદર્શ જોઈતો હોય કે હું અન્ય પુરુષ સાથે કોન્ટેક્ટ ન રાખું અથવા રાખું તો તમારા કંટ્રોલ નીચે જ." તરત જ શુભ્રએ જવાબ આપ્યો, "કમોન મેખલા, આ બધુ જુનવાણી થઈ ગ્યું છે, હવે તો સ્ત્રી..." આગળ બોલવા જાય ત્યાં જ મેખલા બોલી, "અત્યારે બધું સારુ લાગે પણ આગળ જતા સિદ્ધાંતો માઈક્રોસ્કોપમાં જોવાય અને શંકાની શરૂવાત થાય. માટે પ્લીઝ તમે નિર્ણય પર આવતાં પહેલા બરાબર વિચારી લ્યો" પછી મેખલાએ પોતાની મર્યાદાની રેખાઓ ક્યાં, કેમ , કેવી રીતે અને ક્યારે છે તેની વિગતવાર વાત કરી સાથે સાથે પોતાની સમ વૈચારિક નારીઓની સંસ્થા "Across The Fear" ની વાત કરી. શુભ્ર વિચારમાં પડી ગ્યો. અને વિચારવા સમય માંગ્યો. બન્ને એક બીજ સસ્મીત ગુડ નાઈટ કહી સુઈ ગયા.
રાતના લગભગ ત્રણેક વાગ્યે મેખલાનું ઇન્સ્ટ્રુમેન્ટ અચાનક ગાજવા લાગ્યું. મેખલા એ જોયું તો "Across The Fear"નાં ચેર પર્સન નાયિકા મેડમનો કોલ હતો. આમ તો, આ સંસ્થા માટે રેગ્યુલર કહી શકાય તેવી ઘટના હતી. પણ ઇમર્જન્સી હતી. તેમણે જ વહેંચેલા એક ખાસ પ્રકારના ચીપવાળા વસ્ત્રને કારણે રેપની ઘટના થતાં થતાં રહી ગઇ હતી.

"Across The Fear" એ ઘણાં સમય પહેલાં એક ખાસ પ્રકારના વસ્ત્રો વહેચયા હતાં જેમાં એક ખાસ પ્રકારની ચીપ હતી જે પહેરનારનાં હ્રદયનાં ધબકારા, મગજના તરંગો, સ્પર્શની આવૃત્તિ, દબાણ, સ્પર્શ કરનારની સંખ્યા અને તેમાંથી નીકળતા તરંગો વગેરે તમામ પાસાંનું વિશ્લેષણ કરી. SOSનો સંદેશો નજીકના 3 પોલીસ સ્ટેશન, તેં યુવતીનાં નિકટનાં સગાને અને "Across The Fear"ને પણ પહુંચી જાય.

મેખલાને "Across The Fear"નાં મુખ્ય મથક પર જ પહોંચવાનો મેસેજ હતો. ત્યાં બધાં જ હાજર હતા. તેં યુવતી ધીરે ધીરે ડર માંથી બહાર આવતી હતી. છતા તેણી તેની માતાને ભેટી રડી રહી હતી. હેબતાઇ જવાનું વધું કારણ એ હતું કે તે હજુ બે દિવસ પહેલા જ USAથી અહિં આવી હતી ત્યાં જ આવો સત્કાર થઈ ગયો. આરોપી નતમસ્તક ઉભા હતાં. પોલીસ નાયિકા મેડમ સાથે વાત કરતા હતા. અને નાયિકા મેડમ...

ગોરોવાન, નીંદરમાંથી ઉઠેલા હોવાંથી છુટા વાળ અને સદા કપડા. છતા અજબની તાજગીવાળી આંખો, દ્રઢતા સભર અવાજ...

અને આ ગર્જના સમાન અવાજે આરોપીને ધમકાવી રહ્યાં હતાં. મેખલાએ તમામ પુરાવા ભેગા કરી Special Tribunal for Prevention of Rape and Sexular Harassment ને ફોરવર્ડ કરી નાખ્યા.

બસ ત્યાં જ એક આરોપીની માતા તેનાં પુત્રનો લુલો બચાવ કરવા લાગી, "ભુલ તો બધાંથી થાય". નાયિકાએ ઘૃણા સાથે કહ્યુ, "ભુલ? તમે સ્ત્રી થઈ સ્ત્રીની વેદના નથી સમજી શકતા? રેપનો ભોગ બનેલી સ્ત્રીનું દિલ અને દિમાગ પણ કેટલું જખ્મી થઈ જાય છે એ નથી સમજતા?" પ્રશ્નોની આ જડીથી તે આરોપીની માતા તો ચૂપ થઈ પરંતું આરોપીનો પિતા બોલ્યો, "અમને બધી ખબર છે, તમે આ સંસ્થાનાં નામે વ્યભિચાર કરાવો છો. યુવાનોને ખોટે રવાડે ચડાવો છો. છોકરાં-છોકરીનાં કોન્ટેક્ટ્સ શેર કરાવી ગંદી વાતો કરાવો છો, એનાથી જ રેપ જેવી ઘટના બને છે"

આક્ષેપોની વર્ષાથી નાયિકા જરા અમથી પણ અસ્વસ્થ ન થઈ અને સ્વસ્થતાથી કહેવા લાગી. "અમારી સંસ્થાનાં એક પણ સભ્યએ રેપ કે તેનાં જેવો ગુનો તો શુ પણ સેક્સ હરેસ્મેન્ટ જેવો નિયમ ભંગ પણ કાર્યો નથી. કોન્ટેક્ટ શેર કરી થતી વાતો મેચ્યોંર્ડ વ્યક્તિઓની મેચ્યોંર્ડ વાતો છે. જે સંપુર્ણ સંસ્થાના રૂલ્સ રેગુલેશનસ અને કાયદાની મર્યાદા અનુસાર જ થાય છે. ઉપરાંત, એનો સંપુર્ણ બેક અપ પણ છે. જે તમારી જેવા વિકૃત માણસો માટે નહીં પણ જરૂર પડ્યે કોર્ટ સમક્ષ રજુ રાખવા છે. માટે બહુ હિંમત હોય તો અમારી સંસ્થાને કોર્ટમાં પડકારી શકો છો"

આટલી વાત સાંભળ્યા પછી પિતામાં નતો કોર્ટમાં જવાની હિંમત રહી કે નતો આગળ કાંઇ બોલવાની.

નાયિકાએ તો શાબ્દિક પ્રહાર ચાલુ જ રાખ્યા,"કેટલાય એવાં લોકો છે જે વિકૃત ભાવનાથી આ સંસ્થા સાથે જોડાયા હતા અને જે ખબર પડતાં સંસ્થા એ તેમને બહાર જવાનો દરવાજો દેખાડ્યો છે".

બધાં ધીરે ધીરે કરતા રજા લેવા લાગ્યા. નાયિકા તેની ચેમ્બરમાં ગઇ. મેખલા પણ પાછળ પાછળ આવી. બન્ને આરામથી બેઠાં. નાયિકા બોલી, "ચાલ થોડી ચા પીએ". મેખલા એ હકારમાં સ્મિત આપ્યું. ઓનલાઈન ચા આવી ગઈ.

મેખલાએ શુભ્ર સાથે થયેલ વાત વિગતે જણાવી. મેખલાનાં ચહેરા પર એક ચિંતા સ્પષ્ટ દેખાતી હતી કે જે સિદ્ધાંતો પર તે આગળ વધેલી એ ખોટા પડશે તો? શુભ્ર જેવો સારો છોકરો એ ગુમાવી દેશે તો?

નાયિકા શાંત અને પ્રેમાળ આવજે સમજાવવા લાગ્યા,"મેખલા, આપણાં સિદ્ધાંતો કાંઇ પોલીસનું કામ કરવાનાં નથી કે માત્ર સ્ત્રીઓ હક, વિકાસ વગેરે માટે લડવાનું નથી. પુરુષો માટે પણ એટલું જ કામ કરીએ છીએ અને કરવાનાં છીએ. એક પુરુષને આપવા લાયક સૌથી મહત્વની વાત એ છે કે તેની સ્ત્રીસમ્માનની ભાવનાની કદર કરવી, એનાં ચરિત્રની કદર કરવી. તો જ સ્ત્રી સમ્માનની ભાવનાને પ્રોત્સાહન મળશે. આ રીતે, સ્ત્રી પુરુષ બન્નેનો ઉત્કર્ષ થાશે. બસ, જરુર છે જે જે પુરુષનાં હ્રદયમાં સ્ત્રી સમ્માનની લાગણી સુષુપ્ત પડી છે એની કદર-પ્રશંશા કરી જાગૃત કરવાની, એનાથી જ જે પુરુષનાં મનમાં સ્ત્રી સમ્માનની લાગણી જ નથી એ ઉદભવ થશે. અને એનાં માટે જરુરી છે કે કોલસામાંથી હીરો શોધવાની." મેખલા એનાં મેડમની વાત સાંભળે જ જતી હતી, એનો વિશ્વાસ ફરી જાગૃત થઈ રહ્યો હતો. મેડમ આગળ બોલ્યા, "તુ મારા લગ્ન વાત તો જાણે જ છે ને...." ત્યાં જ મેખલાનું ઇન્સ્ટ્રુમેન્ટ શુભ્રનો કોલ બતાવે છે. મેખલા મેડમ સામે હોવાથી ઓડિયો કોલ ઉપાડે છે. શુભ્ર તરત જ બોલી ઉઠે છે, "મેખલા, આઇ લવ યુ, મને તારા સિદ્ધાંતોનો પરિચય થઈ ગયો છે. એ સાચા છે, સારા છે અરે ફેન્ટાસ્ટીક છે. And I really thankful to Nayika Mam for that". મેખલાનાં ગાલ પર સ્ત્રી સહજ શરમનાં શેરડા પડ્યા.મેખલાએ જવાબ આપ્યો,"આઈ લવ યુ ટુ. પણ હજુ જાગે છે". હા હમણાં લોપા એ બધી વાત કરી. હુ તને મારી મામાની દિકરી બહેનની વાત નહોતો કરતો.USA છે. થોડા દિવસમાં અહી આવવાની છે." મેખલા સઆનંદ આશ્ચર્ય સાથે બોલી,"એટલે એ લોપા હતી". શુભ્ર બોલ્યો,"હા ભાભી સાહેબ, એ તમારા નણંદ બા હતી, જેને તમે તમારી સંસ્થા અને તમારા સિદ્ધાંતો એ બચાવ્યા." મેખલા વધું ગૂંચવણ સાથે બોલી, "પણ અમે તો માત્ર અમારાં સભ્યો પુરતા જ ખાસ વસ્ત્ર બનાવડાવેલ, તો એ લોપા સુધી પહુચ્યું કેવી રીતે?". શુભ્ર એ જવાબ આપ્યો,"વાત થોડી લાંબી છે, પણ કહી નાખું....." બસ, વાત કરતા કરતા મેખલા "Across The Fear"ની બહાર નીકળી.