કોલેજ કાળ
રાજવીર ધોરણ 12 પૂરું કરી બીકોમ કરવાની ઇચ્છા ધરાવે છે. તે હોશિયાર તો હતો જ માટે તેના પિતા તેને બી.કોમ.ની શ્રેષ્ઠ કોલેજ એચ એલ કોલેજ ઓફ કોમર્સ અમદાવાદમાં અભ્યાસ માટે એડમિશન અપાવે છે. તે કોલેજ કરવા માટે અમદાવાદ જાય છે, પણ તેનું લક્ષ તો માત્ર સરકારી નોકરી જ છે. અમદાવાદ જેવા મોટા સીટી માં જઈને તે બધાને જોવે છે, કે લોકો સરકારી નોકરી માટે કેટલી મહેનત કરે છે. લોકો સવારના 7 વાગ્યાથી લઈને રાત્રીના 1 વાગ્યા સુધી લાઇબ્રેરીમાં સતત મહેનત કરતાં તે જુએ છે, અને આ બધું જોઈને તેને મહેનત નો નવો રંગ ચડે છે તે કોલેજ પણ કરતો જાય છે. અને સાથે સાથે પોતાના લક્ષમાં આગળ પણ વધતો જાય છે. અમદાવાદમાં તેને નવા પુસ્તકો મળે છે તે પુસ્તક વાંચવાથી તેના જ્ઞાન માં પણ વધારો થાય છે.
કોલેજ ચાલુ થાય તેને ફક્ત ચાર મહિના થયા છે, અને એક કારકુન ની ભરતી પડે છે તે સમયે તેના 18 વર્ષ પૂરા પણ થયા હોતા નથી અને તે ખોટી જન્મતારીખ નાખીને ફક્ત પરીક્ષાના અનુભવ માટે પરીક્ષા આપવા જાય છે. પેપર ૨૦૦ ગણું હતું અને બે કલાકનો સમય હતો તે ખૂબ સારી મહેનત સારી મહેનત અને સારી રીતે ટાઈમ મેનેજમેન્ટ કરી સંપૂર્ણ પેપર પૂરું કરે છે. જ્યારે પરીક્ષાનું રિઝલ્ટ આવે છે ત્યારે તે પાસ થયો હોય છે પણ 18 વર્ષ પૂરા ન થતાં હોવાને લીધે આગળ તે કોમ્પ્યુટર ની પરીક્ષા આપવા જતો નથી. આ પરીક્ષાથી તેને ખૂબ સારો અનુભવ થાય છે, પરીક્ષા પદ્ધતિ વિશે જાણકારી મળે છે. ટૂંકમાં પર આ પરીક્ષા તેના માટે ખૂબ જ ફાયદાકારક નીવડે છે.
રાજવીર ને આ પરીક્ષા થી પોતાના નબળા વિષયો કયા છે તથા સારા વિષયો કયા છે તેની જાણ થાય છે નબળા વિષયો પર મહેનત વધારી દે છે. તે રોજના ૧૦ કલાક સરકારી નોકરી ની તૈયારી પાછળ તથા ચાર કલાક કોલેજ માટે અને બે કલાક બીજી પ્રવૃત્તિ પાછળ અને આઠ કલાક ઊંઘ પાછળ ખર્ચે છે. તે દરરોજ ન્યૂઝપેપર વાંચવાનું ચાલુ કરી દે છે તથા જનરલ નોલેજ ના વિષય ઉપર પ્રભુ તો મેળવવા માટે તે સતત અને સતત વધારે મહેનત કરતો જાય છે.
કોલેજ શરૂ થયાને છ માસ થઈ ગયા છે. રાજવીના જીવન માં પરિવર્તન આવે છે તેને ખુશી નામની છોકરી I LOVE YOU કહે છે. તે ખુશીને જવાબ આપ્યા વગર ત્યાંથી જતો રહે છે. તે દિવસે તે આખી રાત જાગે છે અને તેના આખા દિવસનું રૂટીન તે તોડી નાખે છે. બીજે દિવસે ખુશી રાજવીર પાસે જવાબ માંગે છે પણ તે દિવસે પણ તેને કોઈ જવાબ રાજવીર દેતો નથી આવી રીતે ત્રણ થી ચાર દિવસ ખુશી રાજવીર પાસે જવાબ માગે છે પણ રાજવીર કંઈ ઉત્તર આપતો નથી માટે ખુશી રાજવીને પૂછવાનું બંધ કરી દે છે. બે દિવસ પછી રાજવીર સામેથી ખુશીને I LOVE YOU કહે છે ખુશી આ સાંભળીને ખુશ થઈ જાય છે.
છેલ્લા અઠવાડિયાથી રાજવીર એ કાંઈ પણ વાંચું નહોતું તે તેના લક્ષ્યથી દૂર થતો જતો હતો. પણ તેને સમજાવે કોણ? રાજવીર ને પણ ખબર ન રહી કે તે પોતાના લક્ષ્યથી દૂર જતો જાય છે. તે ખુશી સાથે જ ટાઈમ પસાર કરી દિવસો વિતાવતો, દિવસો વીતતા જાય છે. હવે તે માત્ર દિવસના માંડ બેથી ત્રણ કલાક વાંચતો હોય છે અને બેથી ત્રણ કલાકમાં તો ખુશી નો ફોન આવ્યો જ હોય. અને તેવા તો ક્યારેક ખતમ થાય તે કહેવું મુશ્કેલ છે. આમ, તે પોતાના લક્ષણ મૂકી બીજા રસ્તે ચડી ગયો હતો.