Government Jobs - 1 books and stories free download online pdf in Gujarati

સરકારી નોકરી - 1

સરકારી નોકરી


સરકારી નોકરી આ શબ્દથી કોઈ અજાણ નથી. એક સમય હતો કે જેમા ખેતીનું જ મહત્વ હતું. આઝાદી પહેલા અને આઝાદી બાદ 5 દાયકા સુધી ખેતી જ મુખ્ય હતી. કોઈ ને પણ સરકારી નોકરીમાં રસ નહોતો, તેનું માત્ર એક જ કારણ શિક્ષણનો અભાવ. તે સમયમાં અત્યારનાં સમય કરતા સરકારી નોકરીમા પગાર ધોરણ પણ ઓછા હતા. જો કે એક દ્રષ્ટીએ તે સમયમા તે પગાર ધોરણ બરાબર હતા. કારણ કે તે સમયમાં લોકોની ઈચ્છા અને શોખ મર્યાદિત હતા. તે સમયે ખેતી જ લોકોનો મુખ્ય આધાર હતો. લોકો પોતાના બાળકોને સામાન્ય શિક્ષણ અપાવી ખેતી શીખડાવતા, આ એક સામાન્ય પરીવારની વાત છે. પણ રહીશ લોકોના બાળકો તો તે સમયે પણ ઉચ્ચ અભ્યાસ કરતા જ હતા.
વર્ષ 2001 બાદ સરકારના પ્રયાસોથી શિક્ષણનો વ્યાપ વધતો જાય છે. લોકો પણ પોતાના બાળકોને સામાન્ય શિક્ષણના બદલે ઉચ્ચ શિક્ષણ આપવા પ્રેરાયા છે. અમુક સરકારી કાયદા દ્વારા પણ શિક્ષણનો વ્યાપ વધ્યો છે. બંધારણ દ્વારા પણ 6 થી 14 વર્ષ ના બાળકોને ફરજીયાત અને મફત પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરવામાં આવી છે. લોકોને શિક્ષણનું મહત્વ સમજાણું છે. લોકોને શિક્ષણ મળવાથી સરકારી નોકરી, પ્રાઈવેટ નોકરી, ઉદ્યોગ ધંધાની પાછળ મહેનત કરવા લાગ્યા છે. એમાં પણ સરકારે 2014-15 માં પગાર ધોરણ મોટી માત્રામાં વધાર્યા તેથી સૌ કોઈને બસ સરકારી નોકરી જ જોઈએ છે.
સરકારી નોકરી એટલે કોઈ વાંદરાંના હાથ માંથી રોટલીનો ટુકડો મેળવવો, જે કાર્ય મુશ્કેલ છે પણ અશક્ય તો નથી જ. દિવસે ને દિવસે વસ્તીમાં વધારો થતો જાય છે. જેનાથી બેરોજગારીમાં પણ સતત વધારો જોવા મળે છે. દરેક વર્ષે લાખોની સંખ્યામાં બેરોજગારો મેદાનમાં ઉતરે છે, અને સરકાર દ્વારા સાવ નજીવા પ્રમાણમાં ભરતી પ્રક્રીયા કરવામાં આવે છે. જેનાથી ઘણા યુવાનોને બેરોજગારીનો ભોગ બનવું પડે છે. યુવાનો માટે સરકારી નોકરી એક પ્રકારનો માનસિક ત્રાસ બની રહે છે, અને આ ત્રાસના કારણે યુવાનો સંયમી જીવન છોડીને કુસંગત તથા વ્યસનનો સહારો લઈ રહ્યો છે. યુવાનોની યુવાની સરકારી નોકરીની ચિંતામાં વ્યર્થ વીતતી હોય તેવું લાગે છે. સરકારી નોકરીની ઘેલશામાં આજનો યુવાન પુસ્તકીયો કીડો થઈ ગયો છે.
સરકાર દ્વારા બહાર પડાતી ભરતી થોડી માત્રામાં હોય છે. તેમાં સરકારનો પણ કોઈ વાંક નથી, જેટલા પ્રમાણમાં જગ્યા ખાલી થાય તેટલા પ્રમાણમાં જ તે ભરતી પાડવાના. જુના કર્મચારીઓ નિવૃત થાય એટલે નવા કર્મચારીઓની જરૂર પડે એટલે સરકાર દ્વારા ખાલી જગ્યા પૂરવામાં આવે છે. તથા વધારે સવલતો માટે સરકાર વધારે પ્રમાણમાં પણ ભરતી કરતી હોય છે. જેનો સીધો બોજો સરકારી તિજોરી પર પડે છે, જેનાથી સરકારના દેવામાં વધારો થવાની સંભાવના રહેલી છે.
સરકારી નોકરીમાં રાજ્યસ્તરે વર્ગ-૧, વર્ગ-૨, વર્ગ-૩ અને વર્ગ-૪ મુજબ ભરતી કરાય છે. આ ભરતી માટે સરકાર દ્વારા વિવિધ ભરતી બોર્ડની રચના કરવામાં આવી છે, જેવા કે કેન્દ્રીય જાહેર સેવા આયોગ, રાજ્ય જાહેર સેવા આયોગ, સ્ટાફ સિલેક્શન કમિશન, સશસ્ત્ર સીમા બળ, પંચાયત સેવા પસંદગી મંડળ વગેરે. વર્ગ-૧ અને વર્ગ-૨ માં અખિલ ભારતીય સેવાઓ અને મુલકી સેવાઓનો સમાવેશ થાય છે. વર્ગ-૩માં વિવિધ કર્મચારીઓનો સમાવેશ થાય છે, જેમ કે કારકુન, તલાટી કમ મંત્રી, જુનિયર કારકુન, સીનીયર કારકુન, વગેરે. વર્ગ-૪ માં નીચલી કક્ષાના કર્મચારીઓનો સમાવેશ થાય છે. આર્મી, નેવી અને એરફોર્સની 6-6 માસના સમયગાળે ભરતી થાય છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા રાજ્ય પોલીસ ફોર્સની રચના થાય છે
સરકારી નોકરીના માર્ગદર્શન માટે અલગ-અલગ શહેરમાં વિવિધ ક્લાસીસ ચાલે છે. જે વિદ્યાર્થીઓને સરકારી નોકરી નું માર્ગદર્શન પૂરું પાડે છે. તેના બદલામાં તે વિદ્યાર્થી પાસે ઋણ વસૂલ કરે છે. અમુક ક્લાસીસની ફી ખૂબ વધારે માત્રામાં હોય છે. જે સામાન્ય લોકો માટે ભરવી મુશ્કેલ છે, તેના ઉપાય રૂપે સરકાર દ્વારા પણ સરકારી નોકરીનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. તે એક સરાહનીય બાબત છે.

બીજા રસપ્રદ વિકલ્પો