અનોખી યાત્રા (ભાગ - ૧૫) Kinjal Sonachhatra દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનોખી યાત્રા (ભાગ - ૧૫)

ગતાંક થી શરુ...

"ખુશી હોટેલ આવી ગઈ... ચાલો..."

દેવ ખુશી ને બોલાવી રહ્યો છે પરંતુ... ખુશી નું ધ્યાન પોતાના વિચારો માં જ છે... આજુબાજુ શું થઇ રહ્યું છે તેની જાણ ખુશી ને જરાપણ નથી...

"ખુશી... ખુશી..."

"ઓહહ... સૉરી... "

"ક્યાં ખોવાય જાય છે? શું એટલું બધું વિચારે છે... "

"કઈ નહિ દેવ... એ તો એમ જ... "

"બસ ખુશી... જો હવે આ રીતે વિચાર માં પડી ગઈ તો હું જતો રહીશ... હું નહિ વાત કરું તારા જોડે..."

"ના દેવ... એવુ નથી... સારુ ચાલ જઈએ..."

"પ્રોમિસ કર... હવે જૂનું બધું ભૂલી ને આગળ વધીશ..."

"હા, પ્રોમિસ"

હોટેલ માં પ્રવેશ ની સાથે જ ખુશી... ખુશ ખુશ થઇ જાય છે... આખી ડેકોરેટ કરેલી હોટેલ... કેક... ખુશી ના નામ નું ટાઇટલ...

"ઓહહહ... દેવ... આ બધું શું છે?"

"બસ... બધું તારા માટે છે... હજુ ઘણું બાકી છે મેડમ... ધીરે - ધીરે રાહ જુઓ... બધું સામે આવી જશે..."

"પણ આ બધું શા માટે?"

"એ પણ ખ્યાલ આવી જશે મેડમ... તમારા માટે ઘણી સરપ્રાઈઝ રાહ જોઈ રહી છે..."

"કેમ પણ... એટલું બધું... કઈ સમજાતું નથી મને તો... શેના માટે? અને દેવ તને ખ્યાલ નથી આવતો? હું અહીં ટેન્શન માં છું... મમ્મી પપ્પા ફોન ઉપાડતા નથી અને તું... સાવ ગજબ છે..."

"હા... બાબા... બધું સરખું છે... તું થોડી ધીરજ રાખ... સોરી... હમણાં ઘરે જઈ એ જ છીએ..."

"હા, પણ થોડું જલ્દી... મને બહુ ચિંતા થાય છે..."

"હા, હવે તું થોડી શાંતિ થી રહીશ તો મજા આવશે... "

"શું યાર !! અહીં મને ચિંતા થાય છે... તને એમ થાય છે હું મજા લવ? "

"સૉરી..."

"બસ... હવે સૉરી ના કે... અને આ બધું શું છે કે... "

"હા, હમણાં ખબર પડી જશે... થોડી ધીરજ રાખ..."

ત્યાં પાછળ થી ખુશી ની આંખ કોઈ મીંચી દે છે... ખુશી એ હાથ નો સ્પર્શ જાણે બહુ સારી રીતે જાણતી હોય અને એ વ્યક્તિ ને બહુ જલ્દી જ ભેટી પડવા માંગતી હોય એ રીતે...

"મમ્મી!!!!"

અને આ શબ્દ સાથે જ ખુશી પોતાની માતા ને ભેટી પડે છે... અને ખુબ જ રડવા લાગે છે...

"મમ્મી કેમ તમે ફોન નતા મારો રિસીવ કરતા? કેટલી મને ચિંતા થતી હતી ખબર છે? મેં દેવ ને પણ ફોન કર્યો... એ પણ મને કઈ કહી નહતો રહ્યો... કેટલી વખત રડી ખબર છે?"

વાત ની સાથે સાથે પણ જાણે ખુશી ના આસું રોકાય જ નહતા રહ્યા ...

"બસ... બસ... ખુશી... રડવા નું બંધ કર... અહીં જ છું ને જો તારા સામે... ક્યાય નથી ગઈ... અને કઈ થયુ પણ નથી... "

"હા... (રડતા - રડતા) પપ્પા ક્યાં છે? મને એમની પણ કેટલી ચિંતા થતી હતી ખબર?"

"આ રહ્યા... અહીં જ હતા... હમણાં આવશે... તું રડવા નું બંધ કર... ચાલ આજે તો હું બહુ ખુશ છું... દેવ આને સમજાવ કે રડવા નું બંધ કરે... આજે ખુશી નો દિવસ છે અને આ રડે છે... "

"હા... મેં આવી ને એ જ કહ્યું કે ચિંતા અને રડવા નું બંધ કરી દે... બધું સરખું જ છે... પણ એ સમજતી જ નહતી... "

"હા !!! તો આ બધું શું છે જરાં કહેશો !! કેમ આટલા ખુશ છો...? છે શું બધું? પાર્ટી... પણ શેની? મને એમાં કઈ સમજાય રહ્યું નથી.. અને મમ્મી તમે મારાં થી નારાજ તો નથી ને? સૉરી... હું કહ્યા વગર જ જતી રહી... "

વધુ આવતા અંકે...