આજે ઘણા દિવસો બાદ હું વેકેશનમાં ઘરે આવ્યો હતો. જયારે પણ ઘરે આવું એટલે એક અલગ પ્રકારની શાંતિ મળે, કેમકે ઘરે આવું એટલે સાવ ટેન્શન ફ્રી થઈ જાવ.અને ઉપરથી ગામડા ની મજા જ કંઈક અલગ છે.
હુું હરહંમેશ ની જેમ જમ્યા બાદ ટીવી જોઈ રહ્યો હતો, ત્યાં મારા પપ્પા એ કહ્યું મારા એક મિત્ર ના ઘરે ભજન-કિર્તન નો કાર્યક્રમ છે. તુું પણ પહોંચી જાજે સમય પર, તને પણ આવવાં માાટે કહ્યું છે. મે કહ્યું હા પહોંચી જઈશ.
હુું પણ પછી ત્યાં જવા તૈયાર થઈ ગયો. ત્યાં જઈને હું પણ બેસી ગયો. ત્યાં તો ભજન-કિર્તન ની રમઝટ હતી. હાજર હતા એ બધાં એ આનંદ ની રમઝટ મા ડુબી ગયા હતાં. મને પણ મજા આવી રહી હતી.
અચાનક જ એક સિત્તેરક વર્ષના દાદાજી ઊભા થયા, એ કમરે થી થોડા વાંકા વળી ગયેલા, એને સાંધા મા પણ દુખાવો હશે એવું દેખાઇ આવે. અચાનક એ દાદા હાથમાં કર્તાલ(એક વાજિંત્ર) લઈ ને બધા લોકો બેસેલા એમા સૌથી આગળ જતાં રહ્યાં. બધાની નજર એ દાદા તરફ જ હતી.પણ આ શું, દાદા એ તો અચાનક ભજન ના તાલ સાથે નાચવાનું શરૂ કરી દીધું, એની મોટી ઉંમરનું પણ એને ધ્યાનમાં ના રહ્યું. બધા લોકો આશ્ચર્યમાં પડી ગયા. અમુક લોકો એ દાદા ને કહ્યું પણ ખરા બેસી જાવ સાંધા મા દુખાવો છે વધુ દર્દ થશે. પણ દાદા એની ધૂન મા હતાં કોઇનું ના સાંભળ્યુ. એ વચ્ચે એનુ બેલેન્સ પણ ગુમાવી બેસતાં હતાં. એને જોઈને ઘણા લોકોને હસવું આવી રહ્યું હતું, મને પણ વચ્ચે હસવું આવી રહ્યું હતું.
આ રમઝટ મા એ દાદા ખુલ્લા મનથી નાચવા મા એનુ ભાન જ ભુલી ને આનંદિત થઈ નાચી રહ્યાં હતાં ત્યારે જ એક નાનકડી લગભગ સાત વર્ષની બાળકી પણ આવી ને એ દાદા જોડે નાચવા લાગી.
ભજન-કિર્તન ની રમઝટ મા દાદા અને નાની ઢીંગલી એવી રીતે કાઈ પણ વિચાર કર્યા વગર આનંદિત થઈ નાચી રહ્યાં હતાં. ઘડીક તો મને પણ એની સાથે નાચવા નુ મન થઈ ગયું.
એને નાચતાં જોઈ ઘણા લોકો ને હસવું પણ આવી રહ્યું હતું, અમુક તો દાદા ને લઈને મજાક પણ કરી રહ્યાં હતાં.
મને પણ થોડો સમય હસવું આવી રહ્યું હતું, પણ અચાનક મને મન મા વિચાર આવ્યો કે બંને કેવી રીતે આનંદ મા નાચી રહ્યાં છે. એના ચહેરા પર નુ સ્મિત જોઈને જ કેટલી ખુશી જોવા મળે છે. મને વિચાર આવ્યો કે ખરેખર આ જ સાચું હેપીનેસ છે, કાઈ પણ ચિંતા નઇ, આજુબાજુ કોણ છે એનુ ભાન જ નહી ને આટલા બધા લોકો જોઈ રહ્યા છે એ પણ વિચાર કયાઁ વગર બને કેવી રીતે આનંદ લઈ રહ્યા છે.
ખરેખર સાચું હેપીનેસ આને જ કહી શકાય, કેમકે તમને મન થાય એ આનંદ તમે આજુબાજુ મા કોણ છે કે કાઇ પણ શરમ કે સંકોચ વગર ઉત્સાહિત થઈ એ આનંદ માણો એ જ સાચુ હેપીનેસ છે.
ક્યારેક આપણી સાથે જ એવુ જોવા મળે છે કેમકે આપણને પણ ક્યારેક આવુ કાઇક કરવા વુમન થાય અને આનંદ મા આવી આપણે એવુ કરીએ પણ ખરા ત્યાં જ આજુબાજુ લોકો નુ ટોળું ભેગું થઈ જાય અને બધા જોવા લાગે એટલે આપણે ત્યાંરે જાતને કાબુમાં રાખી ત્યાથી નિકળી જઇને કોઇ સારી જગ્યા પર કે જ્યાં કોઈ જોઈ ના શકે ત્યાં આપણો આનંદ બહાર કાઢીએ છીએ. અને જે ટોળુ ભેગું થાય એમા આપણે પણ કયાંક ને ક્યાંક આપણે પણ બીજા કોઈ ને આવી રીતે આનંદ મા ભાન ખોઈ બેસેલા ને નિહાળવા મા આવી જાવી.
ટુંકમાં, કેવા નો ભાવાર્થ એ કે તમે કોઈ પણ જાતની શરમ કે સંકોચ રાખ્યાં વગર આવતી દરેક ક્ષણ નો આનંદ કરવાનો નઈ માણવાનો એ જ જીવન નુ સાચુ હેપીનેસ છે
અને હા આનંદ કરવાનો નઈ આનંદ માણવાનો કેમ કે આનંદ કરવો અને આનંદ ને માણવામાં ઘણો ફરક છે.
અને મારી આ સ્ટોરી વાંચવા માટે મારો દિલથી આભાર..... જય સ્વામિનારાયણ