ઇવની આવતીકાલ Mayank Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

ઇવની આવતીકાલ

લાંબા સમયથી ઘરમાં પૂરાયેલ બાળક જેમ બહાર નીકળતા મુક્તપણે વિહરવા માંડે તેમ નિસર્ગ આજે લાંબી ઠંડી પછી ફૂલોની મનમોહક સુવાસયુક્ત પવન રૂપે વિહરતો હતો. જાણે આખીય સૃષ્ટિને નવજીવન મળતું હોય. હા ખરેખર આ નવજીવન લાવવાનો જ સમય હતો. માનવ જીવનને આ સ્વર્ગથી પણ સોહામણા પૃથ્વી લોકમા લાવવાનો..
આ જ કુદરતી વૃતિથી પ્રેરિત આદમ ઈવ તરફ ગ્યો. અરે ગ્યો શુ ખેંચાયો. દૂરથી જ ઈવને જોતાં એક અદમ્ય આકર્ષણ અનુભવાણુ. શુ છે એ ન સમજાયું કદાચ પેલા સફરજન ખાધાનું પરિણામ હોય.
ઈવ સામું જોવે એ પહેલા આદમે ઈવને બાહુપાશમાં પુરી દીધી. ઇવે આ અચાનક થયેલ આક્રમણથી માંડ પોતાની જાતને છોડાવી થોડી દુર ગઇ અને લાંબા શ્વાસ લેતી બોલી "આ શુ કરે છે?" આદમે ટૂંકો અને માર્મિક જવાબ આપ્યો "મનેય નથી ખબર"
ઇવે થોડા સ્વસ્થ થતા કહ્યુ "મને પણ આવુ જ અનુભવાય છે, પણ...." આદમે કાંટાળા મિશ્રિત ઉત્સુકતાથી પુછ્યું "શુ?" ઈવ બોલી "પરિણામ" થોડી સ્વસ્થ થઈ આગળ બોલી "સગર્ભાવસ્થા અને આવનાર જીવની સારસંભાળ". હવે આદમ પણ થોડો ગંભીર થયો અને દ્રઢતા સાથે બોલ્યો, " એ ભવિષ્યની વાત છે એટલે એક જ વસ્તુ આપી શકુ છું અને એ છે વચન". આદમ પ્રતિજ્ઞાવત ભાવ સાથે આગળ બોલ્યો , "દરેક મુશ્કેલીમા હુ તારી સાથે જ છું. હું તને ખોરાક લઇ આવી આપીશ તારું રક્ષણ કરીશ અને તારું દર્દ ઓછું થાય તેનાં તમામ પ્રયત્ન કરીશ, અને હાં આવનાર બચ્ચું આપણું હશે હું તેની સારસંભાળ માટે તને બધી જ મદદ કરીશ ....હું બધુ જ કરી છૂટીશ." આ પ્રતિબદ્ધતા સભર શબ્દો સંભાળી ઇવે પોતાના દેહ ને આદમને સોંપી માનવ જીવન ને અંકુરિત કર્યું.
પછી નું દૃશ્ય. હવે આ આદમ અને ઈવનો વંશ ખૂબ જ આગળ વધી ગયો છે અને સાથે સાથે પેલી આદમે આપેલ વચનની પ્રથા પણ.એક આદમ અને ઈવ જેવી જોડી વચ્ચે જોરદાર ચડભડ જામી છે આદમનો દિકરો કહે "હું કેમ માનું કે આ મારુ જ બાળક છે. તું તો ઘણાં પુરુષો સાથે આવો સંબંધ રાખે છે" જવાબમાં ઈવની દિકરી કહે છે "વાત સાચી કે હું આવો સંબંધ ઘણાં પુરુષો સાથે રાખું છું પણ આ તો આપણું જ બાળક છે. મહેરબાની કરી મારો વિશ્વાસ રાખ આ પરિસ્થિતિમા અમને છોડીને ન જા" આટલું બોલી ઈવની દિકરી કરગરવા લાગી. પછી સમાજનાં અગ્રણીઓ આવ્યાં અને આદમનાં દીકરાને સમજાવ્યો કે હવે જે થયુ તેં હવે કોઈ સાબિતી ન મળી શકે પણ હવેથી એ કોઈ પુરુષ સાથે આ પ્રકારનો સંબંધ નહીં રાખે. ઇવની દીકરીને આ વાતનું વચન પણ આપવા જણાવ્યું અને ઈવની દિકરીએ પ્રતિબદ્ધતા સાથે એ વચન આપ્યું.
પછીનું દૃશ્ય હવે આદમ અને ઈવ બન્ને પક્ષે વચનો આપય ગયા અને એનું પાલન પણ થવા લાગ્યું. વંશવેલો આગળ વધવા લાગ્યો. ત્યાં એક નવી વાત આવી. ઇવની દિકરી ચીખી ને કહેતી હતી કે "વાત વચન સામે વચનની નથી. વાત છે અપાયેલા બે વચનનાં ટકરાવની, કયુ વચન નિભાવવું એ ગડમથલની, પ્રતિબદ્ધતાનાં ભાવમાં આવેલા વિભાજનની" આદમનો દિકરો પણ વિચારમાં પડી ગ્યો. ત્યાં ઈવની દિકરી શાંતિ અને પ્રેમથી બોલી "એટલે કહું છું કે તું પણ અન્ય સ્ત્રી સાથે સંબંધ ન રાખ. નહિતર તારે મને આપેલા વચન સાથે એને આપેલ વચન પણ નિભાવવું પાડશે જે ખૂબ જ અઘરું પડી જશે અને જો બે વચન એક સાથે એક સમયે નિભાવવાનાં થયાં તો અશક્ય જ બની જશે કારણ કે આ વચન માત્ર જડતાથી કામ કરવાનાં નથી ભાવનાત્મક છે પ્રેમનાં છે, માટે મહેરબાની કરી મારી વાત સમજ અને માત્ર મારી સાથે જ સંબંધ રાખવાનું વચન આપ." ફરી સમાજનાં અગ્રણીઓ આવ્યાં અને ત્રીજો નિયમ ઘડવામાં આવ્યો કે પુરુષ તેની સ્ત્રીની અનુમતિ વગર અન્ય સ્ત્રી સાથે સંબંધ નહીં રાખી શકે. જે નિયમ આગળ જતાં ઘણે અંશે માત્ર એક જ સ્ત્રી સાથે સંબંધ રાખશે એમા રૂપાંતરિત થયો.
બસ આ ત્રણ નિયમો પાછળ જુદા જુદા સમાજ મુજબ જુદા જુદા નિયમો બનતા ગયા. આ નિયમોને પાપ પુણ્ય સાથે જોડવામાં આવ્યાં. હા વ્યભિચાર પાપ જ છે. કારણ કે પાપની સરળ વ્યાખ્યા છે બીજાને પીડા કોઈ પણ પ્રકારે કોઈ પણ પ્રકારની પીડા આપવી. વ્યભિચારની શરૂઆતમા ટૂંકું સુખ છે. પણ અંતિમ પરિણામ તો પીડા જ છે. એ પીડા પરસ્પર આપેલા વચનભંગ દ્રારા ઉદભવતી હોય કે સામાજિક બહિષ્કારની હોય પણ અંત તો પીડા જ છે ઉપરાંત આ વાત અન્ય સામાજિક નિયમો માટે પણ સાચી છે.
એક તરફ સ્ત્રી ઉપર સગર્ભાવસ્થા અને આવનાર જીવની સારસંભાળ ઉપરાંત એનાથી પણ અઘરી એવી સામાજિક નિયમો પાળવાની જવાબદારી આવી ગઇ.તો બીજી તરફ આ સામાજિક નિયમો પુરુષ માટે પ્રશ્ન કારક બનતા ગયા. છુપાવેલી વસ્તુ ઉત્સુકતા વધારે એ નિયમ મુજબ. આ સામાજિક નિયમો એ આદમની પેલી કુદરતી વૃતિને અનેકગણી અને વિકૃત પણ બનાવી દીધી. આ વિકૃતિ એ સ્ત્રીને વધુંને વધું રક્ષણાત્મક બનાવી જેનું પરિણામ વધુને વધું આકરા સામાજિક નિયમો રૂપે આવ્યુ.

અને હવે આવે છે એકવીસમી સદી નો મધ્યાહ્ન, જેમાં તમામ સામાજિક નિયમોનું તથ્ય લગભગ આખા સમાજને સમજવા લાગ્યું છે. હવે, બળાત્કાર, છેડતી, જાતીય શોષણ અને હેરાનગતિ કરનારાઓ ઘઉં માંથી કાંકરાની જેમ છુટા પડી રહ્યાં છે. સામે પુરુષ જાત સાચો પ્રેમ માગતી થઈ રહી છે અને નારી જાત એ માંગણીની કદર કરતી. જેમ ઘઉં માંથી કાંકરા દુર થતાં જાય છે એમ કોલસા માંથી હીરા મળતાં જાય છે. આ જાગૃતિ થઈ ગઈ નથી પણ થઈ રહી છે. આ જાગૃતિની મશાલ મોટાભાગે સ્ત્રીઓનાં જ હાથમાં છે. એમાંની એક છે નાયિકા....હા આપણી વાર્તાની નાયિકા અને નામ પણ નાયિકા અને એની વાર્તા છે.........................

અર્પણ: પ્રિય પત્ની શ્વેતાને. જેનાં જીવનમાં સહભાગી થતા આ સમજણનાં મોતી સાંપડ્યા.