અતીતના પડછાયા - 7 Vrajlal Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અતીતના પડછાયા - 7

અતીતના પડછાયા

વ્રજલાલ હિરજી જોષી

૭. અજ્ઞાત હુમલાખોર

હરિલાલનું સ્વાસ્થ્ય ધીરે ધીરે સુધરતું જતું હતું. ડૉ. દેવાંગીએ તેમને હરવા ફરવાની છૂટ આપી દીધી હતી.

મળવા આવવાવાળા પણ ઓછા થઈ ગયા હતા. રાજે પણ નિયમિત રીતે પોતાની મિલમાં જવાનું શરૂ કરી દીધું હતું. તો ડૉ. દેવાંગી પણ સવારથી સાંજ સુધી પોતાની હોસ્પિટલમાં જતી થઈ હતી.

ચાર-પાંચ દિવસ નીકળી ગયા હતા. સૌ કામે વળગી ગયા હોવાથી રત્નદીપમાં રહેવાનો કદમને કંટાળો આવતો હતો. રાત્રીના કદમના કહેવાથી સંપૂર્ણ રીતે ટ્રેન કરેલ બે આલ્સેશિયન કૂતરાઓને ફાર્મ હાઉસ સ્થિત રત્નદીપ બંગલામાં લાવવામાં આવ્યા હતા. તે ઉપરાંત ચાર ચોકીદાર પણ રાત્રિના રહેતા હોવાથી રાત્રીના કોઈ પ્રોબ્લેમ થવાનો ચાન્સ ન હતો. અને તે દિવસોમાં કોઈ જ અનિચ્છનીય બનાવ પણ બન્યો ન હતો.

આજ કદમ કેટલીયવાર સુધી હરિલાલ પાસે બેઠો હતો.

હરિલાલે આજ તેને પોતાના અતીતની ઘણી વાતો કરી હતી. પોતાની સાથે કામ કરતા મોહનકાકા, તેની દીકરી રૂપા તથા કાનજી વિશે વિગતવાર વાત કરી તેની મિલના ઉદ્ઘાટન વિશે અને રાત્રીના ગાડી ખરાબ થતાં વરસાદથી બચવા ખંડેરોમાં તેણે તથા રૂપાએ આશરો લીધો પછી રૂપા ખંડેરોમાંથી ગુમ થઈ ગઈ તે વાત કરી. હરિલાલે પોતે કરેલા રૂપા પરના કુકર્મની વાત છુપાવી બધી જ વાત કદમને કહી.

તેની વાત સાંભળ્યા પછી ઘણા જ રાજ ખૂલતા જતા હતા. પણ છતાં ક્યાંક કંઈક ખૂટે છે અને હરિલાલ અમુક વસ્તુ છુપાવે છે તેવું કદમની લાગ્યું.

છતાં પણ આજ ઘણી માહિતી મળી હતી. હરિલાલે તેને પોતાના અતિતની વાત કોઈને કહેવાની ના પાડી હતી અને કદમે કહ્યું હતું કે જરૂર વગર તે કોઈ જ વાત બહાર નહીં આવવા દે .

લગભગ ત્રણ કલાક તેણે હરિલાલ પાસે વિતાવ્યા હતા. છેવટે તે હરિલાલના કમરામાંથી બહાર આવ્યો. ત્યારબાદ તે ફાર્મહાઉસમાંથી લટાર મારતાં મારતાં ફાર્મ હાઉસની પાછળ થોડે દૂર બનેલ તે પુરાણી હવેલી તરફ જવા લાગ્યો. આજ તેને દિવસના હવેલી ચેક કરવાનો વિચાર આવ્યો હતો.

તે હવેલી પાસે પહોંચ્યો ત્યારે સૂર્યનારાયણ માથા પર આવી ગયા હતા. તાપ પણ ઘણો હતો અને લુ પણ વાતી હતી.

હવેલી પાસે પહોંચી તે પળભર માટે અટક્યો અને ઊભા રહી હવેલીનું નિરીક્ષણ કરવા લાગ્યો. પછી તે આગળ વધી ગયો. લાકડાના તોતિંગ દરવાજાની ડેલી ખુલ્લી પડી હતી. તેમાંથી પસાર થઈ તે હવેલીના પ્રાંગણમાં આવ્યો. હવેલીનું દ્વાર તે મૂકી ગયો હતો તે જ સ્થિતિમાં હતા. તુટેલું તાળું પણ નીચે પડ્યું હતું. દ્વારમાં પ્રવેશ કરીને અંદર દીવાનખંડમાં આવ્યો. દીવાનખંડમાં આછો ઉજાસ ફેલાયેલો હતો. કદમે ઝડપથી તે ખંડની બારીઓ ખોલી નાખી જેથી તે સૂર્યપ્રકાશનો અજવાસ અંદર આવે અને તે ધ્યાનપૂર્વક તપાસ કરી શકે. ખંડમાં પડે લાકડાની ખુરશીઓ, ટેબલ, ટેબલનાં ખાનાં બધું જ તેણે ચેક કર્યું પણ કશું વળ્યું નહીં.

ત્યારબાદ તે સીડી ચડી ઉપર પહોંચ્યો. ઉપરના રૂમમાં પણ એ જ પરિસ્થિતિ હતી. તેણે ત્યાં પણ લાકડાનો ઢોલીયો અને ગાદલા ફાંફોળીને ચેક કર્યા. તદુપરાંત ત્યાં દીવાલમાં બનેલ લાકડાનો કબાટ પણ ચેક કર્યો. કોઈ માનવ રહેતું હોય તેવા કોઈ ચિહ્નો ત્યાં ન હતાં. છેવટે કંટાળી તે ઉપરના મજલા તરફ જવા સીડી ચડવા લાગ્યો. થોડા આગળ જતાં તેને થોડું આશ્ચર્ય થયું. રાત્રિના તેણે જે નાગને મારી નાખ્યો હતો તે નાગનો મૃતદેહ ત્યાં પડેલો હોવો જોઈતો હતો, પણ તે ત્યાં હતો. અલબત્ત લોહીના ડાઘ જરૂર હતા. " કદાચ કોઈ પક્ષી કાગડા કે સાપના મૃતદેહને લઈ ગયા હશે" કહેતાં કદમે ખભા ઉછાળ્યા પછી તે આગળ બનેલા ઝરૂખામાં આવ્યો. જ્યાં રાત્રીના તેણે સફેદ કપડામાં પરાધીન થયેલ તે સ્ત્રીને જોઈ હતી.

"કશું જ વળ્યું નહીં, છતાં પણ અહીં કાંઈક તો સગડ મળવા જોઈએ. બબડતા કદમે ખિસ્સામાંથી ગોલ્ડ ફલેકનું પાકીટ બહાર કાઢ્યું અને તેમાંથી એક સિગારેટ કાઢી સળગાવી પછી તે લાકડાના કઠોડાના ટેકે ઉભો રહી આરામથી સિગારેટ પીવા લાગ્યો.

વિચારતાં - વિચારતાં તે અડધી સિગારેટ પી ગયો.

તે વિચારોમાંથી બહાર આવ્યો. પછી તેણે તે ઊભો હતો તે કઠોડા પર એક નજર કરી.

અચાનક તેની આંખો સંકોચાઈને ઝીણી થઇ.

તે એકાએક ચોંકી ઉઠ્યો. પછી કઠોડા પાસે નમીને તેને નિરખવા લાગ્યો. તે આશ્ચર્ય સાથે આનંદમાં આવી ગયો. સિગારેટનો એક ઊંડો દમ ભરી બૂટ વડે ઠુંઠાને કચડીને તરત દિવાસળીથી ભરેલ માચીસને ખાલી કરી નાખ્યું. પછી ધીરેથી હાથને કઠોડા પાસે લઈ ગયો.

કઠોડા પાસે લાકડાની ઝીણી તિરાડમાંથી એક કોઈ સ્ત્રીનો લાંબો વાળ ફસાયેલો હતો. જે તેની નજરે પડ્યો હતો.

આંગળીની ચપટીથી કદમે વાળને ધીરે ધીરે સરકાવીને ફાંસમાંથી બહાર કાઢ્યો. પછી માચીસ બોક્સમાં ગૂંચડો વાળી નાખી દીધો. ત્યારબાદ માચીસને ખિસ્સામાંથી સેરવી ઝડપથી તે નીચે જવા પગથિયાં ઉતરવા લાગ્યો.

તેને આજ સફળતા મળી હતી.

તે દિવસે ઝરૂખામાં ઉભેલ સફેદ કપડાંમાં પરાધીન તે સ્ત્રી કોઈ પ્રેત કે ચુડેલ નહીં પણ જીવતી સ્ત્રી હતી. તેનું પ્રમાણ તેને મળી ચૂક્યું હતું.

હવેલીમાંથી બહાર આવી ઝડપથી તે ફાર્મ હાઉસ પર પરત ફર્યો. પછી પોતાની ગાડી લઈને તે અંજાર ડી. વાય. એસ. પી સાહેબની ઓફીસ જવા ઉપડી ગયો. તેની ઇચ્છા મળેલ વાળને લેબોરેટરીમાં ડી. એન એ. ટેસ્ટ કરાવવા માટે જવાનો હતો.

તે દિવસની સાંજના કદમ ચૂપચાપ ડૉ. દેવાંગીના રૂમમાં ઘુસી ગયો અને તેના ડ્રેસીંગ ટેબલ પર પડેલા દાંતિયામાંથી તેના માથાના વાળ લઇ તે પણ લેબોરેટરીમાં ચેક કરાવવા માટે આપી આવ્યો. તેવી જ રીતે ઉજજવલાના વાળ પણ તે તફડાવી લાવ્યો હતો. આ જ તેને અંજારના ત્રણ ધક્કા ખાવા પડ્યા હતા. પણ કેટલાય દિવસ પછી તેને આજ કેસમાં આગળ વધવા માટે માહિતી અને મટીરીયલ મળ્યું હતું. આજ રાત્રીના તાનિયાનો રિપોર્ટ પણ આવી જવાનો હતો.

સાંજના સમયે તાનિયાનો મીસકોલ આવ્યો એટલે કદમ તરત ફાર્મ હાઉસની બહાર ગાડી લઈને ઉપડી ગયો. ગાડી રોડની કિનારી પર રાખી તેણે તાનિયાને ફોન લગાવ્યો.

તાનિયાએ આપેલી માહિતી સાંભળીને ચોંકી ઉઠ્યો હતો. તેનો આજનો દિવસ સારો ગયો હતો. ઘણી જ ઉપયોગી માહિતી મળી હતી.

"તાનિયા... તેં મને જરૂરી માહિતી મેળવી આપી છે. થેન્ક્યુ, તાનિયા હું જેમ બને તેમ જલ્દી દિલ્હી આવું છું. બાય... કહી તેણે મોબાઇલ સ્વીચઓફ કર્યો પછી તે રાજની મિલ તરફ જવા ઉપડી ગયો.

@@@

ઉમટેલાં વાદળોએ રાતને ઘણી જ ઘેરી અને ભયાનક બનાવી રાખી હતી. વાતાવરણમાં એકદમ ઉકળાટ થતો હતો. લાગતું હતું કે ચોક્કસ વરસાદ આવશે. એકદમ ગાઢ અંધકારમાં થોડી થોડી વાર મારે વીજળી ચમકી જતી હતી.

" બહાદુર ચક્કર લગાકે આવો અભી બારીશ શુરૂ હો જાયેગી એસા લગતા હૈ... "બીડીનો દમ મારતાં પોતાનો ધોકો લઈ બેન્ચ પરથી ઉભા થતા શેરસંગ થાપા બોલ્યો પછી પોતે પણ બંગલાના કમ્પાઉન્ડમાં ચક્કર લગાવવા નીકળી પડ્યો.

ઠક... ઠક... ઠક ... તેની ખુખરીનો અવાજ આવતો હતો. જેના દૂર દૂર સુધી પડઘા પડતા હતા. આગળથી તે બંગલાના પાછળના ભાગ તરફ આવ્યો.

"ટોમી... ટોમી.... મોન્ટુ ... મોન્ટુ.... તેની રાડોનો અવાજ શાંત વાતાવરણમાં ગુંજી ઉઠ્યો.

તેની એક જ રાડના અવાજથી તે બે આલ્સેશિયન કૂતરા ગમે ત્યાં હોય તો બે - ચાર મિનિટમાં જ તેની પાસે દોડી આવતા. પણ આ જ શેરસીંગ થાપા રાડો પર રાડો નાખી રહ્યો હતો. છતાંય કૂતરા ન આવતાં તે વિચારમાં પડી ગયો.

"આમ કેમ થયું... ?આમ બને જ નહીં... " બબડતાં તે બંગલાના પાછળના ભાગમાં આવી પહોંચ્યો.

બંગલાના પાછળના ભાગમાં એક સાઈઠ વોલ્ટનો બલ્બ બળતો હતો. તે બલ્બના પીળા, માંદલા પ્રકાશ સિવાય ચારે તરફ દૂર દૂર અંધકાર છવાયેલો હતો અને તે બલ્બનો પ્રકાશ ફેલાયેલા અંધકારને દૂર કરવા નિષ્ફળ કોશિશ કરતો હતો.

બંગલાની હદ પૂરી થતી હતી, ત્યાર પછી પાછળ લોખંડના તારની ફેન્સીંગ બનેલી હતી. તેનાથી આગળ હરિલાલના ફાર્મ હાઉસનો ભાગ હતો. જે બે ત્રણ એકરમાં ફેલાયેલો હતો. તેના પછી સરકારી ફાજલ જમીન હતી. જેમાં નક્કર કાંટાળા બાવળ ઉગેલા હતા. તે સરકારી પડતર જમીનનો ભાગ પૂરો થાય પછી તે પડતર હવેલીવાળી જગ્યા આવતી.

કાંટાળા લોખંડના તારની ફેન્સીંગ પાસે આવેલ મોટા લીમડાના ઝાડ પાસે અંધકારમાં કાળા વસ્ત્રો પહેરેલ એક છાયો ઉભો હતો. તેણે કાળાં વસ્ત્રોની ઉપર રેઇન શુટ પણ કલરનો પહેર્યો હતો. હાથમાં કાળાં મોજા, પગમાં કાળાં બૂટ અને ચહેરા પર કાળો બુરખો, સમસ્ત કાળા વસ્ત્રોમાં તે પરાધીન હતો.

" ટોમી... મોન્ટુ... "એવા દૂર દૂરથી આવતા અવાજો સાંભળીને તે એકાએક ચમક્યો, પછી તેણે તે દિશામાં દ્રષ્ટિ ફેરવી. હવેલીના વળાંકની ટર્ન કાપી દૂરથી પાછળની તરફ આવતા શેરસીંગ થાપાને તેણે જોયો. બલ્બના આછા પીળા પ્રકાશમાં પણ તે શેરસિંગને ઓળખી ગયો. શેરસિંગ થાપા તેની તરફ આવે છે. તે જોયા પછી તે તરત લીમડાના ઝાડની ઉપર ચડી ગયો. દૂર-દૂર વીરાનીભર્યા સન્નાટામાં શેરસિંગ થાપાનો અવાજ ગુંજતો હતો. તે કાળા વસ્ત્રધારી લીમડાના ઝાડ પર એક મજબૂત ડાળ પર બેસી ગયો અને પછી શેરસિંગ થાપાને નિરખી રહ્યો.

કડડડ.... ધડામ... સન્નાટાને ચીરતો ભયાનક ગર્જનાના અવાજ સાથે વિજળીનો તેજ પ્રકાશપૂંજ ધરતી પર રેલાયો, ગર્જનનો ધડાકો એટલો ભયાનક હતો કે ધરતી ક્ષણ માટે ધ્રુજી ગઈ.

તે ક્ષણે શેરસીંગ થાપા હવેલીની પાછળ આવી પહોંચ્યા હતો અને ગરજણના જોરદાર ધડાકા સાથે થયેલ વીજળીના ચમકારામાં તેની નજર ટોમી અને મોન્ટુ પર પડી. ટોમી અને મોન્ટુ પર નજર પડતા શેરસિંગ હક્કો - બાળકોએ રહી ગયો.

ખૂંખાર અને તાકાતવાર આલ્સેશિયન તે બંને કૂતરા ધરતી પર નિસ્તેજ બનીને પડ્યા હતા. બન્નેની આંખો ફાટી ગઈ હતી અને મોં ખુલ્લું હતું. તેના વિકરાળ જડબામાંથી દાંત દેખાતા હતા અને જીભ બહાર નીકળી ગઈ હતી. એકદમ ભયંકર દેખાવ તેઓનો લાગતો હતો. કૂતરાઓનું દ્રશ્ય જોઈ શેરસિંગની આંખો ફાટી ગઈ હતી.

શેરસિંગ બીક અને દહેશત સાથે તેને તાકી રહ્યો. ખૂંખાર સિંહ જેવા બંને કૂતરાની આવી હાલત કેમ થઈ તે તેની સમજમાં આવતું ન હતું.

ગળામાં અટકેલ થૂંકને ગળતાં તે કૂતરાઓની નજીક પહોંચ્યો. પછી કેડ પર ભરાવેલ ટોર્ચને કાઢી ચાલુ કરી. ત્યારબાદ તે કૂતરાઓ પાસે બેસી ગયો.

બંને કૂતરાઓની આંખો પર તેણે ટોર્ચનો પ્રકાશ ફેંક્યો. બંનેની આંખો નિસ્તેજ બની ગઈ હતી. પછી શેરસિંગ પોતાનો હાથ હૃદય તરફ લઇ ગયો. તેણે અનુભવ્યું કે બંનેનું હૃદય બંધ પડી ચૂક્યું છે. બંને કૂતરા મૃત્યુ પામ્યા હતા.

થોડા જ દિવસોમાં શેરસિંગને બંને કૂતરા પર લાગણીનો એવો સેતુ બંધાઈ ચુક્યો હતો કે તેની આંખોમાંથી આંસુનાં બુંદ સરી પડ્યાં. અચાનક ફરીથી ગરજણ થઇ તે સાથે વરસાદ શરૂ થયો. કેટલીય વાર સુધી બંને કૂતરાઓ પાસે બેઠો બેઠો વરસાદમાં પલળતો તેના શરીર પર હાથ ફેરવતો રહ્યો.

તેનાથી થોડે દુર લીમડાના ઝાડ પર બેસેલ તે કાળા વસ્ત્રધારી આદમીના ચહેરા પર ક્રૂર સ્મિત ફરકતું હતું. વરસાદ ચાલુ થતાં તે કાળા વસ્ત્રધારી ચૂપચાપ લીમડાના વૃક્ષ પરથી નીચે ઉતર્યો અને પાછળની તરફ આવેલ બાવળોના ઝૂંડમાં અદ્રશ્ય થઇ ગયો.

કૂતરાઓના મૃતદેહ પાસે બેઠેલા શેરસિંગ થાપાને બે-ચાર પળો પછી પોતાની જવાબદારીનું ભાન થયું કે તરત ઊભો થયો અને ખિસ્સામાંથી ઝડપથી મોબાઈલ બહાર કાઢીને કદમનો નંબર લગાવ્યો.

"સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાં હમારા... " ગાઢ નિદ્રામાં સૂતેલા કદમ અચાનક ઝબકીને સફાળો જાગી ગયો અને તરત બેડ પર બેઠો થયો પછી તેણે કમરામાં ચારે તરફ નજર ફેરવી. તેના મોબાઇલમાં લાઈટ લબક-ઝબક થતી હતી અને રીંગટોન વાગી રહી હતી.

ઝડપથી હાથ લંબાવી ટિપોય પરથી મોબાઈલ ઉઠાવી ઓન કર્યો.

"હલ્લો... શરસિંગ... "

"હલ્લો સર... હું શેરસિંગ બોલું છું... " સામેથી શેરસિંગનો ગભરાયેલો અવાજ સંભળાયો.

"શું થયું કાકા... ?તમે આમ કેમ ગભરાયેલા છો... ?

"હલ્લો સર... આપણા બંને કૂતરા ટોમી અને મોન્ટુ બંગલાના પાછળના ભાગમાં મળેલા પડ્યા છે. "

"શું... ? શું કહ્યું તમે... ?" એકાએક કદમ ઉછળી પડયો.

" કાકા... તમે ત્યાં જ થોભજો હું હમણાં જ આવું છું. " કહેતાં કદમ કૂદકો મારી પોતાના પલંગમાંથી ઉભો થયો અને તકિયા નીચે પડેલી રિવોલ્વર ઉપાડી ઝડપથી બહાર નીકળી બંગલાના પાછળના ભાગ તરફ દોડ્યો.

ચક્કર મારીને પરત આવતા બહાદુરે કદમને દોડતો બંગલાના પાછળના ભાગ તરફ જતો જોયો કે તરત તે પણ દોડ્યો.

તે જ પળે બે ચમકતી આંખો તેને તથા કદમને પાછળ દોડતા જતાં જોઈ રહી. તે આંખોમાં એક વિચિત્ર પ્રકારની ચમક પેદા થઈ અને તે માનવીના ચહેરા પર ક્રૂર સ્મિત ફરકી ગયું, પછી તે ચકોર દ્રષ્ટિથી ચારે તરફ નજર ફેરવતો બિલ્લી પગે બંગલા તરફ આગળ વધી ગયો.

તે એ જ કાળા બતાવ્યો હતો જે બંગલાના પાછળના ભાગમાં લીમડાના ઝાડ પરથી નીચે ઉતરી બાવળની ઝાડીઓમાં થઈ મોટું ચક્કર લગાવી બંગલાના આગળના ભાગ તરફ આવ્યો હતો. તેને હતું જ કે હમણાં હમણાં જ શેરસિંગ રાડા - રાડ કરશે અને સૌ પાછળની તરફ દોડી જશે.

બંગલાની લોબી પસાર કરી હરિલાલના કમરા પાસે આવ્યો પછી એક વખત લોબીના એક છેડાથી બીજા છેડા તરફ નજર ફેરવી. જરાય અવાજ કર્યા વગર તે હરિલાલના કમરામાં ઘુસી ગયો. કમરામાં ડીમ લાઈટનું આછું અજવાળું ફેલાયેલું હતું. કાળાં વસ્ત્રધારીએ રૂમના અંદર ની સ્ટોપર વાસી દીધી. તેનાથી બેખબર હરિલાલ ગાઢ નિદ્રામાં ડૂબેલો હતો.

હરીલાલને જોતાં જ તે કાળા વસ્ત્રધારીની આંખોમાં ખુન્નસ ચમક પેદા થઈ, તેના જડબાં સખત રીતે ભીંસાઈ ગયાં.

ત્યારબાદ મક્કમ પગલે તે હરિલાલ તરફ આગળ વધ્યો અને હરીલાલના માથાના પાછળના ભાગ તરફ ઊભા રહી તેણે પોતાના જમણા હાથનો પંજો હરિલાલના મોં તથા નાક પર દબાવી દીધો.

હરિલાલ એકાએક ઝબકીને જાગી ગયો.

થોડી ક્ષણો તો શું થઈ રહ્યું છે તે તેની સમજમાં ન આવ્યું પણ તેને તેનો શ્વાસ રૂંધાતો હોય તેવું લાગ્યું.

આંખો ખોલીને ઉપર નજર ઉઠાવી તરફ તેની આંખોમાં ખોફ ફરી વળ્યો.

એક કાળો ઓળો તેના મોં પર ઝૂકેલો હતો અને હાથેથી તેનું મોં તથા નાક દબાવીને તેને ગુંગળાવીને મારી નાખવાનો પ્રયત્ન કરતો હતો.

બે મિનિટમાં જ હરિલાલનો શ્વાસ રુંધાવા લાગ્યો. તેનું શરીર ખેંચાવા લાગ્યું. તેના બંને હાથ ઉપરની તરફ વળી જાય તે કાળા વસ્ત્રધારી ઓળાના તેના મોં પર જકડાયેલા હાથને હટાવવાની કોશિશ કરવા લાગ્યો.

ત્યાર પછીની થોડી ક્ષણોમાં તે બેહોશીની આગોશમાં ઉતરી ગયો.

" શું થયું કાકા... ?" દોડતા આવતા કદમના અવાજમાં ઉત્તેજના હતી.

"સર દોનો કૂત્તો કો કિસીને માર ડાલા. "

"ઐસે કૈસે હો સકતા હૈ, કાકા યે કુત્તે કોઈ ઐસે વૈસે કુત્તે નહિ હૈ, કી કોઈ આકે દોનો કો માર દે... " કહેતાં કદમ નીચે પડેલા કૂતરા પાસે બેસીને ચેક કરવા લાગ્યો, તેણે નિરાશાથી માથું ધુણાવ્યું.

પછી તે ઉભો થયો અને તેની પાસે આવેલા શેરસિંગ અને બહાદુર તરફ નજર ફેરવી. "બહાદુર દોનો કુત્તો કો ઉઠાકે બંગલે પે લે આવો. ઉસકા પોસ્ટમોર્ટમ કરના પડેગા. કિસીને દોનો કુત્તો કો જહર દિયા હૈ. "

૧૨૧-૧૩૫

તે જ વખતે વરસાદનાં ઝાપટાં શરૂ થયાં. બહાદુર અને શેરસિંગ એક - એક કૂતરાને ઉઠાવ્યા પછી તેઓ આગળ વધ્યા.

"બહાદુર... તેરે સાથ દો ગુરખે હૈ વો કહા હૈ... ?"

"સર... ઉનકો તો મૈંને ફાર્મ હાઉસ કે ગેટ કી તરફ રાઉન્ડ લગાને કે લિયે ભેજા હૈ. "

"તો બંગલે કે અભી કોઈ નહિ હૈ... ?"ચમકતાં કદમ બોલ્યો અને પછી કંઈક વિચાર આવતા તે બંગલાના આગળના ભાગ તરફ જવા માટે દોડયો.

હરિલાલ બેહોશ થઈ ગયો હતો. છતાં તે કાળા વસ્ત્રધારીએ તેના મોં પર દબાવેલ હાથને હટાવ્યો નહીં.

હરિલાલનું શહેર શરીર ખેંચાતું હતું અને કાળા વસ્ત્રધારી શેતાની નજરે તે જોતો હતો. તેના ચહેરા પર ક્રૂર હાસ્ય ફરકતું હતું.

ટપ... ટપ... ટપ... અચાનક લોબીમાં કોઈનાં પગલાનો અવાજ લગાતાર ગુંજતો હરિલાલના બેડરૂમ તરફ આવતો હતો.

ગુંજતા પગલાંનો અવાજ સાંભળી કાળાં વસ્ત્રધારી એકદમ ચમક્યો. પછી તેણે હરિલાલ તરફ નજર ફેરવી, ત્યારબાદ હરિલાલના મોં પરથી પોતાના હાથને દૂર કર્યો અને ઝડપથી તે કમરાની બારી પાસે પહોંચ્યો. બારીની સ્ટોપર ખોલી તે જમ્પ મારીને બારીની ઉપર ચડી ગયો.

તે જ વખતે કોઈહરિલાલના કમળાનું દ્વાર ખખડાવતું હતું.

તે કાળા વસ્ત્રધારીએ એકવાર હરિલાલના દેહ સામે જોયું. તેને લાગ્યું કે હરિલાલ મૃત્યુ પામ્યો છે. ત્યારબાદ તેણે ડોક ફેરવી, બારી બહાર નજર કરી, દૂર-દૂર કદમને બંગલા તરફ જતો જોયો. પછી તેણે બારીની બહારની તરફ કૂદકો લગાવ્યો.

અચાનક કદમ ચમક્યો. સન્નાટા ભર્યા વાતાવરણમાં તેણે "ધબ્બ"નો અવાજ સાંભળ્યો. અવાજ બહુ ધીમો હતો. છતાં પણ તેણે સ્પષ્ટ સાંભળ્યો. તરત કદમે પાછળની તરફ નજર ફેરવી. બલ્બના માંદલા પ્રકાશમાં તો તે કંઈ જોઈ ન શકત, પણ અત્યારે હરિલાલના કમરાની બારીમાંથી અંદરનો ઉજ્જવળ પ્રકાશ બહાર રેલાતો હતો, તે પ્રકાશમાં કદમની નજર કાળાં વસ્ત્રધારી પર પડી.

કદમ સન્નાટામાં આવી ગયો. કોઈ હરિલાલના કમરામાંથી બારી વાટે કૂદીને નાસતું હતું. તરત કદમે તે તરફ દોટ લગાવી.

"જે હોય તે ઉભો રહી જા નહીંતર ગોળી ચલાવીશ... " દોડતાં દોડતાં જ કદમે કમરમાં ખોસેલી રિવોલ્વર બહાર કાઢી તેની સામે તાકી, વરસાદના ઝાપટાં હજુ ચાલુ હતાં.

કદમ રિવોલ્વર તાકી તેના તરફ દોડતો હતો. ક્ષણભર માટે તે કાળા વસ્ત્રધારી હેબતાઈ ગયો હતો, પણ પછી તેણે હોઠ ભીંસ્યા અને મુઠ્ઠીઓવાળી બંગલાના પાછળ બનેલી લોખંડના તારની ફેન્સીંગ તરફ દોટ મૂકી.

"કહું છું ઉભો રહી જા... "દોડતા કદમે ત્રાડ નાખી. પણ એટલા સમયમાં તે કાળા વસ્ત્રધારી ફેન્સીંગ પાસે પહોંચી ગયો હતો. કદમ પર ઝડપથી દોડતો તેની નજદીક પહોંચી આવ્યો હતો.

ફેન્સીંગ પાસે પહોંચી તે કાળા વસ્ત્રધારીએ કાંટાળા તારની પરવાહ કર્યા વગર ફેન્સિંગના ઉપરના તાર પર પોતાના બંને હાથ જમાવ્યા પછી જમ્પ મારી.

તે જ ક્ષણે કદમ પણ તેની પાસે પહોંચી ગયો હતો.

જેવી તેણે જમ્પ મારી કે તરત કદમે પણ જમ્પ મારી અને કૂદ્યો. જમ્પ મારતાં - મારતાં જ કદમે રિવોલ્વરને ખિસ્સામાં સેરવી દીધી હતી.

કાળાં વસ્ત્રધારીએ જમ્પ મારી તેનો દેહ હવામાં અધ્ધર થયો તેના બંને પગ હવામાં અધ્ધર સીધા થયા.

કદમનો દેહ હવામાં તરતો તેને પાછળ લહેરાયો.

અને... કદમના હાથમાં તે કાળા વસ્ત્રધારીનો એક પગ આવી ગયો.

કાળાં વસ્ત્રધારીનો પગ કદમે મજબૂતાઈથી પકડીને જોરથી પાછળની તરફ ખેંચ્યો. કાળા વસ્ત્રધારીના બંને હાથમાંથી તારની ફેન્સીંગ છટકી ગઈ. તેનો દેહ પાછળની તરફ ખેંચાયો.

વળતી જ પળે કદમનો દેહ ગીથા નીચે પાણીના ખાબોચિયામાં "છપાક" ના અવાજ સાથે પડછાયો અને તેના હાથમાં કાળા વસ્ત્રધારીનો પગ પકડેલો હોવાથી તેની સાથે કાળાં વસ્ત્રધારીનો પગ પકડેલો હોવાથી તેની સાથે કાળાં વસ્ત્રધારી પણ નીચે પછડાયો.

બંનેને મૂઢ માર વાગ્યો અને બંનેના શરીર કાદવથી ખરડાઈ ગયા. નીચે પડેલા કદમે તારા વસ્ત્રધારીનો પગ જોરજોરથી મરડી નાખવાનો પ્રયત્ન કર્યો. કાળાં વસ્ત્રધારીનો દેહ ધરતી પર પટકાયો હતો, ત્યારે તેના બંને હાથ અદ્ધર સીધા હોવાથી ફેન્સિંગના તાર કેટલીક જગ્યાએ હાથમાં વાગ્યા, વળી તેનું માથું પાણીના ખાબોચિયા પછડાતાં તે પીડાથી હચમચી ઊઠ્યો. અધૂરામાં પૂરું તેનો એક પગ મરડાતો હતો. માંડ માંડ પીડા સહન કરતા તેના મોંમાંથી એક ચીસ સરી પડી. પણ પછી તેણે પોતાના હોઠ ભીંસ્યા અને દાંત કચકચાવીને બીજા પગની જોરદાર લાત કદમને મારી, લાત કદમના માથા પર પાટુની જેમ પડી. કદમનું માથું પીડાથી ઝણઝણી ઊઠયું. પણ બીજી જ પળે કદમે તેનો પગ મરડીને તેને ઊંધો લટકાવી નાખ્યો પછી તેના દેહ પર જમ્પ મારી.

ત્યાર પછીની ક્ષણોમાં બંને કાદવમાં મહાયોદ્ધાઓની જેમ લડતા એકબીજા પર લાતો અને હાથના ઠોસાઓના પ્રહાર કરતા રહ્યા.

વરસાદ પૂરજોશમાં ચાલુ હતો. બંનેના દિમાગ પર કોઈ શેતાને કબજો લઈ લીધો હોય તેમ ઝનૂન સાથે એકબીજાને મારી નાખવા લડતા હતા.

બંનેમાંથી કોઈને ખબર ન હતી, પણ પાછળના ભાગમાં આવેલી બાવળોનાં વૃક્ષોમાંથી એક ઓળો લપાતો - છુપાતો તેઓની તરફ આવી રહ્યો હતો. જે અત્યારે તારની ફેન્સીંગની બીજી તરફ ઊભો હતો. તેના હાથમાં એક લોખંડનો પાઈપ પકડેલો હતો.

તક મળતાં જ કદમના એક હાથ તે કાળા વસ્ત્રધારીની ગરદન ફરતે ફાંસીના ગાળીયાની જેમ વીંટળાઇ ગયો. કાળાં વસ્ત્રધારીએ બંને હાથ કદમના માથાના વાળ પકડી ખેંચવા લાગ્યો.

ધડામ... કદમે બીજા હાથનો જોરદાર મૂક્કો તે વસ્ત્રધારી મોં પર માર્યો. કાળા વસ્ત્રધારીના મોંમાંથી ચીસ નીકળી ગઈ તેના હાથમાંથી કદમના વાળ છટકી ગયા.

જમ્પ મારી કદમ તેના પર ચડી બેઠો અને પછી ઉપરાઉપરી કેટલાય ઠોંસાઓ તેના માથા મોં પર મારી દીધા. કાળા વસ્ત્રધારીની ચીસોથી વાતાવરણ ગુંજી ઉઠયું.

" હરામખોર... કમીના આજ તારા પાપનો ઘડો ભરાઈ ગયો છે. તારા કુકર્મનો પડદો આજ હું ઉઠાવીને જ રહીશ. સાલ્લા તને તો એવી સજા કરાવીશ કે તારી સાતેય પેઢી કોઈપણ ગુનો કરતાં સો વખત વિચારશે. ચાલ હરામખોર તારો ચહેરો બતાવ... "કહેતાં તેના ચહેરા પરનો માસ્ક હટાવવા કદમે પોતાના હાથનો પંજો તેના મોં પર મુક્યો અને પછી ખેંચ્યો.

"તડાંગ... "ના જોરદાર અવાજ સાથે કદમના ગળામાંથી ચીસ નીકળી પડી. તેને માથાની આજુબાજુ ચમકતા તારલિયા દેખાયા. પછી આખી સૃષ્ટિ ગોળ ગોળ ફરી રહી હોય તેવું લાગ્યું. તીવ્ર પીડાથી તેનો ચહેરો ખેંચાઈ ગયો. ધીરે ધીરે તેની આંખોમાં અંધકાર ફરી વળ્યો અને તે બેહોશ થઈને કાળા વસ્ત્રધારીના શરીર પરથી નીચે ખાબોચિયામાં પટકાયો.

તેની પાછળ તે ઓળો પાઇપ પકડીને ઊભો હતો. જેણે લાગ જોઈને જોરથી કદમના માથામાં પાઈપ ફટકાર્યો.

કદમ નીચે પછડાયો કે તરત કાળા વસ્ત્રધારી પાણીના ખાબોચિયામાંથી ઉભો થયો. તે હજુ એકદમ હાંફી રહ્યો હતો. આભારવશ નજરે તેણે પાઇપ પકડી ઊભેલા તે ઓળા તરફ નજર ફેરવી.

" ચાલ જલ્દી... "તેનો હાથ પકડી તેઓએ કાળા વસ્ત્રધારીને ફેન્સીંગની પેલેપાર ખેંચી લીધો. પછી બંને દોડતા દોડતા બાવળની કાંટાળી ઝાડીમાં ઘુસી ગયા.

કદમનો બેહોશ દેહ ખાબોચિયામાં પડ્યો હતો. તેના માથામાંથી લોહી નીકળી રહ્યું હતું અને વરસાદના પાણી સાથે ભળી જતું હતુ.

કડડડ ધડામ... ના ભયાનક વિસ્ફોટ સાથે વીજળી ચમકી, વરસાદનું જોર પણ વધ્યું.

ટક... ટક... ટક... ડેડી... દરવાજો ખોલો... પિતાજી... " દરવાજાને જોરથી પછાડતાં રાજ ચિલ્લાતો હતો. અચાનક નીંદર ઉડી જતા તે તેના ડેડીને ચેક કરવા માટે તેના કમરા પાસે આવ્યો. કમરામાં તે કાળા વસ્ત્રધારીએ અંદરથી દરવાજાને બંધ કરી દીધો હતો અને બહાર પગલાંના અવાજો સાંભળીને બારી વાટે નાસી છૂટ્યો હતો. જેની સાથે કદમ ભિડાયેલો હતો. બંને એકબીજાને મહાત કરવા લડી રહ્યા હતા. ત્યારે દરવાજાને જોર જોરથી પછાડતો રાજ રાડો નાખી રહ્યો હતો.

અંદર હરિલાલ પોતાના જીવન અને મરણ વચ્ચે ઝોલાં ખાઇ રહ્યો હતો. અત્યારે તે બેહોશ હતો. તેના પલ્સ મંદ પડી ગયા હતા. તેના શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ એકદમ ઘટી ગયું હતું.

"શેરસીંગ કાકા... બહાદુર... ક્યાં ગયા બધા.. " ત્રાડ નાખતો રાજ બંગલાના મુખ્ય દરવાજા પાસે આવ્યો. તે જ વખતે શેરસીંગ અને બહાદુર તે કૂતરાઓના મૃતદેહ ઉપાડી ત્યાં પહોંચ્યા હતા. રાજની રાડારાડથી મૃતદેહોને ત્યાં જ પડતા મુકી બંગલાની અંદર દોડ્યા. રાજની બુમોના અવાજથી ઉજ્જવલા અને ડૉ. દેવાંગી પણ જાગી ગયાં હતાં. તેઓ પણ પોતાના કમરામાંથી બહાર આવી રાજ તરફ દોડ્યા. તે સિવાય ઘરના નોકર - ચાકરો પણ જાગી ગયા હતા. થોડીવારમાં જ બધા એકઠા થઈ ગયા.

"શું થયું... ? બેટા શું થયું... ?"

"રાજ શું થયું... ?"ઉજજવલા અને ડૉ. દેવાંગી બન્નેના મોં પર મૂંઝવણના ભાવ હતા, રાજ પાસે આવી બંન્નેએ એક જ પ્રશ્ન પૂછ્યો.

" મમ્મી... મમ્મી... ડેડી નો દરવાજો અંદરથી બંધ છે અને તેઓ ખોલતા નથી, મેં ઘણા પ્રયત્ન કર્યા, ચાલો... "કહેતાં તેણે શેરસિંગ અને બહાદુર તરફ નજર કરી. બધા હરિલાલના રૂમ તરફ દોડ્યા.

તે જ સમયે એકાએક બંગલાની લાઈટ ગુલ થઈ ગઈ.

સર્વત્ર સન્નાટા સાથે અંધકાર ફરી વળ્યો.

વરસતા વરસાદના ઘોંઘાટભર્યા અવાજ સિવાય નીરવ શાંતિ છવાઈ ગઈ.

ત્યારે બે ચમકતી આંખો ક્રૂર દૃષ્ટિ સાથે સૌને તાકી રહી. તેના ચહેરા પર વિચિત્ર અને કાતિલ ચમક ફેલાયેલી હતી. (કોણ હતો તે ચહેરો... ?)

લાઈટ... લાઈટ... જલ્દી જનરેટર ચાલુ કરો અને ત્યાં સુધી ટોર્ચ લઇ આવો... ખીમજી દોડ, ટોર્ચ લઇ આવ" ચિલ્લાતો રાજ હરિલાલના કમરા ખાતે પહોંચી ગયો.

બહાદુર જનરેટર ચાલુ કરવા દોડ્યો.

ખીમજી બેઠક હોલમાં ટોર્ચ લેવા દોડ્યો અને બે પાંચ પળોમાં જ ઝડપથી ટોર્ચ લઈને ત્યાં પહોંચી આવ્યો.

ધડા... ધડા... ધડ .. ધડ... શેરસિંગ થાપા દોડી-દોડીને દરવાજા પર પોતાના બાવડાથી પ્રહાર કરતો હતો.

ધડામ... અવાજ સાથે દરવાજાનો ઉપરનો સ્ટોપર તૂટી ગયો અને દરવાજો ખુલી ગયો. પોતાના જ વેગથી શેરસિંગ થાપા દરવાજો ખુલતા અંદર પછડાયો, પણ તરત ઊભો થયો. બધા ઝડપથી કમરાની અંદર દોડી ગયા.

"ડેડી... ડેડી... "ચિલ્લતો રાજ સૌપ્રથમ હરિલાલ પાસે ધસી ગયો. હરિલાલ બેહોશ થઈને પડ્યો હતો. રાજ તેના ગાલ થપથપાવા લાગ્યો. 'હરિલાલ... હરિલાલ... તમને શું થઈ ગયું. "હરિલાલના માથા પર હાથ ફેરવતા ઉજ્જ્વલા રડવા લાગી.

"પ્લીઝ તમે બધા જરા હટી જાવ... હરિલાલ શેઠની તબિયત સારી નથી. મને કામ કરવા દ્યો. "હરિલાલના પલ્સ ચેક કરતાં જ તેના પલ્સની ગતિ એકદમ મંદ પડી ગયેલ જોઈ. ડૉ. દેવાંગી ચિલ્લાઈ. પછી ફટાફટ ઓક્સિજન સિલિન્ડર ચાલુ કરી ઓક્સિજન માસ્ક હરિલાલના મોં પર લગાવ્યો. પછી ઝડપથી બોટલમાં મોફેન્ટીનનું ઇન્જેક્શન નાખી બોટલ ચાલુ કરી અને ફટાફટ બંને હાથેથી છાતી પર દબાણ આપી હાર્ટને મસાજ કરવા લાગી. અત્યારે તેના ચહેરા પર પરસેવાની ધારો નીતરતી હતી.

તેના સિવાય સૌ અવાચક બનીને જોઈ રહ્યા હતા.

ધીરે-ધીરે હરિલાલની તબિયતમાં સુધારો આવતો ગયો. તેના શ્વાસો શ્વાસની ગતિ નોર્મલ થઈ ગઈ, પલ્સ અને બ્લડપ્રેશર પણ નોર્મલ થતાં ગયાં. છતાં પણ હરિલાલ પૂરેપૂરો ભાનમાં ન હતો. ડૉ. દેવાંગીએ હરિલાલની તબિયત સુધરતી જાય છે, તેવું જણાવ્યું.

જનરેટર ચાલુ થતાં લાઈટ આવી સૌએ નિરાંતનો શ્વાસ લીધો.

સમ... સમ... સમ... કરતી રાત્રીનો સમય પસાર થતો ગયો. વરસાદ હજુ જોશપૂર્વક વરસી રહ્યો હતો. લગભગ વીસ મિનિટનો સમય થઈ ગયો. અચાનક રાજને યાદ આવ્યું કે તેઓની વચ્ચે કદમ નથી.

***