અફસોસ થાય છે આજે પોતાની હાલત પર,
કે પોતાને ખોઈ દીધો પણ તને પામી ના શક્યો !!
પાર્ટ...૨૧...માં...
આવતા વિક એન્ડ માં પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું હતું..
દરેક સ્ટુડન્ટ્સ જવા માટે ઉત્સુક હતા જ....!!!
પણ, હું મહેક ને કેવી રીતે કહું કે તું આવે છે..?
મે જાતે જ અબોલડાં લીધા હતા...
પણ..હા, એ જરૂર સામેથી આવી મને ખબર આપશે..પ્રવાસ ની..ત્યારે..?
બસ કર યાર પાર્ટ-૨૨...
આજે કોલેજ કેન્ટીન પર એકલો જ હતો..
હવે..એ લીમડા નું ઝાડ પણ જાણે મારાથી સહજ દ્વેષ ભાવ રાખતું હતું...
સત્ય તો એ પણ હતું... કે હું જ એ રસ્તો ટાળતો...હતો,
હા એના સાંકેતિક સ્પંદનો મને મળતા હોય તેવો આભાસ જરૂર થતો...પણ..!
હું હવે ત્યાં થી કોની રાહ જોઉં..હવે કોના આવવાની તીવ્રતા રાખું..!
આજે પણ..રીમઝીમ રીમઝીમ વરસાદ ચાલુ હતો..પણ કોઈ એમાં પલળી જાય એટલો પ્રકોપ કે એટલી લાગણીઓ કોણ જાણે આજના વરસાદ માં નહોતી...!
હું એકાંત એક વિચાર માં લીન હતો....ત્યાં ફુવારા ની જેમ વરસતા વરસાદમાં પાંચ/છ યુવતી ઓ આવી સામે ની બેઠક પર ગોઠવાઈ ગઈ...એમની મસ્તી,રમૂજ કરાવે તેવી વાતો હું અનાયાસે સાંભળી સકતો હતો..
માઉન્ટ આબુ નાં પ્રવાસ માટે ની આંશિક તૈયારી રૂપે થતી વાતો માં પોતપોતાના બોયફ્રેન્ડ ને જબરજસ્તી લઈ જવા ન વાતો મારા કાન પર અથડાતી હતી...
એક બોલતી.."મારો જાનું નહિ આવે તો હું પણ પ્રવાસ નહિ આવું"..!
ત્યાર બીજી વચ્ચે એના પર તંજ કરતા બોલી."હવે રેવાદે આવી મોટી ફ્રેન્ડ વાળી..પહેલા ઘરે થી જવાની મંજૂરી લઈ આવ"
પછી મારો જાનું....?
અને એ ચાર/ પાંચ સ્ટુડન્ટ્સ નું વૃંદ ખડખડાટ હસી પડ્યું...
મંદ મંદ આવતી હાસ્ય ની લાગણી ઓ મારાથી રોકાઈ નહિ...હું પણ હસી પડ્યો..
બસ આજ વખતે મહેક એની બે સહેલી સાથે કેન્ટીન તરફ આવતી જોઈ...એ મને એકીટશે જોઈ રહી હતી ...હું પેલી છોકરીઓ ની વાત માં મશગુલ હાસ્ય વેરી રહ્યો હતો...
બસ..મને હસતો જોઈ મહેક પોતાના દિલ ને સમજાવી લેતી.. કે હું હવે પ્રેમના મારગે તારા તરફ કયારેય નહિ આવું...!
પણ, મારું દિલ એની..
મીઠી મધુરી વાત ...
કલાકો સુધી જોયેલી એ વૃક્ષ નીચે રાહ..
એના વોટ્સઅપ પર આવતી ગુડ મોર્નિંગ/ નાઈટ નાં વિથ શાયરી પિક્ચર...
એના આંખો ની સાંકેતિક ભાષા....
એની એ ભીની ભીની યાદો...જે મારા અંતર મન ને અંદર થી ભીંજવી રહી હતી..
આજે એના ચહેરા પર દરરોજ ની માફક ખુશી જ જોવાતી હતી..
મને પ્રેમ નો પાઠ ભણાવ્યા પછી મે કયારેય એને ઉદાસ કે નર્વસ જોઈ નહોતી...એ તો મસ્ત હતી એની મસ્તી માં...
એને કંઈ ફરક પડયો નહોતો..
એ એના રૂટિન કાર્ય માં એક્ટિવ જ રહેતી..
રીમઝીમ વરસતા વરસાદે આજે એને ભીંજવી નાખી હતી...પીળા રંગના ટીશર્ટ અને બ્લેક જિન્સ માં એ હમેશ ની જેમ ખૂબસૂરત લાગતી હતી..મારી નજર વરેઘડી એનો દીદાર કરી શકે તેમ નહોતી.. પણ, એક નજર માં મે એને મારી આંખો નાં લેન્સ માં આબાદ કેદ કરી લીધી હતી...
"અરુણ..નોટિસ બોર્ડ પર વાચ્યું..?"
એણે મારી પાસે આવી સહજ સવાલ કર્યો..!
મે એના સવાલ નો જવાબ આપવા નું ટાળ્યું..
મારી ઉદાસી એ પૂરેપૂરી જાણતી હતી..ને એ ઉદાસીનતા નું કારણ પણ...
એને ફરીથી થોડી સ્માઈલ સાથે કહ્યું.."અરુણ,પ્રવાસ નો શું વિચાર છે..?"
"સોરી,નહિ અવાય"..મે પાંપણ ઊંચી કરી એની સાથે નજર મેળવી કહ્યું ..
કેમ...
હું નથી આવતી એટલે..?
એ હસી પડી...એને કદાચ મને હસાવવા આ પેતરો કર્યો હોય..
"I'm sorry" કહી હું ત્યાં થી નીકળી ગયો..
મારા આ વર્તન થી મહેક જરૂર રોષે ભરાઈ..કારણ એ એની મિત્રવર્તુળ માં હમેશા મને ઊંચે બેસાડતી..!
સહુ ની સામે મને જ પોતાનો બેસ્ટ ફ્રેન્ડ સમજતી..!
હા,એ ઘણીવાર તો કહેતી પણ
અરુણ જગ્યા બીજી કોઈ મિત્ર ન લઈ શકે..!
ત્યારે એની સહેલીઓ એને ચીડવતા કહી જ દેતી...
"તો પછી પાકું કરી ને અરુણ સાથે સેટ થઈ જા ને..!"
મહેક..મારા પર આજે થોડી નારાજ થઈ છે..તેની ખબર..મને મારા વોટ્સએપ થી મળ્યા..
એના ચાર મેસેજ હતા...
એ મને કહેવા માગતી હતી..
"શું છે આ બધું..?"
મે મેસેજ નો જવાબ આપવાનું વિચાર્યું..
"બેવફાઈ." લખી સેડ નાં એક સિમ્બોલ સાથે રેપલાય કર્યો...!
એ ઓનલાઇન જ હતી..મારો મેસેજ એને વાંચ્યો એની બ્લુ ટિક. સાક્ષી બની...
એને કોઈ ટેક્સ મેસેજ ટાઈપ ન કરતા..... બાય નું એક સ્ટીકર મોકલ્યું..
**** **** ****** ***** ****
હું કેમ્પસ માં પહોંચ્યો....લાઇબ્રેરી ની બારી થી એક નજર અંદર નાખી..આજે કોણ જાણે કેમ પુસ્તકો એકલા પડી ગયા હતા...
મે લાઇબ્રેરી માં જઈ પુસ્તકો સાથે ગોષ્ઠી કરવા નું વિચારી લાઇબ્રેરી માં પ્રવેશ્યો..
મારી નજર એક બુક પર પડી..
પ્રેમ ના પારખાં..
ને મને તરત જ માનસપટ પર એક ચિત્ર પ્રગટ થઈ ગયું..
મહેક..!!
શું એ પણ..માઉન્ટ નથી જવાની..?
એનો આજે સાંભળેલો એ મધુર અવાજ..
"હું નથી આવતી એટલે..?" એના અવાજ માં વજન હતું...એ મને ઘણું બધું કહેવા માગતી હતી.પણ હું એના જોડે એક પળ રોકાયા વગર કેમ્પસ માં આવી ગયો..
ક્રમશ..
હસમુખ મેવાડા
સહુ નો આભાર..!
એક બીજી વાર્તા જરૂર વાંચજો .
એક દી તો આવશે...!!
ભાગ - ૧,૨ આવી ગયા છે..
દર મંગળવારે....આવશે..
Thank you..