ખેવના ની એક જ ખેવના...નિહાર - 2 Payal Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખેવના ની એક જ ખેવના...નિહાર - 2

જન્મદિવસ આજે ફરી કંઈક અર્થ વાળો લાગ્યો જ્યારે આપેલું જીવન જીવવા માટે ની તક મળી .આમ તો કંઈક કેટલી એ ગિફ્ટસ મળતી હોય છે પણ આજ નો આ દિવસ કદાચ ખેવના માટે બહુ જ ખાસ હતો ખેવના તો નિહાર ને ફરી પામવા ની આશા છોડી બેઠી હતી પણ આજ ફરી એક નવી ખેવના બંધાઈ. ખેવનાની ખુશી નો આજ કોઈ પાર નહોતો એને ખુશી ના માર્યા આંખ માં પાણી આવી જાય છે અને એ નિહાર ને એકદમ થી ગળે લગાવી લે છે જાણે નાના બાળક ને પોતાની ગમતી વસ્તુ બહુ રડ્યા અને જીદ કર્યા પછી મળી જાય છે. બધા રાત્રે જન્મદિવસ અને જમવાનું પતાવી ને નીકળી જાય છે અને ખેવના અને નિહાર બંને રાત્રે ચાલતા જાય છે. નિહાર ની કાર ત્યાં જ મૂકી અને બંને એક બીજા નો હાથ પકડી ને એક અજીબ જ શાંતિ થી અને મૌન સાથે નીકળી પળે છે. થોડી વાર ચાલ્યા પછી ખેવના થી રહેવાયું નહીં અને તે પૂછે છે કે નિહાર તે મારા પત્ર નો વળતો જવાબ કેમ ના આપ્યો મને તો એક વાર વિચાર આવી ગયો કે હવે આપળી ફ્રેંડશીપ પણ નહીં રહે. નિહાર હસતા હસતા બોલ્યો મને થયું કે તે આ સવાલ પૂછ્યો કેમ નહીં હજુ સુધી હું તારા આ સવાલ નો જવાબ તને મળી ને આપવા માંગતો હતો. ખેવના તને ખબર છે કદાચ આ વાત હું પેહલા નોહતો જાણતો કે કોઈ મારા માટે પણ આટલું વિચારી શકે.અને હું તો કદાચ નાદાન હોઈશ પણ મને એવો વિચાર કેમ ના આવ્યો કે હું જ્યારે નિધિ ને કંઈક કેહવા જતો હતો ત્યારે મેં તારી સલાહ પેહલા લીધી હતી. અને નિધિ થી પછી પણ તારા સાથે પેહલા એક લાગણી બંધાઈ હતી જે મને તારી સાથે કોઈ પણ વાત રજૂ કરવા રોકતી નોહતી કે તું શું વિચારતી હોઈશ બસ ખબર એટલી જ હતી કે છેલ્લો રસ્તો તું છે અને તું મને ખોટો નહીં સમજે. તારી સાથે બેઠા પછી તો મારી કલાકો નો હિસાબ નથી રહેતો આનાથી વિષેશ બીજું જોઈએ જ કેમ જ્યારે કોઈ સાથે બેસી ને સમય જતો રહે તો એ માણસ સાથે જિંદગી આખી તો રમત વાત થઈ જાય. તું મને સમજે છે અને જેવો છું તેવો જ સ્વીકારે છે આ વાત મને બહુ ગમી ગઈ છે તારી. ખેવના તું મારી સાથે લગ્ન કરીશ...? હું તને મારી જિંદગી નો એક ભાગ બનાવવા માંગુ છું. i love u khevna....

બસ હવે ખેવના ને બીજું શું જોઈએ. સવાર થી ઉઠે ત્યાર થી રાત્રે ઊંઘે ત્યાં સુધી બસ નિહાર...સવારે ઉઠી ને ભૂલ થી પણ નિહાર જોડે વાત ના થાય કે નિહાર કોલ ના ઉઠાવે એટલે ખેવના ગાંડી થઈ જતી ફોન પર ફોન અને પછી નિહાર કોલ ઉઠાવતા ની સાથે જ પેહલા sorry...sorry... નો વરસાદ ચાલુ થઈ જાય અને પછી પહેલા ગરમ થયેલી ખેવના ને શાંત કરે. ખેવના જેટલી નટખટ હતી નિહાર એટલો જ શાંત એકદમ "Mature" પણ એને ખેવના ની નાદાની બહુ ગમતી ખેવના અને નિહાર ને જેટલી પણ વાર મળે ખેવના નિહાર માટે ચોકલેટ,ગિફ્ટસ,રોઝ, અને જાતે બનાવેલી રસોઈ લઈ જતી એ પણ એ વસ્તુ જે નિહાર ને બહુ ભાવતી હોઈ. આમ તો ખેવના ને જમવાનું બનાવતા ફાવતું નહીં પણ નિહાર માટે સ્પેશ્યલ મોબાઇલ માં નવી નવી રસોઈ જુએ અને બનાવનો પ્રયત્ન કરે. ખેવના માટે હવે તો નિહાર નો ગામો અણગમો જ બધુ હતું. એવું નોહતું કે ઝગડા નોહતા બન્ને ઝગળ્યા પણ બહુ જ ક્યારેક તો એટલો ઝગડો કે ત્રણ ચાર દિવસ તો બોલાવ્યા વગર જતા રહે પણ એકબીજા ને યાદ કર્યા વગર નહીં.આમ ને આમ છ મહિના નીકળી જાય છે.અને હવે બન્ને વચ્ચે પ્રેમ એટલો વધી જાય છે કે બન્નેનો ઝગડો ઓછો અને સમજણ વધતી જાય છે એક પણ દિવસ એક બીજા વગર નીકળતા નથી.
હવે વાત આગળ ની અને ચિંતા ભવિષ્ય ની ચાલુ થાય છે. ખેવના ના પરિવાર ની વાત કરીએ તો ખેવના ના પિતા રમેશભાઈ એક સામાન્ય અને સ્વાભિમાની માણસ હતા એમના માટે જ્ઞાતિ એ જ બધુ હતું. સમાજ માં એમનું નામ પણ બહુ હતું અને લોકો એમને માન સાથે બોલાવતા હતા અને ખેવના ના મમ્મી રમાબેન ગૃહિણી હતા એકદમ સરળ સ્વભાવના અને ખેવના ના પપ્પા નો ધંધો અને ઘર બંને રમાબેન ના પગલે આગળ આવેલા એવું રમેશભાઈ માનતા હતા.ખેવના ને એક ભાઈ અને એક બહેન હતી જેમાં બેન ના લગ્ન થઈ ગયેલા. ભાઈ ને પણ સગાઈ નક્કી થવાના આરે હતી એજ છોકરી સાથે જેની સાથે ભાઈ વ્રજને પ્રેમ હતો. અને સગાઈ સુધી વાત એટલે પોહચી કેમ કે છોકરી પણ એક જ જ્ઞાતિની હતી અને બંને પરીવાર એકબીજાને સારી રીતે ઓળખતા હતા. હવે બસ ખેવના ના સગપણ માટે છોકરો જોવાનું ચાલુ કર્યું હતું પણ ખેવના કોઈ છોકરા ને હા કહે તો ને...

ખેવના ને સૌથી વધારે મમ્મી જોડે બને છે. એક દિવસ ખેવના ઘરે આવે છે રજ્જાઓ પર ત્યારે નિહાર ને કહી ને આવે છે કે ઘરે છુ ત્યાં સુધી વાત કરવી શક્ય નથી અને નિહાર સમજી પણ શકે છે પણ એક દિવસ મમ્મી અને ખેવના વાતો કરતા હોય છે અને અચાનક જ ફોન ની રિંગ વાગે છે ને નિહાર નો ફોન જોઈ ખેવના હશે છે અને ફોન કટ કરી મૅસેજ છોડી દે છે કે મમ્મી સાથે છુ વાત શક્ય નથી. વાત થતી નથી પણ મમ્મી ખેવનાની ખુશી જોઈ ને સમજી જાય છે અને ખેવના ને પુછે છે કોણ છે ખેવના તારી આ અલગ ખુશી નું કારણ....

ખેવના : મમ્મી મારે તને કેટલા સમય થી એક વાત કરવી હતી. મમ્મી : બોલ ને
ખેવના : મને એક છોકોરો બહુ ગમે છે.નિહાર... મારી સાથે જ ભણ્યો છે. હોશિયાર છે, મને સમજી શકે છે, સારી નોકરી કરે છે,મારાથી પણ વધારે કમાણી છે,એના પપ્પા સરકારી ઓફિસર છે,એના મમ્મી તારી જેમ જ ગૃહિણી છે અને એ માણસ મને કદી દુઃખી નહીં થવા દે એ વાત ની હું ખાતરી આપું છુ.પણ....
મમ્મી : પણ શું બેટા...
ખેવના : મમ્મી એ બીજી જ્ઞાતી થી છે અને પપ્પા હા નહીં કહે.મને એના જોડે જ લગ્ન કરવા છે. તું પપ્પાને વાત કરી જો ને..મમ્મી : પણ બેટા જો એ બીજી જ્ઞાતિ નો હશે તો પપ્પા કદી હા નહીં કહે. હું તારા માટે એક વાર વાત કરી જોઉં પણ જો એમને નહીં ગમ્યું તો તારા માટે ઘરમાં રહેવું બહુ અઘરું થઈ જશે.
ખેવના : મમ્મી હું નિહાર માટે બધું કરવા તૈયાર છુ.

બીજા દિવસે સવારે રમેશભાઈ ચા ના કપ સાથે છાપું વાંચી રહ્યા હોઈ છે અને રમાબેન આવે છે...દૂરથી જ રમેશભાઈ ને જોઈ ને સમજી જાય છે કે સ્વભાવ અત્યારે શાંત છે અને વાત કહી શકાય તેમ છે. શાંત આવજે રમાબેન બેસે છે અને રમેશભાઈ છાપું બાજુ માં મૂકી અને હસતા હસતા બોલે છે કેમ આજ સવાર સવાર માં તમને સમય મળ્યો મારી સાથે બેસવાનો. રમાબેન અચકાતા બોલે છે મારે જરૃરી અને વ્યવહારિક વાત કરવી છે. રમેશભાઈ કહે બોલો ને તમે વાત કરો ને અમે ના સાંભળીએ બનતું હશે. અને ખેવના ક્યાં છે સુતી છે હજુ...રમાબેન કહે હા એ સુતી છે અને મારે તમને એના વિશે જ વાત કરવી છે. એ જે કૉલેજ માં હતી ત્યાં એને નિહાર નામનો એક છોકોરો ગમી ગયો છે બધું બરાબર છે સારું ઘર ભણેલો અને ખેવના ને સમજી શકે એવો છે...પણ જ્ઞાતિ બીજી છે આપણી નથી.આટલું સાંભળતા રમેશભાઈ ખૂબ ગુસ્સે થાય છે અને રમાબેન ને કહે છે ખેવના ને બગાડવામાં તમારો જ હાથ છે. આટલા લાડ કોડ અને ભણાવ્યા પછી આજ બાકી હતું જ્ઞાતિ આપણી હોત તો સમજ્યા બીજી હશે તો આ વાત ખેવના ને કેહજો ભૂલી જાય.

ખેવના ઉઠે છે ચા પાણી પતાવી ને બેઠી હોઈ છે એને આ વાત ની ખબર જ નથી હોતી એ તો સવારે મમ્મી ને કહે છે કે આજે જમવામાં મારી મનપસંદ ડીશ બનાવજે અને ઘરે કોઈ હોતું નથી ત્યારે મમ્મી અને ખેવના વચ્ચે વાત થાય છે અને પપ્પા આ સંબંધ માટે ના કહી છે એ વાત જણાવે છે અને તારી વાત બીજા છોકરા જોડે ચલાવી છે એ લોકો કાલે જોવા આવવાના છે. ખેવના બહુ રડે છે મમ્મી ને સમજાવે છે કે હું નિહાર વગર નહીં રહી શકુ પણ મમ્મી પણ શું કરી શકે. નિહાર ને તો આ કોઈ જ વાત ની ખબર નથી અને ખેવના નો ફોન પપ્પા લઈ લે છે. હવે ખેવના કરે તો પણ શું.....ઘરે વાત વાત પર મહેણાં આવે ઘર બહાર જવાનું નહીં કોઈ સાથે બોલવાનું નહીં અને પપ્પા એ તો સામે જોવાનું પણ બંધ કર્યું. ખેવના નો ભાઈ એક વાર પપ્પા ને સમજાવે છે કે એ તો મને આપડી જ્ઞાતિના માં મળ્યું એને ના મળ્યું અને પ્રેમ એમ જ્ઞાતિ કે ધર્મ જોઈ ને ના થાય પપ્પા... મને કોઈ વસ્તુ સાંભળવી નથી અને આજ થી તું ફરી નોકરી પર પણ નહીં જાય ખેવના... અત્યાર સુધી ખેવના ની પપ્પા સાથે વાત નોહતી થઇ આજ ખેવના બોલી પપ્પા હું બધું સહન કરું છું અને હું ભણી છુ પગભર થવા હું નોકરી તો કરીશ જ અને પપ્પા ને ખેવના વિરુદ્ધ દિશા માં એકબીજા સામે આવી જાય છે . ગુસ્સા માં આવેલા રમેશભાઈ બોલી જાય છે જો નિહાર અને નોકરી કરવી હોય તો આ ઘરમાં તારા માટે કોઈ જગ્યા નથી અને ગુસ્સામાં આવેલી ખેવના પણ ઘરે થી નીકળી અને ફરી હતી ત્યાંને ત્યાં જ જતી રહે છે.અને ત્યાં જઈ ને ફરી નોકરી ચાલુ કરે છે અને જાતાંવેંહત પેહલા નિહાર ને મળે છે નિહાર અને ખેવના ને એક બીજા વગર એક દિવસ ના ચાલતું અને આજ બે મહિના થી કોઈ જ વાત નહીં અને પેહલી વાર મળતા હોય એમ એક બીજા ને ગળે લગાવી લે છે. આજ પેહલી વાર નિહાર ખેવના સામે બહુ જ રડે છે આ જોઈ ખેવના એકદમ અચરજ પામે છે. એ શાંતિ થી બધી વાત કરે છે અને પોતે ઘર છોડી ને આવી છે નિહાર માટે એ પણ કહે છે અને એ બે મહિના માં બીજા છોકરા અને લગ્ન સુધી ની વાતો ની બધ્ધિ વાત રડતા રડતા કહે છે. નિહાર પાણી આપે છે અને શાંત કરતા ખેવના નો હાથ પકડી ને કહે છે હું છું ને તારી સાથે જરા પણ ગભરાઇશ નહીં તું...તને જ્યારે પણ ના ગમે મને કહેજે હું બીજી જ મિનિટએ અહીં આવી જઈશ. મારા ઘરે કોઈ જ વાંધો નથી મારા ઘરના હું જે છોકરી સાથે કહું એની સાથે લગ્ન કરવા તૈયાર છે બસ તું હા કહે અને તારા મમ્મી પપ્પા હા કહે એટલી વાર..

રોજ રાત્રે ખેવના વાત કરે પણ મમ્મી સાથે વાત થાય પપ્પા વાત ના કરે અને રોજ ખેવના મમ્મી ને કહે તું પપ્પા ને મનાવ જે એ માનસે પછી જ હું લગ્ન કરીશ એ પહેલાં નહીં. ખેવના પપ્પા ને બહુ યાદ કરે છે એ નાની નાની વાતમાં વઢવું પછી સમજાવવું અને બધ્ધિ વસ્તુ લાવી આપવી કોઈ ખેવના ને કાઈ કહે તો ખેવના નો પક્ષ લેવો આ બધું અચાનક જ જાણે બંધ થઇ ગયું. આમ ને આમ બીજા છ મહિના નીકળી જાય છે. હવે પપ્પા ને પણ ખેવના યાદ આવે છે પણ કોઈ ને કશું કહી નથી શકતા અને મુંજાયા કરે છે. રોજ વાત થતી અને છેલ્લા કેટલા મહિના થયા એ રમેશભાઈ ને જ યાદ નથી. આજ ઘરે કોઈ છે નહીં અને ખેવના નો અવાજ સાંભળવાની ઈચ્છા થાય છે અને રમેશભાઈ ફોન લઈ અને ખેવના નો નંબર ડાયલ કરે છે.બીજી બાજુ ખેવના રસ્તો ઓળંગી રહી હોય છે અને રિંગ આવે છે ચાલુ રસ્તા પર અજાણ્યો નંબર જોઈ કોલ ઉપડતી નથી ફરી બીજી રિંગ આવે છે અને ઉઠાવે છે.હેલો..કોણ.. પણ સામે કોઈ અવાજ આવતો નથી શ્વાસ નો ધીમો અવાજ આવે છે.આ અવાજ સાંભળતા જ ખેવના રસ્તા પર ઉભી રહી ને બોલે છે પપ્પા...અને આટલું બોલતા જ રમેશભાઈ ને ચીસ સંભળાઈ છે અને ખેવના શુ થયું બીટા ખેવના.... બુમો પાડે છે પણ કોઈ જવાબ નથી આવતો

રમેશભાઈ ચિંતા કરે છે. શુ થયું હશે.... ત્યાં જ 15 મિનીટ માં ફરી કોલ આવે છે. hello...do u know miss khevna..? હા આપ કોણ... i am from city hospital she met with an accident and you are last person to whom she called up..may i know u..હા હું ખેવના ના પપ્પા બોલું છું મને અડડ્રેસ આપો હું ત્યાં આવી જાઉં છું એ ઠીક તો છે ને..? sir she is in critical situation... ok આટલું બોલી ને રમેશભાઈ ફોન મૂકી ને ગાડી બહાર કાઢે છે અને ઘરમાં કોઈ ને જાણ કર્યા વગર જતા રહે છે. કંઈક વિચારો સાથે હોસ્પિટલમાં પોહચે છે અને જુએ છે ત્યારે ખેવનાને એક વેન્ટીલેશન પર રાખી હોઈ છે. અને રૂમ ની બહાર એક છોકરો ડૉક્ટર ને પગે પડે છે સાહેબ જે ખર્ચો થાય એ કરો જે જરુર પડે એ કરો બસ ખેવના ને પાછી લાવો અને હતી એવી ને એવી કરી દો. ડોક્ટર આશ્વાસન આપી ને જતા રહે છે. અને એ છોકરો ભગવાન ને પ્રાર્થના કરે છે ખેવના માટે આ દૂરથી જોઈ રહેલા રમેશભાઈ ને પોતાના પર ગુસ્સો આવે છે અને તે સમજી જાય છે કે નક્કી તે નિહાર હશે. તેઓ ને થાય છે કે આજ કોઈ જ્ઞાતિ નું અહીં હજાર નથી કોઈ ઘરનું પણ અહીં હજાર નથી છતાં બધા થી પેહલા આજ આ અહીં ઉભો છે.ખેવના ની પસંદ ખોટી નથી.એ ત્યાં જઈ અને નિહાર ને મળે છે. નિહાર પગે લાગે છે અને કહે છે તમે ખેવના ના પપ્પા જ છો ને? રમેશભાઈ હા કહે છે અને ખેવના ની હાલત પૂછે છે. નિહાર કહે છે ખેવના બેભાન છે હોશ માં આવવા માટે 24કલાક થશે અને જો હોશ માં ના આવી તો કોમા માં જતી રહેશે... અને ડૉક્ટર એ કોઈ ને પણ અંદર જવા ની ના કહી છે.આ વાત ને પાંચ કલાક થઈ ગયા ખેવના હજુ બેહોશ હતી બહુ આજીજી પછી રમેશભાઈ ને ડૉક્ટએ અંદર જવા હા કહી. રમેશભાઈ અંદર જાય છે અને ખેવના નો હાથ પકડી ને બહુ રડે છે બેટા મને માફ કરી દે...મારી ભૂલ થઈ ગઇ તને સમજવામાં બેટા બોલ કંઈક. કહેવાય ને ક દીકરી એ પિતા નો શ્વાસ છે અને શ્વાસ એમ કઈ રીતે છૂટી શકે...ખેવના આંખ ખોલે છે અને રમેશભાઈ તરત ડોક્ટર ને બોલાવે છે ડૉક્ટર આવી ને કહે છે આ ઘટના તો 100 એ એક કેસ માં થાઈ છે નહીં તો બચવાના ચાન્સ બહુ ઓછા હોઈ છે.પછી તરત જ બીજા ત્રણ મહિના માં તો ખેવના એકદમ હતી એવી ફરી થાઇ જાય છે. અને આવતા મહિને નિહાર અને ખેવના ના લગ્ન પણ લેવાના થાય છે બંને ના પરિવાર સાથે આ લગ્ન થાઈ છે અને રમેશભાઈ પણ ખૂબ ખુશ છે કે નિહાર માં કશું કેહવું પડે એવું નથી.

Thanks to all Readers......?