અનોખી આશા સાથેનો સફર Pavan Solanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનોખી આશા સાથેનો સફર

અનોખી આશા સાથેનો સફર

3_1_19
2:30 pm


એક સુમસામ રસ્તા પર હું ચાલતો હતો, જે રસ્તા પર બધા ચાલતા હોય છે, કોઈ પોતાનું શોધવા... આ જિંદગીના રસ્તા પર પડેલા દુઃખો, તકલીફો, નિરાશા અને વીતેલી યાદો બધું એક બેગમાં સમેટી મેં એ બેગ માથે ચડાવ્યું હતું. આંખો મારી ભીની હતી, પણ પેલું નકાબ વાળું સ્મિત મેં પહેરેલું હતું. રસ્તો આખો એકલતાનો હતો અને ના કોઈ મારી પાસે નકશો હતો. પણ છેક દૂરથી કોઈના અવાજ અને પડછાયા ઝાંઝવા રૂપે દેખતા તો એ તરફ ચાલતો રહેતો. રસ્તામાં પડેલા ઘાવ, દુઃખો, તકલીફો હું બેગમાં ભરી ચાલતો હતો

એક દિવસ દૂર કોઈ આમ હાથ હલાવતું નજરે પડ્યું. મને એક 'આશા' દેખાઈ. મને આશ્ચર્ય થયો કે સમય સાથે ચાલતા લોકોમાં આ કેમ ઉભી છે! એની પાસે જઈને હું પણ ઉભો રહી ગયો.
મેં જોયું તો મારા માથે જે બેગ હતું એવુ જ એણે ખભે લટકાવ્યું હતું. ત્યાર પછી એણે મારા માથા પરનું બેગ નીચે ઉતાર્યું. અને બેગને ઉતારવાના બહાને એણે બેગમાંનો સામાન જોઈ લીધો.
એકદમ નાજુક નાની એવી 'આશા'એ મને કહ્યું..."અરે...dear ક્યાં જાઓ છો..?..આવો અહીંયા ઘડી-બે-ઘડી બેસો તો ખરી.!... હું આમ પણ ચાલતા-ચાલતા ઘણો થાકી ગયો હતો. આ કોઈ મંજિલ શોધવાનો સફર થોડી હતો, આતો જિંદગીનો સફર હતો...
હું એમની પાસે બેઠો અને એકબીજા વચ્ચે વાતચીત ચાલુ થઈ. આમ કોઈ અફસાનાની જેમ અમે એક બીજાના વિચારો જાણી લીધા. પણ..પણ..પણ.. કદાચ એ મને સમજી ગઈ, અને મારે સમજવાનું રહી ગયું. કારણકે એમના બેગનો સમાન એ છુપાવીને જ રાખતા.

ફરી અમે બંનેએ ચાલવાનું શરૂ કર્યું
ક્યારેક એ મારાથી આગળ નીકળી જતી તો ક્યારેક હું એનાથી આગળ નીકળી જતો. પણ આગળ પાછળ થતા એકબીજાને મળતા ખરી..અને ક્યારેક ક્યારેક વાતચીત પણ થતી.

આમ તો એ રાહ પર બધા લેખક, શાયર, અને કવિઓ ધુની ચાલતા હતા. અહીંયા અમે બંને ખબર નઈ ક્યાંથી આવી ગયા...! એકવાર મેં એમને પૂછી જ લીધું કે "શુ છે તમારા આ બેગમાં..…? મારે પણ જોવું છે વાંચવું છે જાણવું છે" એમણે કહ્યું "હા કેમ નઈ , ચોક્કસ" એક બાજુ બેસી ખભા પરથી બેગ ઉતાર્યું અને અંદરથી એમના દુઃખો, તકલીફો, અને બીજું ઘણું બધું કાઢ્યું (શબ્દ રૂપે). અમુક એમના દોસ્ત વિશે હતું, જે દોસ્ત હાલ છે નઈ. અમુક પ્રેમ વિશેની એમની કલ્પનાઓ હતી કે.. પ્રેમ આવો હશે...આ બધું જાણી મેં કહ્યું.."તમે તો કલાકાર છો યાર આટલા દિવસના સફરમાં વેઢા જેટલુય જાણવા ના દીધું..! પછી મને સમજાયું કે.. આ પણ ક્યાં કોઈ ચહેરો છે..આતો અસલી દેખાતું નકાબ હતું.

સાચું કહું તો એમના હિસાબે મારા બેગમાં સવા ભાગનો પણ સામાન ન હતો. એમની સાથે ચાલતા-ચાલતા મેં ઘણા સ્મિતના સાગરો જોયા, લહેરાતા પવનો મળ્યા, જંગલના છાંયડે બેઠા, બગીચામાંથી સાચા સ્મિતના ફુલ તોડ્યા જેની સુગંધ એની સાથે હોઉં તો જ આવતી

હવે મને સમજાયું કે આ પણ જિંદગીના એજ રસ્તા પરથી ચાલી આવી છે અને મારા કરતા પણ ઘણા દુરથી. બસ એ આ સફરમાં વિરામ લઇ લેતી આરામ કરી લેતી અને પછી બેગ ખભે લટકાવી આગળ ચાલતી.

એણે એની જિંદગીની રાહમાં પડેલી તકલીફો, દુઃખો, ઘાવ બધુજ પાછળ ખભે લટકાવ્યા હતા. અને આગળ હળવું સ્મિત રાખ્યું હતું. મારી વાત કરું તો મારા હોઠ પર સ્મિત જરૂર હતું, પણ મેં પેલું બેગ મારા માથે ચઢાવ્યું હતું.

બધાને જીવનની આ અલગ-અલગ રાહોમાં ચાલવાનું હોય જ છે પણ મારે કેમનું ચાલવાનું છે એ મને આ આશા પાસેથી શીખવા મળ્યું. સાચી મિત્રતા કોને કહેવાય હવે સમજાયું.
બધાની જિંદગીના સફરમાં આવું બેગ તો હશે જ... પણ કોઈકનું ભારે, કોઈકનું હલકું, કોઈકના હાથમાં હશે કોઈકના માથે, મારી જેમ તો કોઈકના ખભે.... બસ આ બેગ છોડવાનું નઈ, આ શ્વાસો છોડવાના નઈ...

આ બેગ સાથે નઈ હોય તો જીવન જીવવામાં મઝા નઇ હોય...તમને ક્યારેક તો કોઈ આશ દેખાશે....

a short story by........
pavan...
IG- @darpokdil

સારાંશ.......
દરેક લોકો એમના જીવનમાં કોઈ ને કોઈ સફર કરે જ છે. કેટલાક સહેલા હોય તો કેટલાક મુશ્કેલીઓથી ભરેલી. કેટલાક આ સફર ને માણે છે તો કેટલાક આ સફરથી કંટાળે છે બઉ જ ઓછા લોકો નાનકડી કેડી પર એ ખરબચડા રસ્તા પર દુઃખોનો બહાર લઈને મંજિલ સુધી પહોંચવાની આશા રાખીને ચાલે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે દુઃખો ને માથે લઈને નઈ પણ સાથે લઈને ચાલો, દુઃખોને છોડી ના દેશો કદાચ એ દુઃખોને જોઈને તમારી પાસે આવતી આશા ક્યારેક તમને પણ દેખાશે.....
**જિંદગી મન ભરીને નઈ...મનથી જીવો**
**બધા દુઃખ-સુખ માંથી નીકળવાના રસ્તા હોય છે**
.....Nikita...