રીવાજ Inal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ડિજિટલ અરેસ્ટ

    સાયબર માફિયાઓનો નવો કિમીયો : ડિજિટલ અરેસ્ટડિજિટલ અરેસ્ટ : ઓન...

  • કભી ખુશી કભી ગમ - ભાગ ૪

    SCENE 4  [ સ્ટેજ ઉપર લાઈટ આવે કપિલા અને નીલમ ચિંતામાં બેઠા છ...

  • નિતુ - પ્રકરણ 33

    નિતુ : ૩૩ (લગ્ન) નિતુ રાત્રે ઘરે પહોંચી તો ઘરમાં શારદા સિવાય...

  • ભીતરમન - 39

    મારી વિચારધારા સવિતાબેન ના પ્રશ્નથી તૂટી હતી તેઓ બોલ્યા, "મા...

  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

શ્રેણી
શેયર કરો

રીવાજ

"રીવાજ"
~ઈનલ

કહેવાય છે કે મનુષ્ય અવતાર મળવો ખુબ જ ભાગ્યની વાત છે, જેણે ગયા જન્મારે સારા પુણ્ય/કર્મો કર્યા હોય તેને જ માણસ નો અવતાર મળે.. આવી ઘણી બધી માન્યતાઓ આપણે સાંભળતા અને વિશ્વાસ કરતા રહેલા છે.
માન્યતા ને બીજું એક હોય છે રીવાજ, ઘણી વખત કોઈ વાતથી કે બનતી ઘટનાથી આપડા મનની અંદર ઘણા બધા સવાલો ઉદભવે કે આવુ કેમ, શું કામ આમ કરવું, આવુ હોય તો આમ જ કેમ વગેરે..
આવા જ રીવાજની આજે વાત કરવી છે, માણસના મૃત્યુ બાદની પ્રથા / રીવાજ અને તેની પાછળનું કારણ શું હોય..
માણસના મૃત્યુ બાદ તેની ખાનદાની-ખુમારી તેણે જીવતા કરેલા કામ-કર્મો ની વાતો જીવંત રહે છે..
શરુઆતથી વાત કરવામા આવે તો પ્રથમ માણસના મૃત્યુ પછી તેને નીચે જમીન પર સુવડાવવાનો રીવાજ છે તેની પાછળનું કારણ કહેવાય છે કે આ ધરતી/પૃથ્વી માંથી જન્મયા ને એમા જ સમાય ગયા એટલે ધરતી પર સુવડાવી દેવાય છે. નનામીને ઘરમાંથી કાઢી સ્મશાન લઈ જાય તે ટાણે(સમયે) એક થાળીમાં કાંગના લોટને ઢાંકી તેના પર ત્રણ લાકડીને એક હારે (સાથે) બાંધી દે છે જ્યારે મૃત્યુ થયેલા માણસને બાળી દાગુ ઘરે આવે પછી ઈ કાગની થાળી ઉઘાડે ને એમા જે કાઈ નજરે દેખાય તે અવતાર રુપે એનો જન્મ થાશે જે માન્યતા પાળવામા આવે છે. (મે જોયેલું નથી પણ સાંભળ્યું છે કે કાંગમા પગલા અલગ-અલગ જીવના ને એવુ દોરાયેલુ દેખાય) જેના ઘરે કોઈનું મૃત્યુ થયુ હોય તેના ઘરે મૃત્યુ થયાનાં દિવસે સાંજે આખા ગામની બધી બાયુ પોતાના ઘરેથી રોટલા લઈને ત્યાં બટકા ભાંગવા જાય ને એના ઘરે ચોખામાં મૂઠી બાજરો નાખી ખીચડી બનાવામા આવે,આ રીવાજ એટલે કે શોકમાં ડૂબેલા તેમના પરીવારના સભ્યો બધાં સાથે વ્યાળુ(રાતનું ભોજન) કરે બાકી ખાવાનું પણ ભાન ભુલી ચુકે આધાતથી. જેને કડવી આંઠલી કહે. ત્યાર બાદ બેહવા આવે ગામના ને કુટુંબના બહારગામના લોકો તો યથાશક્તિ કોઈ ધઉં, બાજરો, અડદ, મગ, ચણા, બકાલુ અને લોટ વગેરેનો મોટલો બાંધી ને લાવે કારણકે જેમના ઘરે આવું બન્યું તેની ત્યાં બધુ જ હાજર હોય કે ના હોય ને જે કાણે(બેસવા) આવે તેને પણ બટકો ખાવા બેસાડે, કોઈ છેટેથી આવ્યાં હોય ને અમુક ઓરા (નજીક) થી તો ભુખ્યા જવા ના દેવાયને અને ઈ બધાંની સાથે ઘરનાં પણ ખાય.. જે લોકો દાણો લઈને આવે એમા પાછા મૂઠી ચપટી દાણો નાંખીને એના હાથમા જેમા લાવ્યાં હોય તે લુગડુ (ઓઢણી) આપી દેય કારણ કે જે અમારા આવા કપરા સમયમા કોઈ ઠેકાણું હતું કે નોતું એમા મદદ રુપ બન્યાં તેમના ઘરે ભગવાન અન્ન ખુટવા ના દે. નોમાની કાણ (મૃત્યુ બાદનો નવમો દિવસ) તે દિવસે બ્રાહ્મણ ને બોલાવી પાઠ વંચાવે કે એનો જીવ ક્યાય ભટકતો હોય તો શાંતિ મળે ગામના પાદરે એક છારાનો પુળો નાખે અને પીપળે પાણી ઢોળી નાખે. 12મા દિવસે પુરુ કિર્યા કરમ કરીને છેલ્લે નજીકના કોઈ તીર્થ સ્થાને મૃત્યુ પામેલા માણસના નામનો દીવો બાળી આવે કે એના નામનું જે અભડસટ છે તે પુરૂ ને હવે પાછા જેમ જીવન જીવતા તેમ નોર્મલ કામકાજમા લાગી શકાય. ઘરે ને ઘેરામાં તાવડો માંડતા ના હોય ક્યાય જાતા આવતા ના હોય તો હવે કરવાનુ. બઘું જોગાનુજોગ બનવા કાળ બની ગયું ને મર્યાની પાછળ મરાતુ તો નથી..

આવા તો ઘણા રીવાજો ને માન્યતાઓ છે જેને આપણે માનતા હોયે ને એવું કરતા હોઈએ પણ બધાની પાછળના કારણ નથી જાણતા અમુક કારણો જાણતા પણ હોયે ને બધા જ રિવાજો કે માન્યતાઓ ને અલગ-અલગ વિસ્તારમાં અલગ-અલગ રીતે માનવામા કે પાળવામા આવતા હોય.
આમ તો હવેના સમયમા આ બધું ઓછું થઈ ગયું છે ને કોઈ (આપણા) માણસ પાસે એટલો સમય પણ ક્યાં હોય છે, સામાજિક રીતે જે કાઈ કરવુ ઘટે કરી શકે નાખીયે વધારાના લપ-જપ વગર. પહેલાના જે પણ કોઈ રીવાજો છે તે એમજ તો નથી.........(1)
~ઈનલ✍


જે હું જાણતી હતી તે જણાવવા/દર્શાવવા પ્રયત્ન કર્યો છે.. અભિપ્રાય / પ્રતિભાવ ચોક્કસ જણાવા વિનંતી..
લખવામા કાઈ સુધારા વધારા કરવા પડે એમ હોય તો જરૂરથી કહેશો માફ કરજો..??