ભોપી Baalak lakhani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભોપી

કોઈ ને ગુમાવી નાખવાની પરીક્ષા શું કહેવાય? તું હજી પણ મને ખૂબ યાદ આવે છે, ક્યારેક ક્યારેક મન થઈ જાય છે, તારો નમબર ડાયલ કરું તારો અને સીધે સીધું કહી દવ તારું જતું રહેવું તે મારી જીવન નું સવથી મોટામાં મોટું નુકશાન હતું,

જીંદગી મા દરેકે શીખર, બધી ઊંચાઈ મેલવીયા પછી પણ જ્યારે એક વાર પોતાના માટે વિચારું છું તો પોતાના પર દયા આવી જાય છે,

મન થાય કે બોલી દવ તને ગળે વળગાડવાંથી જ મારી બધી તક્તીફો, બધા ટેન્સન ગાયબ થઈ જતાં હતાં, જેવું કે બાળપણ મા પડી જવા પર માં કહેતી હતી કે જો કીડી મરી ગઈ કહી ને દુખાવા પરથી ધ્યાન ભત્કાવી કાઢતી હતી, તારું મારા અલીંગન હોવું કાંઈક કીડી મરી ગયા જેવું જ છે.

આદમી જ્યારે અલગ થાય ત્યારે એક્દમ ભૂંસાઈ જવો જોઈએ, સાળુ તારા પ્રેમ નો તાવ આજે પણ ધબકારા વધારી દે છે, તારા ફોટા આજે પણ આંખો માં ભીનાશ અને ચહેરા પર સ્મિત રેલાવી કાઢે છે, જાદુ તું આજ ની નથી, બોવ જ જૂની છો.

તારી આંખો માં આંજેલી કાજલ ની ધાર આજે પણ કલાજુ ચીરી નાખે છે, અને હોઠો ના કિનારા એ તો ઊંડાણ થી કાઢી ને કિનારે જે ડુબાડી દીધો હતો, તારી મોટી આનિયાળી આંખો આજે પણ ત્રાસી થઈ ને નિહાળી રહી હોય મને, સાચે કેટલી નીર્દય છો તું, વધ પણ કરતી છો અને ગુનેગાર મને સાબિત કરી દે છે.

મને લાગતું હતું કે તારા થી મને કોઈ ફરિયાદ નથી પણ હવે લાગે છે, તારા થી મોટું કોઈ ગુનેગાર જ નથી, કેમ તરછોડી ને જતી રહી જ્યારે ખબર હતી કે એક નંબર નો લાપરવાહ છું હું. એક વાર પણ દયા ના આવી? તે જાણવા છતાં કે ક્યારેય એક નથી થઈ શકીએ આપડે તને હદય સાથે જોડેલી રાખી જ નથી મેં.

હું તારા પર બધા જ ગુનાહ થોપી દેવા માંગુ છું, દરેક રાતો જે તારી તસવીર જોઈ ને જાગી છે આંખો તે તમામ રાતો નો હિસાબ લેવા માંગુ છું. હું ઇચ્છું છું કે તે આંસુ ની કીમત પાછી આપ જે તારા ગયા પછી હસતાં હસતાં અચાનક પડી ગયા હતા, તે દરેક સવાર ની ગુડ મોર્નિંગ નો હિસાબ જે દરેક સવારે ફોન ની નોટિફિકેશન બાર મા દેખાતા હતા.

હા યાર પ્રેમ છે તારાથી, તને સુધ, બેસુધ, પ્રેમ ની કોઈ પણ અવસ્થામાં હું નથી ભૂલી શકીયો, જીવતા રહેવાની ફિજીકલી મેન્ટલી, ઈમોંશંલી, કોઈ પણ સ્થિતિ મા નથી ખોઈ શકીયો, હું જાણું છું કે તું ક્યારેય પાછી નથી ફરી શકે તેમ અને મારા જેટલી કોઈ ની થઈ પણ નથી શકે તેમ.

યાર ચાહ છે તારા થી, તે ઍડ આવતી છે ને
“पापा की करा पेट्रोल खतम ही नहीं होंदा”
તે વાળુ પેટ્રોલ છો તું, સમજાવી તો નથી શકું તેમ તને, છતાં હું ભાગી જવા માંગુ છું, પોતાની હાર નો બધાં દોષો નો ટોપલો તારા માથે થોપી ને હું બેગુનાહ થવા માંગુ છું.

મને દોષ દેવાની જગ્યાએ તને બેવફા સાબિત કરી અરીસામાં જોય હસવા માંગુ છું, અને આ બધા થી અલગ એક વાર ફરીથી તને અરીસામાં તને મારા મા સમાતા જોવા માંગુ છું.

હું કહેવા માંગુ છું કે ચાહ છો મારી તું તે વાત ફરીથી તારી આંખોમા સંભાળ પ્રેમ છો તું, જ્યારથી તું છે બસ ત્યારથી તુજ છે, નથી કોઈ આવીયું કે નહીં કોઈ આવી શકે.

dear પ્રેમ આંખો માં આંખો નાંખી ને કહેવા માંગુ છું