લવ, લાઈફ અને કન્ફ્યુઝન - 12 Megha gokani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ, લાઈફ અને કન્ફ્યુઝન - 12

ભૂતકાળ 


**શું પ્રેમ છે ? **


"યાર માહિરનો ફોન નથી લાગતો અને મેસેજ પણ નથી પહોંચતા." રિમા  ફોન બેડ પર ફેંકતા બોલી.

"અરે ચીલ યાર રિમા." નતાશા રિમાને શાંત કરાવવા તેની પાસે પહોંચી. " તમારા બંને વચ્ચે કોઈ ઝઘડો કે થયો છે અથવા તો તારી કોઈ વાતથી અપસેટ હતો એ ?"

"કોઈ ઝઘડો નથી થયો અમારા વચ્ચે. છેલ્લી અમારી મેસેજથી વાત થઈ ત્યારે કહેતો કે એનો મૂડ નથી , કેટલા દિવસથી એકનું એક રુટીન ચાલે છે તો કંટાળો આવે છે. 
અને લાસ્ટમાં કહ્યું કે કાલે મળ્યા કોલેજે પણ એ ન આવ્યો." રિમા ગુસ્સામાં બોલી.

"અરે તો અભિને પૂછી જો ક્યાં છે એ.... એને તો ખબર જ હશે." નતાશા બોલી.

"હા , એને તો ખબર જ હશે....." કહેતા રિમાએ અભિને ફોન કર્યો.

"હેલો અભી..... આ માહિર ક્યાં છે એના વિશે તને કોઈ ખબર છે. ફોન પણ નથી લાગતો અને મેસેજ પણ નથી પહોંચતા." રિમા એક શ્વાસે બોલી પડી.

"ના ,  એ ક્યાં છે તે મને ખબર નથી , પણ તું આટલી ટેન્શનમાં કેમ લાગે છે ? તને નહીં ખબર કશી ?" સામે છેડેથી અભી બોલ્યો.

"શું નહીં ખબર...? મને સમજાયું નહીં કે તું શું કહેવા માંગે છે." 

"અરે મતલબ કે માહિરની આ આદત છે....એ જ્યારે કંટાળી જાય ડેઇલી રુટીનથી ત્યારે બધું છોડી , કોઈને કહ્યા વિના ક્યાંક જતો રહે. કોઈ બીજા શહેર કે રાજ્યમાં એકલો ટુર પર નીકળી પડે. અને અઠવાડિયાની અંદર ફરી પાછો આવતો રહે. અને એ દરમિયાન એ તેનો ફોન પણ સ્વીચઓફ જ રાખે છે. 
આ વિશે  માહિરે તને ક્યારેય વાત નહીં કરી ?" અભીએ જાણકારી આપી.

"ના...મને આવી કશી ખબર નહતી....મતલબ એ એકલો કોઈને કહ્યા વિના....? ....." રિમા બોલતા બોલતા વિચારવા લાગી , "ઓકે... થેન્ક યુ...." કહેતા રિમાએ ફોન કટ કરી નાખ્યો.

નતાશાના પૂછવા પર રિમાએ અભી દ્વારા જાણવા મળેલ બધી વાત તેને કહી.

" શું માણસ છે આ યાર....?" નતાશા નવાઈ પામતા બોલી. 

"તું સાચું કહેતી હતી....સાઇકો." રિમા બોલતા હસી પડી અને ફરી માહિરની આ વિચિત્ર આદત વિશે વિચારવા લાગી.

**** એક અઠવાડિયા બાદ *****

"હેય .....સોરી અચાનક ગાયબ થઈ જવા માટે  તારા બધા પુછેલ પ્રશ્નોના જવાબ કાલે કોલેજે મળીને આપીશ." માહિરનો મેસેજ આવ્યો.
રિમાએ તુરંત મેસેજ જોયો પણ કશો રીપ્લાય ન આપ્યો.

બીજો દિવસ થયો.... માહિર કોલેજના ગેટ પાસે ઉભા ઉભા રિમાની રાહ જોતો હતો. "ઓય મજનુ ચાલ ક્લાસનો સમય થઇ ગયો છે." અભીએ માહિરને બોલાવ્યો.

"અરે તું જા , હું રિમાને મળીને આવી જઈશ." માહિરની નજર રસ્તા પર જ અટકી રહી.

"તું એને જાણ કર્યા વિના નીકળી પડ્યો હતો એનો બદલો લેતી હશે....આમ પણ છોકરીઓને એવું બધું મનમાં લેવાની આદત હોય , તો મને નહીં લાગતું એ આવશે આજે કોલેજે. ઘણી મહેનત કરવી પડશે બેટા." કહેતા અભી ત્યાંથી ચાલતો થઈ પડ્યો.

ત્યાં જ માહિરે નતાશાને આવતા જોઈ , દોડતો તેની પાસે પંહોચ્યો અને બોલ્યો , " રિમા ક્યાં...? એ ન આવી ?" 

નતાશા કશું બોલ્યા વિના ખભા ઉછાળતી ત્યાંથી આગળ ચાલવા લાગી.


માહિર સમજી ગયો કે રિમા પણ એ જ કરી રહી છે જે તેને રિમા સાથે કર્યું હતું. જ્યારે એ કહ્યા વિના ગયો હતો ત્યારે તે આવી જ રીતે એની રાહ જોતી હશે. પણ માહિર જાણતો હતો કે રિમા ક્યાં હશે. તે તુરંત બાઇક  પર બેઠો અને ખાલી રસ્તા પર દોડાવી અને સીધો શિવ મંદિર પાસે પંહોચ્યો.
એ જ શિવ મંદિર પાસે જ્યાં બંને પહેલી વખત મળ્યા હતા , જ્યાંથી બંનેની મિત્રતા વધુ ગાઢ બની હતી. માહિર જાણતો હતો કે ' જ્યારે કોઈ વ્યક્તિ નારાજ હોય અને સાથે એમ પણ ઇચ્છતો હોય કે સામેવાળી વ્યક્તિ તેને આવીને માનવી લે ત્યારે તે એવી જ જગ્યા પર એકલું રહેવાનું પસંદ કરે જ્યાં પેલી વ્યક્તિ તેને તુરંત  અને સેહલાઈથી શોધી શકે.

માહિર દોડતો શિવ મંદિરની અંદર પંહોચ્યો. આજુબાજુ નજર કરી પણ રિમા ક્યાંય દેખાઈ નહીં ત્યાં જ પાછળથી અવાજ આવ્યો , " તને કઈ રીતે ખબર કે હું અહીંયા જ હોઈશ ?" 

અવાજ સાંભળતા માહિર મલકાયો અને પાછળ ફર્યો , સામે રિમા ઉભી હતી.
"બસ એમ જ ..ખબર હતી ." કહેતા માહિર રિમાની નજીક પહોંચ્યો.

"ઈચ્છા તો બીજા શહેરમાં જઈ અને છુપાવવાની હતી પણ ના ગઈ." રિમા મોઢું ચઢાવતા બોલી.

"કેમ ના ગઈ તો ? મને હેરાન કરવા નહતી માંગતી ?" માહિર ફ્લર્ટ કરતા બોલ્યો.

"ના , એવું નહીં ...પણ મને થયું કે બીજા શહેર માં જઈશ અને ક્યાંક તું મને ત્યાં શોધવા અને મનાવવા નહીં આવે તો ?" 

"કેમ મારા પર ભરોસો નથી તને ?" માહિરે પૂછ્યું.

"ના..." એક સેકન્ડ પણ વિચાર્યા વિના માહિરની આંખોમાં આંખ પરોવી રિમાએ જવાબ આપ્યો.

"હું ભરોસો કરવા લાયક માણસ પણ નથી." માહિર રિમાનો હાથ પકડતા બોલ્યો , " ચાલ હવે સોરી...પણ શું કરું યાર , આદત થી મજબૂર છું. કંટાળું એટલે બધું છોડી બસ ચાલતો થઈ પડું. યુ નો આવી રીતે આમ  બંજારા બનીને ફરવામાં એક નશો છે. 
પર્યટક નહીં પણ મુસાફિર બનીને ફરવાનો નશો. આ નશા સામે બધું ફિક્કું છે. કેટલાય દિવસથી હું મારા રાઇટિંગમાં પણ ફોકસ નહતો કરી શકતો , કશું સુજતું જ નહતું. એટલા માટે આ જરૂરી હતું." 

" પણ તું કહીને તો જઈ શકતો હતો ને." રિમાને બસ આ એક જ વાત ચુભતી હતી.

"સોરી....નેક્સ્ટ ટાઇમથી કહીને જઈશ બસ. કહી ને શું તને જ સાથે લેતો જઈશ." હસતા હસતા માહિર બોલ્યો અને તેને હસતા જોઈ રિમા પણ હસવા લાગી અને માહિરને  ટપલી મારતા બોલી , "સાઇકો."


*******

"રિમા........" દૂરથી મમ્મીનો અવાજ સાંભળતા  રિમા યાદોમાંથી બહાર આવી. અને ખુલ્લા મેદાનમાંથી ચાલતા શોરબકોર અને લોકોની ભીડ તરફ આગળ વધી.

"ક્યાં ગાયબ થઈ જાય છે તું, ભાવનાબેન તારા વિશે પૂછતાં હતા."મમ્મી રિમાનો હાથ પકડી ચાલતા બોલ્યા.

"મમ્મી , અચાનક બૌ ભાવનાબેન ભાવનાબેન થાય છે કેમ ?" રિમા ઉભી રહેતા બોલી.

" એવું કશું નથી , અને હવે ક્યાંય ગાયબ ન થઈ જતી અહીંયા જ બધા વચ્ચે રહેજે ઓકે ? અને એકલું લાગે તો પેલા હિતેન સાથે થોડી વાતોચિતો કરી લેજે." કહેતા મમ્મી ફરી તેનો હાથ પકડી અને ચાલવા લાગ્યા. 


દાંડિયા પૂરા થયા ત્યાં જ હેતલ માસી રિમા પાસે આવ્યા અને આવેલ મહેમાનોને આપવામાં આવતી રિટર્ન ગિફ્ટ  રૂમ પર પડી હતી તે લઈ આવવા કહ્યું.

રિમા રૂમ પર ગિફ્ટ લેવા પહોંચી ત્યાં જ તેના ખભે અચાનક કોઈનો સ્પર્શ અનુભવ્યો.
"માહિર..."પાછળ ફરતા રિમા બોલી પડી. "તું શું કરે છે અહીંયા ?  તું જા અહિંયાથી પ્લીઝ. કોઈ જોઈ જશે તો ખોટું સમજશે." 

" મારે બસ તારી બે મિનિટ જોઈએ છીએ. હું બસ ....." માહિરને બોલતા અટાવતા રિમા વચ્ચે બોલી પડી , " પણ મારી પાસે તારી માટે બે મિનિટ પણ નથી.... "રિમાની આંખોમાં અને તેના અવાજમાં તેનો ગુસ્સો છલકાઈ આવતો હતો. 

બે ક્ષણની ચુપ્પી બાદ માહિર બોલ્યો , "આઈ એમ સોરી...." 
અને ત્યાં જ અડધો ખુલ્લો દરવાજો કોઈ એ ખટખટાવ્યો અને હિતેન અંદર આવ્યો , "શું થયું કોઈ પ્રોબ્લેમ ?" 

"એક્ચ્યુલી વૉશરૂમ શોધતા આ અહીંયા આવી પહોંચ્યા." રિમા ખોટું બોલી. "એ રહ્યું વૉશરૂમ તમે યુઝ કરી લો." 

માહિર કશું બોલ્યા વિના વૉશરૂમ તરફ આગળ વધ્યો.

"મને હેતલ આંટીએ અહીંયા ગિફ્ટસ લઈ જવામાં તારી મદદ કરવા માટે મોકલ્યો છે." હિતેન આગળ આવતા બોલ્યો.

"ઓકે..." કહેતા રિમા ગિફ્ટસ્ પાસે પહોંચી અને બધા એક સાથે એક બેગમાં ભરવા લાગી. હિતેન તે ભરવામાં મદદ કરાવવા લાગ્યો. બંનેમાંથી કોઈ આગળ પહેલ કરી અને વાત નહતું કરી રહ્યું.અંતે હિતેન બોલી પડ્યો , " જો આ થોડું વિચિત્ર લાગે છે મતલબ કે તને તો ખબર જ હશે કે તારા મમ્મી ,માસી અને મારા મમ્મી કેમ આવી રીતે વર્તન કરે છે , અને કેમ હેતલ આંટી એ તને અને તારી સાથે મને જ ગિફ્ટસ્ લઈ જવા મોકલ્યો છે."

"વેઇટ વેઇટ.... મને કશી નથી ખબર , હા મારા મમ્મી થોડું વિચિત્ર વર્તન કરે છે પણ એની પાછળનું કારણ મને નથી ખબર. " રિમા કન્ફ્યુઝ થતા બોલી.

" મતલબ તારા મમ્મીએ તને કોઈ વાત કરી જ નથી ? તારી જાણ બહાર....  તારા અને મારા લગ્નની વાતો ચાલી રહી છે , અને એટલા માટે જ આ એકલામાં વાતો કરવા કરીએ એ માટે નવા નવા બહાન બનાવીને  આપણે એકલા મોકલે છે."  હિતેન બોલ્યો.

" મતલબ તને આ વિશે પહેલેથી ખબર હતી ?" રિમાએ સામે સવાલ કર્યો.

"ના પહેલા નહતો , પણ પછી થોડી હિન્ટ મળી અને અત્યારે તારા મમ્મી અને હેતલ આંટીને વાતો કરતા સાંભળ્યા ત્યારે પૂરેપૂરી રીતે ખબર પડી ગઇ." હિતેન સફાઈ આપતા બોલ્યો.

"ઓહહ." રિમા વધુ કાંઈ બોલી ન શકી. એક તરફ રિમા શોકમાં હતી અને બીજી તરફ વૉશરૂમમાં રહેલ માહિર.