લવ, લાઈફ અને કન્ફ્યુઝન - 10 Megha gokani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ, લાઈફ અને કન્ફ્યુઝન - 10

"કાલે મારો બર્થડે છે અને હું ઈચ્છું છું કે કાલ નો આખો દિવસ તું મારી સાથે વિતાવે. " રાત ના 11:30 એ માહિરે રિમા ને મેસેજ કર્યો.
"મતલબ કે આપણે બંને એકલા નહીં , તું નતાશા સાથે આવજે અને અભી અને વિકી પણ આપણી સાથે હશે."

"નતાશા ને મેં મેસેજ કરી દીધો છે , અને તેને હા કહી."

એક સાથે આટલા મેસેજ આવતા રિમા તુરંત ઓનલાઈન આવી. માહિર ના મેસેજ સીન કરી ફરી ઓફલાઇન થઈ ગઈ.

"કંઈક કામ માં હશે...." માહિરે મનોમન વિચાર્યું. અને ફોન સાઈડ માં રાખી ટીવી જોવા લાગ્યો. પાંચ પાંચ મિનિટ ના અંતરાલે રિમા નું લાસ્ટસીન ચેક કરવા લાગ્યો. અંતે કંટાળી ડેટા ઓફ કરી અને ફોન બેડ પર ફેંક્યો. ત્યાં ફોન ની રિંગ વાગી.  
માહિરે ઘડિયાળ સામે જોયું હજુ 12 વાગવા માં પૂરી પાંચ મિનિટ બાકી હતી. ફોન હાથ માં લીધો સ્ક્રીન પર રિમા નામ વાંચી એ ચમક્યો.

" મને પૂછતા પહેલા તે નતાશા ને પૂછી લીધું , કેમ ?મતલબ કે તને ભરોસો હતો કે હું તને ના નહીં કહું ?" સામે છેડે થી રિમા બોલી.

" હા મને ભરોસો છે કે તું મને ના નહીં કહે , અને મને મારા પર પણ આટલો ભરોસો છે કે જો તું ના પાડીશ તો  હું તને મનાવી લઈશ." માહિર ફ્લર્ટ કરતા બોલ્યો.

"હજુ આપણે મળ્યા એને કંઈક એક મહિનો જ થયો હશે અને તું મને આટલો ઓળખી ગયો શું વાત છે ...?"રિમા બોલી.
 કોશિશ બંને તરફ થી સરખી જ થઈ રહી હતી, બંને એકબીજાને પસંદ કરતા હતા પણ હજુ એકબીજા ને સમજવા માટે સમય લગાડી રહ્યા હતા.
શિવ મંદિરે બીજી વખત મળ્યા બાદ બંને જાણે એકબીજા પર સાચે દિલ હારી ગયા હોય તેમ  બધું છોડી એકબીજા સાથે વાત કરવામાં , નિહાળવામાં અને ઈમ્પ્રેસ કરવા જેવા નાદાનીવાળા કામ કરવા લાગ્યા. કોલેજના કેમ્પસ માં પહોંચતા જ બંને ની નજર એકબીજા ને ખોજવા લાગતી.કોઈક બહાને રિમા નતાશા ના ક્લાસ માં પહોંચી જતી અને એક નજર માહિર પર પણ કરી લેતી.  
અને કોઈક વખત  લેક્ચર મિસ કરી રિમા  લાઈબ્રેરીમાં બેઠા માહિર પાસે પહોંચી જતી. દરરોજ મોડી રાત સુધી બંને વ્હોટ્સએપ માં વાતો કરવા લાગ્યા.  અને દેશ ના પ્રાઈમ મિનિસ્ટર થી કરી અને શાહરુખની છોકરી સુધી વાતો કરી નાખતા. 
બસ આમ આડી-અવળી વાતો થી બંને એકબીજા ને જાણતા અને સમજતા.

"તો તું ...." માહિરે હજુ વાક્ય શરૂ કર્યું ત્યાં સામે છેડે થી અવાજ આવ્યો , "હેપી બર્થડે ટુ યુ ,તુમ જિયો હજારો સાલ....."લગભગ આખું ગીત ગાઈ નાખ્યું રિમા એ.

"થેન્ક યુ સો મચ ."હરખાતા માહિરે કહ્યું.

"હેપી બર્થડે માહિર બેટા." રૂમ માં આવતા માહિર ના મમ્મી બોલ્યા.
"રિમા તને પાંચ મિનિટમાં કોલબેક કરું."કહેતા માહિરે ફોન કટ કરી નાખ્યો.

"ઓકે......" રિમા જાણતી હતી કે માહિરને તેના ફેમિલીથી થોડી પ્રોબ્લેમ છે. પણ જ્યારે કોઈ માણસ સામેથી એફર્ટ કરી તમને મનાવવાની કોશિશ કરે ને ત્યારે ઈગો સાઈડમાં રાખી માની જવું જોઈએ.

રિમા હજુ માહિર વિશે વિચારતી જ હતી ત્યાં તેનો કોલ આવ્યો."બસ આટલી વાર માં ?" 

"હા કેક અને ગિફ્ટ લઈને આવ્યા હતા , આપી દીધું એટલે ચાલ્યા ગયા." માહિરનો અવાજ ફિક્કો લાગતો હતો.

"માહિર તને એવું નથી લાગતું કે તું એક બૌ જૂની વાત ને ખૂબ લાંબી ખેંચે છે ? મતલબ કે તને દુઃખ થયું , માન્યું તું તારા પાપા થી વધુ અટેચ હતો , અને આ વાત તારી મોમ પણ જાણતી જ હશે ને. તે એમને એક વખત પણ પૂછ્યું કે એમને આ બીજા લગ્ન શા માટે કર્યા ? માહિર દરેક વ્યક્તિને જીવન માં કોઈ સાથીદારની જરૂર પડે જ છે. દરેક વ્યક્તિને બીજી વ્યક્તિના સહારાની જરૂર પડતી જ હોય છે. "

"મને પણ એ સમયે મારા પાપાના એ ઘરની જરૂર હતી જ્યાં એમની યાદો હતી , એમની છેલ્લી નિશાની ની જરૂર હતી." માહિર નો અવાજ તરડી ગયો.

" આ વાત તારી મોમ ને પૂછ કે શા માટે એમને એવું કર્યું , શા માટે એમને એ ઘર વેંહચી નાખ્યું ? શાયદ એ તારી મૂંઝવણ અને સમસ્યા બંને નું સમાધાન કરી દેશે.

અને હા અત્યારે જ તારી મોમ પાસે જા અને વાત ક્લિયર કરીશ તો આપણો કાલે બહાર જવા નો પ્લાન ડન. બાકી દૂર થી હેપી બર્થડે." કહેતા રિમા હસી પડી. "ચાલ બાય હવે હું સુઈ જાઉં ,કાલે રખડવાનું છે ને તારી સાથે."

"ગુડ નાઈટ , બાય." માહિરે ફોન મુક્યો. પાસે ટેબલ પર પડેલ કેક અને ગિફ્ટ સામે જોયું. અને ત્યારબાદ તુરંત એના મમ્મી ના રૂમ તરફ દોડ્યો.
    



****

"ચાલ તૈયાર થઈ જા , પંદર મિનિટ માં તારા ઘર નીચે આવું છું." સવારના આઠ વાગ્યા માં માહિરે રિમાને ફોન કર્યો.

"એ , પણ આપણે તો અગિયાર વાગ્યાનું નક્કી કર્યું હતું ને." રિમા આંખો ચોળતા બોલી.

"અરે ટાઈમ વેસ્ટના કર , કામ છે તારું. અને ફક્ત તારું જ. અગિયાર વાગ્યે બધા મળવાના છીએ અને અત્યારે મારે ખાલી તને જ મળવું છે. તો તૈયાર થઈને નીકળજે , પાછી સાંજે ઘરે પહોંચીશ." 

"અરે ઓ... હેલો....." માહિરે ફોન કટ કરી નાખ્યો હતો. રિમા ફટાફટ ઉભી થઇ. તૈયાર થઈ ઘરે નતાશાને કંઈક કામ છે એવું બહાનું મારી નીકળી પડી. 

માહિર બાઇક લઈ તૈયાર જ ઉભો હતો. રિમાએ હેલમેટ પહેર્યું અને બંને નીકળી પડ્યા.


થોડે દુર એક ખંડર જેવા મકાન પાસે માહિરે બાઇક અટકાવ્યું. 

"આ તારા પાપાનું ઘર છે ?" રિમા માહિરનો ચહેરો પારખતા બોલી.

"હા. ચાલ અંદર." માહિરે રિમા નો હાથ પકડ્યો. અને બંને ચોરની જેમ દીવાલ ચઢી અંદર પહોંચ્યા.

"પાપા એ મૃત્યુ પહેલા થોડા પૈસા વ્યાજ પર લીધા હતા. એમનું સપનું હતું કે કોઈ બાળક એના સપના પૂરા કર્યા વિનાનું ન રહે. એ એક સ્કૂલ બનાવવા માંગતા હતા ,જ્યાં દરેક બાળક ભણવા નહીં એમના સપના ને જાણવા આવે. બધી તૈયારી થઈ ગઈ હતી ,  એ સમયે ચૂંટણી આવી , સરકાર બદલી અને સરકારી કામકાજ પણ અટક્યું. બધા ડોક્યુમેન્ટ્સ ફરી તૈયાર કરવા જેવી સ્થિતિ આવી ગઈ અને સરકારી નોકરો ને થોડી ઘૂસ આપવા જેવી નોબત આવી અને એટલા માટે પાપાએ પૈસા વ્યાજ પર લીધા પણ એમને ડર હતો કે ક્યાંક એમનું આ કામ અટકી ના જાય અને  એ બધી વાતના ટેન્શન ને કારણે એમને હાર્ટ અટેક આવી ગયો. 

અને અંતે ઘર વેંહચી મમ્મીએ તે વ્યાજ પર લીધેલ રકમ ચૂકતે કરી , અને સાથે વેંહચતા પહેલા એ શરત રાખી કે એ લોકો આ ઘર ક્યારેય તોડી નહીં શકે. આ જગ્યા જેવી છે તેવી જ રહેવા દેશે." માહિર ઘરની દીવાલો પર હાથ ઘસેડતા બોલ્યો.

ચાલ હું તને મારી ફેવરેટ જગ્યા દેખાડું , માહિરે રિમાનો હાથ પકડ્યો અને ઉપર સીડીઓ ચઢવા લાગ્યો.  સીડીઓ ના વણાંક વચ્ચે એક બારી પડતી હતી , માહિર અને રિમા ત્યાં બેઠા. " આ બારીમાંથી હું સામે દેખાતા રોડ પર નજર માંડી અને કલાકો સુધી બેઠો રહેતો , ખબર નહીં કેમ મને આ વાહનો ની અવરજવર જોવામાં ખૂબ જ મજા પડતી."

"અને મને અત્યારે તને આવી રીતે ખુશ જોઈ ખૂબ મજા આવે છે." રિમા માહિરનો ચેહરો જોતા બોલી.

"ઓલ થેન્ક્સ ટુ યુ , જો તે મને ફોર્સ ના કર્યો હોત મોમ સાથે વાત કરવાનો તો હું ક્યારેય આ વાત જાણી જ ન શક્યો હોત. થેન્ક યુ." માહિરે રિમા નો હાથ પકડ્યો.

માહિર ના સ્પર્શ થી રિમા થોડી શરમાઈ , તેને પોતાની આંખો થોડી ઝુંકાવી. માહિરે ચપટી વગાડી રિમા ની નજર ફરી ઊંચી લાવી અને એ સાથે જ રિમા માહિરને વળગી પડી. માહિરે પણ રિમાને તેની બાંહોમાં સમાવી લીધી. બંને એકબીજાના સ્પર્શને માણવા લાગ્યા અને ક્યારે માહિરે રિમાના હોઠો પર પોતાના હોઠ મૂક્યા અને ક્યારે રિમાના હાથ માહિરની ગરદનથી પાસેથી પસાર થઈ તેના માથા ફરતે વીંટળાય ગયા એ બંને માંથી કોઈને ખબર ન પડી.