સીંદબાદની ત્રીજી સફર KulDeep Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સીંદબાદની ત્રીજી સફર

સીંદબાદની ત્રીજી સફર

              બે વર્ષ વીતી ગયા બીજી સમુંદર સફર કર્યા બાદ સીંદબાદે નક્કી કરેલું કે હવે કોઈ સફર પર જવું નહીં. પણ નવરા બેસતા બેસતા સીંદબાદ ને કંટાળો આવવા લાગ્યો. યુવાનીનો તરવળાટ અને જોશ તેનામાં થનગનતા હતા અને આખરે તેણે ત્રીજી સફર પર જવાનું નક્કી કરી લીધું.

               થોડો માલ ખરીદ્યો અને એક નાના વહાણમાં બેસી ગયો. વહાણ દરિયામાં ચાલતું હતું. દરિયામાં ભયંકર તોફાન આવ્યો અને રસ્તો ભૂલી ગયા. એક અજાણ્યો ટાપુ આવ્યો. કપ્તાને વહાણને આ ટાપુ પર થોભ્યુ અને બધા ટાપુ પર નીચે ઉતર્યા. કપ્તાનને આ ટાપુ વિષે થોડી માહિતી હતી કે આ ટાપુ પર ભયાનક લોકો વસે છે એટલે તેણે બધાને સાવચેત કરી દીધા. થોડી જ વારમાં અહીના રાંટી લોકોના ટોળેટોળાં આવી ગયાં. તેમના મુખ વાંદરા જેવા હતા. તેઓ વહાણ નજીક આવ્યા અને વહાણને ઘેરી લીધું. રીંછ જેવા કાળા વાળ તેમના આખા શરીરે જોઈ શકતા હતા. તેઓ મોટેથી કંઈક બોલતા હતા પણ તે ભાષા જરાય પણ સમજાતી નહતી. તેઓ વહાણ લઈને ભાગી ગયા. આ લોકો કાંઈજ ન કરી શક્યા કારણકે સંખ્યામાં રાંટી લોકો વધારે હતા.

                આ ટાપુ અત્યંત ભયંકર હતો. સીંદબાદે તેના સાથી મિત્રો સાથે મળીને આ ટાપુ પરના મધુર ફાળો ચાખ્યા. અચાનક દૂર દેખાતા એક મહેલ પર સીંદબાદની નજર પડી. સીંદબાદે આ વિષે બધાને જણાવ્યુ કે આપણે આ મહેલ પાસે જવું જોઇયે. અને અંતે બધા સહેમત થયા અને મહેલ તરફ જવા રવાના થયા. મહેલની આજુ બાજુ મોટી દીવાલ હતી. અંદર જવા માટે એકજ દરવાજો હતો. સીંદબાદ અને બાકી જહાજીઓ અંદર ઘુસ્યાં. અંદર એક મોટું આંગણું હતું. આંગણામાં ઓટલો અને તે ઓટલા પર અગ્નિ સળગતો હતો. ઓટલા પર માણસોના હાડકાના ઢગલા પડ્યા હતા. તેની પાસે માંસ શેકવાના પાંચ મોટા સળિયા દેખાયા. બધાની શક્તિ હણાઈ ગઈ. કંઈક વિચારે એ પહેલાંજ ધડામ દઈને એક દરવાજો ખૂલ્યો અને એક દમ કાળા રંગનો રાક્ષસ બહાર આવ્યો. બધા જ ઘભરાઈ ગયાં. તેના સુપડા જેવા મોટા કાન હતા. હાથી ના દાંત જેવા મોટા લાલ રંગ ના શિંગડા હતા.

              તે રાક્ષસે એક પછી એક બધાને પકડી લીધા. રોજ એક માણસને તે મારવા લાગ્યો. અહીથી બાર જવાનો કોઈ રસ્તો જ નહતો. તે રાક્ષસ બધાને ખાવાનું આપતો હતો પણ તેને રોજ રાતે એક શિકાર તો જોઈતો જ. એમ કરતાં કરતાં સીંદબાદ અને કુલ પાંચ જાણ વધ્યા તેમાં જહાજનો કેપ્ટન પણ શામિલ હતો. સીંદબાદે એક યોજના બનાવી અહીથી ભાગી જવાની. દરવાજા ની ચાવી રાક્ષસની કમર પર ભરાવેલી હતી. સાંજ પડી અને રાક્ષસ આવ્યો. કપ્તાન શરીરમાં થોડો જાડો હતો એટલે તે કપ્તાન ને મારી ને તેનું માંસ શેકવા લાગ્યો. ત્યારે બીજી તરફ સીંદબાદે એક બીજો સળિયો જોરદાર ગરમ કરીને રાખ્યો હતો. તે રાક્ષસ પાછળ આવ્યો અને તેને તે ગરમ સળિયો રાક્ષસ ની આંખમાં ભોંકી દીધો. રાક્ષસ બૂમો પાડવા લાગ્યો કારણકે તેને કંઈ દેખાતું નહતું. સીંદબાદે રાક્ષસની કમર પર લટકેલી ચાવી લઈ લીધી અને દરવાજો ખોલી તેના ત્રણ મિત્રો સાથે ભાગી ગયો. તે રાક્ષસની બીજી આંખ હજી સહી સલામત હતી. તે ઊભો થયો અને સીંદબાદ અને બાકી લોકો ની પાછળ પડ્યો. દમ લગાવીને સીંદબાદ અને તેના સાથી ભાગવા લાગ્યા. દોડતા દોડતા એક માણસ થાકી જતાં તે રાક્ષસને હાથ પકડાઈ ગયો અને રાક્ષસ તેને પોતાના મહેલમાં લઇ જઇ શેકીને ખાવા લાગ્યો. હવે સીંદબાદ ની સાથે બીજા બે જણ હતા. આ લોકોએ સાથે મળીને એક વૃક્ષના લાકડામાંથી અને પાંદડા ભેગા કરીને એક તરાપો બનાવ્યો જેથી આ ટાપુ પરથી બહાર નીકળી શકે. અને તે તરાપો બનાવીને આગળ સમુંદર માં પહોચી ગયાં પણ કિસ્મત ના ખેલ કંઈક ઓર જ હતા. તરાપો પાણીમાં ડૂબવા લાગ્યો. આ લાકડું અલગ પ્રકારનું લાકડું હતું જે પાણીમાં લાંબો સમય ટકી શકે તેમ નહતું અને બધા જ સમુંદર માં ડૂબ્યા. સીંદબાદ અને તેના સાથી મિત્રોને પાણીમાં તરતા આવડતું હતું એટલે તેઓ તરતા રહ્યા અને અંતે એક નાનો ટાપુ દેખાયો. આ ટાપુ પર વાતાવરણ એક દમ શાંત હતું. ફાળો તોડીને ખાધા અને બધા સૂઈ ગયાં.

             થોડી વાર પછી સીંદબાદ જાગ્યો અને જોયું તો તેનો એક સાથી મિત્ર મોટા કાળમુખી અજગરના મોઢામાં હતો. આ જોતાંજ સીંદબાદ અને તેની સાથે રહેલો છેલ્લો મિત્ર પણ ભાગ્યો. સામે એક મોટો બીજો અજગર આવ્યો અને સીંદબાદના છેલ્લા સાથી મિત્રને પણ ગળી ગયો. હવે આ બધુ જોઈને સીંદબાદ એક પળ માટે પણ ત્યાં ઊભો ન રહ્યો અને મૂઠી વાળીને જેટલો દમ હતો તેટલો દમ લગાવીને ભાગ્યો. અને આખરે તે ટાપુ ના બીજા કિનારે પહોચી ગયો. ત્યાં પણ એક મોટો અજગર દેખાયો તે અજગર પણ સીંદબાદની પાછળ પડ્યો. સીંદબાદ દોડતો દોડતો એક કાંટાળી ઝાડીમાં ફસાઈ ગયો. કાંટા હોવાના કારણે અજગર તે ઝાડીમાં ન આવી શક્યો અને થોડી વારમાં ત્યાંથી જતો રહ્યો. કાંટા વળી ઝાડીમાંથી સીંદબાદને એક ચાકુ મળ્યું તેનણે પોતાની સાથે જ રાખી લીધું. હવે ધીમે ધીમે સીંદબાદ બહાર નીકળ્યો અને ત્યાંથી ભાગ્યો. સામે કિનારે તેને એક વહાણ દેખાયું. તે વહાણમાંથી કેટલાક લોકો નીચે ઉતર્યા હતા અને એક મોટો અજગર તેમની પાછળ પડ્યો હતો. સીંદબાદ એક ઝાડ પર ચડી ગયો અને જેવો પેલો અજગર તે વૃક્ષની નીચે આવ્યો સીંદબાદ તેના ઉપર કૂદયો અને પોતાની પાસે રહેલા ચાકુથી તે અજગરને મારી નાખ્યો. 

           વહાણના લોકો ખુશ થયા અને સીંદબાદનો આભાર માન્યો. તે જહાજમાં બેસીને સીંદબાદ પોતાના ઘરે પાછો ફર્યો. ફરી એક વાર મોતના મુખમાંથી અલ્લાહે બચાવ્યો સીંદબાદ ને. હવે સીંદબાદે કોઈ પણ સફર પર ના જવું તેવું નક્કી કરી લીધું.    

    -કુલદીપ