Vedic concept of Theory of Karma - 1 books and stories free download online pdf in Gujarati

કર્મના સિદ્ધાંત પરની પ્રશ્નોત્તરી (ભાગ ૧)

પ્રશ્ન: કર્મનો સિદ્ધાંત શું છે?

૧. તમારા વિચારો તમારી વાસ્તવિકતા બને છે.

૨. તમારી વર્તમાન પરિસ્થિતિઓ બીજું કંઈ નહીં પણ આજ દિન સુધી તમે જે વિચારો અને કર્મો કર્યા હતા તેનું પરિણામ છે. આમાં જાણતા અને અજાણતા કરેલા એવા બંને પ્રકારના વિચારો અને કર્મોનો સમાવેશ થાય છે.

૩. આ પરિસ્થિતિઓનો ઉદ્દેશ તમને દુઃખમાંથી બહાર લાવી આનંદ મેળવવામાં સહાય કરવાનો છે. તમે તમારા વિચારોને બદલીને તમારી વાસ્તવિકતા બદલી શકો છે અને જીવનમાં વધુ આનંદ ઉમેરી શકો છો.

આમ, આપણું જીવન એ કોઈ અનિયોજિત અને અવ્યવસ્થિત રાસાયણિક પ્રક્રિયા નથી. ઉલટાનું, આપણાં જીવનને આનંદથી ભરી દેવા માટે ઈશ્વરે શ્રુષ્ટિની સુનિયોજિત વ્યવસ્થા કરી છે. આપણાં વિચારોને આનંદની પ્રાપ્તિ તરફ વળવાથી આપણે આ સુનિયોજિત વ્યવસ્થાનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકવામાં શક્ષમ બનીએ છીએ.

પ્રશ્ન: તો શું એનો અર્થ એ છે કે પરમ આનંદની પ્રાપ્તિ એ જ જીવનનો એક માત્ર ઉદ્દેશ છે?

હા! પરમ આનંદની પ્રાપ્તિ એ જ જીવનનો એક માત્ર ઉદ્દેશ છે. જ્યારે આપણે જીવનરૂપી સુનિયોજિત વ્યવસ્થાની કાર્યપદ્ધતિને બરાબર સમજીને આપણાં વિચારોને આ વ્યવસ્થાનો શ્રેષ્ઠત્તમ ઉપયોગ કરવા તરફ વાળીને છીએ ત્યારે આપણેને પરમ આનંદની પ્રાપ્તિ થાય છે.

પ્રશ્ન: પણ એ લોકો વિષે શું કે જેઓ બીજાના સુખ માટે પોતાના સુખનો ત્યાગ કરે છે?
હકીકતમાં આવાં પરોકારી લોકો પોતાની સુખનો ત્યાગ ક્યારેય કરતાં નથી. કારણ કે પરોપકારમાં જ સાચું સુખ રહેલું છે. આવાં લોકો માત્ર પોતાની ટૂંક સમય માટેની સગવડો અને ક્ષણિક વ્યક્તિગત આનંદનો શ્રેષ્ઠ અને સ્થાયી આનંદ મેળવવા માટે ત્યાગ કરે છે. આવી નિ:સ્વાર્થતામાંથી મળતો આનંદ પોતાના સ્વાર્થ ખાતર કરેલા કાર્યોમાંથી મળતા આનંદ કરતાં ઘણો વધારે હોય છે.

તમે આ વાસ્તવિકતાને તમારા જીવનમાં પણ જોઈ શકો છો. બાળ અવસ્થામાં આપણને ધૂળ ખાવામાંથી પણ આનંદ આવતો હોય છે. પણ જેમ જેમ આપણે મોટા થતા જઈએ છીએ તેમ તેમ આપણે વધુ શ્રેષ્ઠ આનંદ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે કોઈપણ સંજોગોમાં આવાં ઉચ્ચ સ્તરીય આનંદને બાળપણના આનંદથી બદલવા માંગતા નથી.

જેવી રીતે આ સંસાર ચાલી રહ્યો છે તેનું અવલોકન કરવાથી આપણને એ વાસ્તવિકતાનો સ્પષ્ટ ખ્યાલ આવી જશે કે જેમ તળાવમાંના પાણીના અણુઓ એકબીજા સાથે જોડાયેલા છે તેમ આપણે પણ આ સંસારમાં પરસ્પર એકબીજા સાથે જોડાયેલા છીએ. આપણને એ વાતનું પણ ભાન થશે કે એકબીજા પર આધાર રાખ્યા સિવાય જીવન જીવવું શક્ય નથી.

આથી આ સમાજ અને વિશ્વના આનંદમાં વૃદ્ધિ કર્યા સિવાય આપણે આપણાં વ્યક્તિગત આનંદમાં વૃદ્ધિ ન કરી શકીએ. આથી જ બુદ્ધિશાળી લોકો પોતાની ટૂંક સમય માટેની સગવડો અને ક્ષણિક વ્યક્તિગત આનંદનો ત્યાગ કરી સમાજ અને વિશ્વનાં કલ્યાણ માટે કર્મ કરે છે કે જેથી કરીને તેઓ શ્રેષ્ઠ અને સ્થાયી આનંદને પ્રાપ્ત કરી શકે.

પ્રશ્ન: શું વિચારો જ બધું છે? કર્મો વિષે શું?

વિચારો જ બધું નથી. પણ કંઈપણ કર્મની શરૂઆત વિચારોથી જ થાય છે. વિચારો પર આપણું નિયંત્રણ હોય છે. આપણાં દરેક વિચારથી શરું થતી પ્રક્રીયાનો બીજો તબક્કો આપણાં કર્મો છે.

કંઈપણ કરવાની કે મેળવવાની શરૂઆત આપણાં મનના વિચારથી જ થાય છે. કર્મના સિદ્ધાંત અનુસાર, “કર્મમાં ન પરિણમતો કે કર્મમાં પરિણમતો દરેક વિચાર” આપણાં દ્વારા લેવાયેલો એક નિર્ણય છે. અને આ નિર્ણયના પરિણામો આપણે ભોગવવાના જ રહે છે. સામાન્ય રીતે, જે વિચારો કાર્યમાં પરિણમતા નથી તે વિચારો આપણને આનંદથી દુર લઈ જાય છે.

આપણી વિચાર પ્રક્રિયામાં જ્ઞાન, કાર્ય અને ચિંતનનો સમાવેશ થયેલો હોવો ખુબ જ જરૂરી છે. અને આ ત્રણેય સાથે જ ચલતા હોવાં જોઈએ. આ ત્રણેનો અલગ-અલગ અભ્યાસ કરવો નિરર્થક છે.

પ્રશ્ન: કયા વિચારોથી આપણને આનંદ મળે છે અને કયા વિચારોથી દુઃખ?

કયા વિચારો તમને આનંદ આપશે અને કયા વિચારો તમને દુઃખ આપશે તે નક્કી કરવાના ઘણાં રસ્તાઓ છે. પણ મૂળ સિદ્ધાંત છે “સત્ય = આનંદ”.

આપણાં જીવનમાં ‘જ્ઞાન’ અને ‘અજ્ઞાનતા’ એવા બે બળો સતત કાર્યરત હોય છે. જ્ઞાન આપણને સત્ય તરફ લઇ જાય છે અને અજ્ઞાનતા સત્યથી દુર લઇ જાય છે. આપણે વિચારને ઈચ્છાશક્તિ (સંસ્કૃતમાં જેને સંકલ્પ કહે છે) દ્વારા નિયંત્રિત કરી શકીએ છીએ. આ સંકલ્પ આગળ બીજા નવા વિચારોને જન્મ આપે છે જે કર્મમાં પરિણમે છે અને આ કર્મો જ આપણી વાસ્તવિકતાનું સર્જન કરે છે.

આથી જો આપણો સંકલ્પ સત્યની શોધ માટે હોય તો આપણે આનંદ તરફ જઈએ છીએ. અને જો આપણો સંકલ્પ સત્યની શોધ માટે ન હોય તો આપણે આનંદથી દુર જઈએ છીએ.

પ્રશ્ન: પણ સત્ય શું છે તેનો નિર્ણય આપણે કેવી રીતે લઇ શકીએ?

સત્ય શું છે તેનો નિર્ણય કરવા માટેના ઘણાં રસ્તાઓ છે. સત્યની નિર્ણાયકતા આંધળી માન્યતાઓને બાકાત કરવાની અને નવી અને સાચી માહિતીઓ અને હકીકતનો સ્વીકાર કરવા માટે ખુલ્લા મનની માંગણી કરે છે. પણ સત્યનો સ્વીકાર કરવાના વિવિધ રસ્તાઓમાં સત્ય સ્વીકાર કરવાની “ઈચ્છા શક્તિ અને સંકલ્પ શક્તિ” સૌથી મોટો ભાગ ભજવે છે.

આમાં નીચેની રીતોનો સમાવેશ થાય છે:

૧. રદ કરવાની પ્રક્રિયા. કેટ કે જીમેટની પરીક્ષા આપતા વિદ્યાર્થીની જેમ તર્ક અને હકીકતનો આઘાર લઇ સ્પષ્ટ દેખાતા એવા ખોટા વિકલ્પોને તરત જ રદ કરવા જોઈએ. ઉદાહરણ તરીકે, આપણને ખબર છે કે પૃથ્વી ગોળ છે, તો પછી પૃથ્વી સપાટ છે તેમ કહેતી બધી જ ધાર્મિક પુસ્તકો અને પૂર્વધારણા પર આધારિત માન્યતાઓને આપણે રદ કરવી જોઈએ.

૨. ધારણાઓ પરસ્પર વિરોધી છે કે નહીં તેની ચકાસણી. ઉદાહરણ તરીકે, કોઈ એમ કહે કે ઈશ્વર ન્યાયી છે, અને પછી એમ પણ કહે કે ઈશ્વર પુરુષોની સરખામણીમાં વધારે સ્ત્રીઓને નર્કમાં મોકલે છે, તો આ બંને વાક્યો પરસ્પર વિરોધી છે. આથી આવી પરસ્પર વિરોધી માન્યતાને પણ રદ કરવી જોઈએ.

૩. વિશ્લેષણ અને તર્કનો ઉપયોગ કરવાથી પણ સત્ય જાણી શકાય છે.

૪. પ્રસ્તુત હકીકત સાચી છે કે નહીં તેની ચકાસણી કરવાથી પણ સત્ય જાણી શકાય છે.

સત્યની શોધ એ પોતાનામાં જ એક એવું વિજ્ઞાન છે જે વિશ્લેષણ અને આત્મચિંતન માંગી લે છે. પણ આ બધાનાં મૂળમાં “સત્યને પામવા માટેનો સંકલ્પ” હોવો ખુબ જ જરૂરી છે.

પ્રશ્ન: કર્મનો સિદ્ધાંત કેવી રીતે કામ કરે છે?

વિચાર આવતાની સાથે જ કર્મનો સિદ્ધાંત કામ કરવાનું શરું કરી દે છે.

· દરેક વિચાર આપણાં મગજમાં ખાસ પ્રકારની ન્યુરોલોજીકલ પેટર્ન તૈયાર કરે છે.

· આમ થવાથી દૈહિક બદલાવ શરું થાય છે. જેમાં અંત:સ્ત્રાવના સ્તરમાં વધ-ઘટ, હૃદયના ધબકારના દરમાં વધ-ઘટ, જેવા બદલાવોનો સમાવેશ થાય છે.

· આ ન્યુરોલોજીકલ પેટર્ન વિચારને અનુકૂળ થવાનું શરું કરી દે છે. આથી, જો તમે કોઈ એક વસ્તુ પર વારંવાર વિચાર કર્યા કરો તો ન્યુરોન એવી પેટર્ન તૈયાર થાય છે કે જેથી ભવિષ્યમાં આ વિચાર પ્રક્રિયા સરળતાથી આગળ વધી શકે. આ જ કારણેથી લોકોને સારી કે ખરાબ આદતોની લત લાગેલી હોય છે.

· વિચારો વ્યક્તિની વિચારસરણી નક્કી કરે છે. અને આ વિચારસરણી તેનું વ્યક્તિત્વ, આરોગ્ય અને કર્મો નક્કી કરે છે.

· આમ, દરેકેદરેક વિચાર આપણાં સમગ્ર વ્યક્તિત્વ પર પ્રભાવ પાડે છે. પણ આ વિચારો બદલીને આપણે આપણું વ્યક્તિત્વ પણ બદલી શકીએ છીએ.

· આ પ્રક્રિયા બધા જ વ્યક્તિઓ સાથે થતી હોય છે. અને આપણી વિચારસરણી પ્રમાણે, જયારે આપણે બીજા લોકો સાથે ક્રિયા-પ્રતિક્રિયા કરીએ છીએ ત્યારે ઘણી મોટી સામાજિક વિચારસરણી અને વર્તણૂક ઉત્પન્ન થાય છે. આ સામાજિક વિચારસરણી અને વર્તણૂક પણ આપણાં સમગ્ર વ્યક્તિત્વ પર પ્રભાવ પાડે છે.

· માત્ર મનુષ્યો અને સમાજ સુધી મર્યાદિત ન રહેતા આનો પ્રભાવ પ્રકૃતિમાં પણ વિસ્તરેલો હોય છે. કારણ કે આપણે દ્રવ્ય અને ઉર્જાનો પ્રકૃતિ સાથે સતત વિનિમય કરતાં રહીએ છીએ. આથી જ આપણે ઘણી વાર મેડીકલ સાયન્સમાં માત્ર ઈચ્છા-શક્તિના પ્રયોગથી ચમત્કારો થતા જોઈએ છીએ.

· આમ આપણાં વિચારો આપણું ભવિષ્ય બને છે. આપણે (જીવાત્માઓ), આપણાં શરીર અને મનથી અલગ છે. જયારે આપણે મૃત્યુ પામીએ છે ત્યારે આપણું શરીર અને મન પ્રકૃતિ સાથે દ્રવ્ય અને ઉર્જાનું વિનિમય કરવાનું બંધ કરી દે છે. આથી શરીર ક્ષીણ બની મૃત્યુ પામે છે. પણ જીવાત્મા, કે જે આ વિનિમય વ્યવસ્થાનું નિયંત્રણ કરતી હતી, તેનાં પર શરીરના મૃત્યુની કંઈ જ અસર થતી નથી.

· શરીરના મૃત્યુ પછી જીવાત્મા બીજી નવી વ્યવસ્થામાં (મન અને શરીર) પ્રવેશ મેળવે છે અને મુક્તિ તરફની તેની મુસાફરી ચાલુ રાખે છે.

· આપણી યાદો મગજનો જ ભાગ હોવાથી જીવાત્માના આ સ્થળાંતર દરમિયાન યાદો નષ્ટ પામે છે. પણ જીવાત્મા સંસ્કારોનું સ્થૂળ શરીર તેની સાથે લઇ જાય છે.

· ઈશ્વર એ વાતનું ધ્યાન રાખે છે કે આ નવી વ્યવસ્થા (મન અને શરીર) જીવાત્મા માટે સર્વશ્રેષ્ઠ હોય અને જીવાત્માની નિરંતર ચાલતી મુસાફરીમાં અવરોધ ન બને.

· પૂર્વ જન્મના સંસ્કારોની સાથે નવા મન અને શરીરમાં રહી, કર્મો કરી જીવાત્મા ફરીથી તેનું વ્યક્તિત્વ વિકસાવે છે. તે પહેલાંની જેમ જ પ્રકૃતિ સાથે દ્રવ્ય અને ઉર્જાનું વિનિમય કરવાનું શરું કરે છે અને મુક્તિ માર્ગમાં આગળ વધે છે.

મોક્ષ માટે જીવાત્માની આ મુસાફરીમાં ઈશ્વર દરેક ક્ષણે એ વાતનું ધ્યાન રાખે છે કે આ સંસારમાં આપણને જે કંઈપણ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે તે આપણને મોક્ષ મેળવવા માટે નિમિત બને.

આ શ્રેષ્ઠતાનુંરૂપ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. જયારે આપણે ઈચ્છાશક્તિનો ઉપયોગ મૂર્ખાતાપૂર્ણ કર્મો કરવા માટે કરીએ છીએ ત્યારે દુઃખદ પરિસ્થિતિઓ ઉદ્દભવે છે અને આપણી દુ:ખ તરફ અધોગતિ થાય છે. અને જયારે આપણે ઈચ્છાશક્તિનો ઉપયોગ સત્યની શોધ માટે કરીએ છીએ ત્યારે આપણી પ્રગતી થાય છે. આ પ્રક્રિયાને મૃત્યુ પણ રોકી શકતી નથી.

પ્રશ્ન: પ્રાણીઓ અને બીજી નીચી યોનીમાં જન્મ લીધેલી જીવાત્માઓ વિષે શું? તેઓ તેમની ઈચ્છાશક્તિનો ઉપયોગ કેવી રીતે કરે છે?
માત્ર મનુષ્યયોનીમાં જન્મ લીધેલી જીવાત્માઓ પોતાની ઈચ્છાશક્તિનો ઉપયોગ કરવામાં સક્ષમ હોય છે. પ્રાણીયોનીમાં જન્મ લીધેલી જીવાત્માઓ પોતાની ઈચ્છાશક્તિનો ઉપયોગ કરી શકતી નથી. તેમનામાં પરસ્થિતિઓને બદલવાની ક્ષમતા હોતી નથી. તેમણે સામે આવતી પરિસ્થિતિઓનો માત્ર સ્વીકાર જ કરવો પડે છે.

જયારે પાપકર્મો કરતાં રહેવાથી કુસંસ્કારો અમુક હદ કરતાં વધી જાય છે ત્યારે મૃત્યુ પછી જીવાત્મા પ્રાણીયોનીમાં જન્મ લે છે. પ્રાણીયોનીમાં જીવાત્મા તેની ઈચ્છાશક્તિનો ઉપયોગ કરવા માટે સક્ષમ રહેતી નથી. પ્રાણીયોનીમાં જીવાત્માના પૂર્વજન્મના કુસંસ્કારો દુર થતા રહે છે. જન્મથી અસ્થિર મગજવાળા લોકોની બાબતમાં પણ આમ જ થાય છે.

એ વાતની નોંધ લો કે આ સંસાર બહુ-પરિમાણીય છે. આથી આ વિવિધ પરિમાણોમાં વિચારો અને કર્મોથી પેદા થતી પરિસ્થિતિઓનું સંભવનીય મિશ્રણ લગભગ અનંત છે. આથી દરેક જીવાત્માના જન્મ સમયની પરિસ્થિતિઓ – યોની, દેશ, ધર્મ, સમાજ, વાતાવરણ, આરોગ્ય - અલગ-અલગ હોય છે.

પ્રશ્ન: તો પછી અકસ્માતો અને બીજી એવી ઘટનાઓ વિષે શું કે જેમાં આપણાં વિચારો પર આપણું નિયંત્રણ હોતું નથી?

જો આપણે ઘ્યાનથી વિશ્લેષણ કરીએ તો, એ વાતનો ખ્યાલ આવી જશે કે આમાંની મોટા ભાગની ઘટનાઓ પર આપણું સામુહિક નિયંત્રણ તો હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો સામુહિક રીતે આપણે બધા જ આતંકવાદ અને વાતાવરણના નુકસાન માટે જવાબદાર છીએ. આપણે વ્યતિગત રીતે પણ આના માટે ઘણું બધું કરી શકીએ છીએ.

કર્મના સિદ્ધાંત અનુસાર, આપણે એકલા જ છે તેમ માનવાથી આપણે આપણી કોઈપણ જવાબદારી માંથી મુક્ત નહીં થઇ શકીએ.

આપણાં પૂર્વ જન્મના સંસ્કારો અનુસાર આપણને આ પૃથ્વી પર જે પરિસ્થિતિઓ અને વાતાવરણમાં જન્મ મળ્યો છે તે આપણાં આગળના વિકાસ માટે શ્રેષ્ઠત્તમ જ છે. આમાં સામાજિક કાર્યોમાં આપણી ઈચ્છાશક્તિના પ્રયોગનો પણ સમાવેશ થાય છે. આથી આપણે જે પરિસ્થિતિઓનો સામનો કરીએ છીએ તે આપણાં જ કર્મોનું પરિણામ છે.

એવી ઘણી ઘટનાઓ હોય છે કે જેના થવા પર આપણું કોઈ દેખીતું નિયંત્રણ હોતું નથી. તે આપણાં પાછલા કર્મોના ફળ છે. પણ કોઈપણ સ્થિતિમાં, આમાંની કોઈપણ ઘટના મુક્તિ મેળવવાની આપણી યોગ્યતાને અવરોધતી નથી. કર્મના સિદ્ધાંત અનુસાર, આમાં થોડો વિલંબ આવી શકે છે. પણ આ વિલંબનો ઉપયોગ આપણે જીવનનાં બીજા ક્ષત્રોને સુધારવા માટે કરી શકીએ છીએ.

યાદ રાખો કે, આ જુદા-જુદા ક્ષત્રો ધરાવતું બહુ-પરિમાણીય વિશ્વ છે.

બીજા રસપ્રદ વિકલ્પો