વિનોદીની Nilesh Goyani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિનોદીની

મેં ક્યારેય તેને i like u કે love u નથી કીધું
પણ તેના મેરેજ થઈ ગયા પછી ઓચિંતો ઘણા સમયે તેનો ફોન આવ્યો.... 
હું હલ્લો બોલું...કે કેમ ? એવી અસમનજસ માં હતો..એટલે 
મૌન રહ્યો.... 
પણ
સામે થી જય શ્રીકૃષ્ણ દીકરા ...
માસી બોલું છું.... વિનોદીની ના મમ્મી.
ઓહઃહઃહ 
જય શ્રીકૃષ્ણ માસી ..
બોલો કેમ છો તમે... ? ઘણા સમયે યાદ કર્યો મને...
બોલો શુ યાદ કર્યો...
આટલું કહ્યું ત્યાં માસીએ બધી જ વાત માંડી ને કરી .
લગભગ એક કલાક ફોન ચાલ્યો..
માસી ના અવાજ માં ભારો-ભાર તેની દીકરી એટલે કે વિનોદીની. મારી દોસ્ત ના ભવિષ્યની ચિંતા હતી...
અને માસી કહ્યું દીકરા તું જ સમજાવ તારી બેનપણી ને..
અને વિનું ને ફોન આપ્યો...

હવે ફોન બેવ ના હાથ માં હતો... શબ્દો નય પણ મૌન બોલતું હતું.
તે કઈ પણ બોલ્યા વગર ઘણું બોલતી હતી....ઘણી બધી ફરિયાદો મને સાંભળાતી હતી.
એકા-એક તેણે પોતાની ચુપી તોડી અને..
એક દમ શાંતિ સ્વરે   બોલી  "કેમ છો તું ?"

બસ જો શ્વાસ લવ છું.. મેં કહ્યું.

હમમમમ

તું...... ! તું કેમ છે વિનું...

હું ! ......તું જેવી છોડીને ગયો હતો તેવી જ છું... વિખરાયેલી ,ન તો સાગર ની ન તો તારી....તું શ્વાસ લઈ શકે છો અને હું પરાણે ખેચૂ છું..

તેના આ જવાબે મને મૌન કરી દીધો...
શુ કવ તેને કઈ સમજાતું નોહતું...
ફોન માં એના શ્વાસ લેવા નો અવાજ સાંભળતો હતો...

અમુક ક્ષણ ના મૌન બાદ ફરી તે બોલી....

શુ તારી સલાહ છે મને કહી દે......
તું કે તે હું આજે પણ કોઇ ફરિયાદ વગર સ્વીકારી લઈશ..

તેની આ વાત મને એમ જટ દઈ ને કઈ સુજવા નોહતી દેતી....

પણ કઈ સમજાવાનું કહ્યું હતું માસી એ.... એટલે કઇ કેહવુ જરૂરી હતું....

વિનું........
કેમ શુ તકલીફ છે ? .... કેમ નથી જવું તારા ઘરે.? તે ઘર જ હવે તારું ઘર કેહવાઈ ડિયર... તો તારું અહીંયા મળવા આવવું ઠીક કહેવાઈ પણ કાયમની માટે તારું ઘર છોડીને આવતી રહીશ તે કેટલું યોગ્ય લાગે છે તને ?



હ્મમમ ....કાયમ ની માટે છોડીને ઓચિંતું જતું રેહવું કેટલું યોગ્ય લાગ્યું હતું તને ? તે બોલી.

મેં કહ્યું પણ..  તે વાત નું હવે પુનરાવર્તન શુ કામ? તે આપણો ભૂતકાળ હતો...

નિલ.... આપણો નહિ ... મારો ભૂતકાળ ....
તને તો તે સબંધ માં ક્યાં રસ જ હતો...!
સો પ્લીઝ તે ભૂતકાળને મારી એકલીનો ભૂતકાળ જ રહેવા દે...

તકલીફો કઈશ ? પાછું ન જવાની સાસરે.. મેં પૂછ્યું.

સાંભળવા માં રસ લઈશ...? સામો જવાબ તરત જ આપ્યો માનો ઘડી ને જ રાખ્યો હોય...

કેમ તેવું પૂછે છો...?

ના પણ.... કોલેજના છેલ્લા દિવસે તે મારી એક વાત  નોહતી સાંભળી એટલે કદાચ... હજુ પણ તે આદત સાથેજ તું જીવતો હોયશ....

આદતો સમય સાથે બદલાતી હોય છે .... વિનું.
ઘણી આદતો અને યાદોને હું પાછળ છોડીને આગળ વધતો ગયો છું..

મને યાદો ને પાછળ છોડી ને આગળ જવા માં રસ નથી ... નિલ.
એટલે હું આજે પણ હજુ તેવી જ છું જેવી તું ત્યારે છોડીને જતો રહ્યો હતો.

તેના એક એક જવાબ ખૂંચતા હતા....શુ કેહવું તે બોવ અઘરું પડી જતું હતું...

જો વાતો આમ જ શરૂ રેહશે તો કદાચ.... હું ઓગળી જઈશ ...
મારી મક્કમતાને હું ખોઈ દઈશ... અને મેં તેને જે આજ સુધી નોહતું કહ્યું તે કહી બેસીશ.. i love u.

પણ મેં થોડા ગંભીર અવાજ માં કહ્યું.. હવે જૂની વાતો ને વાગોળી ને કોઈ ફાયદો નથી... દોસ્ત...
હવે તું કે તને તકલીફ શુ છે. પાછું ન જવામાં.
હા હું સાંભલીશ અને કઈ ને કઈ ઉકેલ પણ લાવીશ.

ઠીક છે જેવું તું કે.... તે બોલી..

હ્મમમ.. બોલ કેમ નથી જવું?

તેણે બોવ બધી ફરિયાદો કહી....તેની ફરિયાદોનું લિસ્ટ એટલું લાબું હતું કે બીજી એક કલાક નીકળી ગઈ.

ફરિયાદ ની પાછળ કાઈ ને કાઈ હું જ હતો...
તે તેના પતિ માં મને સતત ગોતવાની કોશિશ કરતી હતી...

અને કોઈ ફરિયાદો એવી હતી જે મને પણ અસહ્ય લાગતી હતી...
કેમ કે હું મારી બેનપણીને બોવ નજીક થી ઓળખતો હતો.

તેની તેના પતિ પ્રત્યેની તેના સાસરિયા પક્ષ પ્રત્યેની  આટલી ફરિયાદો પછી.... હવે
 હું તેની હા માં હા મિલાવવા લાગ્યો હતો... ફરિયાદી બની ગયો હતો..
ક્ષણ વાર થયુ કે સમાજ ની ચિંતા કર્યા વગર તેને ત્યાં થી છોડવી લાવું...

પણ પછી.. શુ ?
ન તો હું તેને સ્વીકારી શકીશ.. ન તો આ સમાજ..

પણ તેની ફરિયાદો એ મને મજબુર કર્યો તેની તરફ આકર્ષાવા ..
હું વગર કઈ વિચારે તેની તરફ આકર્ષાતો ગયો..
અને વર્ષો પહેલાનું તેના નામ નું બીજ મારા હદય માં પડેલું તે હવે અંકુરિત થવા લાગ્યું..

હવે હું પીગળવા લાગ્યો..
પછી તો શું તેની તકલીફો મારી પીડા બનવા લાગી.

મોટી આંખો ધીમે ધીમે જીણી થવા લાગી ....
મારી આંખો મોટી હતી
મસ્ત
પણ સમય અને તેની ચિંતા ના ઉજગરાના કારણે 
આંખો ઝીણી થઈ ગઈ
ન ગમતી એ મને ઓચિંતી જ ગમવા લાગી.
તે ખૂબ સુરત નોહતી એટલી
પણ તકલીફ માં હતી
 તો તેની તકલીફો એ મને તેના પ્રેમ માં પાડી  દીધો
અને સામે થી ક્યારેય  પ્રેમનો  પ્રસ્તાવ ન  મુકવા વાળા હું આજે સામે થી તેને પ્રસ્તાવ મુક્યો
જો કે તેમાં કોઈ પ્રસ્તાવ જેવી વાત હતી જ નય.
સીધો એકરાર હતો.