Featured Books
શ્રેણી
શેયર કરો

સમીર અને સાહિલની ડિટેકટીવ એજન્સી - 3

સમીર અને સાહિલ બન્નેની ઓફિસ ચાલુ થયાને આજે એક અઠવાડિયું થઈ ગયું હતું પણ હજુ સુધી તેમને કોઈ કેસ મળ્યો ન હતો એટલે બન્ને વીલા મોએ તેમની ઓફિસમાં બેઠા હતા.એટલામાં દરવાજો ખટખાટાવાનો અવાજ આવે છે.

સાહિલ : દરવાજો ખુલ્લો જ છે.અંદર આવી જાવ.

દરવાજો ખોલી અક્ષય અંદર આવે છે અને બન્નેને આમ ઉદાસ જોય પૂછે છે,"શુ થયું?"
સમીર : કંઈ થતું જ નથી એ તો વાંધો છે.

સાહિલ : હજી સુધી આપણને પહેલો કેસ નથી મળ્યો.

અક્ષય : અરે મળી જશે.એમ કાઈ એક બે દિવસમાં થોડી સફળતા મળે.તેના માટે તો રાહ જોવી પડે.

સમીર : હવે તો કંઈક કરવું જ પડશે તો જ આપણને કોઈ કેસ મળશે.

સાહિલ : (ઉત્સાહમાં આવિને) આઈડિયા.

સમીર અને અક્ષય : પણ શું???

સાહિલ : આપણે ન્યુઝ પેપરમાં એડ આપીએ તો?

અક્ષય : સરસ. હું હમણાં જ મારા મેનેજરને વાત કરું છું.ચાલો હોવી હું નીકળું છું અને તમે બન્ને દુઃખી ન થતા કાલના પેપરમાં એડ આવશે એટલે કેસ પણ મળી જશે.

સમીર : ઠીક છે.આવજો.

સાહિલ : આવજો.

સમીર : શુ લાગે છે કેસ મળશે?

સાહિલ : મળવો તો જોઈએ બાકી તો ઉપરવાળો જાણે.

બીજા દિવસના ન્યુઝ પેપરમાં પ્રથમ પાના પર તે તેમની ઓફિસની એદ જુએ છે અને એડ જોતા તેમને એવું લાગે છે કે નક્કી આજે તો એક કેસ તો મળશે જ.

બન્ને જણા ઓફિસ જવા નીકળે છે અને ઓફિસની બહાર લોકોનું ટોળુ જોવે છે.બન્નેને આ જોઈને નવાઈ તો નથી લાગતી કેમ કે બધા જ ન્યુઝ પેપરમાં અક્ષયે એડ આપી હતી એટલે લોકો તો આવવાના જ હતા પણ આટલા બધા એક સાથે આવશે એવું તેમણે વિચાર્યું ન હતું.

સમીર : સાહિલ આજ તો મજા આવી જશે.

સાહિલ : હા હા.ચાલ જલ્દી.

બન્ને જણા જલ્દી જઈને ઓફિસનો દરવાજો ખોલે છે અને લોકોને થોડી વાર બહાર રહેવા જણાવે છે.

શું આજે બન્નેને તેમનો પહેલો કેસ મળી જશે?
શું આ બધા લોકો તેમની તકલીફ લઈને આવ્યા હશે કે બીજું કાંઈ?

આવા ઘણા બધા સવાલો તમને થતા હશે અને મારા સવાલોથી તમને થતું હશે કે આ પ્રશ્નનોના જવાબ પછીના ભાગમાં જ મળશે નઇ?

ના ના એવું નથી હજી આ ભાગમાં થોડી વાર્તા બાકી છે.આ તો તમને કંટાળો ન આવે એટલા માટે થોડાક સવાલો પૂછ્યા.

તો આનો જવાબ લખજો કે તમને આ વચ્ચે પૂછેલા પ્રશ્નોના જવાબ શું લાગ્યા હતા અને આ વચ્ચે પ્રશ્નો પૂછ્યા તે તમને કેવું લાગ્યું.

તમારા જવાબની હું રાહ જોઇશ.વાંચો આગળ....














સમીર અને સાહિલ અંદર જઈને બધું વ્યવસ્થિત કરે છે.સમીર અક્ષયને ફોન કરી જણાવે છે કે આજે તો તેમને તેમનો પહેલો કેસ મળી ગયો.અક્ષય તેને સાંજે ઓફિસે આવશે તેવું જણાવે છે અને હવે બન્ને થોડા વ્યવસ્થિત થઈ અને તેમનો પહેલો કેસ લેવા તૈયાર હતા.

સમીર : રેડી સાહિલ.

સાહિલ : એકદમ.

સમીર : તો બોલાવી લે એ લોકોને અંદર.

સાહિલ : ઓકે બોસ.

સમીર : હવે જા ને સીધી રીતે.ખોટો મસ્કા મારતો.

સાહિલ દરવાજો ખોલી બહાર જય છે અને બહાર ઉભેલા લોકોને કહે છે.

સાહિલ : હા તો તમારા આવવાનું કારણ?

બધા લોકો તેમની પેપર વાળી એડ બતાવે છે.

સાહિલ : તો એક પછી એક આવો અંદર અને તમારી સમસ્યા કહો.

આટલું કહી સાહિલ અંદર જી સમીરની બાજુની ખુરશી પર બેસે છે અને ટોળમાંથી બે વ્યક્તિ અંદર આવે છે અને બન્નેની સામે રાખેલી ખુરશીમાં બેસે છે.

સમીર : તો બોલો તમારી શું સમસ્યા છે?

બન્નેમાંથી એક વ્યક્તિ બોલે છે,"મારુ નામ હરેશ છે અને આ અજય છે."

સાહિલ : હા બરાબર.

હરેશ : અમે બંને બાજુના મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા.દર્શન કરીને પાછા આવ્યા તો મારા બુટ કોઈ ચોરી ગયું હતું.

સમીર : શું?બુટ?

સાહિલ : તો તમે બન્ને બૂટની ચોરી માટે આવ્યા છો?

અજય : હા અને બહાર ઉભેલા લોકો પણ પોતાના બુટ- ચપ્પલની ચોરી માટે જ અમારી સાથે આવ્યા છે.

આ સાંભળી થોડીવાર માટે તો બન્નેને એમ થાય છે કે સપના તો જોયા હતા કોઈ મોટો કેસ આવડે અને કેસ આવ્યો ચપ્પલ ચોરીનો?

સમીર : ઠીક છે.આગળ બોલો.

અજય : આ મંદિરે જ્યારે પણ કોઈ નવા બુટ કે ચપ્પલ પહેરીને જાય છે તો તે ચોરી થઈ જાય છે.બે મહિનામાં મારા ત્રણ જોડી ચપ્પલ ચોરી થઈ ગયા.

સાહિલ : હમમમમમ....

સમીર : અને દર વખતે તે નવા જ હતા?

અજય : હા.

સાહિલ : અને બાકી બધાના?

અજય : હા એમના પણ.

સમીર : તમેં પોલીસને ફરિયાદ કરી?

અજય : ના.પણ એક બે વાર કરી હતી પણ તેમણે કહ્યું ચોરને પકડવો અઘરો છે એટલે થોડો સમય લાગસે.

સમીર : ઠીક છે.અમે આ ચોરને પકડી લઈશું.તમે તમારું નામ અને ફોન નંબર લખાવી દો.

અજય : તમારો ખૂબ ખૂબ આભાર.

સાહિલ : અરે આ તો અમારું કામ છે.

શું લગે છે બન્ને જણા ચોર ને પકડી શકશે કે નહીં?
તો વાંચો આગળ.....










તે બન્ને તેમના નામ અને ફોન નંબર લખાવી જતા રહે છે.બન્નેના ગયા પછી સમીર અને સાહિલ થોડીવાર તો કંઈ બોલતા નથી.

સમીર : (હસતાં હસતાં)તો સાહિલ,હવે આપણે ચપ્પલ ચોરને પકડીશું. કેવું લહે છે તને?

સાહિલ : (થોડો ચિડાઈને)શુ કેવું લાગે છે.વિચાર્યું હતું કે કંઈક મોટું કામ કરશું અને કામ કરવાનું છે એક ચપ્પલ ચોરને પકડવાનું.

સમીર : અરે કાંઈ વાંધો નહીં.એ પણ કરીશું.

સાહિલ : શુ કાંઈ વાંધો નહીં.

સમીર : અરે કાલ સુધી આપણી પાસે એક પણ કેસ ન હતો તો આપણે સાવ નવરા બેસતા હતા.એના કરતાં આજે આપણી પાસે આવો તો કેસ છે એ જ સારું છે.

સાહિલ : (નિસાસો નાખતા)હા એ પણ છે.

સમીર : તો આપણે કામ શરૂ કરીએ.

સાહિલ : હા ચાલો.

તેટલામાં અક્ષય ઓફિસમાં દાખલ થાય છે અને આવતાની સાથે જ તે બંનેને અભિનંદન આપે છે.સમીર તેને બધી વાત કરે છે કે તેમને એક ચપ્પલ ચોરનો કેસ મળ્યો છે.આ સાંભળી પહેલા તો અક્ષય હસી પડે છે.ઓન પછી તે થોડો ગંભીર થતા બોલે છે.

અક્ષય : તો તમે કાઈ વિચાર્યું?

સમીર : બસ એ જ કરતા હતા ત્યાં તમે આવ્યા.

સાહિલ : મને એક આઈડિયા આવે છે.

અક્ષય : અરે તો જલ્દી બોલ.

સાહિલ : આપણે ત્યાં વેશપલટો કરીને જઈએ અને તપાસ કરીએ તો કદાચ...

સમીર : અરે બરાબર છે.આપણે ત્યાં કાલે વેશપલટો કરીને જ જશું.

સાહિલ : પણ કોનો વેશ કરશું?

સમીર : ભીખારીનો.

સાહિલ : શુ?

અક્ષય : સમીરની વાત બરાબર છે.ભિખારીને કોઈ કાઈ પૂછે નહીં અને તે ગમે ત્યાં બેસે તો પણ લોકો તેના પર શક ના કરે.

સમીર : હમમમ....

સાહિલ : ઠીક છે તો કાલે સવારે આ ચોરને પકડી લઈએ.

બીજે દિવસે બંને જણા સવારથી જ તેમના પ્લાન મુજબ નકલી ભિખારી બનીને મંદિર પાસે ગોઠવાય જય છે અને બધા પર ચાંપતી નજર રાખે છે.પણ તેમને કોઈ શંકાસ્પદ જણાતું નથી.

સમીર : સાહિલ તને શું લાગે છે?ચોર આવશે?

સાહિલ : એ તો એના મનની મરજી હોય ભાઈ.

સમીર : હા પણ તું તારા મનમાં શુ છે એ બોલ.

સાહિલ : મને તો લાગે છે કે આવશે.

સમીર : હમમ....

એટલામાં જ ત્યાં શોરબકોર થઈ જાય છે.બન્ને જણા તે બાજુ આગળ વધે છે તો ખબર પડે છે કે કોઈના ચપ્પલ ચોરાઈ ગયા.બન્ને એકબીજા સામે જોતા જ રહી જાય છે અને બન્ને નીરાસ થઈ ઓફિસ પર પાછા આવે છે.

સાહિલ : આ તો આપણને બન્નેને ઉલ્લુ બનાવી ગયો.

સમીર : મને પણ કાઈ સમજાયું નહીં.આપણે બેય ત્યાં જ હતા પણ કાઈ ખબર જ ન પડી કે ક્યારે તે ચપ્પલ ચોરી ગયો.

બન્ને ઓફિસે આવે છે તો અક્ષય ત્યાં પહેલેથી જ બેઠેલો હોય છે.બન્નેને આવતા જોય તે પૂછે છે.

અક્ષય : શુ થયું?ચોર પકડાયો કે નહીં?

સાહિલ તેને બધી વાત કરે છે કે ચોર કેવી રીતે ખબર પણ ના પડી ને ચોરી કરી ગયો.

સમીર : હવે આપણે કઈક નવું કરવું પડશે.

અક્ષય : મારા મત મુજબ,સિંહનો શિકાર કરવા માટે બકરીનો ચારો નાખવો પડે છે.

સાહિલ : એટલે.

સમીર : એટલે એમ કે આપણે તેને લાલચ આપવી પડશે.

સાહિલ : હું કઈ સમજ્યો નહિ.

અક્ષય : આપણે કાલે એક સારા અને મોંઘા બૂટ ત્યાં રાખીશું અને મારી પાસે મારો પાળિતો કૂતરો છે તેને મેં આમ તો ટ્રેનિંગ આપવી છે પણ ક્યારેય તેની ચકાસણી નથી કરી.એટલે એને આપણે એ બુટ સૂંઘવી અને ચોરને પકડી લાઈશુ.

સમીર : હવે સમજ્યો?

સાહિલ : હા હવે સમજી ગયો.

બીજા દિવસે નક્કી કર્યા મુજબ તે લોકો બૂટની જોડી ત્યાં રાખી દે છે.અક્ષયે પહેલા જ તે બુટ તેના કૂતરાને સૂંઘવી દીધા હતા.સમીર અને સાહિલ બુટ પર નજર રાખતા હતા અને અક્ષય થોડે દૂર કારમાં બેઠો હતો.

સમીર : સાહિલ ધ્યાન રાખજે.જેવા બુટ ના દેખાય કે તરત જ અક્ષયને ફોન કરી દેજે.

સાહિલ : હા હા.

થોડીવાર બાદ ત્યાં લોકોનું ટોળું આવે છે અને ટોળાના ગયા પછી સમીર જોવે છે તો ત્યાં બુટ નથી દેખાતા.હવે તે સમજી ગયો કે ચોર કેમ પકડતો નથી.તે ટોળામાં આવે છે અને બુટ- ચપ્પલ પહેરીને નીકળી જાય છે એટલે કોઈને ખબર જ નથી પડતી.તે તરત જ અક્ષયને ફોન કરી દે છે અને સાહિલને લઈને કાર પાસે પહોંચવા દોડે છે.

આ બાજુ ફોન આવતા અક્ષય કૂતરાને તૈયાર કરી રાખે છે ત્યાં તે બન્ને આવી જાય છે એટલે અક્ષય કૂતરાને બુટ ગોતવા આદેશ આપે છે.કૂતરો બૂટની સુગંધ પરખતાં પરખતાં તેમને એક ચોકમાં લઇ આવે છે અને ત્યાં ઉભો રહી જાય છે.

સાહિલ : ત્યાં એક બુટ- ચપ્પલની દુકાન છે.

બધા તે બાજુ જૂએ છે.સમીર થોડું ધ્યાનથી જોવે છે તો તેમને તેમના બુટ દેખાય છે.

સમીર : ધ્યાનથી જુવો આપણા બુટ ત્યાં જ લટકે છે.

સાહિલ : હા.એટલે ચોર આ દુકાન વાળો જ છે.હું હમણાં તેને પકડીને લઈ આવું છું.

સમીર : અરે ઉતાવળો થા માં.આપણી પાસે કોઈ સાબૂત પણ નથી જે આપણે કહી શકીએ કે તે ચોર છે અને એવું પણ હોય શકે કે તે ચોર ના હોય પણ તેની ચોર સાથે સાંઠગાંઠ હોય.

સાહિલ : હા તો હવે શું કરવાનું છે?

સમીર : અત્યારે તો ઓફિસ ચાલો ત્યાં જેઈને કંઈક નક્કી કરીશું.

બધા પાછા ઓફિસે આવે છે અને બેઠાબેઠા વિચારે છે કે શું કરવું?

સાહિલ : તેને પકડી જ લેવાનો હતો તે જ ચોર છે.

અક્ષય : આપણે તેમ ના કરી શકીએ. આપણે કઈ પોલીસવાળા નથી.

સમીર : એક મિનિટ,મને એક આઈડિયા આવ્યો છે.

સાહિલ અને અક્ષય : હા હા,જલ્દી બોલ.

સમીર : આપણે ફરીથી આ બધી રમત રમવી પડશે.

સાહિલ અને અક્ષય : શું?

સમીર : હા.આપણે આજે જે કર્યું તે કાલે પણ કરીશું પણ કાલે આપણામાંથી એક વ્યક્તિ તે દુકાનની બહાર જ ઉભો રહેશે.

અક્ષય : નાઇસ આઈડિયા.

સાહિલ : અને પછી તે ચોર ત્યાં આવશે અને આપણે તેને પકડી લઇશું.રાઈટ?

સમીર : રાઈટ.

બીજે દિવસે નક્કી કર્યા મુજબ સમીર મંદિરે રહે છે.અક્ષય ત્યાં જ તેની કારમાં રેડી બેઠો હોય છે અને સાહિલ તે દુકાનની બહાર બેઠો હોય છે.બધું જ ગોઠવી દેવાયુ હોય છે અને બધા જ હવે ચોરની રાહ જોતા હતા.

ફરીથી આજે ગઈ કાલની જેમ ટોળું નજરે પડે છે તે સાથે જ સમીર અક્ષયને અને સાહિલને ફોન કરી તૈયાર થઈ જવા જણાવે છે.અક્ષય કૂતરાને ભગાવે છે.આજે પણ તે કાલના રસ્તે જ જાય છે.થોડી વાર પછી સાહિલનો ફોન આવે છે.

સાહિલ : તે ચોર દૂકાનવાળાને તે બુટ વહેંચીને ભાગી ગયો છે હું તેની પાછળ જાવ છું અને બુટ હજુ તે દુકાનમાં જ છે.

સમીર : ઓકે.

કાલની જેમ જ તે દુકાન પાસે આવેની કૂતરો ઉભો રહી જાય છે.સમીર અને અક્ષય તે દુકાનમાં જય છે અને તેમના જ બુટ હાથમાં લઈને જોવા લાગે છે.આ જોઈને દુકાનદાર તેમની સામે જોઇને બોલે છે.

દુકાનદાર : અરે મસ્ત પીસ છે.સાહેબ.લાઇ જાવ ખૂબ ટકશે.માત્ર 2000 ના જ છે.

સમીર : લાગે તો છે બહુ ચાલે એમ પણ ભાવ થોડો વધારે છે.

દુકાનદાર : અરે સાહેબ,આ તો કંપની 3000 માં વેચે છે પણ આ તો બિલ વગર આવે એટલે 2000 માં આપું છું.

સમીર : પણ કંઈક ઓછું કરો તો લઈ લઈએ.

દુકાનદાર : ઠીક છે.1800 આપી દેજો.

સમીર : શરમ નથી આવતી તમને ચોરીનો માલ વેંચતા.

દુકાનદાર : અરે તમે તો મારૂ અપમાન કરી રહ્યા છો.

અક્ષય : (ખિસ્સા માંથી બિલ કાઢી દુકાનદારને બતાવે છે)આ રહ્યું આ બુટનું બિલ અને અમને ખબર જ હતી કે તમે નહિ મનો એટલે આ રહ્યો બુટ પર મારી કંપનીનો લોગો.

સમીર : હવે ખોટું બોલવાથી કોઈ ફાયદો નથી.તમે પકડાઈ ગયા છો.

દુકાનદાર : અરે પણ એ મને ના ખબર હોય.હું તો ખાલી બુટ વેચુ છું.તમે હમણાં તમારી કંપનીનો લોગો બુટ પર છાપી દીધો હોય અને આવા બિલ તો કેટલાય મળે.

એટલામાં સાહિલ તે ચોરને પકડીને લાઇ આવે છે.

સાહિલ : આ રહ્યો ના પકડાવવાળો ચપ્પલ ચોર.

સમીર : હવે તમારી કોઈ વાત નહિ ચાલે.કેમ કે અમારી પાસે સાબૂત છે.

દુકાનદાર : (થોડો ગભરાઈ જાય છે.)કેવા સાબૂત?

સાહિલ : એ જ વિડિઓ કે જેમાં તમે આ ચોર પાસે થી આ બુટ ખરીદી રહ્યા હતા.

સમીર : એટલે હવે ચૂપચાપ તમે તમારો ગુનો કબૂલ કરો નહિ તો ...

દુકાનદાર : (રડતા રડતા )મારી ભૂલ થઈ ગઈ મને માફ કરી દો.

સાહિલ : માફી તો અમારી નહિ જેના બુટ-ચપ્પલ ચોર્યા છે તેમની માંગો.

તે બંનેને લઈને ત્રણેય જણા ફરીથી મંદિરે આવે છે.સમીરે અજયને ફોન કરી જ દીધો હતો.તે ઘણા બધા લોકો સાથે ત્યાં જ ઉભો હતો.બધાની સામે બન્ને જણા તેમનો ગુનો કબૂલ કરે છે અને પછી તેમને પોલીસના હવાલે કરી દેવાય છે.બીજા દિવસના પેપરમાં પણ આ ત્રણેય ના વાહ વાહીના સમાચાર હોય છે.

હવે તો તેમને ઘણા કેસ મળે છે અને તે ઘણા કેસ ઉકેલી પણ આપે છે પણ હજુ પણ તેમને જેવો જોઈતો હતો તેવો મોટો કેસ નથી મળતો.

એક દિવસ બન્ને જણા તેમની ઓફિસમાં કોઈ કેસ પર કામ કરતા હતા.ત્યાં જ ઓફિસનો ફોન વાગે છે.સમીર તે ફોન ઉપાડે છે.તે ફોન હોય છે.......

કોનો હશે તે ફોન?
શુ આ ફોન કોઈ મોટો કેસ લઈને આવ્યો હશે?
કે પછી આ ફોન કોઈ ધમકી આપવા માટેનો હશે?
શુ આ ફોન પર કોઈ ખરાબ સમાચાર મળશે?
શુ થશે આગળ?

બધા જ પ્રશ્નોના જવાબ મળશે.પણ પછીના ભાગમાં.

વાંચો બધા પ્રશ્નોના જવાબ સમીર અને સાહિલની ડિટેકટીવ એજન્સી ભાગ - ૪ માં.

થોડા જ સમયમાં.

અને હા આ ભાગ તમને કેવો લાગ્યો તે મને જરૂર જણાવો કમેન્ટ કરીને.

તમારા જવાબોની હું રાહ જોઇશ..

તો તૈયાર રહો એક રોમાંચક સફર માટે......