લવ, લાઈફ અને કન્ફ્યુઝન - 11 Megha gokani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

લવ, લાઈફ અને કન્ફ્યુઝન - 11


સૌ પ્રથમ તો હું માફી માંગુ છું મારા વાચકમિત્રો પાસે. અધૂરી કહાની છોડી હું ઘણો સમય ગાયબ રહી.  પણ તમારો પ્રેમ મને મળતો રહ્યો એ બદલ તમારો આભાર. આપણે આ લવ, લાઈફ અને કન્ફ્યુઝન સાથે મળી પૂરી કરીશું અને મારી કોશિશ એ જ રહેશે કે હવે તમને દર અઠવાડિયે નવા પાર્ટ મળતા રહે અને હવે તમને શિકાયત માટે કોઈ જ મોકો નહીં આપું.

તમારા રેટિંગ્સ અને કૉમેન્ટથી મારા લખવાનો જુસ્સો વધે છે તો એ સ્ટોરી વાંચ્યા બાદ જરૂરથી આપવા.


લવ ,લાઈફ અને કન્ફ્યુઝન...આ નામ પરથી જ તમે લોકો સમજી ગયા હશો કે સ્ટોરી કેવી હશે પણ ભરોસો રાખો તમે સમજો છો તેનાથી થોડું વધુ જ તમને આ વાંચવામાં મજા આવશે. 

રિમા અને માહિરની અનોખી કહાની તમને અલગ અલગ લાગણીઓનો એહસાસ કરાવશે. તો તૈયાર છો ? શરૂ કરીએ 11મો ભાગ.



****

થોડા સમય બાદ બંને એકબીજા થી અળગા થયા. "આઈ એમ સોરી....." માહિરે આંખો ઝુંકાવી.


"સોરી શું એમાં માહિર ? આઈ લાઈક યુ સો ઇટ્સ ફાઈન." રિમા બોલી.


સાંભળી માહિરે રાહતનો શ્વાસ લીધો. આમ અચાનક કિસ કરવાને કારણે રિમા ખોટું માની જશે માહિરને એ વાત નો ડર હતો.


"એક્ચ્યુલી માહિર " રિમાએ માહિરનો હાથ પોતાના હાથ માં લીધો. "આઈ થિંક આઈ લવ યુ....." અને ત્યાં જ માહિરના ફોન ની રિંગ વાગી .


"ભાઈ પ્લાન ફિક્સ જ છે ને ?" રિશી સામે છેડે થી બોલ્યો. 

"હા હા , ફિક્સ જ છે ચાલ તું નતાશાના ઘર પાસે પહોંચ  અમે પણ ત્યાં જ પહોંચ્યા." માહિરે ફોન કટ કર્યો અને રિમાનો હાથ પકડી ઉભો થયો. બંને દોડતા સીડીઓ ઉતર્યા , દીવાલ ટપી બહાર પહોંચ્યા. 

માહિરે બાઇક સ્ટાર્ટ કરી , રિમા તેની પાછળ બેઠી અને બોલી , "ઓ સાંભળ. ..હેપી બર્થડે." 


માહિરે બાઈકના ક્લચ પર થી પગ હટાવી તુરંત બ્રેક મારી અને બાઇકને ઝટકો માર્યો જેથી રિમા જે થોડી દૂર બાઇક પકડીને બેઠી હતી એ માહિરનો સહારો લે. પણ રિમાએ તેવું ના કર્યું. માહિરે ફરી ઝટકો માર્યો. આ વખતે રિમા હસી પડી અને માહિરના પેટ ફરતે હાથ વીંટાળી બેસી ગઈ. 

માહિર મલકાયો અને બંને ત્યાંથી નીકળી પડ્યા.


*****


વર્તમાન




ડીજે રિમિક્સ ગીતો વગાડી રહ્યો હતો , લોકો બ્રેકડાન્સથી લઈ અને નાગીન ડાન્સ કરવા લાગ્યા હતા. બધા લોકો પોતાની ધૂનમાં નાચતા હતા અને આ તરફ દૂર ઉભેલ રિમા તેનું અલગ ધૂનમાં ખોવાયેલ હતી. અચાનક રિમાનો કોઈએ હાથ ખેંચ્યો અને યાદોના વંટોળમાંથી તેને બહાર કાઢતા જગદીશે તેને ડાન્સ કરવા માટે ફોર્સ કર્યો. 

રિમા બધાને ડાન્સ કરતા જોઈ પોતે પણ થોડા હાથ પગ ચલાવ્યા , ચહેરા પર એક સ્માઇલ લાવી અને ખુશ દેખાવવાનો પ્રયત્ન કરવા લાગી. 
પણ રિમાનો પ્રયત્ન સફળ નીવડે એ પહેલાં જ તેની આંખોએ ફરી માહિરને શોધી કાઢ્યો. રિમા સાથે આંખો મળતા જ માહિર તેની તરફ આગળ વધ્યો. પોતાની તરફ માહિરને આવતા જોઈ રિમા ત્યાંથી નજર ઝુંકાવી અને ચાલતી થઈ પડી...અને ત્યાં જ કોઈક સાથે અથડાઈ. 
"અરે...સોરી સોરી..." એ વ્યક્તિ રિમાનો હાથ પકડી તેને સહારો આપતા બોલી પડ્યો.

"ના ના...આઈ એમ સોરી....." રિમાએ તે વ્યક્તિ સામે જોયું. ક્રીમ કલરના ટ્રાઉઝર પર બ્લેક શર્ટ અને શાઇનિંગ બ્લેક જેકેટ પહેરેલ , આંખો પર ચશ્માં અને શાંત ચેહરા વાળો એ લગભગ 6 ફૂટ હાઈટ ધરાવતા વ્યક્તિ રિમા સામે થોડો ઝુંકી તેના ચહેરા સામે જોતા બોલ્યો , "તમે ઠીક છો ને ?" 

"હ...હા.." રિમા વધુ કાંઈ બોલે કે ત્યાંથી આગળ ચાલતી થઈ પડે એ પહેલાં પાછળથી આવજ આવ્યો , " અરે તું આવી ગયો હિતેન."  ભાવનાબેન અને તેની સાથે શીતલબેન એટલે કે રિમાના મમ્મી તેની પાસે આવ્યા. 

"શીતલબેન આ છે મારો દીકરો હિતેન."  ભાવનાબેન તેના દીકરાના ખભે હાથ મૂકતા બોલ્યા, "એન્જીનીયર છે, હાલ જ પ્રમોશન થયું અને કંપની એ કામ માટે ફોરન પણ મોકલ્યો હતો .

"અરે વાહ ખૂબ સારી વાત કહેવાય આ તો."શીતલબેન બને તેટલી મીઠાશથી બોલ્યા. " અને આ મારી દીકરી રિમા. સિટીબેંક માં મેનેજરની પોસ્ટ પર છે."

"અરે વાહ આટલી નાની ઉંમરે મેનેજર.... ખૂબ સરસ..." ભાવનાબેન બોલ્યા.

"અરે તમે લોકો  પણ શું વાતોમાં લાગી ગયા, જગદીશના દાંડિયારસ ચાલે છે... ચાલો ચાલો બધાએ ફરજીયાત ડાન્સ કરવાનો છે." દૂરથી હેતલબેન બોલતા બોલતા આવ્યા અને બધાને ડાન્સ કરવા માટે આગ્રહ કરવા લાગ્યા.


હિતેન ના કહી ત્યાંથી દૂર જઈ ઉભો રહી ગયો....થોડા હાથ ,પગ ચલાવી રિમા પાણી પી આવે એવું બહાનું કરી ત્યાંથી ચાલતી થઈ પડી અને દૂર ખાલી પડેલ મેદાન પાસે પહોંચી. અને ત્યાં તેની નજર સિગરેટ ફૂંકતા હિતેન પર પડી. રિમાને અચાનક આવતા જોઈ હિતેને સિગરેટ ફેંકી દીધી અને પગ નીચે સિગરેટ છુપાવતા બોલી પડ્યો "હેય... તું અહીંયા...?"

"હા......, ત્યાં મ્યુઝિક ઘોંઘાટ બની ગયું તો બસ થોડી શાંતિ મેળવવા અહીંયા આવી.  પણ તું...આઈ મીન તમે શું કરો છો અહીંયા." રિમા હિતેનના પગ તરફ જોતા બોલી.

" અમમ કાંઈ ખાસ નહીં બસ મારી સાથે થોડો સમય વિતાવવા આવ્યો છું."

હિતેનની એ વાત સાંભળતા રિમાને માહિરની યાદ આવી ગઈ પણ વાત આગળ વધારતા એ બોલી , " ઓકે... પણ મને આવતા જોઈને સિગરેટ કેમ ફેંકી દીધી ?"

"ઓહ...તો તું જોઈ ગઈ એમ." હિતેન વાળ પર હાથ ફેરવતા બોલ્યો , " એમાં એવું છે અહીંયા કોઈને મતલબ કે ખાસ કરી મારી મોમને નહીં ખબર કે હું સિગરેટ ફૂકું છું તો...."

"ડોન્ટ વરી ,હું કોઈને નહીં કહું." રિમા  ભરોસો અપાવતા બોલી. "  હિતેન ડોન્ટ માઈન્ડ ... પણ આ સિગરેટની આદત ખોટી છે."

"ખબર છે.... પણ આ મારી આદત નથી.
યુ નો રિમા જિંદગી જીવવા માટે દરેકને એક નશાની જરૂર પડતી હોય છે. એવો નશો જે તમને અંદરથી રાહત અપાવવે , ખુશી અપાવવે. અને આ સિગરેટ મને રાહતનો એહસાસ કરાવે છે." બીજી સિગરેટ પોકેટમાંથી કાઢતા હિતેન બોલ્યો.

" જ્યારે તમારા જીવનની સૌથી નજીકની વ્યક્તિને એ નશા દ્વારા દુઃખ પહોંચી શકે તેવી પરિસ્થિતિ ઉદ્દભવે ત્યારે પણ આ રાહત અને નશાની ફિલોસોફી એટલી જ મહત્વની રહે છે ?" રિમાએ સવાલ કર્યો.

" નશો છે તો જિંદગી છે  અને જિંદગી છે    તો જ નજીકની વ્યક્તિ છે." હિતેન સિગરેટ ફરી અંદર મુકતા બોલ્યો , " અને હા એવું નથી કે જિંદગીમાં કોઈ નશો પરમનેન્ટ રહે. ધારો કે આજે મારી માટે નશો આ સિગરેટ છે.... પણ કાલે કોઈ બીજો નશો મળી જાય તો એ નશા માટે હું આ સિગારેટના નશાને છોડવા પણ તૈયાર થઈ જાઉં." કહેતા હિતેન ત્યાંથી ચાલતો થઈ પડ્યો.

પણ રિમા ત્યાંને ત્યાં ઉભી રહી. હિતેનની વાતો તેના મગજમાં ઘુમતી રહી અને ફરી તે યાદોમાં સરી પડી.