કહાની સીજન 2 (ભાગ:1) KulDeep Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

શ્રેણી
શેયર કરો

કહાની સીજન 2 (ભાગ:1)

નોંધ : પ્રસ્તુત લેખન માત્ર મનોરંજન માટે બનાવવા માં આવ્યું છે. કોઈ વસ્તુ, સ્થળ, વ્યક્તિ કે સમાજ સાથે તેનો કોઈજ સંબંધ નથી. તમામ ઘટનાઓ માત્ર કાલ્પનિક છે જેનો હકીકત સાથે કોઈ જ બંધ નથી. આ લેખન શ્રી. કુલદીપ દ્વારા નિર્મિત છે. આ લેખનના તમામ હકો તેમની પાસે રહેલ છે. કોઈ પણ પાત્ર કે ઘટના જે આ લેખન માં સમાવિષ્ટ છે તેની કોપી કરી શકાશે નહીં. તેમ કરનાર કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનાને પાત્ર રહેશે, જેની ખાસ નોંધ લેવી.

કહાની સીજન 2 (ભાગ:1)

હોટલ ડિસેંટ પેલેસ, આગરા

               કલ્પના આગરા ની હોટલ ડિસેંટ પેલેસમાં પહોચી. ત્યાં જઈને તે કુલદીપના રુમ પાસે જાય છે અને દરવાજો નોક કરે છે. અંદરથી કુલદીપે દરવાજો ખોલ્યો અને કહ્યું,”કોણ છો તમે અને કોનું કામ છે?” કલ્પનાએ કઈ પણ જવાબ આપ્યો નહીં અને સીધી કુલદીપ સામે બંદૂક રાખી ને કહ્યું કે,”મને માફ કરજો. હું તમને ઓળખતી નથી. મારી મજબૂરી છે એટલે મારે તમને ગોળી મારવી જ પડશે” કુલદીપ કલ્પના ના હાથમાં બંદૂક જોઈને ગભરાઈ જાય છે. એટલામાંજ કલ્પના ની પાછળ કોઈ આવ્યું અને તેના હાથમાંથી બંદૂક લઈ લીધી.
      
              કલ્પનાએ પાછળ ફરીને જોયું તો તે હતી ડિટેક્ટિવ અવનિ રાઠોડ. અવનિ તેની નાનપણની મિત્ર હતી. અવનિએ કહ્યું,”અરે કલ્પના આ શું કરે છે, પાગલ થઈ ગઇ છે કે શું?” ત્યારે કલ્પના રડવા લાગી અને નવાજ વાળી બધી જ વાત તેણે અવનિને જણાવી દીધી. કુલદીપે કહ્યું,” નવાજને મારી સાથે શુ દુશ્મની છે કે તે મને મારવા માંગે છે?” અવનિએ કહ્યું કે," નવાજ એ જ સાયકો કીલર છે જેણે પોતાના માતપિતા નું ખૂન કર્યું, પોતાના ભાઈ નું અને પાડોશીનું ખૂન કર્યું. અને એ પછી લગાતાર એને પચાસથી પણ વધારે ખૂન કર્યા છે. ભારતના ટોપ ક્રિમીનલ્સ ના લીસ્ટમાં તેનું નામ છે. દર વખતે તે પોતાનો ચહેરો બદલીને અલગ અલગ જગ્યાએ જઈને ખૂન કરે છે અને એની તપાસ કરવા માટેજ હું અંડર કવર ઓફિસર તરીકે કામ કરી રહી છુ.”
   
              કુલદીપે કહ્યું,” મારૂ નામ છે કુલદીપ રાવલ. હું એક લેખક  છુ.” અવનિએ કહ્યું,”હવે આપણે છૂપી રીતે નવાજને પકડવો પડશે. નવાજ કલ્પનાના ફોન પર કોલ કરે એટલે એની લોકેશન ટ્રેક કરીશું.” એવામાં તરતજ કલ્પનાના ફોન માં નવાજ નો  કોલ આવ્યો. નવાજે કહ્યું,” હેલ્લો કલ્પના... મારૂ કામ થયું કે નહીં? “ કલ્પનાને અવનિ એ ઇશારાથી હા પાડવાનું કહ્યું. કલ્પનાએ કહ્યું,” હા મે કુલદીપની છાતી પર ત્રણ ગોળી મારી છે અને હવે મને જણાવ કે બારદાન ક્યાં છે?” નવાજે કહ્યું ,” થેન્કયુ સો મચ. જા તારા બારદાન ના ઘરે,  તેની ઓટો ગેરેજ માં બારદાનને મે બાંધી રાખ્યો છે. જા તને બારદાન મળી જશે.” આટલું કહીને નવાજે ફોન કાપી નાખ્યો. અવનિએ કહ્યું કે, “ આપણે સમય નો વેસ્ટ કર્યા વગર જલ્દીથી બારદાનના ઘરે જવું પડશે.” કુલદીપે કહ્યું,” ઓફિસર અવનિ હું આ કેસ માં તમારી મદદ કરી શકું છુ. હું પણ આવીશ તમારી સાથે” અવનિએ કહ્યું ,” ઠીક છે જલ્દી ચાલો”

             બધા બરદાન ના ઘરે પહોચ્યા. કલ્પનાએ ગેરેજનો દરવાજો ખોલ્યો અને અંદર જઈને જોયું તો કલ્પનાને જોરદાર આઘાત લાગ્યો. ખુરશી પર બારદાનને બાંધેલો હતો. બારદાન ના ગળામાંથી લોહી વહેતું હતું. બારદાન ના પેટમાં એક ખંજર મારેલું હતું. બારદાનની લાશ જોડે એક કાગળ પડેલું હતું. કુલદીપે તે કાગળ હાથમાં લઈને વાંચ્યું તો તેમાં લખ્યું હતું. “કલ્પના શું તું મને બેવકૂફ સમજે છે? મને ખબર છે તે કુલદીપનું ખૂન નથી કર્યું એટલે આપણી શરત અનુસાર હું બારદાનને આ જીવન માંથી મુક્ત કરું છુ. કહાની અભી બાકી હે મેરે ભાઈ.......!”

              કલ્પના ચૂપચાપ ત્યાંથી બોલ્યા વગર ગેરેજની બહાર નીકળી અને સામે આવેલા પર્વત પાસે જઇ ને બેઠી. તેની આંખ માંથી અશ્રુ ની ધારાઓ વહેવા લાગી.

( ક્રમશ: )

- કુલદીપ