કહાની (ભાગ : 1) KulDeep Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

શ્રેણી
શેયર કરો

કહાની (ભાગ : 1)

નોંધ : પ્રસ્તુત લેખન માત્ર મનોરંજન માટે બનાવવા માં આવ્યું છે. કોઈ વસ્તુ, સ્થળ, વ્યક્તિ કે સમાજ સાથે તેનો કોઈજ સંબંધ નથી. તમામ ઘટનાઓ માત્ર કાલ્પનિક છે જેનો હકીકત સાથે કોઈ જ સંબંધ નથી. આ લેખન શ્રી. કુલદીપ દ્વારા નિર્મિત છે. આ લેખનના તમામ હકો તેમની પાસે રહેલ છે. કોઈ પણ પાત્ર કે ઘટના જે આ લેખન માં સમાવિષ્ટ છે તેની કોપી કરી શકાશે નહીં. તેમ કરનાર કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનાને પાત્ર રહેશે, જેની ખાસ નોંધ લેવી.

અમદાવાદ, ગુજરાત (1985)

             અમદાવાદ માં રહેવા આવેલ એક મુસ્લિમ પરિવાર થી આ કહાની(વાર્તા) નો પ્રારંભ થાય છે. વેપાર માટે કેટલાક મુસ્લિમ પરિવાર તથા હિન્દુ પરિવાર અમદાવાદ આવ્યા હતા, તેમાં ઉસ્માન ખાન અને તેની પત્ની સબાના પણ હતા. ઉસ્માન ખાન દિલ ના બહુ જ નેક માણસ હતા. ઉસ્માન અને સબાના ને કોઈ સંતાન નહતું. અલ્લાહ પાસે ઘણી મન્નત માગ્યા પછી અંતે સબાના ના પગ ભારે થાય છે. હવે ઘરમાં નાના બાળક નો અવાજ સાંભળવા ઉસ્માન ખૂબ જ ઉત્સાહી હતો. સબાનાની તો ખુશી નો કોઈ પાર જ નહતો.

            એક દિવસ કામ થી ઘરે પરત ફરતી વખતે ઉસ્માન ને એક નાના બાળક ના રડવા નો અવાજ સંભળાયો. રસ્તા પર એક મંદિર હતું, એ મંદિર ની પાસે આવેલા પગથિયાં પર એક બાળક જોયું. ઉસ્માને આજુ બાજુ માં પૂછપરછ કરી પણ બાળક ના માતા-પિતા ની કોઈ ભાળ મળી નહીં. અંતે ઉસ્માન તે બાળક ને ઘરે લઈ આવે છે. આશરે ત્રણ મહિના નો સમય વીતી ગયો પણ તે બાળક ના માતા-પિતા વિષે કોઈ જ માહિતી મળી નહીં. તેથી ઉસ્માન અને સબાના એ તે બાળક ને પોતાનો સમજી ને મોટો કરવાનું વિચાર્યું. તેનું નામ પાડવામાં આવ્યું નવાજૂદ્દીન. પણ પછી તેને બધા ટૂંકમાં નવાજ નામે ઓળખવા લાગ્યા.

           સબાના ના પેટે પણ એક બાળકે જન્મ લીધો જેનું નામ શાહબાદ રાખવામા આવ્યું. આમ, ઉસ્માન અને શબાના ના બે પુત્ર નવાજૂદ્દીન અને શાહબાદ ધીમે ધીમે મોટા થવા લાગ્યા. શાહબાદ શરીર માં એકદમ ખડતલ અને તેજસ્વી દેખાતો હતો પણ નવાજ ની વાત કરીએ તો સાવ ઊલટું જ હતું. તે દેખાવે શ્યામ રંગ નો અને શરીર માં પાતળો તથા કમજોર દેખાતો હતો. ઘણા મિત્રો તો શાહબાદ સાથે રમતા, શાહબાદ ના ઘણા મિત્રો પણ નવાજ નો કોઈજ મિત્ર નહતો. રહિમ ખાન નવાજ નો પાડોશી છે. રહિમ પાસે આવી ને નવાજે નિરાશ થઈને કહ્યું કે ,” કેમ હું શાહબાદ કરતાં અલગ છુ? કેમ કોઈ મારૂ મિત્ર બનવા નથી માંગતુ?” ત્યારે રહિમે તેની બધીજ હકીકત જણાવી ને કહ્યું કે, “ નવાજ તું ઉસ્માન અને સબાના નો પુત્ર નથી. તું તો એક મંદિર પાસે થી મળી આવ્યો હતો. ઉસમાન અને સબાના એ તો તને માત્ર ઉછેર્યો છે.”

          આમ, હવે નવાજ પોતાની હકીકત જાણી ગયો હતો. દિવસે ને દિવસે નવાજ ને થવા લાગ્યું કે તેના માતા-પિતા પોતાના કરતાં શાહબાદ ને વધુ પ્રેમ કરે છે. તેના ગુસ્સા નો કોઈ પાર નહતો. તેણે વિચારી લીધું કે શું કરવાનું છે. બીજા જ દિવસે તેણે શાહબાદ ને કહ્યું કે, “ અહીથી થોડે દૂર સૂમસામ જગ્યાએ એક પુલ છે ચાલ ત્યાં ફરવા જઈએ. “ શાહબાદ તરત જ ભાઈ સાથે જવા તૈયાર થઈ ગયો. નવાજ ને ભલે શાહબાદ પસંદ ના હોય પણ એટલો જ પ્રેમ શાહબાદ નવાજ ને કરતો હતો.

          નવાજ શાહબાદ ને પુલ પાસે લઈ જાય છે સારી સારી વાતો કરે છે અને મોકો જોતાં જ તે શાહબાદ ને પુલ પરથી ધક્કો મારે છે. પુલ પરથી નીચે પટકાતાં જ શાહબાદ ના માથામાંથી લોહી વહેવા માંડે છે તરફડિયાં મારતા મારતા શાહબાદ મૃત્યુ પામે છે. પોતાના ભાઈ ને મારી ને નવાજ ના ચહેરા પર આછું સ્મિત દેખાય છે. નવાજે જે કઈ કર્યું તે રહીમે જોઈ લીધું હતું. રહિમ ત્યાંથી ભાગે છે પણ નવાજ ની નજર રહિમ પર પડી જાય છે નવાજ રહિમ ની પાછળ દોડે છે અને એક પત્થર મારી તે રહિમ ને નીચે પાડી દે છે. પછી એક મોટો પત્થર ઉપાડી રહીમ પર ફેંકે છે. રહિમ નો ચહેરો લોહી ના લાલ રંગ થી રંગાઈ ગયો. રહિમ ના પણ અહી રામ રમી ગયા. અને પછી નવાજ પોતાના ઘરે જાય છે. નવાજ ની માતા સબાના જ્યારે નવાજ ને શાહબાજ વિષે પૂછે છે ત્યારે નવાજ કોઈ જ જવાબ આપતો નથી. બે જણ ના ખૂન કર્યા પછી કોઈ નું ખૂન કરવું એ નવાજ માટે મજાનો વિષય બની ગયો.

         આ બંને ખૂન ની તપાસ કરવા પોલીસ આવે છે, પણ કોઈ સબૂત પોલીસ ને મળતો નથી. પોતાના દીકરા શાહબાજ ના મૃત્યુ પછી સબાના પાગલ જેવી થઈ ગઇ હતી. ઉસ્માનના શરીર માંથી પણ જાણે પ્રાણ ચાલ્યો ગયો હોય તેમ તે નિસ્તેજ લાગતો હતો. શાહબાદ ને માર્યા પછી તો નવાજ ને જે પ્રેમ મળવો જોઈએ એ મળ્યો નહીં કારણ કે પોતાનો દીકરો ખોયા પછી ઉસ્માન અને સબાના પૂરી રીતે તૂટી ગયા હતા. એક રાતે નવાજે મોકો જોઈને સૂઈ રહેલા પોતાના માતા-પિતા નું ગળું દબાવી ને હત્યા કરી નાંખી. ઉસ્માન નવાજ ને પહેલા વાર્તાઓ ખુબજ કહેતા હતા તે યાદ આવ્યું નવાજ ને. નવાજે એક કોરા કાગળ પર કઈક લખ્યું અને ત્યાંથી ભાગી ગયો. આવું કૃત્ય કરનાર નવાજ ની ઉમ્મર ફક્ત પંદર વર્ષ જ હતી. બીજા દિવસે ખૂન ના સમાચાર સાંભળી ને પોલીસ ત્યાં આવી પહોચી. પોલીસ ને ઉસ્માન અને સબાના ની લાશ મળી. અને સાથે એક કાગળ મળ્યું જેના પર નવાજે લખ્યું હતું કે, “ કહાની, અભી બાકી હૈ મેરે ભાઈ....!”

-કુલદીપ

...........to be continued…!

* * * * * * * *