ડેસ્ક નંબર-૨.. - પ્રકરણ - ૨ Herat Virendra Udavat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડેસ્ક નંબર-૨.. - પ્રકરણ - ૨


રાતના અંધારામાં એ પહાડો પર આટલી ઠંડીમાં પરસેવા થી રેબઝેબ હું ક્યાંય સુધી એમ જ હું ઊભો રહ્યો. એક આગ લાગી હતી જાણે આખા શરીરમાં, ગુસ્સો હતો, દુઃખ હતું , કંઈ જ સાનભાન મને નહતું. જ્યારે ઘરે મેં અને કિંજલે અમારા પ્રેમ વિશે કીધું ત્યારે કિંજલ ના પેરેન્ટ્સ પહેલા થોડા ખચકાયા, પણ તેઓ મને ઓળખતા હતા કે વિશ્વેશ અને કિંજલ જોડે એક જ ગ્રુપમાં છે અને તે ઘણો સારો છોકરો છે.
પણ મારા ઘરે મારા મમ્મી-પપ્પા બન્ને નો વિરોધ હતો કેમકે કિંજલની કાસ્ટ અમારાથી અલગ હતી.
બહુ દલીલના અંતે મારા પપ્પા એ કીધું કે,
"તું ચિંતા ના કરીશ, આખી કાસ્ટને મારે જવાબ આપવાનો છે. અને તું તારે કોર્ટ મેરેજ કરી લેજે..!!"
પણ મમ્મી હજી વિરોધમાં હતી.
કિંજલ ને થયું કે જો મમ્મી પપ્પા બંને ખુશીથી હા પાડે તો જ હું મેરેજ કરીશ, કારણકે મારે મમ્મી ને દુઃખી નથી કરવા.
બંનેના પેરેન્ટ્સ એકબીજાને મળ્યા, એ લોકોને એકબીજા માટે કોઈ જ વાંધો નહોતો, વાંધો ફક્ત એક જ હતો જે હતો,
"માત્ર ને માત્ર કાસ્ટનો".
લાખ પ્રયાસો છતાં પણ આખું કોકડું વધારે ને વધારે ગૂંચવાતું હતું.
અંતમાં કિંજલના પેરેન્ટ્સ કંટાળી ચુક્યા હતા તેમણે હવે ના પાડી દીધી કે,
"વિશ્વેશ ના મમ્મી ક્યારેય મેરેજ માટે હા નહીં પાડે...!"
મેં કીધું કિંજલને,
"તું ટેન્શન ના લઈશ, તું ખાલી તારા પેરેન્ટ્સ ને સમજાવ.."
પણ હવે ઘોડા છૂટી ગયા હતા,અને તબેલાને તાળું મારવાનો કોઈ અર્થ ન હતો. કિંજલના પેરેન્ટ્સ અને મારા પેરેન્ટ્સે બંને હવે કાસ્ટને લઈને રીજીડ બની ગયા હતા.
આ બધી બબાલો ચાલતી હતી ત્યારે કિંજલે મને ટ્રેકિંગ માટે જઈને માઈન્ડ ફ્રેશ કરવાની સલાહ આપી,
અને આ બે દિવસોમાં એટલી હદે કિંજલ નું બ્રેઇનવોશ કરવામાં આવ્યું કે તેનુ રીઝલ્ટ આ સ્ટેટસ માં "બ્લીંક " થઈ રહ્યું હતું.
રાતના ૨ વાગે મે મારા સિન્ક્રોન કંપનીના આંબલી બ્રાન્ચના મેનેજરને કોલ કર્યો,
"સર મેં રિઝાઇન કરના ચાહતા હુ ઇસ પોસ્ટ સે,
અબ ઇસ સે જ્યાદા કુછ નહિ હોગા મુજસે.."
સામેથી અવાજ આવ્યો ,
"એસા ક્યા હો ગયા તુજે? તું કલ યહાં પે આ પહેલે આરામ સે બાત કરતે હે. તુ જલ્દબાજી મે ફેસલા લે રહા હે..!"
બીજા દિવસે સવારે ૧૦ વાગે ઓફિસમાં પહોંચ્યો જે "ડેસ્ક નંબર-૨" માં બેઠેલી કિંજલ ને જોવા મારી આંખો હંમેશા તરસતી રહેતી આજે એ દિશામાં આંખ ફેરવતા પણ મને ડર લાગતો હતો.
હું સીધો જ સરની ઓફિસ તરફ જવા નીકળ્યો. કિંજલ ની આંખો મને એકીટશે જોઈ રહી હતી એ આંખોથી મને એની તરફ જાણે તે ખેંચી રહી હતી , કેટલીય વાતો અને કેટલાય રહસ્યો એમાં ભરાયેલા હતા પણ નફરત અને ગુસ્સો એટલા હાવી હતા કે એ ડેસ્ક નંબર- ૨ ની સામે નજર નાખ્યા વિના હું આગળ નીકળી ગયો.
અંદર પહોંચતા જ સરે પૂછ્યું,
"વિશ્વેશ,  ક્યા હો ગયા બેટા એસા ?"
બસ જવાબમાં આંખોમાંથી આંસુઓની ધાર છલકાઈ ગઈ.  કેટલાય વર્ષો પછી આ આંખોમાં આંસુઓનું પૂર આવ્યું હતું.
"સર મે યે જોબ નહીં કર સકતા..!"
"એસા મત બોલ યાર, તું અચ્છા બંદા હૈ ,અચ્છા કામ કરતા હે. સબ ઠીક હો જાયેગા."
"તો સર મુજે યહા સે હમારી દૂસરી બ્રાન્ચ મેં શિફ્ટ કરદો, યહાં મેં નહીં કામ કર પાઉંગા. "મે કહ્યું.
"તૂ દૂસરી બ્રાન્ચમે શિફ્ટ હોજા, કોઈ દિક્કત નહીં" સરે કહ્યું.
ઓન ધ સ્પોટ મે મારો બધો સામાન લઈને શિફ્ટ થવાનું નક્કી કર્યું.
કિંજલ બીજી બ્રાન્ચમાં દરેક માણસને આખો દિવસ વારંવાર કોલ કર્યા કરતી અને એ પણ કેટલાય દિવસો સુધી. પણ મેં સ્ટ્રીકલી ના પાડી હતી કે એનો ફોન આવે તો મને આપવો નહીં.
ગુસ્સો મને એના પર બિલકુલ ન હતો, પણ એની સાથે નજર મિલાવતા પણ મને એક પ્રકારનો ડર લાગતો હતો કે ,
"કઈ રીતે હું તેને ફેસ કરી શકીશ?"
" શું વાત કરી શકીશ એની સાથે? "
એટલે હંમેશા ભાગતો રહેતો એનાથી અને એટલામાં એંગેજમેન્ટ નો દિવસ આવી ગયો.
બહુ જ મન માં હું મૂંઝાતો હતો,  પણ મન મક્કમ કરીને એના એંગેજમેન્ટ માં હું પહોંચ્યો.
હજી પણ એના માટે એટલો જ પ્રેમ હતો પણ આ કાસ્ટના ઝઘડાઓ ના લીધે ગૂંચવાયેલો સંબંધ અમારા પ્રેમને રીતસરનો ગોંધી રહ્યો હતો.
તે એંગેજમેન્ટ ના દિવસે મને જ જોઈ રહી હતી, તેની એંગેજમેન્ટ ની સંધ્યા માં આવેલા એન્કરનો પાછળથી અચાનક જ અવાજ સંભળાયો,
"હવેનુ સોંગ કિંજલના બેસ્ટ ફ્રેન્ડે કિંજલ માટે ડેડિકેટ કર્યું છે. "
કિંજલ ના અને મારા બન્નેના ધબકારા વધી ગયા હતા,
કારણકે એ સોંગ મેં જ ડેડિકેટ કર્યું હતુ.
સોંગ સ્ટાર્ટ થયું,
"महफ़िल में तेरी
हम ना रहे जो,
गम तो नहीं हे,
किस्से हमारे नजदीकीयों के,
कम तो नहीं हे,
कितनी दफा सुबहा को मेरी
तेरे आंगन में बेठे बेठे शाम किया,,
चन्ना मेरेया मेरेया
चन्ना मेरेया मेरेया बेलिया,
ओ पिया....!!

To be continued....!!