Kahevu ghanu ghanu pan boli sakay naa... books and stories free download online pdf in Gujarati

કહેવું ઘણું ઘણું પણ બોલી શકાય ના...


          આ શીર્ષક જ આપણને ઘણુ બધુ કહી જાય છે. અહી હુ બે એવાં મિત્રો ની વાત કરવા જય રહ્યો છું. જે આમ તો ખૂબ સારા મિત્રો હતાં પણ એકબીજાથી ઘણુ છુપાવતા હતાં. એ વાતો છુપાવવાનું કારણ શુ હતુ એ તો એ લોકો જ જાણે.


   આજથી ઘણાં સમય પહેલાંની  વાત છે. અમદાવાદની એક કૉલેજ જેનું નામ એમ.કે. કૉલેજ  (કાલ્પનિક) એ કૉલેજમા પ્રિયંકા નામની છોકરી ભણતી હોઇ છે. અને તેનો ખૂબ સારો કૉલેજ મિત્ર એટલે આકાશ. આકાશ અને પ્રિયંકા કૉલેજ શરુ થઈ ત્યારથી ખૂબ સારા મિત્રો બન્યાં હતાં. કંઈપણ નાની મોટી વાત હોઇ તો એકબીજાને હંમેશા  જણાવતા જ રહે. કૉલેજ ના સમયમા હંમેશા તેઓ સાથે જ હોય. ક્લાસમા, કેન્ટીનમાં, મેદાનમા, દરેક જગ્યા એ સાથે જ રહે. 

  આમ સમય વીતતા આકાશ ને પ્રિયંકા સાથે પ્રેમ થઇ જાય છે, પણ એ પ્રિયંકાને કહી શકતો નથી. કારણ કે આકાશ એ જ વિચારતો કે અમે ખાલી મિત્રો જ છીએ . પ્રિયંકાએ મને ખાલી મિત્ર જ માન્યો છે. એ મને પ્રેમ નથી કરતી પણ હુ એને ખુબજ પ્રેમ કરૂ છું.


 આમ સમય જતા જતા આકાશ નો પ્રેમ ખૂબ જ વધતો ગયો.

વેંલેન્ટાઈન ડે આવ્યો


વેંલેન્ટાઈનના દિવસે બધા કૉલેજ મિત્રો ફરવા માટે કાંકરિયા ગયા.
 એ બધા મા કેટલાંક છોકરાઓ પોતાના દિલ ની વાત પોતપોતાના મિત્રો ને કહી દેતા કોઇક હા પાડે તો કોઇક ના પાડતું.


  આ જોઇ ને આકાશ પણ હિંમત કરીને પ્રિયંકા પાસે એનાં દિલ ની વાત કરવા ગયો હતો. પણ જેવો એ પ્રિયંકા પાસે તેની સામે ગયો ફરી એ વિચારવા લાગ્યો કે પ્રિયંકા મને ફક્ત મિત્ર માને છે. એ મને પ્રેમ નથી કરતી. પણ હુ એને જીવથી વધારે પ્રેમ કરૂ છું .

પ્રિયંકા એ તો ઘણી વાર આકાશ ને પુછ્યું કે તારે કાંઇ બોલવું છે ? પણ આકાશ વાત બદલી નાખતો. ખબર નઈ એનાં દિલમા શુ ચાલતું હસે !

 આકાશ એનાં દિલ ને દિલાસા આપતાં કહ્યુ કે "એ મારા વગર ખુશ છે તો હુ પણ એની ખુશી વધારીશ. ક્યારેય એને દુઃખ નહીં પહોંચાડુ. હુ એને ખૂબ જ પ્રેમ કરૂ છું પણ એ મને ખાલી મિત્ર જ માને છે."

 આમ સમય જતા પ્રિયંકાના લગ્ન નક્કી કરવામાં આવ્યાં. સમય જતા લગ્ન નજીક આવી ગયા. આ લગ્નમા પ્રિયંકા એ આકાશને બેસ્ટ મેન બનાવ્યો હતો. લગ્નની બધી જવાબદારી આકાશને શોપી. આકાશે પોતાની જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી. આમ લગ્ન પૂરા થયાં અને વિદાય નો સમય આવી ગયો. પ્રિયંકા બધાને છેલ્લી વાર મળીને જતી હતી. પછી આકાશ પાસે આવીને બાથ ભરીને ખૂબ  રડી. આકાશ પણ અંદર અંદર ખૂબ રડતો હતો. પછી તેણે આજ સુધી સાચવેલી પોતાની એક ડાયરી આકાશના હાથમા આપી. એ ડાયરી મા પ્રિયંકા એ બધુ લખતી જે કોઈ ને કહી ના શકતી.
 

પ્રિયંકાની વિદાય પુરી થઈ. થોડા સમય પછી આકાશ ને એની  ડાયરી યાદ આવી. અને તેં વાંચવા માટે ખોલી. ડાયરી ખોલતા જ તેનાં પગ નીચેથી જાણે જમીન સરકી ગઇ હોઇ.
એ વાંચી અને આકાશ ખૂબ જ રડી પડે છે.

એ ડાયરી મા લખેલા શબ્દો.

 "હુ મારા બેસ્ટ ફ્રેન્ડને ખૂબ જ પ્રેમ કરૂ છું એ મારા સુખ દુઃખ મા મારી સાથે જ હોય છે. મને એ ખુબજ ગમે છે. પણ હુ એને કહી નથી શકતી કેમ કે એ મને ખાલી મિત્ર જ માને છે.એનાથી વધારે નહીં. હુ એને મારી જાનથી પણ વધારે પ્રેમ કરૂ છું. પણ હુ એને નથી કહી શકતી."

મિત્રો,

 કોઈ સાથે પ્રેમ હોઇ તો 
  એ તમે કહી દો
  દિલમાં ન રાખતાં
 કદાચ પછી ઘણુ મોડું થઈ જાય છે .

~ભરત રાઠોડ "રાધેય"

બીજા રસપ્રદ વિકલ્પો