આગળના ભાગમાં તમે જોયું કે સમીર અને સાહિલ ડિટેકટીવ એજન્સી શરૂ કરવાનું વિચારે છે અને એક મહાશયનીમદદ માંગે છે અને તે બન્નેને પોતાના ઘરે બોલાવે છે.હવે આગળ,
બીજા દિવસે બન્ને જણા સવારે 8:00 વાગ્યે ગાર્ડનમાં મળે છે.સાહિલ ફોનમાં કઈક કરી રહ્યો હોય છે.સમીર આવીને તેની બાજુમાં બેસી જાય છે પણ સાહિલનું ધ્યાન જ નાથ હોતું.
સમીર : અરે ઓ સાહિલ સાહેબ, કભી હમે ભી યાડ કર લોયા કરો.
સાહિલ સમીરને જોઈને આશ્ચર્ય પામે છે અને તે ક્યારે આવ્યો તેવું પૂછે છે.
સમીર : હું તો 10 મિનિટથી તારી બાજુમાં બેઠો છું પણ તુ તો આ ફોનમાંથી જ બહાર નથી આવતો.એવું તો શું કરસ આ ફોનમાં?
સાહિલ : બસ હું તો શેરલોક હૉમ્સની બુક વાંચતો હતો અને તેમાંથી થોડી ઘણી જાસૂસીની ટિપ્સ લેતો હતો.
સમીર : ઠીક છે.પણ તું ભૂલી ગયો કે શું આપણે પેલા મહાશયની ઘરે જવાનું છે?
સાહિલ : મેં કાલે જ તને કીધું હતું કે હું તેની ઘરે નહી જાવ.
સમીર : (થોડો ગુસ્સામાં)પણ તને વાંધો શુ છે?
સાહિલ : માની લે કે તે આપણને બન્નેને કિડનેપ કરી લે તો?આપણને ક્યાંક વેચી નાખે તો?કેદ કરી લે તો?
સમીર હસવા લગે છે.
સમીર : અરે ગાંડા તું પણ શું આ કેવું કેવું વિચારે છે આ બધું તને આ શેરલોક હૉમ્સની બુકમાં મળ્યું કે શું?
સાહિલ : ના, આજકાલ કિડનેપ કરવાના કેસ વધી ગયા છે એટલે ...
સમીર : (તેને વચ્ચેથી જ અટકાવી) એટલે તને થયું કે આ માણસ કિસનેપર છે એમ?તું જાણે છે એ કોણ છે?
સાહિલ : ના.
સમીર : હમમ.... એટલે જ તું આવી વાત કરે છે.તે આપણા શહેરના જનીતા અને માનીતા બિઝનેસમેન અક્ષય મહાજન છે.
સાહિલ : હે.....??અઅ..અક્ષય મહાજન.
સમીર : હા બુદ્ધુ.હું તો કાલે જ તેને ઓળખી ગયો હતો એટલે જ મેં તેમને મદદ કરવા કહ્યું હતું.
સાહિલ : તો તારે પહેલા કહેવું જોઈતું હતું ને.
સમીર : મને શું ખબર તું એને નહીં ઓળખ્યો હોઈશ.હવે ચાલ તેને તેના ઘરે બોલાવ્યા છે તો જતા આવીએ.
બન્ને તેના ઘરે જવા નીકળે છે અને બહારથી જ ઓટો રીક્ષા પડી લે છે.સમીર નાનપણથી જ થોડો શાંત અને વુચારશીલ છોકરો છે.તે દરેક કાર વિચારીને કરે છે.જ્યારે સાહિલ તે ખૂબ બહાદુર છે પણ તે બધુ કામ વગર વિચાર્યે કરી નાખે છે.સમિર માઈન્ડ પાવરમાં મને છે તો સાહિલ શારીરિક શક્તિમાં મને છે.
અને અક્ષય મહાજનની વાત કરીએ તો તે એક સફળ બિઝનેસમેન છે અને ખુબ જ દયાળુ અને દાનવીર છે.કેટલાય જરૂરિયાતમંદોને કંઈ કેટલીય અને કેટલીય રીતે તેમણે સહાય કરી હતી.મધ્યમ વર્ગીય વિધ્યાર્થીઓ માટે ફ્રીમાં હોસ્ટેલ પણ ચલાવતા હતા.
સમીર અને સાહિલ બરાબર 9:00 વાગ્યે અક્ષય મહાજનના બંગલે પહોંચે છે.બંગલના ગેટ પર ચોકીદાર બેઠો હોય છે.તે બન્નેને અંદર જતા રોકે છે અને અંદર જવા દેવાની ના પડે છે. સાહિલ તરત જ જ ચોકીદાર સાથે દલીલો કરવા માંડે છે. ચોકીદાર કંઈ પણ સાંભળવા તૈયાર થતો નથી સાહિલ ગુસ્સો આવે છે તે ચોકીદાર સાથે ઝઘડો કરવા માંડે છે.સમીર તેને શાંત પાડે છે અને ચોકીદારને અક્ષય મહાજને આપેલું કાર્ડ બતાવે છે. એટલે ચોકીદાર તેમને બંનેને અંદર જવા દે છે દે છે અંદર જવા દે છે.
સમીર : (સાહિલને સમજાવતા) સાહિલ, જો મેં તને કહ્યું હતું કે બધું કામ બળથી ન થાય.જે કામ બળથી ન થાય, તે કામ કરતી થઇ જાય એટલે આપણે હંમેશા બધું કામ સમજી-વિચારીને કરવું જોઈએ.પણ તું માને જ ક્યાં છે.
સાહિલ : હા હવે બીજી વખત ધ્યાન રાખીશ આવ્યો મોટો ભાષણ દેવા વાળો.
બંને અંદર જતા જ એક વિશાળ ગાર્ડનમાં પ્રવેશે છે. જ્યાં અક્ષય તેની પહેલેથી જ રાહ જોતો હોય છે.બંનેને આવતા જોઈને તે તેમને બોલાવે છે અને કહે છે હું તમારી જ રાહ જોતો હતો અને તે બંને ને બેસવા માટે જગ્યા એ છે.સમીર અને સાહિલ બંને તેની સામેની ખુશીઓમાં બેસે છે અને વાતો સામેની ખુશીઓમાં બેસે છે અને વાતો તેની સામેની ખુશીઓમાં બેસે છે અને વાતો બેસે છે અને વાતો ચાલુ કરે છે.
અક્ષય : તો પહેલા તો તમે બંને તમારો પરિચય આપો.
સમીર : મારું નામ સમીર અને આ મારો મિત્ર સાહિલ. અમેં બંને એક જ સોસાયટીમાં રહીએ છીએ અને એક જ સ્કુલમાં ભણીએ છીએ.અમને બન્નેને જાસૂસી કરવાનો બહુ શોખ છે.અમારી પરીક્ષાઓ હમણાં જ પૂરી થઇ એટલે અમે આ વેકેશનમાં ડિટેક્ટીવ એજન્સી ખોલવાનો નિર્ણય કર્યો છે અને આ વિશેજ અમે વિચાર કરી રહ્યા હતા ત્યાં જ જોર તમારુ તમારુ જોર તમારુ તમારુ પર્સ લઈને આવ્યો અને મને અથડાઈને ત્યાંથી ભાગ્યો.એટલે સાહિલ તેને પકડવા તેની પાછળ ગયો.એટલી વારમાં તમે લોકો આવી ગયા અને બધી વાત કરી અને સાહિલ તેને પકડીને લઈ આવ્યો આવ્યો
અક્ષય : તો તમને બન્નેને જાસૂસી કરવાનો શોખ છે.ઓકે અને તમે તમારી પોતાની એક એજન્સી પણ ખોલવા માંગો છો.સાચું કહું તો મને પણ એક સમયે જાસૂસી કરવાનો રસ જાગ્યો હતો પણ મને ક્યારેય મોકો ન મળ્યો.
સાહિલ : (આશ્ચર્ય સાથે) શુ વાત કરો છો?તમને પણ જાસૂસી કરવી ગમે છે?
સમીર તેને ઈશારો કરી ચૂપ રહેવા જણાવે છે અને સાહિલ ચૂપ થઈ જાય છે.
અક્ષય : હા મને જાસૂસી કરવાનો શોખ છે એટલે જ મેં તમને આજે મળવા માટે બોલાવ્યા છે.હું તમારી મદદ કરીશ પણ મારી કંઈક શરતો છે તે તમારે પાળવી પડશે.
સમીર અને સાહિલ બંને એક સાથે : કેવી શરતો?
અક્ષય : પહેલી શરત.હું પહેલા તમારી પરીક્ષા લઇ અને જો મને તેમાં તમે યોગ્ય લાગસો તો હું તમને મદદ કરીશ નહીં નો નહિ કરું.
બન્ને હકારમાં માથું હલાવે છે.
અક્ષય : તો રેડી થઈ જાવ પરીક્ષા માટે.
અક્ષય તેના મેનેજરને ઈશારો કરે છે અને તે 3 વ્યક્તિને બોલાવે છે.તણે જણાએ સફેદ કપડાં પહેર્યા છે અને માથે સફેદ ટોપી.જોતા જ ખબર પડે કે આ લોકો ડ્રાઇવર છે. ત્રણે જણા આવી ને અક્ષયને નમસ્કાર કરે છે અને એક બાજુએ ઉભા રહી છે.સાહિલ અને સમીર કંઈ સમજી શકતા નથી.
અક્ષય : આ તણેયે આમ તો ડ્રાઇવરનો પોશક પહેર્યો છે પણ તેમાંથી એક જ સાચો ડ્રાઇવર છે. હવે કહો કોણ સાચું અને કોણ ખોટું?
પેલા ત્રણેય જન હું સાચો ડ્રાઇવર છું.એમ બોલે છે.સાચું કોણ તે જાણવું મુશ્કેલ છે.
સાહિલને તો આમાં કંઈ સૂઝતું જ નથી.તે તો માથૂ ખંજવાળવા લગે છે.
સાહિલ : (સમીરના કાનમાં) મને લાગે છે આ આપણી મદદ કરવા જ નથી માંગતો એટલે જ આવા પ્રશ્નો પૂછે છે.
સમીર તેને શાંત રહેવા કહે છે.
સમીર : (ત્રણેય ડ્રાઇવરને) તમે જાઓ અને કારમાં પેટ્રોલ ટેન્ક ફૂલ કરાવીને આવો.
ત્રણેય જણા અક્ષયની સામે જોય રજા માંગે છે.તેના હા પડતા બે જણા નીકળી જાય છે પણ એક ત્યાં જ ઉભો રહે છે.
સમીર : તમે પણ જાઓ.
ડ્રાઇવર : સાહેબ, પણ મલિક પૈસા આપે પછી હું જાવ ને.
સમીર : આ જ તમારો સાચો ડ્રાઇવર છે.
અક્ષય : વેરી ગુડ.બ્રિલિયન્ટ.તું એકદમ સાચો છે પણ તારે એનું કારણ પણ કહેવું પડશે.
સમીર : કારણ સાવ સરળ છે કોઈપણ ડ્રાઇવર પોતાના પૈસાથી તો પેટ્રોલ ન જ ભરાવે એટલે સાચો ડ્રાઇવર પૈસા લેવા ઉભો રહ્યો અને પેલા બે જતા રહ્યા.
અક્ષય : એક્સીલેન્ટ.
અક્ષય તે ડ્રાઇવરને જવા કહે છે અને પેલા બે ને પાછા બોલાવે છે.
અક્ષય : તો હવે તમારે આનું સાચું કામ શુ કજે તે કહેવાનું છે.
સમીર થોડી વાર વિચારે છે અને ધ્યાનથી બન્નેને જોવે છે.પછી તે એક જણની સાથે હાથ મિલાવે છે.
સમીર : આમાંથી જે પહેલો ઉભો છે તે માળી છે અને આ કૂક.અને આનું કારણ છે માળી ના બુટ જેમાં ગાર્ડનની માટી લાગેલી છે અને કૂકના હાથ જેના પર તેલ લાગેલું છે અને મેં તેની સાથે હાથ મિલવ્યો એટલે મને તે ખબર પડી ગઈ અને તેમાં સીંગતેલની સુગંધ આવતી હતી એટલે તે કૂક છે.
અક્ષય : હું તારી આ અવલોકન શક્તિ પર ખૂબ જ ખુશ થયો અને તમે પરીક્ષામાં પાસ.
આટલી વાર સુધી શાંતિથી બેસેલો સાહિલ બોલી પડ્યો તો હવે તમે આમરી મદદ કરશોને.
અક્ષય : આ તો મારી એક શરત હતી.મારી બીજી શરત હાજી બાકી છે.મારી બીજી શરત એ છે કે તમારી આ એજન્સીમાં મારે પણ જાસૂસી કરવા આવવું છે.શુ મને આવવાની પરવાનગી મળશે.
સાહિલ : અરે એમાં કાઈ પૂછવાનું હોય.તમે જો અમારી મદદ કરતા હોય તો પછી તમારે પૂછવાનું થોડી હોય.
અક્ષય : તો હવે તમારી એજન્સી પાકી સમજો.
સાહિલ અને સમીર બન્ને ખૂબ જ ખુશ થઈ જાય છે અને અક્ષયનો આભાર માને છે.
અક્ષય : તો હવે આપણે એક સારું મુહર્ત જોઈ અને આપણે ઓફિસ શરૂ કરી દઈએ.
સાહિલ અને સમીર : હમમમમમ... બરાબર.
સમીર , સાહિલ અને અક્ષય સાથે બધાના પરિવારજનો નવી ઓફિસના ઉદ્દઘાટન માટે ભેગા થયા છે.મુહર્તનો સમય થતા બધા ઓફિસનું ઉદ્દઘાટન કરી દે છે અને બધા તેમના પહેલા કેસ માટે રાહ જોઈ રહ્યા છે.
*****************************************
શું થશે હવે આગળ?
શું સમીર અને સાહિલને તેમનો પહેલો કેસ મળશે?
અને મળશે તો ક્યારે મળશે?
બધા પ્રશ્નોના જવાબ મળશે આવતા ભાગમાં.
તો તૈયાર થઈ જાઓ રહસ્ય અને રોમાંચ ના એક અનોખા સફર માટે..........