ગિલાશો મે જ ડુબે ફીર ન ઉભરે જિંદગાની મે ,
હજારો બહે ગએ ઇન બંધ બોતલો કે પાની મે ,
ન કર અપની બરબાદ જિંદગી બોતલ કે દિવાને,
તુ કાંટેગા બુઢાપો મેં જો બોતા હેં જવાની મેં,
દારૂ કા યે પ્યાલા મોત કા કડવા પ્યાલા હૈ,
મીલા હે ઝહેર શરબત મેં છીપી હૈ આગ પાની મે.
ગામડાં ગામ ની અંદર એક ગરીબ પરિવાર રહેતો પરિવાર મા પતિ પત્ની હતાં પત્ની પ્રેગનન્ટ હતી એને પુરા માસે એક દીકરી નો જન્મ થયો. દીકરીનાં જન્મ થતાં ની સાથે એ અભાવગી માં દીકરી મુખ પણ જોવા ના રહી; એતો દુનિયામાંથી અલવિદા કહી ચૂકી હતી.
બાપ તો હમેંશા દા૱ પીએ ને ગમે ત્યાં પડયો રહેતા. દીકરીને તો ગામ લોકો એ સંભાળી લીધી ગામ લોકો દીકરીને કપડાં ખાવાનું બધું જ એનાં ઘરે મોકલી આપતા. જે ખાવાનું એને મળતુ એમાંથી એ દીકરી એનાં બાપ માટે જરૂર રખતી. ભલે એનો બાપ દારુ પીતા હતો તોપણ એ દીકરી એનાં બાપને પ્રેમ કરતી .
ધીમે ધીમે એ દીકરી મોટી થવા લાગી . દીકરી 10-12 વષઁ થઈ જ હશે ત્યાં એનો બાપ બીમાર પડયો. બાપ ખાટલામાં પડયો પડયો દીકરીને કહેવા;;લાગ્યો દીકરી મને જલદીથી કયાંયથી દારુ લાવી આપ ,જા બેટા મને જલદી થી દારુ લાવી આપ. એ દીકરી દોડતી ઘર ની બહાર જઇને પંદરેએક મિનિટ પછી ઘર માં પાછી આવી એનાં હાથમાં દારુ પોટલી ખોલી પ્યાલામાં કાઢીને બાપ નાં હાથમાં આપ્યો એ એક દારુનો પ્યાલો એનાં પેટમાં જતા જ હાશકારો થયો પછી એને વિચાર આવ્યો કે બેટા ઘરમાં એકેય રૂપિયો હતો નહીં તો આ દારુ કયાંથી લાવી?
બાપુ તમને ખબર છે કે મે કે તમે બે દિવસ થી કયાંય ખાધું નથી ઘર માંય કયાંય નથી. આ તો તમે મને જયારે હું ચાર વર્ષની હતી ત્યારે એક ઝાંઝરી આપી હતી એ ઝાંઝરી વહેંચી ને લાવી છું .
બાપ ને ખબર પડી કે હે તે તારી ઝાંઝરી વહેંચી દીધી. હે ,બાપુ એક વાત પૂછું જે "શેઠ ને ઝાંઝરી વહેંચી ને એ શેઠ કહેતા હતા કે બેટા ખાલી આજે તો ઝાંઝરી વહેંચી છે જો તારો બાપ આમને આમ પીતો રહ્યો તો એક દિવસ તારે તારી ઈજ્જત પણ વહેંચી પડશે " હેં બાપુ આ ઇજ્જત એટલે શું? દીકરી ઇજ્જતની વાત સાંભળી બાપ આશું સારતો પોતાની દીકરી ને વળગીને કહેવા લાગ્યો બેટા આજ પછી શેતાનને હાથ પણ નહિ લગાવુ. એમ કહી ને બાપ ચોધાર આંસુ રડવા લાગ્યો.
જો દોસ્તો તમને એકવાર દીકરી ની "ઝાંઝરી અને એકવાર ઇજ્જત" દેખાય ને તોય પંછી જો તમે પીય સકો તો ટીપણાં
મોઢે પીજો. એને પછી કોઈ જ ન રોકી શકે. રોકે એને રામોપીર.
સમાપ્ત.