weakness to power books and stories free download online pdf in Gujarati

કમજોરી કે તાકાત

->શરૂઆત
       આ વાર્તા કાલ્પનિક છે વાસ્તવિક જીવન સાથે આનો કોઈ સબંઘ નથી.

કાલ્પનિક વાર્તા ની શરૂઆત

      હેલ્લો હુ એક નાનકડો લેખક છુ. વરૂણ પટેલ મારૂ નામ છે. સ્વભાવિક છે કે લેખક છુ એટલે પુસ્તકો વાચવાનો તો શોખ હોય જ એટલે હુ રજા ના દિવસે મારા નાનકડા શહેર મા આવેલી લાઈબ્રેરી એ પહોચ્યો. ત્યા પહોચતા જ મને ધન કરતા પણ વઘારે કિંમતી અઢળક પુસ્તકો નો ભંડાર દેખાયો. કબાટમાં સજાવેલી કિતાબો જોતા જોતા હુ આગળ વધ્યો અને થોડોક અસમંજસ મા મુકાયો કે મારે કઈ બુક વાચવી. એટલે ત્યા બેઠેલા લાઈબ્રેરિયન ની નજર મારા પર પડી અને મને કહ્યું

         મને લાગે છે કે તમે થોડાક અસમંજસ મા આવી ગયા લાગો છો કે તમારે કયુ પુસ્તક વાચવુ... લાઈબ્રેરિયને કહ્યુ.

લાઈબ્રેરિયન લગભગ 40 થી 45 વર્ષ ની ઉમરનો લાગતો હતો
        
        જરૂર તમારી નજરમાં કોઈ એવી બુક હોય કે જે જલ્દી વંચાય પણ જાય અને એમાથી કઈક શિખવા પણ મળે તો બતાવો...  મે કહ્યુ.

       એટલે એ લાઈબ્રેરિયને મને એક પાતળી કુપોષીત વ્યક્તિ જેવી એક પુસ્તક આપી જેનુ નામ હતુ કમજોરી કે તાકાત અને એના લેખકનુ નામ હતુ વિજય. આ વાર્તા એ વિજય ની જ આત્મકથા હતી. મને પુસ્તક રસપ્રદ લાગી. મે વાચવાની શરૂઆત કરી.

       મને વાચનાર મિત્ર ને મારા નમસ્કાર. મારૂ નામ વિજય. મારો આ વાર્તા દ્વારા એટલો જ સમજાવાનો પ્રયત્ન છે કે કોઈ વ્યક્તિ કમજોર નથી હોતા. દરેક લોકો માનસિક અને શારીરિક બન્ને રીતે સ્ટ્રોંગ હોય એવુ જરૂરી નથી હોતું. વ્યક્તિ હંમેશા એવુ વિચારતો હોય છે એ બિજાથી કમજોર છે અને ભગવાને તેને આ જીવનમાં કમજોરી શિવાય બિજુ કઈ આપ્યુ જ નથી. મારી આ વાર્તા દ્વારા હુ લોકો ને એટલુ જ સમજાવવા માગુ છુ કે ભગવાને મનુષ્ય ને ખોટ જરૂર આપી છે પરંતુ કમજોરી નહી. તમને તમારા અંદર જે કમજોરી દેખાય છે તે તમારી કમજોરી નહી પરંતુ તમારા અંદર છુપાયેલી તાકાતરૂપી વ્રૂક્ષ નુ એક બીજ છે. બસ આપણે વધારે પડતા અધીરા બન્યા વગર ધીરજ રાખીને સાચા સમય ની રાહ જોવાની જરૂર છે.

       મારી આ વાર્તા મા તમને ક્યાય સસ્પેન્સ કે કોમેડી કદાચ નહી દેખાય કેમકે આ વાર્તા નો ધ્યેય માત્ર એટલો જ છે કે આ વાર્તા તમને ઇમ્પ્રેશન કરે એના કરતા તમને તમારી જ વાત લાગે એવું સિદ્ધ કરવાનો છે અને મનુષ્ય જેને પોતાના અંદર છુપાયેલી કમજોરી માને છે એ એની કમજોરી નહી પરંતુ એના અંદર રહેલી અેની એક તાકાત નો ભાગ છે અવુ સાબિત કરવાનો પણ છે.

મારી આત્મકથા ની શરૂઆત - વિજય

        હેલ્લો હુ વિજય મે Bsc પૂર્ણ કર્યું અને આજે અમને અમારી કોલેજમાં B.s.c ના ડિગ્રી પત્રક કેમ્પસમાં બધાની સામે સોપવામાં આવી રહ્યા છે. હુ સ્વભાવે અને માનસિક રીતે ખુબ જ નિર્બળ વ્યક્તિ હતો. મારી જ કોલેજમાં અને મારા જ  શહેરનો મારો મિત્ર કમ દુશ્મન વધારે એવો કિશન પણ ભણતો. નામ કિશન અને કામ કેરોસીન જેવા. આવો એક વ્યક્તિ દરેક ના જીવનમાં હોય જ છે. અને કદાચ આવા વ્યક્તિઓ ના કારણે જ આપણી લાઇફ બદલાઈ જતી હોય છે. કિશન એ એકદમ આસુરી બુધ્ધિ નો વ્યક્તિ હતો. તેને જેટલી ખુશી પોતાની જીતમાં ન મળતી એટલી મારી હારમાં મળતી અને કદાચ તેની ખુશી ખાતર જ એ મને હરાવવાની કોશિષ કરતો. કિશનનુ મિત્ર સર્કલ એ ભયાનક ગુંડાઓથી ઘેરાયેલુ હતુ જેમકે ગલીના ગુંડાઓ હોય એ જ રીતે. હુ તેની સામે ન તો લડવામાં જીતી શક્તો કે ન તો બોલવામાં અને આમેય હુ બોલવામા તો કોઈની સામે ન જીતી શક્તો.

      સાથે મને મને એ વાતની ખુશી હતી કે મારા જીવનમાં પણ કેટલાક હકારાત્મક લોકો હતા જેના કારણે હુ જીવતો હતો બાકી તો...

        આટલુ વિચાર્યા બાદ મારા આ વિચારરૂપી ઝરણા પર બંઘ બાંઘી અમારા પ્રોફેસર સાહેબે કિશનના ડિગ્રી પત્રક ની જાહેરાત કરી અટકાવી દિધુ.

         જલ્દી કિશન સ્ટેજ આવી જાય... પ્રોફેસર સાહેબે કહ્યું. કિશન ઉભો થઇ ને જાણે મારી સામે જગ જીતવાનો હોય એવુ મો કરીને સ્ટેજ તરફ આગળ વધ્યો.

         કિશનનુ અટક સહિત નામ બોલ્યા બાદ 91.80 પી.આર સાથે ચોથો ક્રમાંક પ્રાપ્ત કરેલ છે... પ્રોફેસર સાહેબે કહ્યું. ત્યારબાદ કિશનને ડિગ્રી સોપાઈ અને કિશને એક શિસ્તપ્રીય બાળકની જેમ થોડુ ભાષણ કરીને કોલેજ નો આભાર માન્યો.

         કિશન પછી અમારી કોલેજના થોડા વધારે વિદ્યાર્થીઓના નામ બોલાયા. ત્યાર બાદ મારૂ નામ સ્ટેજ પરથી અનાઉન્સ થયુ.
  
         વિજય અટક સહિત નામ બોલ્યા પછી 50 ટકા સાથે ડિગ્રી પ્રાપ્ત કરેલ છે... પ્રોફેસર સાહેબે કહ્યુ

         આટલુ સાંભળીને હુ મારી જગ્યા પરથી ઉભો થઈને ડિગ્રી લેવા ચાલતો થયો. અને જેવો જ કિશન અને એના મિત્રો ની બેસેલી હરોળ પાસેથી પસાર થયો તુરંત એ લોકોએ મને કમજોર સાબિત કરવાનુ ચાલુ કરી દીધું.

         એલા તારે 50% થોડા વધારે ના આવી ગ્યા ઉદાસ લોમડી...કિશને કહ્યુ.

          હુ કિશનને આ નો જવાબ ન આપી શક્યો પરંતુ મારી એક મિત્ર જે કિશનની જ લાઈનમા બેઠી હતી એણે મારા વતી જરૂર જવાબ આપ્યો.

          સાચુ કિશન આમ કેમ ઓલુ ભૂંડ ખરાબ-ખરાબ બઘે થી બધાયનુ ભેગુ કરીને ખાય એમ બધેથી બધાયનુ ભેગુ કરીને લખીને ટકા લાવવા એના કરતા મહેનતનાં 50% વધારે સારે.

         આ મારી મિત્ર મિસ પોઝિટિવ એટલે કે દિક્ષીતા તેની પાસે હંમેશા મારા નેગેટિવ સવાલનો પોઝિટિવ જવાબ હોય જ એટલે જ મિસ પોઝિટિવ.

        તો આમજ કિશન અને તેના મિત્રો મને જ્યા મોકો મળે ત્યા કમજોર સાબિત કરવાની કોશિશ કરતા. અને મારી મિત્ર મને બચાવતી. બધાને ડિગ્રી સોપાયા બાદ કોલેજ ફંક્શન પૂર્ણ થયુ.


      

        હવે આગળ, મારા જીવનનો બીજો અધ્યાય શરૂ થવાનો હતો મારી કમજોરી પર.

        પરિવારના દરેક લોકો ડાઇનિંગ ટેબલ પર જમવા માટે બેઠા હતા શિવાય પપ્પા. પપ્પા બેઠક રૂમમાંથી એકદમ વાવાઝોડાની જેમ મારૂ રિઝલ્ટ હાથમાં લઈને જોતા જોતા મારી તરફ આગળ વધી રહ્યાં હતા. મારી પાસે આવીને થોડાક ગુસ્સા સાથે (પપ્પા ને એ.સી.ડી.ટી ની તકલીફ હતી)

        રિઝલ્ટ મારી સામે ટેબલ પર મુક્યુ અને આ શુ છે...પપ્પા એ કહ્યું .
 
        રીઝલ્ટ... મે કહ્યું.
 
        ખુબજ ગુસ્સા સાથે સારૂ કહેવાય કે તે મને કહ્યું બાકી મને તો ક્યા ખબર પડે છે કે આને રિઝલ્ટ કહેવાય પપ્પા એ કહ્યું.

        આટલુ બોલતા પપ્પાને એ.સી.ડી.ટી ને લીધે પેટમાં ગેસ ચડવા લાગ્યો અને પપ્પા એ અણુબોમ્બના વાયુ ને મુક્ત કરવાની શરૂઆત કરી અને પેટના દુખાવાને લિધે મારા પર ચાલતો ગુસ્સો મમ્મી પર શિફ્ટ થયો.

       ઈલા (મારી મમ્મી) જલ્દીથી ઈનો આપ... પપ્પા એ કહ્યું.

       ઈનો લાવતા મમ્મી ને થોડી વાર લાગી એટલે પપ્પાનો ગુસ્સો પેટથી દિમાગે પહોચ્યો. અને આ તરફ મારો ધ્યેય એટલો જ હતો કે આપણે જલ્દીથી ખાવાનુ પુર્ણ કરીને બહાર જતા રહીઅે એટલે આ અધ્યાય પુરો થાય.  પરંતુ ઈશ્વર ને કંઈક બીજુ જ મંજુર હતુ. 

        એલા તુ મારી બૈરી છે કે ભારત સરકાર દરેક કામમાં વાર લગાડે છે કહુ છું લાવને જલ્દી... પપ્પાએ મમ્મી ને કહ્યું. જબરજસ્ત ગુસ્સા સાથે.

        લાવુ છુ તમારી બૈરી છુ કોઈ અમેરીકી સરકાર નહીં કે ઓર્ડર કર્યો ને કામ થઈ જાય...મમ્મી એ કહ્યું.

        મમ્મી જલ્દીથી સોડાનુ નાનકડુ ૮ રૂપીયા વાળુ પેકેટ લાવ્યા અને ગ્લાસમાં નાખીને પપ્પાને પીવડાવી દિધુ . અને આ તરફ જેટલી ઝડપી ઈનો પપ્પાના પેટની અંદર કામ કરી રહી હતી. એટલી જ ઝડપથી હું પણ જમીને ઘરની બહાર જવા માટે કાર્યરત હતો.

        હવે આ તરફ હુ દરવાજા તરફ આગળ વધ્યો અને પપ્પાનો ગેસ ઈનો સામે હારી ગયો. એટલે પપ્પા ફરીથી મેદાનમાં.

        હં ભાગો સહેજાદા. ૫૦% લાવ્યા છો. બાપાની તો શુ ઈજ્જત રહી છે એનુ ભાન છે... પપ્પાએ કહ્યું.

        આટલુ સાંભળતા આપણે પપ્પા સાથેના યુદ્ધ સંગ્રામમાં ઝંડા ઉચા કરીને હાર સ્વીકારી લીધી.

        ત્રણ ત્રણ ટ્યુશન રખાવ્યા લાખો રૂપિયા ફિ ભરી અને સાહેબ ૫૦% લાવીને બેઠા ગુસ્સા સાથે કહ્યું... પપ્પાએ કહ્યું. કિશને એક પણ ટ્યુશન નથી રાખ્યુ છતાય આ નાલાયક કરતા સારૂ પરિણામ આવ્યું છે... પપ્પાએ મમ્મી તરફ જોઈએ કહ્યું.

        પરંતું પપ્પા એ તો ચોરી કરીને આટલુ બોલતા જ પપ્પાએ મને અટકાવી દીધો.

        બસ આપણે સારૂ પરિણામ ન લાવી શકીએ એટલે બીજા પણ ન લાવી શકે.  શુ થશે આ છોકરાનુ મને તો એ જ નથી સમજાતું... પપ્પાએ કહ્યું.

         કહુ છુ શાંત થઈ જાવ તમે ગેસ ફરીથી કુદકા મારશે અને શુ તમે ૨૪ કલાક છોકરાની પાછળ પડી જાવ છો જવા દો ને એ ને મમ્મીએ મારો બચાવ કરતા કહ્યુ. જા દિકરા તુ જા.

         આમ દરરોજ મારી સાથે મહાભારત થતુ ઘરમાં પપ્પા અને બહાર કિશન મને અંદરથી તોડવામાં કોઈ જ કસર છોડતા નહી. ઘરે મમ્મી બચાવ કરતા અને બહાર દિક્ષીતા .

        

       

          મને જ્યારે ખુબ દુઃખ લાગતુ ત્યારે હુ અમારા ગામની ૩૦ ફુટ ઉચી પાણીની ટાંકી પર જઇને બેસી જતો. આજે પણ પપ્પાના વઢ્યા પછી હુ એ ટાંકી પર આવીને બેસી ગયો અને બેઠા-બેઠા ભગવાનને કોસવા લાગ્યો કે મને કમજોર કેમ બનાવ્યો.

          તને આવડી મોટી દુનિયામાં હુ જ મળ્યો તો .  આમ મે ભગવાનને ખુબજ કટાક્ષરૂપી સવાલ કર્યો. પછી થોડીવાર હુ શાંત બેઠો.
 
          મને એક જ વાતનુ દુઃખ હતુ કે સવાલ ઉભા કરનાર ને હુ જવાબ કેમ નથી આપી શક્તો. ભગવાને મને આટલો કમજોર કેમ બનાવ્યો છે. ક્યારેક ક્યારેક તો મને એમ થઈ જાય છે કે ભગવાન જ મારો સૌથી મોટો દુશ્મન છે અને પેલા કિશનીયા નો મિત્ર. હુ જેવો આટલુ વાક્ય બોલ્યો ત્યા તો સીડી તરફથી દિક્ષીતા નો મધુર અવાજ મને સંભળાયો...

       એવુ તારૂ માનવુ છે... દિક્ષીતાએ કહ્યું. તુ અહિયા... મે કહ્યું. હા ...દિક્ષીતાએ કહ્યું.

       એ મારી બાજુમાં આવીને બેઠી. દિક્ષીતા હંમેશા મારા નેગેટિવ સવાલનો પોઝિટિવ જવાબ આપતી અને એવુ પણ કહી શકાય કે ક્યારેક ક્યારેક મારી તાકાત પણ બની જતી.

      મને ભગવાને એટલો કમજોર બનાવી દીધો છે કે હરકોઈ મારી મજાક ઉડાવે છે. હુ પરીક્ષામાં વધારે ગુણ પણ નથી લાવતો એટલે મારા સગા-વાલા પણ મને ઈગનોર કરે છે. કેમ કે હુ વધારે સફળ નથી. મે જે કઈ પણ નેગેટિવ પ્રશ્નો કર્યા એના મને હંમેશાંની જેમ પોઝિટિવ જવાબ દિક્ષીતાએ આપ્યા.

     ભગવાને માણસને ખામી વાળા જરૂર બનાવ્યા છે પરંતુ કોઈને કમજોર નથી બનાવ્યા. માણસમાં હંમેશા એક જ કમજોરી નો ગુણ હોય છે અને એ ગુણ એ હોય છે કે એ પોતાની જાતને કમજોર સમજે છે અને આ કમજોરી માણસ જાતે ઉભી કરે છે અને જાતે જ પોતાના અંદરથી આ કમજોરી કાઢી પણ શકે છે... દિક્ષીતાએ કહ્યું.

      અને રહી વાત કિશન, તારા પિતા અને સગાવહાલાઓને જવાબ આપવાની તો એમને બોલીને જવાબ ના આપ કઈક કરીને જવાબ આપ ...દિક્ષીતાએ કહ્યું

     દિક્ષીતા હુ કોઈને જવાબ નથી આપી શક્તો. એકદમ ફાટલો માણસ છું. મારા જેવા વ્યકિત આ દુનિયામાં સહન શક્તિ શિવાય બિજુ કઈ જ ન કરી શકે...   મે કહ્યુ.

     હંમેશા ની જેમ દિક્ષીતા તરફથી પોઝિટિવ જવાબ. શુ ખબર આગળ જતા તારી આ સહન શક્તિ જ તારી તાકાત બની જાય.

      અને એ બધુ છોડ આ બધુ ધ્યાનમાં લિધા વગર તુ તારા GPSC ના સ્વપ્ન પાછળ મહેનત શરૂ કર... દિક્ષીતાએ કહ્યું.

      તને લાગે છે કે આ ૫૦% વાળો વ્યક્તિ GPSC પાસ કરીને અધિકારી બની શકે.?  મે ફરીથી નેગેટિવ સવાલ કરતા કહ્યુ.

      મારી પ્રીય મિત્રનો ફરીથી હકારાત્મક જવાબ.
       હા મને ૧૦૦% એવુ લાગે છે... દિક્ષીતાએ કહ્યુ.

       તો ડન આપણે ૧૦૦% બે દિવસ પછી ક્લાસીસે ફોર્મ ભરવા માટે જઈશુ...  મે કહ્યું.

        અને હા  GPSC પાસ કર્યા પછી અમને તારી લક્ઝરી કાર fortuner માં બેસાડ જે દિક્ષીતાએ પ્રેમભાવથી કટાક્ષ કર્યો.

       (દિક્ષીતાએ fortuner  કાર જ એટલા માટે કહ્યું કેમ કે એ મારી મનપસંદ કાર છે અને મારૂ એક સ્વપ્ન પણ અને હા સ્વપ્ન ને પણ લઈને કિશનને અને એના મિત્રો ખુબ જ ખિજવતા કેમકે એમને લાગતુ હતુ કે આવી મોંઘી કાર લેવાની ઓકાત ખાલી એમની જ છે અમારી નહીં.)

        દિક્ષીતાના આ કટાક્ષથી મારા મો પર એક રૂપીયાના સિક્કા જેટલી સ્માઈલ આવી.

         શુ તુ પણ કિશનની જેમ કટાક્ષ કરવા લાગી...મે કહ્યું.

         ઓહ અધીકારી સાહેબ કિશનના કહેવામાં અને મારા કહેવામાં ખુબજ ફર્ક છે.  કિશનના કહેવામા એવો વિશ્વાસ છે કે તુ એ કાર ન લઇ શકે અને મારા કહેવામાં ભરપુર વિશ્વાસ છે કે તુ એ કાર જરૂર લઈશ સમજ્યો...દિક્ષીતાએ કહ્યું.

        ઓકે સોરી યાર ...મે કહ્યું.

        આમ જ અમારા બંન્ને વચ્ચે થોડીવાર પોઝિટિવ આને નેગેટીવીટી ની લડાઈ ચાલી અને છેલ્લે તમે જાણો જ છો કે જીત કોની થઇ હશે.

       
         હુ ચાલતો ચાલતો મારા ઘર તરફ જઈ રહ્યો હતો. મને રસ્તામાં બસ એક જ ડર હતો કે જો કિશન અને તેના મિત્રો વચ્ચે બેઠા હશે તો ફરીથી મને બધા વચ્ચે ચિડવશે અને હુ તેની સામે હંમેશાની જેમ હારી જઈશ. કેમ કે કિશને આખા ગામમાં મારી એવી અફવા ફેલાવી દીધી હતી કે હું એકદમ ફાટલો અને ડરપોક માણસ છું. હું તો કોઈ ની સામે બોલવામાં પણ નથી જીતી શક્તો. ટુંક મા કહુ તો એના જીવનનો એક જ ધ્યેય હોય એવુ જ લાગતુ હતુ અને એ ધ્યેય મને કમજોર સાબિત કરવાનો. કિશનને એવો ભરપુર વિશ્વાસ હતો કે મારાથી આ દુનિયામાં કંઈ થઈ શકે નહીં.

        હુ ચાલતો ચાલતો એક બજાર ટપ્યો એટલે મને એ દ્રશ્ય દેખાયુ કે જે મારે નહોતુ જોવુ. મને તો એ જ નથી સમજાતું કે ભગવાન મારી સાથે આવુ કેમ કરી રહ્યા છે. હુ જ્યાથી પસાર થવાનો હતો ત્યાજ કિશન અને તેના મિત્રો બેઠા હતા. આગળ હુ જેવો તેના પાસેથી પસાર થયો એટલે એ મારા સ્વપ્નાઓ પર પોતાના ઈર્ષ્યારૂપી તીર મારી પર છોડવા માંડ્યો.

       બાજુમાં બેઠેલા કાકા ને કિશને કહ્યું કાકા લેવી હોયને તો ફોરચ્યુનય કાર જ લેવાય બાકી બીજી હુ લેતો હશુ.

        કિશને આ વાક્ય એવુ સાબિત કરવા માટે બિજાના થ્રુ મને સંભળાવ્યું કે મારા જેવા વ્યક્તિ જે કોઈની દાદાગીરી સામે બોલી ના શક્તા હોય એની શુ ઓકાત હોય આવી કાર લેવાની. અને બિજાના થ્રુ મને એટલા માટે સંભળાવતો કે હુ તેની સામે દલીલ ન કરી શકુ ઈન શોર્ટ માનસીક ત્રાસ.

       હુ કિશનના ચિડવ્યા નો જવાબ ક્યારેય આપી ન શક્તો કેમ કે મને ખબર છે કે કિશન છટકેલી ખોપરી છે જો હુ તેને ચિડવીશ તો તેનાથી સહન નહીં થાય અને એ મને બજારમાં કદાચ બધાની વચ્ચે મને પિટી પણ શકે. અને મારા જવાબ ન દેવાના આ કારણથી જ લોકો મને કમજોર સમજે છે. અને મને એજ નથી સમજાતું કે દિક્ષીતા મારી આ સહન કરવાની આદત ને મારી તાકાત કઈ રીતે માને છે. આમા શુ શક્તિ છુપાયેલી હોય ? પછી તો શુ આપણે હંમેશાની જેમ સાંભળતા સાંભળતા ત્યાથી ચાલ્યા ગયા.

         હુ વરૂણ પટેલ આટલુ વાચી મે આગળનુ પેજ ફેરવીને જોયુ તો આગલા પેજ કોઈકે ફાળી નાખેલા હતા. કદાચ પેજ ફાળનાર વ્યક્તિ નહીં ઈચ્છતો હોય કે કોઈ પણ વ્યક્તિ આ વાર્તા વાચે. મને તો ૧૦૦% એવુ લાગે છે કે આ કાર્ય કિશનનુ જ હશે.
 
         માફ કરજો પણ આ પુસ્તકના પેજ કોઈક વ્યક્તિએ ફાળી નાખેલા છે તમને કદાચ જાણ નહીં હોય ...મે લાઈબ્રેરિયન ને કહ્યું.

         મને જાણ છે લેખક મહોદય... લાઈબ્રેરિયને કહ્યું.

         તો પછી મને આ અડધી બુક તમે કેમ સજેસ કરી... મે કહ્યું.

         ફાટેલા પેજમાં રહેલી વાર્તા મે મારી અંગત બુકમાં ઉતારી લીધી હતી જેથી કોઈને આ વાર્તા અધુરી છોડીને જવું ન પડે... લાઈબ્રેરિયને કહ્યું.

         પરંતુ તમે આ કઈ રીતે મતલબ તમને ખબર હતી કે આ બુક ના પેજ કોઈ ફાળી નાખ્યા છે... મે કહ્યુ

          મે ફાટેલા પેજ ડસ્ટબીનમાંથી લઇને મારી અંગત બુકમાં ઉતારી લીધા. જેથી લોકોને વાચવામાં તકલીફ ન કરે. લાઈબ્રેરિયને કહ્યું.

          મારી અંદર ફાટેલા પેજો ને લઈને ઘણા બધા પ્રશ્નો હતા. પરંતુ આટલુ બોલતા જ લાઈબ્રેરિયને મને અટકાવી દીધો.

          જે કંઈ પણ પશ્ન હોય તે પછી કરજો પહેલા વાર્તા પુરી વાચી લ્યો... લાઈબ્રેરિયને કહ્યું.

         તેણે મને તેની અંગત બુક આપી અને જ્યાથી હુ અટક્યો હતો ત્યાથી ફરીથી વાચવાની શરૂઆત થઈ.

વાંચનની ફરીથી શરૂઆત ->

        હુ અને મારો મિત્ર અમે બંન્ને શહેરમાં આવેલા એક સારા કોચિંગ ક્લાસે GPSC ની તૈયારી માટેનુ ફોર્મ ભરવા માટેનાં ગયા અને ત્યા પણ કિસ્મતે મારા માટે ખૂબ સારો બંદોબસ્ત કરી રાખેલ. મતલબ કિશન પહેલેથી જ ત્યા ફોર્મ ભરવા માટે હાજર હતો. મને ખબર હતી કે ૧૦૦% કિશન મને જોઈ જરૂર  ચિડવશે. એટલે આજે મે પણ નક્કી કરી લીધું હતું કે આજે તો જરૂર તેને વરતો જવાબ આપવો છે.

       મને જોતા જ કિશન બોલ્યો આવી દ્રૌપદી.
       મે ખુબજ શાંતિપૂર્ણ કિશનના આ સવાલ નો જવાબ આપ્યો સાચુ દુર્યોધન. તારામા અને દુર્યોધનમાં કઈ લાંબો ફર્ક નહીં કેમ શુ કહેવુ કિશન તારુ.

        આટલુ સાંભળતા જ કિશન ગુસ્સે ભરાયો. કેમકે કિશને જીવનમાં ક્યારેય સહન કરતા શિખ્યુ જ નથી. કિશનની ઈચ્છા તો મને મારવાની જ હતી પરંતુ એ જાણતો હતો કે જો કોચિંગ ક્લાસની અંદર એ માર પીઠ કરશે તો તે ફસાય જશે તેથી જ તે ત્યા શાંત રહ્યો.

        કિશનના કઈ પણ ન બોલવાથી મારો વિશ્વાસ થોડો મજબુત થયો એટલે મે આ સિલસિલો આગળ યથાવત્ રાખ્યો જવાબ આપવાનો.

        ફોર્મ ભરતા-ભરતા કિશન મને ખિજવતો કે તારે sex  મા મેલ ના આવે ફિ-મેલ આવે એટલે હુ પણ સામે જવાબ દેતો "સાચુ દોસ્ત એક ફિ-મેલ ને જ બિજી ફિ-મેલ ની ચીંતા હોય.  આમ આ ખિજવવાનો કિસ્સો આગળ યથાવત્ રહ્યો.

        કિશનની અંદર કોઈને ખિજવવાની હિંમત જરૂર હતી પરંતું કોઈનુ સહન કરવાની નહી. અને આ તરફ કિશનના કારણે અને મારા ડરનાં કારણે મારી સહન શક્તિમાં ઘરખમ વધારો થયો હતો.

        આગળ થોડો સમય વિત્યો અમે અમારૂ કાર્ય પુરૂ કરીને ક્લાસની બહાર નીકળ્યા અને જેવા અમે શહેરની એક ગલીમાં પહોચ્યા ત્યા જ પાછળથી ગુસ્સે ભરાયેલા કિશને મારા પર હુમલો કરી મને જેમ ફાવે તેમ મારવા લાગ્યો. મારા મિત્રને પણ કિશનના દોસ્તોએ પકડી રાખ્યો જેથી એ મને બચાવી ના શકે. કિશને મને ખુબ માર માર્યો. એટલા ગુસ્સાથી માર્યો કે જાણે મે એની પ્રેમીકાને છીનવી લીધી હોય. હુ અને મારો મિત્ર અમે કંઈ જ ન કરી શક્યા. હુ માર ખાવા શીવાય કઈ ન કરી શક્યો અને કિશનના મિત્રો દ્વારા મારા મિત્ર ને પકડ્યો હોવાથી એ મને બચાવી ન શક્યો.

         એ દિવસે હુ ખુબ રડ્યો. મે આ વાતની જાણ કોઈને ના કરી. હુ સતત ૧૦ દિવસ સુધી દિવસમા એકવાર આ ઘટના ને યાદ કરી જરૂર રડતો. મે ક્લાસ પણ છોડી દિધા કેમકે ત્યા કિશન પણ આવતો હતો. હુ અંદરથી એકદમ તુટી પડ્યો હતો.  મને પોતેજ મારા પર દયા આવવા લાગી હતી. આટલી હદ સુધી હુ કમજોર બની ગયો હતો.

                       2 YEARS LATTER

         બે વર્ષ વિતી ગયા અમે GPSC ની exam પણ આપી દીધી હતી અને આજે એનુ પરીણામ હતુ. પરિણામ જાહેર થયું. આ વખતે પણ પરિણામ કંઈક કોલેજ જેવુ જ હતુ. મારી મહેનત સામે આ વખતે પણ કિશનની બેઈમાની જીતી ગઈ. હુ કિશનનુ રિઝલ્ટ સાંભળી થોડો નારાજ થયો. નારાજગી એટલા માટે કે દરેક જગ્યાએ હુ કિશનથી સાચો હોવા છતાં હારી રહ્યો હતો. હુ મારા રિઝલ્ટ કરતા કિશનનુ રિઝલ્ટ જોઈ વધારે નારાજ હતો. ફરીથી મને મારી પોઝિટિવ મિત્ર દિક્ષીતાએ સમજાવ્યો કે તુ કિશનને જોઈ ભાંગવા કરતા તારૂ સારૂ પરિણામ જોઈ આગળની પરીક્ષા માટે તૈયાર થઇ જા.

        મે ફરીથી મારી મહેનતનુ રૂટીન ચાલુ કર્યું. થોડાક દિવસો વિત્યા પછી GPSC ની મેઈન exam આવી અને ખુબજ મહેનત પુર્વક મે exam આપી. થોડાક મહિનાઓ બાદ એનુ પણ પરિણામ જાહેર થયું. આ વખતે સંજોગો વશ અમારા બંન્ને નુ પરીણામ સરખુ હતુ. હા રિઝલ્ટમાં થોડાક પોઈન્ટથી હુ આગળ હતો. કિશનનુ રિઝલ્ટ ૮૫.૪૨% હતુ અને મારૂ ૮૫.૪૫ હતુ. આ વખતે હુ મારા રિઝલ્ટ ને લઈને ખુબ જ ખુશ હતો. પરંતુ હજુ એક પડાવ બાકી હતો અને એ હતુ અધિકારીની જોબ માટે નુ ઈન્ટરવ્યુ. અને એમા હુ ખુબ જ નિર્બળ હતો. મારા અને કિશનના રિઝલ્ટના પોઈન્ટ માત્રના આ ફર્ક ને કિશન આ ઈન્ટરવ્યુ દ્વારા બદલી શકે એમ હતું. અને કિશન બખુબી જાણતો હતો કે હુ કોઈ અજાણ માણસને પણ સરખા જવાબ નથી આપી શક્તો તો ઈન્ટરવ્યુ મા શુ જવાબ આપી શકીશ.  એટલે એણે વિચાર્યું કે જ્યા સુધી ઈન્ટરવ્યુ નો દિવસ ન આવે ત્યા સુધીમાં એ મારી આસ-પાસ પોઝિટિવ વાતાવરણ ઉભું નહીં થવા દે. જેથી કરીને મારા જોબમાં લાગવાના ૨-૫% ચાન્સ છે એ પણ ન બને.

       રિઝલ્ટ આવ્યા બાદ અમારી સોસાયટીમાં અને શહેરમાં અમારા બંન્નેના રિઝલ્ટની ચર્ચા હતી. અને ફરીથી આ ચર્ચાનો ફાયદો ઉઠાવી એમા ઝેર ફુકવાની સફળ કોશિષ કરી.

       દરેક વ્યક્તિના જીવનમાં એક અેવો કાકો હોય એને તમે કોઈ પણ વાત કહો એટલે એ પવન વેગેની ઝડપથી આખા શહેરમાં ફેલાવી દે. કિશને એવા જ એક અમારા ગામનાં કાકા ને કહ્યું કે કોલેજ જેવી સામાન્ય પરીક્ષામાં ૫૦% માંડ લાવી શકનાર વ્યક્તિ વગર ટ્યુશન ક્લાસીસ ૮૫% ખુબ જ અઘરી exam માં કઈ રીતે લાવ્યો. ચોરી કર્યા વગર આવે જ નહીં કાકા. આમ આ કાકા દ્વારા આ અફવા કિશને આખા શહેરમાં ફેલાવી દીધી. હકિકત આના કરતા સાવ ઉલટી હતી ચોરી કરીને ટકા કિશન લાવ્યો હતો. પરંતુ આ કિશન દ્વારા મને ઈન્ટરવ્યુ પહેલા તોડવાનો પ્રયત્ન હતો.

       આમ આ અફવા નો શિકાર ધીરે ધીરે મારો પરિવાર પણ બન્યો.

       મારા ઘરે મારા મામા અને બીજા બે ચાર મહેમાન આવેલા. બધા મહેમાન અમારા ધરના હોલમાં સોફા પર બેસીને આવતી કાલના મારા ઈન્ટરવ્યુ વિશે વાત કરી રહ્યા હતા.

       શુ છે ઈન્ટરવ્યુની તૈયારી બેટા...   મામા એ મને કહ્યું.
        કંઈ ખાસ નહીં મામા મે કહ્યુ.

        મારૂ વાક્ય પુરૂ થતા જ મારા થી નારાજ પપ્પા બોલ્યા.
        થઇ રહ્યુ ઈન્ટરવ્યુ આનુ. ગામમા બે લોકોની સાથે સરખી વાતો કરતા પણ નથી આવડતુ ત્યા અધીકારીઓને શુ જવાબ આપવાનો આ...પપ્પાએ ગુસ્સા સાથે કહ્યું.

       પરંતુ પપ્પા એ વસ્તુ ને અને આ વસ્તુને શુ લેવા-દેવા... મે કહ્યુ.

       આટલુ બોલતા જ ફાઈનલી કિશનની આગ ઘરમાં પહોંચી.

        આખુ ગામ તારી ચોરીની વાત કરે છે એનુ કર પછી મારી સામે વાત કરજે... પપ્પાએ કહ્યું.

        જો પપ્પા ગામનુ કામ છે વાતો કરવાનુ હુ એમના માટે નથી જીવતો અને હુ જાણુ છુ કે હુ આ ટકા કઈ રીતે લાવ્યો એટલુ મારા માટે કાફી છે... મે કહ્યુ.

       બોલો મુરારી બાપુ બોલો. તુ શુ મોટો સલમાન ખાન છે કે ગામ તારી વાતો કરે એટલે તારી પોપ્યુલારીટી વધે... પપ્પાએ કટાક્ષ કરતા કહ્યું.

       પરંતુ પપ્પા આ બધુ કિશનનુ ફેલાવેલુ છે...મે કહ્યુ.

      ( અમુક લોકો બીજા લોકોની સામે એવી ઈમેજ ઉભી કરી દેતા હોય છે કે લોકો ને એમનો સાચો ચહેરો દેખાય જ નહીં. સાહેબ આ દુનીયાનો તો નિયમ છે કે રાજનૈતિક, રૂપીયા વાળા, ખોટા અને ગુંડા માણસને માન મર્યાદા અને ભાઈ અહીં આવીને બેસ અને સારા માણસને રોજે રોજ પહોચાડો ઠેસ.)

      આપણા થી કંઈ ન થાય ને તો કોઈ વાંધો નહીં બાકી ગામ વાતો કરે એમા બીજાના નામ ના દેવાય... મે પપ્પાને કહ્યું.

      આ કિશન કોણ છે... મામાએ કહ્યું.

      હવે ધિરે ધિરે આગ ભડકાનુ સ્વરૂપ લઈ રહી હતી.

      કિશન અમારા જ ભાયુ નો છોકરો છે. ખુબજ હોશીયાર દિકરો છે. એને કોઈ પણ જગ્યાએ લઈ જાવ એ ક્યાય પાછો ના પડે. અને એક આ નમાલો ક્યાય ચાલે નહીં.

      આમ ગામમાં ચાલતી વાતો અને પપ્પાના સ્વભાવે મને અંદરથી ખુબજ હતાસ કરી દીધો હતો. મને તો વિશ્વાસ થઈ ગયો હતો કે શુ ભગવાન હંમેશા જુઠા વ્યક્તિઓની જ મદદ કરે છે.

      હુ ફરીથી ટાકી પર જઇને બેઠો હતો. દિક્ષીતા ત્યા આવી અને થોડીવાર ચુપ ચાપ મારી પાસે બેઠી. અમે અડધો કલાક શાંત રહ્યા. ખબર નહીં કેમ પણ આજે એણે એની પોઝિટિવીટી ના બતાવી. જતા - જતા મને આટલુ કહ્યું.

     મને એ તો નથી ખબર કે અત્યારે તારી અંદર શુ ચાલી રહ્યું છે પરંતુ હા તારી નારાજગી નો સંકેત તો તારી આ બેઠક જ બતાવી દે છે.  અને હા જેણે જે કહેવુ હોય તે કહે પરંતુ મને તારા પર પૂરેપૂરો ભરોસો છે કે કાલે તારી રામરૂપી જીત અને કિશનની રાવણરૂપી હાર જરૂર થશે.

     દિક્ષીતાનુ આશ્વાસને મારા અંદર ચાલતા વાવાઝોડાને થોડુ શાંત જરૂર કરી દીધી હતું.

     ઈન્ટરવ્યુ નો દિવસ.
     સવારના ૯:૦૦ વાગ્યે હુ ઈન્ટરવ્યુ દેવા જવા માટે એકદમ તૈયાર હતો. પપ્પાને મારા પર પુરે પુરો વિશ્વાસ હતો એટલે એ વહેલી સવારે જ ઓફસે જતા રહ્યા હતા. તમે સમજી જ ગયા હશો કે પપ્પાને શુ વિશ્વાસ હતો. "હુ નથી જ લાગવાનો".

     પપ્પા મારી સાથે નહોતા પરંતુ હંમેશાની જેમ મારી મમ્મી જરૂર મારી સાથે હતી. જતા - જતા હુ મમ્મીને પગે લાવ્યો અને મારી મમ્મીએ મને ખુબજ સરસ એક વાક્ય કહ્યું જે કદાચ દુનિયાની દરેક મા પોતાના છોકરાને કહેતી હશે. સાહેબ આ વાક્યથી મારા પરનો અડધો બોજ ઉતરી ગયો.

   બેટા ખુબજ સારી રીતે તારૂ ઈન્ટરયુ દેજે... મમ્મીએ કહ્યુ.
    ઈન્ટરયુ નહીં મમ્મી ઈન્ટરવ્યુ... મે કહ્યુ.

     હા એ જે હોય તે તુ સમજી ગયો એટલે બસ. (મમ્મી થોડીક ભાવુક થઈને) બેટા જરાય ચિંતા ના કરતો તુ પાસ થા કે નાપાસ થા તારી આ મમ્મીનો તો તુ હંમેશા રાજા દિકરો અને લાડકો જ રહીશ.  અને હા તુ નાપાસ થઈને આવ કે પાસ થઈને આજે હુ તારા માટે તારૂ ભાવતુ જમવાનુ જ બનાવીશ કેમ કે મારા માટે તો તુ હંમેશા જીતેલો જ છે. અને મને તો જરૂર લાગે છે કે તુ જરૂર સિલેક્ટ થઈશ.

      મમ્મીના આ વાક્યોએ મારી ચિંતા સાવ દુર કરી દીધી હતી. હુ આ ભાવુક ક્ષણમાં મમ્મીને કઈ જવાબ ન આપી શક્યો. મમ્મીને પગે લાગ્યો અને પછી હુ ઈન્ટરવ્યુ દેવા રવાના થયો.

     ઈન્ટરવ્યુ દેવા માટે અમે ઓફીસ રૂમની બહાર બેઠા હતા. અંદર ઓફીસમાં બેઠેલા અધિકારીઓ બે અલગ અલગ રૂમમાં અલગ અલગ વ્યક્તિઓને બોલાવતા મતલબ કે એક સાથે અલગ અલગ બે વ્યક્તિઓના ઈન્ટરવ્યુ લેવાતાં જેથી સમય બચે અને ઝડપી કાર્ય થાય.

    હુ અને કિશન અમે બંન્ને એક બેન્ચ પર બેઠેલા એટલે કિશને ફરીથી એની આસુરી બુધ્ધિ ચલાવી મારો કોન્ફીડન્સ લો કરવાની કોશિશ કરે.

    શુ કે ભાઇ કેવી તૈયારી... કિશને મને કહ્યું
    મે કશો જવાબ ન આપ્યો.

    જો ભાઇ વિજય આ ખુબજ અઘરી વસ્તુ છે. આમા ફાટલા બિકણ અને બાયલા માણસ ન ચાલે. અધિકારીનુ કામ કઈ જેવુ તેવુ નથી હોતુ એના માટે મર્દ માણસ જોઈએ... કિશને મારો કોન્ફીડન્ટ લો કરવા કહ્યું. 

     હુ આટલુ બધુ સાંભળીને પણ આજે એકદમ શાંત હતો. આજે મારૂ મન કઈક અલગ જ રીતે કામ કરી રહ્યુ હોય એવુ લાગતુ હતુ. મને આજે નહોતો કિશન પર ગુસ્સો આવતો કે નહોતો કિશનને જવાબ દેવાની ઈચ્છા થતી. કદાચ આ બધુ મારી સહનશક્તિ ખુબજ વધી ગઈ હતી એના કારણે જ થતુ હતુ અને આ દેન કિશનની જ હતી.

    અમારા બંન્નેના ઈન્ટરવ્યુ સમયસર પૂર્ણ થયા. થોડાક દિવસો વિત્યા એટલા આ ઈન્ટરવ્યુનુ રિઝલ્ટ આવ્યુ અને જોબનો ઓડર આવ્યો જે પાસ થયો હતો એના ઘરે. આ વખતે પણ હંમેશા ની જેમ પરીણામ મારા માટે ચોકાવનારૂ હતુ. મારા પિતા પણ આ વખતે હંમેશા ની જેમ પરીણામ જોઈને ચોકી ગયા હતા અને તેમને ઘરના બધા સદસ્યો વચ્ચે મને કહ્યું.

     ગધેડાને કોલેજમાં ત્રણ ત્રણ ટ્યુશન કરાવ્યા છતા પણ ટકા ન લાવી શક્યો અને આ વખતે જોબની પરીક્ષામાં ગઘેડો વગર ટ્યુશને જોબ ઓડર લઇ આવ્યો(પપ્પા ભાવુક થઈને પ્રેમથી મને ગઘેડો કહેતા હતા.)  દિકરા આજે મને પહેલી વાર હુ ખોટો સાબિત થયો એની ખુબજ ખુશી છે.

     જી હા તમે સાચુ વાચ્યુ કે હુ અધિકારી ની પરીક્ષાના દરેક સોપાન સર કરી ચુક્યો હતો અને ઘમંડી કિશન એના ઘમંડના કારણે રહી ગયો અને હુ અધિકારી બની ચુક્યો હતો.

     તમે વિચારતા હશો કે ઈન્ટરવ્યુ મા શુ થયુ એ તો કહ્યું નહીં તો સાહેબ એ ઈન્ટરવ્યુ મા મારી કમજોરી મારી તાકાત બની ગઈ. વાચો આગળ। ->->  Next page.

    

    


        અમને બંન્ને ને ઈન્ટરવ્યુ માટે અલગ- અલગ રૂમમાં બેસાડવામાં આવ્યા. અમારી સામે બે અધિકારીઓની જોડી બેઠી હતી જે અમારી અગ્નિ પરીક્ષા લેવા તૈયાર હતી. કિશન પોતાની જાતને ડોન જ સમજતો તે હંમેશા તેના મગજમાં એક વિચાર રાખતો જે વિચાર એણે કોઈ પણ પરિસ્થિતિમાં ગભરાઈ ના જવાય તેના માટે ખુબજ કામ આપતો. કિશન એવુ વિચારતો કે " મારી સામે જે કોઈ બેઠો છે તેની કોઈ જ ઓકાત નથી મારી સામે "   અને એનો આ વિચાર એને ગભરામણથી તો બચાવી લેતો પરંતુ આ વખતે ઘમંડથી ન બચાવી શક્યો.

      આ તરફ મારી હાલાત માઉન્ટ શિખરની હવા જેટલી પાતળી હતી. મને નહોતી ખબર કે હું ઈન્ટરવ્યુમાં શુ કરીશ.

      આ વખતેના ઈન્ટરવ્યુમાં અધિકારીઓએ નક્કી કરેલુ કે કોઈ ને નોલેજના પ્રશ્નો નથી પુછવાના કેમ કે આટલે સુધી જે વ્યક્તિ પહોચ્યો હોય અેને સામાન્ય જ્ઞાન તો હોય જ પરંતુ આ વખતે અધિકારીઓએ અમારા સયમની અને સહનશક્તિની પરીક્ષા લેવાનુ નક્કી કર્યું હતું.

      કિશનના ઈન્ટરવ્યુ ની શરૂઆત આમ તો બંન્નેના ઈન્ટરવ્યુ સાથે જ થયા હતા પરંતુ પહેલા તમે કિશનનુ ઈન્ટરવ્યુ વાચો અને પછી મારૂ.

    કિશનનુ ઈન્ટરવ્યુ.

    શુ નામ તમારૂ... અધિકારીશ્રીએ કિશનને પુછ્યું.
    કિશને પોતાની અટક સહિત નામ કહ્યુ ( હુ અહી અટકનો કોઈ ઉલ્લેખ નહીં કરૂ એ તમારે સમજી લેવાનુ) કિશન કુમાર સત્યનાથભાઈ.

    હવે અધિકારીઓ  જાણીજોઈને થોડા અગ્રેસીવ થયા.

    તો તારા બાપનુ નામ સત્યનાથ છે એમને...અધિકારીશ્રીએ કિશનને પુછ્યું.

    કિશનને અધિકારીની આ ભાષા અને વર્તન થોડુક ખરાબ લાગ્યુ અને થોડોક અહમના કારણે ગુસ્સો પણ આવ્યો. પરંતુ આ વખતે નોકરીના સવાલે શાંત રહીને શાંતિપૂર્વક અધિકારીને કહ્યું.

     સોરી સર પરંતું તમારી આ પ્રશ્ન પુછવાની ભાષા થોડિક વ્યવસ્થિત નથી. તમારે એમ કહેવુ જોઈએ કે તારા પિતાનુ નામ સત્યનાથ છે...કિશને પોતાનો ગુસ્સો દબાવતા કહ્યું.

    કિશનના હાવ-ભાવ જોતા જ અધિકારીઓને ખબર પડી ગઈ કે કિશન પોતાનો ગુસ્સો દબાવી રહ્યો છે. એટલે અધિકારીઓ એ એક સારો અધિકારી પસંદ કરવા માટે પોતાની ભાષાનુ સ્તર થોડુક વધારે અવ્યવસ્થિત કર્યુ.

      એટલે હવે અમને સત્યનાથનો છોકરો સમજાવશે કે અમારે કઈ રીતે પ્રશ્ન પુછવાનો અરે ઓકાત શુ છે તારા અને તારા બાપની.

      છેલ્લુ વાક્ય બોલતા જ અધિકારીઓઅે કિશનની દુઃખતી રગ દબાવી દીધી. પિતા વિશે ગમે તેમ બોલનાર અધિકારીઓ સામે કિશને પોતાનો આપો ખોઈ સામે બેઠેલા અધિકારીઓને ગમે તેમ ગાળો આપવા લાગ્યો અને અધિકારીઓ ઉપર હાથ પણ ઉપાડવાની નિષ્ફળ કોશિષ કરી. કેમ કે નાનપણથી જ કિશનને દાદાગીરી કરવાની ટેવ પડી હતી. કિશનને ક્યારેય નાનપણમાં કોઈનો ઠપકો મળ્યો નહોતો એટલે જ એને સહન કરવાની નહી દાદાગીરી કરવાની ટેવ પડી હતી. તેણે નાનપણથી એટલા જ સંસ્કાર મળ્યા હતા કે મારની સામે માર અને ગાળની સામે ગાળ.

      આમ ગુસ્સે થયેલ કિશન પોતાની જાત પર કાબૂ ન રાખી શક્યો અને તે ઈન્ટરવ્યુમાં નિષ્ફળ રહ્યો.

      હવે રહી વાત મારી તો કિશન અને તેના મિત્રોના અત્યાચારના કારણે મારી સહનશક્તિ ખુબજ વધી ગઈ હતી એટલે ગુસ્સે થવાનો તો સવાલ જ નહોતો. જે પરિસ્થિતિ કિશન સામે આવી એ જ પરિસ્થિતિ અધિકારીઓ એ મારી સામે મુકી. મારા મા તો એટલી હિમત નહોતી કે હું દાદાગીરી કરૂ એટલે મે આ પરિસ્થિતિને પ્રેમથી હેન્ડલ કરી. વાચો ->

     શુ નામ તમારૂ... અધિકારીશ્રીએ મને પુછ્યું.

     વિજય શાંતિલાલ અટક સહિત મે મારૂ નામ કહ્યું.

     નામ સાંભળતા જ મને પણ અધિકારીઓ એ ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો.

      તો તારા બાપનુ નામ શાંતિ છે... અધિકારીશ્રીએ કહ્યું.

      હુ જાણતો હતો કે હુ કોઈ ની સામે લડવામાં સમર્થ નથી એટલે મે દરેક સવાલના જવાબ શાંતિથી જ આપવાનુ નક્કી કર્યું.

      સર મારા પિતાનુ નામ શાંતિલાલ છે નહીં કે શાંતિ.

      આટલુ સાંભળ્યા બાદ અધિકારીએ જે વાર કિશન પર કર્યો હતો એ મારા પર કર્યો. મને ઉશ્કેરવા.

      તો તુ અમને બતાવીશ કે અમારે કોનુ નામ કંઈ રીતે લેવાનુ.  તારી અને તારા બાપની ઓકાત શુ છે. અધિકારીશ્રીએ કહ્યું.

      બસ સાહેબ અધિકારીના આ વાક્યનો મે જે જવાબ આપ્યો એ જવાબના કારણે હુ પાસ થયો અને મને કમજોર કહેનાર ને મે વગર બોલ્યે જવાબ આપ્યો.

     હુ થોડોક ભાવુક થયો. સાચી વાત સાહેબ મારી શુ ઓકાત બાજુમાં અત્યારે જેનુ ઈન્ટરવ્યુ ચાલી રહ્યું છે એ વ્યક્તિ પણ આ જ કહેતો કે તારી શુ ઓકાત છે... મે સહજતાથી કહ્યું.

     એક મીનીટ હુ શાંત રહ્યો.  અને પછી મે જવાબ આપવાની શરૂઆત કરી.

     સાહેબ લોકો હંમેશા ઓકાતને પૈસા અને તાકાતથી માપતા હોય છે પરંતું  મારૂ અને મારા પરિવારનુ માનવુ કંઈક અલગ જ છે. અમે લોકોની ઓકાત એના સંસ્કારથી માપવી છીએ અને જો તમે પણ મારી ઓકાત સંસ્કાર થ્રુ માપતા હોય તો ધણી ઉચી છે મારી ઓકાત અને એ તમે જોઈ પણ રહ્યા છો. તમારા દરેક નફરતરૂપી સવાલના હુ શાંતિપૂર્વક પ્રેમરૂપી જવાબ આપી રહ્યો છુ. કેમકે મારા પિતાની ઓકાત રૂપી સંસ્કારનુ એવુ કહેવુ છે કે પ્રેમના બદલે પ્રેમ અને નફરતના બદલે પણ પ્રેમ. હાં તમારા સવાલ નો જવાબ મે નફરતરૂપી આપ્યો હોત તો તમારો જરૂર અધિકાર હતો મને પુછવાનો કે તારી ઓકાત શુ છે.

     મારા આ એક જવાબથી અધિકારીઓ ખુબ જ સંતુષ્ઠ થયા અને મને કહ્યું.

     i am sorry gentleman શ્રી શાંતિલાલ પટેલના દિકરા શ્રી તમે અમારી અમારી આ પરીક્ષા મા સારૂ પરફોર્મન્સ આપ્યું છે તમે ખુબ જ જલ્દી પરીણામ મળી જશે.

    ત્યાર બાદ મને થોડાક પશ્નો પુછ્યા અને પછી હુ ત્યાથી રવાના થયો.

    આગળ તમે મારૂ રિઝલ્ટ તો જાણો જ છો કે હુ અધિકારી બની ચુક્યો છુ.

    સાહેબ જો કિશને મને જીવનમાં આટલો હેરાન ના કર્યો હોત તો મારા મા આટલી સહન શક્તિ ના જન્મેત અને જો મારા મા સહનશક્તિ ન હોત તો મે અધિકારીઓ પર ગુસ્સો કર્યો હોત અને મારા અંદર એ વિચાર ન આવ્યો હોત કે દરેક સવાલના પ્રેમથી જવાબ દેવાના.

    એટલે જ હુ જે સહનશક્તિને મારી કમજોરી સમજીને ભગવાનને કોષતો હતો આજે એ જ સહનશક્તિ ને લઈને ભગવાનને પ્રાર્થના કરું છું કે સહનશક્તિરૂપી તાકાત મને આપવા બદલ આભાર.

   "તમારી કમજોરી જ તમારી તાકાત છે"
    
     આગળ વાચકો કે કિશનનુ શુ થયુ અને બુકના પન્ના કોણે ફાળ્યા.


      હેલ્લો હુ વરૂણ. છેલ્લે ખુબ જ સરસ લાઈન સાથે આ બુક ની વાર્તા મે પુર્ણ કરી અને પછી હુ એ લાઈબ્રેરિયને બુક આપવા માટે ગયો. મે બુક તેના હાથમાં આપી.

     આભાર લાઈબ્રેરિયનકાકા. તમારા કારણે આજે હુ આ બુક પુરી કરી શક્યો નહીંતર કિશને તો આ બુક ફાળી નાખી હતી ...મે કહ્યુ.

    પહેલા તો આ મારૂ કાર્ય અને ફરજ છે જેન્ટલમેન અને બિજી વાત કે આ બુક કિશને નહીં પરંતુ વિજય સાહેબે ફાળી હતી ...લાઈબ્રેરિયને કહ્યું.

     બુક ફાડનારનુ નામ સાંભળતા જ હુ ચોકી ઉઠયો કે જે વ્યક્તિએ બુક લખી એણે જ... મે કહ્યુ.

     હાં વિજય સાહેબ નથી ઈચ્છતા કે કિશનની બદનામી થાય ...લાઈબ્રેરિયને કહ્યું

     પરંતુ તમે વિજયને કઈ રીતે ઓળખો છો... મે કહ્યુ.

     હુ વિજય સાહેબની ઓળખાણથી જ અહી નોકરીએ લાગ્યો છુ અને રોજ એમની ફોરચ્યુનર કારમાં એમની સાથે જ અપડાઉન કરૂ છું. એમને મારી આખ સામે બુક ફાળીને બહાર ફેકી દિધી હતી. લાઈબ્રેરિયને કહ્યું.

     પરંતુ તમે આ બુકજ મને વાચવા આગ્રહ કેમ કર્યો કેમ કે તમારા સાહેબ તો નથી ઈચ્છતા કે આ બુક કોઈ વાચે...મે કહ્યુ.

    એ તો સાહેબની મોટપ છે કે એ કિશનને બદનામ નથી કરવા માંગતા અને હુ લોકોને આ બુક વાચવા માટે એટલે આગ્રહ કરૂ છું કે જો કોઈ કિશન તૈયાર થતો હોય તો એને પણ ખબર પડે કે એ ખોટા રસ્તે છે અને કદાચ સુધરી જાય... લાઈબ્રેરિયને મને કહ્યું.

     ત્યાજ લાઇબ્રેરી બહાર એક ફોરચ્યુનર કાર આવી ને ઉભી રહી અને તેમાથી એક વ્યક્તિએ લાઈબ્રેરીમાં કોઈને બોલાવતા બુમ પાડી.

ઓય કિશન ચાલ મોડુ થાય જમવાનુ છે ભુખ લાગી છે... કારમાં બેઠેલા વ્યક્તિએ કહ્યુ

     અને સાહેબ જે વ્યક્તિએ સામે જવાબ આપ્યો એ જોઈને હુ પણ ચોકી ગયો.

     આવુ છુ વિજય લાઈબ્રેરી તો બંદ કરવા દે... લાઈબ્રેરિયને કહ્યું.

    જી હા તમે પણ ચોંકી ગયા હશો કે આ લાઈબ્રેરિયન જ કિશન છે કેમ કે સાદ પાડનાર એ જ વિજય હતો જેની વાર્તા આપણે આજે વાચી.

     સાહેબ તમે જ કિશન છો... મે કહ્યું.

     હાં ચાલો સાહેબ હુ થોડોક ઉતાવળમાં છું. મારો મિત્ર રાહ જુએ છે. લાઈબ્રેરિયન કિશને કહ્યું.

      આ દ્રશ્ય જોઈને મને એમ લાગ્યુ કે ભુલ સુઘારતા તો કોઈ કિશન પાસેથી જ શીખે.

     બાકિના જવાબ તો તમને મારા આ ઈશારા રૂપી છેલ્લા દ્રશ્યમાં મળી જ ગયા હશે. જય શ્રી કૃષ્ણા

     ખુબ ખુબ આભાર તમારો મારી આ વાર્તા વાંચવા બદલ. આગળ આથી પણ સારી વાર્તા તમને મારા આ આઈડી પર વાંચવા મળશે. જય હિંદ.

                               BY
               VARUN SHANTILAL PATEL

       

બીજા રસપ્રદ વિકલ્પો