Featured Books
  • ડિજિટલ અરેસ્ટ

    સાયબર માફિયાઓનો નવો કિમીયો : ડિજિટલ અરેસ્ટડિજિટલ અરેસ્ટ : ઓન...

  • કભી ખુશી કભી ગમ - ભાગ ૪

    SCENE 4  [ સ્ટેજ ઉપર લાઈટ આવે કપિલા અને નીલમ ચિંતામાં બેઠા છ...

  • નિતુ - પ્રકરણ 33

    નિતુ : ૩૩ (લગ્ન) નિતુ રાત્રે ઘરે પહોંચી તો ઘરમાં શારદા સિવાય...

  • ભીતરમન - 39

    મારી વિચારધારા સવિતાબેન ના પ્રશ્નથી તૂટી હતી તેઓ બોલ્યા, "મા...

  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

શ્રેણી
શેયર કરો

કલ્પવૃક્ષ-એક કલ્પના કે હકીકત - પાર્ટ-૩

(આપણે આગળ જોયું કે ચંદનીનું ઇન્ટરવ્યૂ જે સર એ લીધું તેનો ચહેરો ના જોઈ શકાયો. અને હવે તેણી કલ્પવૃક્ષ વાંચી રહી હોય છે તેની આંખો ફાટી રહી જાય છે)

ચાંદની કલ્પવૃક્ષના પાનામાં વાંચે છે કે .....

છોકરી ફરી વાર છોકરા ને મળે છે મોઢું જોઈ શકતી નથી.પણ હાથ પર નિશાન જોઈ જાય છે.અને તે છોકરો તેની ખૂબ નજીક હોવા છતાં તે ઓળખી સકતી નથી.

અને તેણી ની એક જગ્યા એ નોકરી લાગી જાય છે.ત્યાં પણ તેનો ભેટો પેલા છોકરા જોડે થાય છે.

વાંચી ને ચાંદની ને એટલી તો ખબર પડી જાય છે કે પોતાને કાલ નોકરી મળી જશે.તેથી શાંતીથી સુઈ જય છે.સવારે ઉઠીને તે તૈયાર થાય છે.ત્યાં ફોન રણકે છે.તમે આજથી જોબ પર આવી શકો છો,ચાંદની ખુશ થાય છે.

તેણી જાય છે પરંતુ જતા રિક્ષા બોલાવે છે પણ તે રીક્ષા પેલેથી ભરેલી હોય છે.

ચાંદની ચાલે છે આગળ ત્યાં દુપટ્ટાનો છેડો રિક્ષામાં ફસાય છે.કોક માણસ તે કાઢવાનો પ્રયત્ન કરતું હોય છે.અને આખરે દુપટ્ટાનો છેડો નીકળી જાય છે.

અને તે માણસ મુઠ્ઠી વાળીને દુપટ્ટો સાચવવાનો ઈશારો કરે છે.તેના હાથ પરનું ટેટુ ચાંદની જોઈ જાય છે.

અરે આતો પેલો જ યુવાન છે.કલ્પવૃક્ષની વાત સાચી પડી ફરી એક વાર.

અને તેણી ઑફિસ તરફ ચાલી.ત્યાં પહોંચી અને તેનું કામ સમજી લીધું.

તેણી કામ કરવા લાગી પછી ચાંદનીને સર નું કામ પડ્યું તો તે સર ના કેબિનમાં ગઈ.ત્યાં એ કંઈક સર ને કેહવા આવી હતી એ પહેલાં જ સર એ ચાંદની ને કહ્યું મિસ.....ત્યાં ચાંદની એ કહ્યું ચાંદની શર્મા.હા એ જ વ્હોટએવર તમે આ ફાઇલ પહેલા ટાઈપ કરી દેજો અને આજ જ પૂરું કામ કરી દેજો.

ચંદનીએ કહ્યું ઓકે સર અને તે ચાલી ત્યાં પવનની લહેરખી આવી અને સર ના મોઢા પાસે ચંદનીનો દુપટ્ટો ઉડયો. તે ચાલી.કામ પૂરું થયું ત્યાં વાર થાય ચુકી હતી.

તેણે જોયું તો સર હજી કેબિનમાં જ હતા.કામ કરતા હતા.
તે કેબીન પાસે ગઈ અને બોલી સર આ ફાઇલ થાય ગઈ કેન આઇ ગો હોમ.સામેથી જવાબ આવ્યો હા.

ચાંદની ને સર બહુ અજીબ લાગતા ખાલી હા કે ના માં જવાબ આપતા.એમનું નામ પણ નહતી ખબર.રાત્રે કલ્પવૃક્ષ વાંચવા બેઠી તો વાંચ્યું છોકરીને જ્યાં કપૂર ઇન્ડસ્ટ્રીઝ માં કામ મળ્યું છે ત્યાંના માલિકના છોકરાનું નામ શૌર્ય કપૂર હોય છે.આ છોકરીને અને તેને બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ જશે.

હે!!! આતો કોઈ દિવસ સાચું નો પડે.હું અને એ ખડુંસ સર હવે તો આ બૂક પર સેજય વિશ્વાસ નઇ આવતો.સુઈ જાય છે.એતો સુતા સુતા પેલા યુવાન ની કલ્પના કરતી હોય છે.કોણ હશે તે??અરે પરંતુ આ ચિટિંગ કેવાય હો કલ્પવૃક્ષ હવે તું મને કેતુ બી નથી એ મળશે કે નઇ?? એવું બડબડતી સુઈ જાય છે.

ચાંદની ઑફિસમાં જાય છે.બધું કામ પતાવે છે.પણ ઘરની વાતો યાદ કરીને તેની આંખ સેજ નમ થઇ જાય છે. ઓફીસમાથી સર જોવે છે. પ્યુન આવીને કહે છે,શૌર્ય સર બોલાવે ચંદનીમેમ.ત્યાં ચાંદનીને કલ્પવૃક્ષની વાતો યાદ આવવા લાગે છે.

એ જાય છે.સર બોલતા હોય છે પણ ધ્યાન નથી હોતું.ચાંદની વિચારતી હોય છે ક્યાં આ ખડુસ અને ક્યાં હું.ક્યાં આ બેરંગ અને ક્યાં હું રંગીન.ક્યાં મેળ છે અમારા વચ્ચે.આ કલ્પવૃક્ષ છે ને પણ. . ચાલ હટ... મિસ ચાંદની....હેલ્લો ક્યાં છો તમે. આઇ થિંક યુ શુડ ગો હોમ એન્ડ ટેક રેસ્ટ.ઓકે સર.

બીજી તરફ શૌર્ય એક છોકરીને ગોતતો હોય છે જેની વસ્તુ તેની પાસે હોય છે.એક ઈયરરિંગ.એક પાનુ જેમાં લખેલી હોય છે કવિતા.એક બ્રેસલેટમાંથી ખરેલો ચંદ્ર.અને એક ઘૂઘરી. આ બધું જેનું હોય તેને ગોતી રહ્યો હોય છે.

કોનું હશે આ બધું.??? શુ કલ્પવૃક્ષની વાત આ વખતે સાચી પડશે???ચાંદની ને પેલો યુવાન ફરી મળશે???શુ શૌર્ય ને પેલી છોકરી મળશે જેની આ બધીજ વસ્તુઓ છે???

વધુ વાંચશો આવતા પાર્ટ માં...... સ્ટોરી ગમેં તો વચતા રહેજો... અને પ્રતિભાવો પણ આપતા રહેજો....