Featured Books
શ્રેણી
શેયર કરો

કલ્પવૃક્ષ- એક કલ્પના કે હકીકત

આ યુગ છે ઇન્ટરનેટનો.
જ્યાં બધું ઓનલાઇન થયું છે,બસ ખાલી ચાંદનીને એજ વિચાર આવે છે કે આટલું લાગણી વિહોણું કોઈ કેમ બની શકે.એવું તે શું કારણ છે કે જેથી ચાંદનીને માણસો લાગણી વિહોણા લાગતા હતા??

શું ચાંદની સાચું અનુભવી રહી હતી??
શું ખરેખર માણસો અત્યારના યુગ માં લાગણી વગરના પરાણે સબંધો નિભાવતા હોય છે???

ચાંદનીના ઘરમાં માતા પિતા અને ભાઈ બહેન અને પોતે એમ કુલ પાંચ વ્યક્તિઓ હતા.પરંતુ બધા એકબીજાથી ખૂબ કંટાળેલા.ચાંદનીના પિતાજી તેની માતા પ્રત્યે સારું વર્તન નહતા રાખતા.તેનો ભાઈ ધંધામાં મશગુલ ઘરની કશી ખબર નહોતો રાખતો.અને રહ્યા માતા અને ભાભી તો તેમની સાથે દિવસો પસાર કર્યે જતી.આમ તો મનમાં એને થતુ કે હું કાંઈક કરીશ કે જેથી મારા પરિવારનું નામ ઉજ્જવળ થાય. પરંતુ તેની મનની વાત મનમાં જ રહી જતી.કોઈ જોડે તે પોતાની લાગણી શેર નહતી કરતી.

કોઇ ક્યાં સુધી પોતાની લાગણીઓ છુપાવે.ચાંદની કંટાળતી એટલે થોડે દુર જઈને શાંત જગ્યા એ એકલી બેસતી કલાકો સુધી કુદરતને માણતી.થોડું લખતી થોડું વાંચતી થોડું ગાતી થોડું હસતી જાણે થોડી વાર માટે એ પોતાના માટે જીવી લેતી.તેને વાંચવાનો શોખ હતો.અવારનવાર તે પુસ્તકો વાંચ્યા કરતી.

તેને કલ્પવૃક્ષ કરીને પુસ્તક એક વાર તે જ્યાં બેસતી ત્યાં પડેલું મળ્યું.અને પેલા તો તે પુસ્તક દૂર થી જોયું તો બહું જૂનું પુરાણું લાગ્યું.તેને થયું કે આ કોઈ ભૂલી ગયુ લાગે છે.આપણાથી ના લેવાય કોકની વસ્તુ,પરંતુ ચાંદની પુસ્તકિયો કીડો હતી તેનાથી ના રેવાયું.

ચાંદની વાંચવામાં મશગુલ બની.તેણે પુસ્તક લીધુ અને તેના પરની ધૂળ ખંખેરી.અને એમનેમ એક પાનું વાંચવાનું ચાલુ કર્યુ.

તેમાં લખ્યું હતું તે વાંચ્યું અને ઘરે ગઈ.અને જેવી પહોંચી તેવી જ ખબર પડી કે તેના ભાઈને ધંધામાં બહુ મોટો લાભ થયો છે.તેને ધંધાર્થે બહારગામ જવાનું છે.પાપા મમ્મી ખુશ છે ઘણા સમય પછી આવી ખુશી તેમના ઘરમાં આવી છે.તે રાત્રે ચાંદનીને તેના જીવનની સારામાં સારી ઊંઘ આવી.

બીજે દિવસ કામ પતાવીને તે પોતાની એકલા સમય ગાળવાની જગ્યા એ જતી હતી ત્યાં ગઈ પણ તેની આંખો ખુલી જ રહી ગઈ. કલ્પવૃક્ષ પુસ્તક હજી ત્યાંનું ત્યાં જ પડ્યું છે.તેણીએ ફરી વાર એક પાનું ખોલ્યું અને વાંચ્યું. પાછું પુસ્તક જેમ હતું તેમ મૂકી ને ચાલી....

ઘરે પહોંચી.જમી ખાધું પીધું અને અહીંતહીંની વાતો કરી.વાતો કરતા કરતા તેનુ ધ્યાન સામેના ઘરની બારી પાર પડ્યું.ચાંદની સ્પષ્ટ નહતી જોઈ શકતી પરંતુ એવું લાગી રહ્યું હતું જાણે કોઈ પુરુષ સ્ત્રી ને માર મારી રહ્યો હોઈ. બીજે દિવસ ચાંદની બજાર ગઇ હતી ત્યાં સામેના ઘરવાળા માસીને જોયા.કેમ છો કેમ નહીં ખબર અંતર પૂછ્યા વાત કરતા કરતા ચંદની એ જોયું કે તેમને,ગળે હાથે ખૂબ વાગ્યું હોય અને દુખાવો થતો હોય તેમ લાગ્યું.પૂછ્યું પણ માસીએ કશો જવાબ ના આપ્યો.

ચાંદનીએ ઘરે જઈને તેની મમ્મીને પૂછ્યું કે સામે વાળા માસી ને કોઈ તકલીફ છે.તો ચાંદની ના મમ્મી બોલ્યા કે તેમના પતિ તેમને દારૂ પીને ખૂબ મારે છે.પછી ચાંદની કશું ના બોલી, પોતાના કામમાં લાગી ગઈ બધા સુઈ ગયા પરંતુ તેના મનમાં કાંઈક ગડમથલ ચાલુ હતી.પરંતુ તે વધુ ન વિચારતા સુવાનો પ્રયત્ન કરવા લાગી અંતે ઊંઘ આવી.

બીજે દિવસ ચાંદનીએ કામ પતાવ્યું થોડું ઘરમાં માહોલ ઠીક નહતો તેથી દુઃખી થતી તેના અલોન પોઇન્ટ પર આવી.બેઠી અને કલ્પવૃક્ષનું પાનું વાંચ્યું.વાંચતા વાંચતા ચાંદનીની આંખોમાં ચમક આવી,અને તે ખુશ થતી થતી ઘરે જતી હતી ત્યાં તેણે રસ્તામાં એક સુંદર મજાનું ગલુડિયું જોયું જે વાહનોના ડરના લીધે બીજી તરફ જઈ નહતું શકતું.

કોણ જાણે કેમ ચંદનીના ચહેરા પર ગલુડિયાને જોઈને તેવી જ ચમક આવી જેવી થોડી ક્ષણો પહેલા આવી હતી.ચંદની ગલુડિયાને લેવા તે તરફ ગઈ.અને જેવી વાંકી વળી તેવો જ એક નવયુવાન તેની પહેલા ગલુડિયાને ઉપાડી ને ચાલતો થયો અને ચાંદનીને ગુડ જોબ માટે ,? અંગુઠો બતાવતો ગયો.

કોણ હતો તે યુવાન???ચાંદની સાથે તેની ભેટ એ કલ્પના હતી કે હકીકત? પુસ્તક માં ચાંદનીએ શું વાંચ્યું કે જેથી તેનાં મુખ પર ચમક આવી???બીજી વાર ગલુડિયાને જોઈને તેવી જ ચમક આવી એની પાછળ નું કારણ શું હશે ??

વાંચતા રહો.........કલ્પવૃક્ષ- એક કલ્પના કે હકીકત