heart connection books and stories free download online pdf in Gujarati

હાર્ટ કનેક્શન


                Heart connection?

"ઓહહ.... આજે કેમ લેટ થઈ ગયું?? ઓહહ શીટ...
મોબાઈલ સાઇલેન્ટ માં જ રહી ગયો....પછી ક્યાંથી એલાર્મ વાગે??"
ઝડપથી તૈયાર થઈને નક્ષ ન્યૂઝ પેપર લઈને બેઠો ત્યાં ડોરબેલ વાગી...રૂમ સર્વિસવાળો ચા નાસ્તો લઈને આવ્યો હતો...
નક્ષએ ચા ની ચૂસકી સાથે પેપર વાંચવાની શરૂઆત કરી....અને છેલ્લે તેની આંગળી રાશિ પર જઈને અટકી ગઈ...અને વાંચતાજ એક અટ્ટહાસ્ય નીકળી ગયું...
"આજે તમારી જિંદગીમાં કોઈ ખાસ વ્યક્તિનું આગમન થશે...હુંહ....મારી જિંદગીમાં તો ૮વર્ષ પહેલાનું જ બધાએ આવવાનું બંધ કરી દીધું છે...અને મારે હવે કોઈ જોઈએ પણ નહીં.."
એક નિસાસા સાથે બોલીને તે ઉભો થઇ ગયો ને બેગ લઈ હોટલ ની બહાર ગાડીમાં બેસી જતો રહ્યો...

નક્ષ એક સફળ સિવિલ એન્જીનિયર હતો....અને તે જુદા જુદા શહેરો માં કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતો...આજે તે કોલકત્તા માં એક અનાથાશ્રમના ન્યૂ પ્લાન માટે આવ્યો હતો.

"માં કા આંચલ"અનાથાશ્રમમાં નક્ષ પહોંચ્યો....અને ત્યાંના હેડ મિસિસ બાસુ ને તે મળ્યો...
" good morning Mrs basu!..."
"good morning...welcome in our home..."કહીને તેણે મીઠા ભાવે સ્વાગત કર્યું...

મિસિસ બાસુ આશરે ૬૦ના હશે પણ તેના માયાળુ ચહેરા પર હજી તેજ ને અનાથ બાળકો પ્રત્યે મમતા હતી...આ રિટાયર્ડ થવાની ઉંમરે તેણે આ અનાથાશ્રમ ને નવું રૂપ આપવાનું કામ ઉપાડ્યું હતું...

"તો મિસિસ બાસુ પહેલા તમારે મને આખું અનાથાશ્રમ બતાવવું પડશે પછી હું તેના પર વર્ક કરીશ ને થોડા દિવસ માં એક ન્યુ સ્ટ્રક્ચર બનાવી આપીશ..."

મિસિસ બાસુ અને તેનો એક સર્વન્ટ નક્ષ ને આખું આશ્રમ બતાવે છે...
"મિસિસ બાસુ , આ ઓલરેડી એક એક્સીલેન્ટ બાંધકામ છે...આમાં હવે તમે કેવા ચેનજીસ ઈચ્છો છો?..." નક્ષ અને મિસિસ બાસુ ડિસ્કશન કરતા ફરી ઓફીસ માં પહોંચ્યા....

"ohk...તો મિસિસ બાસુ હું સમજી ગયો ....તમારો વિચાર ખૂબ સારો છે....હું બધી જ બાબતો નું ધ્યાન રાખીને જલ્દી નવો પ્લાન બનાવી આપીશ....મને બાળકોનું લિસ્ટ આપજો...જેથી એ પ્રમાણે રૂમ ની અરેંજમેન્ટ કરું...."
"આ લો લિસ્ટ..."
સારું....જલ્દી મળીયે કહીને નક્ષ નીકળ્યો....

તે પોતાની ગાડી તરફ જઈ રહ્યો હતો...ત્યાં વચ્ચે જ તેના કાને કોઈના હસવાનો અવાજ આવ્યો...ને તેના પગ ત્યાં જ થંભી ગયા... તેની નજર તે હસતા ચહેરા ને ગોતવા લાગી....આ એવું નિર્દોસ હાસ્ય હતું જેણે ૮વર્ષ પછી આટલી ગહેરાઈથી તેના હૃદય મા જઈને એક ટકોરો કર્યો ને એ ટકોરા પર નક્ષ નું હૃદય પળવાર ધબકવાનું ભૂલી ગયુ....
એક બાળકોનું ટોળું દોડીને તેની સામેથી પસાર થઈ ગયું...ને તે તેમાં પેલા હાસ્યવાળો ચહેરો ગોતતો રહી ગયો...આંખ પણ મિચકારી નહોતી છતાં તે બાળકો જાણે નીકળ્યા જ નહોતા તેવી ઝડપે પસાર થઈ ગયા...

પણ આ શું નક્ષનું હૃદય હજી જોરથી ધબકતું હતું ને કાન માં તે અવાજ ગુંજતો હતો....
જોરથી માથું ધુણાવી તે ઝડપથી ગાડીમાં બેસી ગયો...
"એ શું થયું હતું મને?....આવો જોરદાર અહેસાસ???પણ શેનો??"

છોડ હવે...કામ પર લાગ.... બોલીને તે લિસ્ટ વાંચવા લાગ્યો...હોટલ પહોંચીને બપોરનું જમીને તે તેના કામે લાગ્યો....અચાનક તેની આંખ બંધ થઈ ને ફરી એ હસવાનો અવાજ સાંભણાનો ને તેના હોંઠ પર અજાણતા મુસ્કાન આવી ગઈ...

બીજા દિવસે તે મિસિસ બાસુ ને મળવા ગયો...ત્યાં તે બાળકોના ટોળા વચ્ચે બેસીને બધાને કઈક રમાડી રહ્યા હતા...ત્યાં જ એ ટોળા માંથી પાછો કાલ નો હસવાનો અવાજ સંભણાનો...ને નક્ષની નજર તે ચહેરા પર સ્થિર થઈ ગઈ....

કેવો માસુમ ચહેરો...નક્ષ સ્તબ્ધ થઈ ગયો કે તેના માનસિક સંતુલનને હલાવનાર હાસ્ય આ એક ૬વર્ષ ની કળી નું હતું....લાલ કલરના ફ્રોક માં તેનો દૂધ જેવો સફેદ ચહેરો, નાની નાની આંખોને તેની આડે આવતા ભૂરા રેશમી વાળ, મખમલી હોઠ ને એની પાછળ છુપાયેલું માસુમ હાસ્ય....તેનું હૃદય તેને તેડીને ચૂમી લેવા ઉછાળા મારતું હતું....પણ કયા હકથી?

તે મૂંઝવણ માં જ પોતાના કામે લાગ્યો...સાંજે હોટલ પાછો જવા નીકળ્યો...ત્યાં કોઈએ પાછળથી તેને ટોક્યો..,
"અંકલ...તમારા માટે.."
ત્યાંતો નક્ષનો ચહેરો ઝડપથી તે અવાજને જોવા પાછળ ફર્યો...
તે જ છોકરી તેની સામે હાથમાં ગુલાબ લઈને ઉભી હતી...
કઈ પણ વિચાર્યા વગર નક્ષ ગોઠણવાળીને બેસી ગયો.."અરે ....આ મારા માટે??"
"yas...!"
પણ કેમ?
"તમે અમારા માટે new home બનાવવાના છોને એટલે..."કહીને તેણે પાછું પોતાનું માસુમ સ્મિત નક્ષ ને આપ્યું....?
પોતાના હોશમાં જ ન રહ્યો હોય તેમ નક્ષએ તેને ગળે લગાડી દીધી...કેટલાય વર્ષોથી સુનમુન પડેલો બધો વ્હાલ જાણે એક જ પળ માં તે કળી પર વરસાવી દીધો....૬ વર્ષ પછી આજે તેના દિલમાં એક સૂકુંનની લાગણી થઈ.....તે આ માસુમ કળી ને પોતાનાથી દૂર કરવાજ નહોતો માંગતો....
ક્યારનું ઉછાળા મારતું હૃદય જાણે એને ગળે લગાડતા જ શાંત પડી ગયું... નક્ષ એ ઘણા વર્ષ પછી દીલથી હસી ને કોઈને જવાબ આપ્યો...
" thank you.... little flower...તારું નામ શું છે?"
" સુહાના..."કહીને તે નક્ષને ગાલે કિસ કરીને જતી રહી ને નક્ષ વિચારોના વમળમાં જતો રહ્યો...

આ કેવો પળ હતો....કેવું જાદુ હતું તેની માસુમિયતમાં...વિચારતા અજાણતા જ એની આંખમાંથી પ્રવાહી મોતી સરી પડ્યું....

કેવું અજીબ હતું આ heart connection...

રાતનું જમીને તે પથારીએ પડ્યો. ...મનમાં આજે અજીબ શાંતિ હતી.... તેના મનમાં અચાનક જ વિચાર આવ્યો...
"જો ૬વર્ષ પહેલાં તે ન બન્યું હોત તો કદાચ આજે મારી અને સોનાની પણ આવી જ કોઈ માસુમ દીકરી  હોત...."
તેના શાંત પડેલા હૃદય માં પાછી એ અફસોસની જ્વાળા ઉભરી આવી....આંખ ભીની થઇ ગઇ ને મન બેચેન....તે ખુલી હવા લેવા બારી પાસે ગયો ને ખુરશી માં બેસીને ફરી એ ૮વર્ષ જીવી ગયો....

(શુ  કારણ હતું એ લાગણીનું....જેણે ૬વર્ષ થી મૃત પડેલા નક્ષના હૃદય ને ધબકારો આપી ગયું..)
                              
                                 ***


તે ફોન ની ગેલેરી માં એક ફોલ્ડર ખોલે છે અને એક ફોટો ખોલી તે બોલ્યો,
"લવ મેરેજ જ તો હતા આપણા.... સોના...તારા એ મજાકીયા સ્વભાવ ને તારી એ દિલ જીતી લે તેવુ સ્મિત....તું આદત હતી મારી...તો પણ આપણા મેરેજ  કેમ બે વર્ષ થી વધુ ન ચાલ્યા? તું તો સમજદાર હતી તે કેમ મને ન રોક્યો...? 
હુંહ....ક્યાંથી રોકે ??મેં તારા સ્વાભિમાન ને ઠેંસ પહોંચાડી હતી...ક્યાં મનોસ્થિતિએ મેં તારા પર શક કર્યો??? તું એક ડોક્ટર હતી ને મોહિત માત્ર તારો વર્ક પાર્ટનર હતો ને હું તને સમજી ન શક્યો....તે મુરખાઈ માં મેં તારી પાસે ડિવોર્સ માંગ્યા ને તે તારા સ્વાભિમાન ખાતર આપી પણ દીધા...."

"એ દિવસ મારી જિંદગીનો સૌથી ખરાબ દિવસ હતો...તને ડિવોર્સ આપીને કદાચ મેં મારી જાતને જ સજા કરી હતી....તારા ગયા પછી મને ખબર પડી કે તારા વિના મારી જિંદગી અધૂરી છે...એક અવિશ્વાસે મને તારાથી દૂર કર્યો....ફક્ત તરથીજ નહિ....તે ઘર તે જગ્યા...ત્યાંના લોકો બધાથી દૂર કર્યો....તારા વિના એ ઘરની દીવાલો મને કોતરી ખાવા લાગી....કોઈ એક જગ્યાએ રહેવું અશક્ય થઈ ગયું તારા વગર...હજી શહેર શહેર ભટકું છું કામ ના બહાને....કદાચ ક્યાંક તું મળી જા.... હું બધી જ માફી માંગી લઈશ....તું જે સજા આપીશ તે સ્વીકારીશ....બસ એકવાર તું મળીજા...."

"તું મળીજા....ને તેની સાથે જ બીજું વાક્ય પણ તેના મનમાં આવ્યું જે સોના એ દુખી અવાજે જતા જતા કહેલું.."તું આખી જિંદગી તડપીશ તો પણ હું તને નહિ મળું તારી પાસે ફક્ત મારો અહેસાસ જ રહેશે...."રડતી રડતી તે જતી રહી ને નક્ષ આજ સુધી તેની યાદ માં તડપતો રહ્યો.....પોતાની ભૂલને સુધારવા કુદરત તેને બીજો મોકો ક્યારે આપશે?

તેની નામ ના આસું સાથે તે રાત ભર ગેલેરીમાં જ બેઠો રહ્યો ને આકાશ નિહાળતો રહયો...

                            *****

સવારમાં ફ્રેશ થઈને તે આશ્રમ જાય છે....અને સુહાના માટે ચોકલેટ્સ લેતો જાય છે....ધીમે ધીમે બંનેની દોસ્તી થઈ ગઈ....નક્ષને સુહાના સાથે વાતો કરવી ખૂબ જ ગમતી....સુહાના સાથે પળવાર તે પોતાનું બધું દુઃખ ભૂલી જતો..... આમ ને આમ દિવસો વીતી ગયા...કામ પૂરું થવા આવ્યું...
મિસિસ બાસુ જેવું આશ્રમ બાળકો માટે ઇચ્છતા હતા તેવું બની ગયું....બે બાળક વચ્ચે એક રૂમ ....જમવાનો મોટો હોલ...રમવાનું ગ્રાઉન્ડ ને પ્લે હાઉસ....મોટા બાળકો માટે લાઈબ્રેરી રૂમ ને સ્ટડી માટે રીડિંગ રૂમ...

મિસિસ બાસુ આ બાંધકામ થઈ ખૂબ ખુશ હતા...હવે નક્ષ નો સમય થી ગયો હતો કોલકત્તા છોડવાનો...હવે પાછો તે કોઈ બીજા શહેર જશે ને સોના ને ગોતશે...
પરંતુ તેના માટે કોલકત્તા છોડવું એટલું સરળ ન હતું જેટલું બીજા શહેર છોડવું....અહીં તેણે પોતાનો એક ખાસ અહેસાસ જોડ્યો હતો...સુહાના સાથે...તેને છોડવી અઘરી હતી....દિલ માનતું ન હતું...

તે લાસ્ટ વાર સુહાના ને મળવા જાય છે...સુહાના ની આંખ માં આસું જોઈ નક્ષ ની તો દુનિયા જ જાણે ત્યાં પુરી થઈ ગઈ....તેણે બધી લાગણીઓથી સુહાના ને ઉંચકીને ગળે લગાડી દીધી....પણ સુહાના ના આસુથી તેના હૃદય માં અસહ્ય પીડા થતી હતી....દિલ કઈક કહેવા માગતું હતું...પણ શું??

"હું તને મળવા જરૂર આવીશ સોહા...."બોલતા જ એના ગળા માં ડૂમો ભરાઈ ગયો....સુહાના બોલી 
"મારે તમારી સાથે આવવું" પણ નક્ષ માન્યો નહિ કારણકે અત્યારે તેના પોતાના કોઈ ઠેકાણા ન હતા...તે પોતે કોઈ એક જગ્યાએ ટકી નહોતો શકતો....પણ એ વાત પણ સાચી હતી કે તે સોહા ને છોડવા પણ નહોતો માંગતો....

તે કમને સુહાના ને છોડીને ત્યાંથી જતો હોય છે ત્યાં સુહાના ચક્કર ખાઈને પડી જાય છે...પડવાનો અવાજ સાંભળતા જ નક્ષ દોડ્યો.... ઝડપથી તેને ડોકટર પાસે લઈ ગયો....તેનું હ્ર્દય જાણે ધબકવાનું ભૂલી ગયું..... અને જે ઊંડો ડર એના મનમાં પ્રસર્યો કે ક્યાંક તે સોહાને પણ ખોઈ ના દે....એવો વિચાર અવતાજ તે શક્તિહીન થઈ ગયો ને તેનું દિલ જોરથી રડવા લાગ્યું....

બસ હવે હું કેટલો ટાઈમ આમ જ જીવીશ..? મેં સોના ને ગુમાવી હવે અજાણતા જ મારા હૃદય માં જગ્યા બનાવનાર આ સોહા ને હું નહિ છોડું....તેણે મન મક્કમ કરી લીધું....

થોડી વાર પછી સોહા ને હોશ આવ્યો તેને લઈને નક્ષ આશ્રમે ગયો અને મિસિસ બાસુને પોતાની સોહા ને એડોપ્ટ કરવાની ઈચ્છા જણાવી....

મિસિસ બાસુ પણ તે બંનેના સુનેરા રિશ્તા વિશે જાણતી હતી તેણે મનજુરી આપી ને બધી કાર્યવાહી શરૂ થઈ....સોહા ખૂબ ખુશ હતી....તે નક્ષ ની પૂંછ બની ગઈ હતી....જ્યાં નક્ષ ત્યાં તે તેની પાછળ...બધા પેપર્સ બન્યા પછી નક્ષને મિસિસ બાસુએ સોહા વિશે વધારે જણાવ્યું...
"સોહા ની મમ્મી એક ડૉક્ટર હતી તે અહીં બાળકોના રેગ્યુલર ચેકઅપ માટે આવતી ખૂબ સારા સ્વભાવ ની હતી....તેણે અહીંના બાળકોને મારી જેટલો જ પ્રેમ આપ્યો....પણ ભગવાન સારા માણસોને ક્યાં વધારે જીવવા દે છે"....કહેતા તેની આંખ ભરાઈ ગઈ....
"મતલબ?"
"મતલબ એક વર્ષ પહેલાં તેને કેન્સર થયું...બચવાના કોઈ ચાન્સ ન હોવાથી તેણે તેની જિંદગી સુહાના અમને સોંપી ને દુનિયા છોડી જતી રહી...."

સુહાના ખૂબ માસુમ છે...તેનું નિર્દોષ સ્મિત સેમ તેની મમ્મી જેવું છે આ બાળકી ના પિતાની કોઈ ખબર નથી...બિચારી આટલી નાની ઉંમરે અનાથ થઈ ગઈ...

બસ હવે તે અનાથ નથી તે મારી દીકરી છે...કહેતા નક્ષના ચહેરા પર અનેરી ખુશી હતી....

નક્ષ સોહા ને તેડીને જતો રહ્યો....તેના મનમાં અપાર આંનદ હતો....સવારે તેના હોટેલના રૂમ પર વેઈટર આવે છે ને તે એક બોક્સ આપે છે...
ત્યાં ફોન ની રિંગ વાગી....
મિસિસ બાસુ નો ફોન હતો...સોહા ઉઠી ન જાય તે માટે તે ફોન લઈને બાલકની માં જતો રહ્યો....
મિસિસ બાસુ એ કહ્યું કે..,"આ બોક્સ સુહાના ની મમ્મી તેના માટે આપતી ગઈ છે...કહેતી હતી કે આમાં તેની સોહા ની જિંદગી છે... તેને તેના ૧૮માં બર્થડે પર ગિફ્ટ માં આપજો....ત્યારે તે અને સમજવા લાયક થઈ જાશ..."

ફોન મૂકીને તે ગેલેરી માંથી રૂમ માં આવવા જાય  ત્યાં ઠેસ વાગી ને બોક્સ હાથમાંથી પડી ગયું....તેમાંથી એક તસ્વીર બહાર પડી ગઈ....નક્ષ તે તસવીર ઉપાડીને બોક્સ માં મુકવા ગયો....
પણ તસવીર જોતા તેના પગ નીચેથી જમીન ખસી ગઈ.....મનમાં એકસાથે હજારો સવાલોએ જન્મ લીધો....મોઢા માંથી એક શબ્દ નીકળ્યો...
" સોન...ના...? સોના ને સોહા???"
આ તસવીર માં સોના કેમ છે....શુ સોના એ સોહા ની માં છે.....કેવી રીતે??તો શું આ સોહા મારી દીકરી?? કે પછી તેણે બીજા લગ્ન??? 
એકીસાથે ઘણા બધા સવાલો.....પણ જવાબ આપે કોણ?

નક્ષ નું મન ખૂબ જ ગૂંચવાતું હતું....પેટમાં કોઈ અજીબ અહેસાસ થતો હતો....ફાળ પડી કે સોના મરી ગઈ???અને સોહા એ મારી જ.....

પગ માંથી જીવ વ્યો ગયો ને તે ત્યાં જ સપડાઈ ગયો....આંખ માંથી ચોધાર વહેવા લાગી....થોડી વાર બધું સુનમુન થઈ ગયું....જે સોના ને 6 વર્ષ થી ગોતે છે તે સોના હવે આ દુનિયા માજ ન હતી....હતો તો ફક્ત તેનો અહેસાસ...સોહા....

નક્ષએ હિંમત ભેગી કરીને તે બોક્સ ખોલ્યું....તેમાં એક ગિફ્ટ હતું જેના પર હેપ્પી બર્થડે સોહા લખેલું હતું....તે ખોલ્યું તો તેમાંથી એ જ હાર્ટ શેપ નું નેકલેસ નીકળ્યું જે નક્ષ એ સોના ને તેના મેરેજ પછીના પહેલા બર્થડે પર આપેલું....

નેકલેસ જોતા ફરી આખો ભૂતકાળ ને ભૂલે હૃદય પર ખંજર ફેરવી દીધી....કહી ન શકાય તેવી વેદના નક્ષ એ અનુભવી...
તે બોક્સ માં એક લેટર પણ લખ્યો હતો સોના એ સોહા માટે...
"my little heart,
તને આ લેટર મળશે ત્યારે હું તારી સાથે નહિ હોવ....પણ તને તારી જિંદગી વિશે જાણવાનો પૂરો હક છે...તારા પાપા સાથે મારા ડિવોર્સ થયા પછી મને જાણ થઈ કે તું મારામાં અસ્તિત્વ ધરાવે છે...પણ આપણા બંનેના સ્વાભિમાન ને સાચવવા હું તારા પાપા પાસે ફરી ન ગઈ....તને હું ખૂબ પ્રેમ કરું છું....લાઈફ માં અમુક અવિશ્વાસોને લીધે તું તારા પિતાથી દૂર થઈ ગઈ પણ તને ક્યારેય જિંદગીમાં તે મળે તો તેને અપનાવી લેજે...કદાચ એ પણ તેની ભૂલ પર પછતાતા હોય ....તેની ભૂલ નું પ્રાયશ્ચિત કરવા તું એને મોકો આપજે....બાકી હું તો હંમેશા તારી સાથે જ છું એક અહેસાસ બનીને..."
આ વાંચીને જાણે સર્વસ્વ ખાલી થઈ ગયું....બોલવા માટે શબ્દો ન બચ્યા....તે જાણે માફી ના સ્વરૂપમાં સોહા ને છોડતી ગઈ હતી....

નક્ષ ખુલી આંખે બેભાન થઈને ત્યાં જ પડ્યો રહ્યો....મનમાં અફસોસ જ બચ્યો હતો.....મારી સોના મને છોડી જતી રહી....

ત્યાં સોહા જાગી ગઈ ....નક્ષ ની આવી હાલત જોઈ તે નક્ષ ના ખોળામાં બેસી ગઈ ને નિર્દોસ નજરે નક્ષની આંખ માં જોઈને બોલી...
"પપ્પા..."
બસ આ શબ્દ....આ શબ્દ એ નક્ષને ફરી જીવંત કરી દીધો.....બધા ગમ જાણે આ શબ્દ સાથે હવામાં ભળી ગયા.....આ અવાજ સંભળાતા જ તેને પોતાની નવી જવાબદારી નો અહેસાસ થયો....હવે ફક્ત તે સોનાની યાદો સાથે નહિ પરંતુ સોનાના અહેસાસ સાથે હતો....

એક નવી ઉર્જા ભરી તેને સોહા ને અનહદ પ્રેમ થી ગળે લગાડી ને બોલી ઉઠ્યો...my little heart...

બસ હવે દુનિયા પાછી રંગીન થઈ ગઈ....ઘણા વર્ષો પછી નક્ષ પોતાના ઘરે આવ્યો....સોના પછી સુના પડેલા ઘરમાં પછી કીકયારી શરૂ થઈ....દીવાલો ના કલર બદલાયા....ગેલેરી ની બાજુ માં ફરી તે જુમર લટકડ્યું....રૂમ માં સોના નો ફેવરિટ હીંચકો....ને રૂમની રંગીન દીવાલો ફોટાથી સજાઈ ગઈ....
વર્ષો થી મૃત પડેલા ઘરમાં સોહાના આવવાથી ઘર નું વાતાવરણ ફરી જીવંત થઈ ગયું....

બધા અફસોસ ને સોહા ના આગમને ઉડાડી દીધા....સોના માટે બચાવેલો બધો પ્રેમ સોહા પર વરસાવી દીધો....ને ખુબસુરત અહેસાસ સાથે નક્ષ ની જિંદગી બદલાઇ  ગઈ....

સવાર માં સોહા ને મસ્ત સુતેલી જોઈ એક મીઠું સ્મિત હોઠ પર આવી ગયું....ને નજર તેના બેડ પર લાગેલા સોના ના ફોટા પર પડી....
મનોમન નક્ષ બોલી ઉઠ્યો.., આ કેવું heart connection હતું સોના....તારી ધડકનો મને સોહા માં સંભળાય છે....એટલે જ કદાચ પહેલા દિવસે જ આશ્રમ માં તે હાસ્ય એ મને જકડી લીધો...હું ખરેખર તારા અહેસાસ સાથે નવી જિંદગી જીવું છું....આપણા બંનેનું heart connection એટલે આપણી સોહા.... i love you સોના...??

                              *****

(ભગવાન બધાને પોતાની ભૂલ સુધારવાનો મોકો આપે છે...અને તેણે બનાવેલી આ જીવંત રચના એટલે heart ?જે પોતાનું connection દુનિયાના કોઈ પણ ખૂણા માંથી શોધી લે છે...???)

                         સંપૂર્ણ.

બીજા રસપ્રદ વિકલ્પો