એ ઇશ્ક નહીં આસાન - 2 PARESH MAKWANA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

શ્રેણી
શેયર કરો

એ ઇશ્ક નહીં આસાન - 2


             ફટાફટ બે ત્રણ દાદરા ઠેકતો નીચે ઉતર્યો તમને લાગતું હશે કે એ પેલી છોકરીઓ ની પાછળ જશે પણ નહીં એ ત્યાં ના ગયો એ બાજુમાં આવેલી નાની ડેલીમાં ઘુસી ગયો અંદર જઈ એણે ઓસરીમાં બેઠેલા એક મોટી ઉંમરના દોશીને એના (મંગળામાં) વિશે નહીં પણ એના પૌત્ર વિશે પૂછ્યું મંગળામાં કયા ગયો મારો ભાઈબંધ 
           દોશી એ આંખો પર હાથની છજલી કરી અમન સામે ધ્યાન થી જોયું પછી પૂછ્યું 
        "તું અમનો સો ને..?" 
          અમને હકારમાં માથું નમાવ્યું દોશીએ કહ્યું                      "કયારે આઇવો, આવડો મોટો થઈ ગયો, ઓળખાતોય નથ આમણો આઇ.."
અમને કહ્યું 
          "એ બધું છોડો મારો ભાઈબંધ ક્યાં છે એ કહો"
  દોશીએ છત તરફ હાથનો ઈશારો કરતા કહ્યું         "ક્યારનો છત પર મુવો સે..તુંય જા.."

           અમન સીડી તરફ દોડ્યો એની ઉતાવળ જોઈ દોશીએ હળવો ઠપકો આપ્યો "જોઈને પગા સડજે.."
           અમન ફટાફટ દાદરા ચડી ગયો ઉપર અમન નો ભાઈબંધ જગત છતને કિનારે ઉભો ઉભો સિગારેટના ધુમાડા ખેંચતો હતો સ્પાઇડરમેન નું બ્લેક પ્રિન્ટેડ ટીશર્ટ અને બ્લુ જીન્સમાં પણ જગત શહેર નો નોહતો લાગતો વિખાયેલા પીંછા જેવા અસ્તવ્યસ્ત વાળ ને ચહેરો જોતા જ એવું લાગે કે મોં ધોયા વિના ઉઠતા વેંત છત પર આવ્યો છે એને જોઈ અમને હસી ને કહ્યું 
          "અરે જગલા સવાર સવારમાં આ બધું ચાલુ કરી દીધું.."
           જગત નું ધ્યાન અમન પર ગયું એ એની તરફ દોડ્યો "અરે અમન તું ક્યારે આવ્યો, સાવ બદલાઈ ગયો એકદમ શેરમાં જઈને શેર જેવો થઈ ગયો."
            પહેલા તો અમન જગત ને મળતો શેહેરભરની વાતો  ઠલવી દેતો પણ આ વખતે એણે આવતા જ સીધા મુદાની વાત મૂકી 
"જગત મારે તારું એક જરૂરી કામ છે એમાં તારે મારો સાથ આપવાનો છે.. બોલ આપીશ"
            જગતે પાસે પડેલા સિગારેટના બોક્ષમાં થી એક સિગરેટ કાઢતા કહ્યું
 "એ બધું પછી તું ઘણા દિવસો પછી મળ્યો છે ચાલ એ જ ખુશીમાં પી.."
          અમને કહ્યું 
         "મેં સિગરેટ છોડી દીધી છે જગલા મારે નથી પીવી.."
          જગત ને અમનની આ વાત પર સહેજ ગુસ્સો આવ્યો
          "શુ તે સિગરેટ છોડી દીધી કેમ..? તારા થી સિગરેટ છોડાય જ કેવી રીતે તે જ તો અમને સિગરેટ હાથમાં પકડતા શીખવીતી.."
         અમને કહ્યું "જગલા હું જ્યાં રહું છું ત્યાં સિગરેટ પીવી એક ફેશન મનાય છે બધા પીવે છે પણ મોટાભાઈ ને પસંદ નોહતું એક બે વાર તો એમણે મને જાલી લીધો હતો છેલ્લે પકડ્યો ત્યારે ભાભીની કસમ ખવડાવેલી કે તારા ભાભીના માથે હાથ મૂકી કસમ ખા કી આજપછી ક્યારેય સિગરેટ નહીં પીવે"
          અમન ના મોંએ આ કસમ વાળી વાત સાંભળી જગલો જોરજોરથી હસવા લાગ્યો.. 

           એનું હસવાનું ચાલુ જ હતું ને અમને કહ્યું કે "જગલા મારી વાત સાંભળ મારે તને એક જરૂરી વાત કહેવી છે.."
            "બોલ શુ કહેવું છે.."
            અમને કહ્યું "કહેવું કઈ નથી બસ પૂછવું છે..અને હું જે પૂછું એનો જરાય ચુ ચા કર્યા વિના સાચો જવાબ આપજે.." જગલો થોડું સિરિયસ ડાચું કરી એની સામે જોઈ રહ્યો અમને કહ્યું "આપણા ગામમાં કોઈ સારી છોકરી ખરી..,"
           અમનના સવાલ થી જગલો જરાક રંગમાં આવી ગયો એ બોલવા લાગ્યો 
            "હા છે ને આપણા ગામમાં તો એક એકથી ચડિયાતી છોકરીઓ છે તું એકદિવસ આવજે મારી ભેગો બતાવું તને અહીંની સુંદરતા કે તું શેરની છોકરીઓ ને ભૂલી જઈશ "
            અમને સહેજ શરમાઈ ને કહ્યું 
"જગલા મને કોઈની જોડે પ્રેમ થઈ ગયો છે..?"
             "હે.." જગલાના હાથમાં ઠરી ગયેલી સિગરેટ પડી ગઈ..
             એણે પૂછ્યું "એલા કોણ છે એ છોકરી અહીંની કે પછી તારા શેરની..?"
             "અહીંની જ છે એલા પણ ખબર નથી કોણ છે એ.."
             "કોણ છે, કેવી છે ખબર નથી તોયે પ્રેમ થઈ ગયો.., સાલું ગજબ કેવાય"
             "કોણ છે એ જ નથી ખબર બાકી કેવી છે એ તો ખબર છે..હમણાં જ બજારમાં થી નીકળીતી સવારે પણ જોઈ હતી "
             "બજારમાં થી તો સાંજ પડે સો છોકરીઓ નીકળે છે એમાં કેમ કેવું કે તું કોની વાત કરે છે.."
              અમને સહેજ એનું વર્ણન કર્યું "એ એની બે ત્રણ બહેનપણીઓ સાથે નીકળી હતી પાછળ કોલેજમાં હોય એવું બેગ હતું ને વાળની એક લટ એના ચહેરા પર રમતી હતી" 
              એનું આ વર્ણન સાંભળી ને જગલા ને ખબર પડી ગઈ કે એ કોની વાત કરે છે એ માથે હાથ દઈ ઉભડક પગે નીચે બેસી ગયો અને જાણે બધું લુટાઈ ગયું હોય એમ બોલ્યો 
"પતિ ગયું.."
              અમને નવાઈ થી એની સામે જોયું "પતી ગયું..!" એને કઈ જ સમજાતું નોહતું કે શું પતી ગયું આ જગલો શુ કહે છે.. એણે પૂછ્યું 
"શુ પતી ગયું તું આમ કેમ બોલે છે..?"
              જગલાએ કહ્યું "જો અમન તું જે છોકરીની વાત કરે છે ને એ છોકરી કોઈ મામુલી છોકરી નથી એ તેજાભાઈ ની એકની એક બહેન છે જો આ વાતની તેજાભાઈ ને જાણ સુધા થઈ ને તો એ તને જાન થી મારી નાખશે"

               અમન ને હજી કઈ જ ખબર નોહતી પડતી ઉલટા ના એના મનમાં પ્રશ્નો વધી રહ્યા હતા
 ''શુ બોલે છે કઈ ખબર નથી પડતી કોણ છે એ તેજાભાઈ..?''
                "તેજાભાઈ આ ગામનો ડોન છે ગામનો કર્તાધરતા છે આમ એક શબ્દમાં કહું તો તેજાભાઈ મોટામાં મોટો ગુંડો છે હું તો કહું છું તું એ છોકરી ને ભૂલી જા તું બે દિવસ માટે આવ્યો છે મજા કરી ચાલ્યો જા નહિતર જો આ વાત આગળ વધશે તો તારું ને તારા ભાઈભાભી નું જીવવું મુશ્કેલ કરી દેશે એ અને એના માણસો તું આટલે થી સમજી જા"
           "તું કેવી ધડમાથા વગરની વાત કરે છે એક મામુલી ગુંડાથી ડરી ને હું એ છોકરી ને ભૂલી જાવ.., મેં પ્રેમ કર્યો છે જગલા હવે તો એ છોકરી માટે મરવું પડે તોય હું પાછો નહિ પડું"
           "જગલો સમજી ગયો કે અમન બહુ જ જિદ્દી છે એ નહિ જ માને એ પોતે તો મરશે એના પરિવાર ને પણ મારશે."
            "હેય..હેય જગલા મને એ છોકરી નું નામ તો કે..?" 
             અમનના પ્રશ્ન જગલાએ જાણે સાંભળ્યો જ ના હોય એમ એ ત્યાં થી ઉભો થઈ ફટાફટ દાદરા ઉતરી નીચે ભાગવા લાગ્યો અમન પણ એની પાછળ દોડ્યો 
          "હેય..હેય.. જગલા એનું નામ તો કેતો જા..તને આપણી દોસ્તીના સમ છે.."
          દાદરા ઉતરતો જગત ઉભો રહી ગયો ને પાછળ ફરી કહ્યું 
           "નંદની, નંદની નામ છે એનું પછી આગળ ઉમેર્યું તારે જો મરવું જ હોય તો જા મરવા હું તને નહિ રોકુ" 
          જગત ફટાફટ દાદરા ઉતરી ગયો..
To be Continue..