એ ઈશ્ક નહીં આસાન -૩ PARESH MAKWANA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

શ્રેણી
શેયર કરો

એ ઈશ્ક નહીં આસાન -૩


           આ તરફ અમન ઘરે આવ્યો ભાભી ને ઘરમાં એકલી જોઈ એણે પૂછ્યું.
          "ભાભી ભાઈ ક્યાં છે..?"
          ભાભી એ કહ્યું "તમારા ભાઈ પંચાયત ગયા છે તેજાભાઈ એ બોલાવ્યા છે.."
            "તેજાભાઈએ બોલાવ્યા છે..? કોણ છે આ તેજાભાઈ ?" અમન ને તેજાભાઈ વિશે બધું જ જગલાએ કહી દીધું હતું તેમ છતાં કિશને એની ભાભી ને પૂછ્યું 
          ભાભીએ કહ્યું "તેજાભાઈ ગામના સરપંચ છે.. આજે પંચાયત બોલાવી છે એટલે જ તમારા ભાઈને તેડાવ્યા છે.."
          અમનના મનમાં ડર બેસી ગયો ક્યાંક તેજાભાઈ ને ખબર તો નથી પડી ગઈ ને કે સવારે બાલ્કનીમાં થી હું એની બહેન ને જોતો હતો
           "પણ કેમ, ભાઈ ને કેમ બોલાવ્યા પંચાયતમાં કેમ બોલાવ્યા છે.."
            "તમે જમી લો એ તો તમારા ભાઈ આવશે એટેલે કહેશે બધું" 
            જમી ને કિશન ઉભો થયો ત્યાં ડેલી ઉઘાડી એના મોટાભાઈ અંદર આવ્યા
             "અરે અમન તે જમી પણ લીધું થોડી રાહ જોઈ હોત તો બેયભાઈ સાથે જમત.."
            અમને મનમાં સતાવતો પ્રશ્ન કર્યો "મોટાભાઈ તમે..?"
            મોટાભાઈએ કહ્યું "હું જરા પંચાયત ગયો હતો પેલા સકાકાકા ની જમીનનો સામન્ય પ્રશ્ન હતો બે ઘડી બેસી ને આવી ગયો.."
            ત્યારે અમન ને હાશ થઈ..એ પછી તો બન્ને ભાઈઓ એ ઘણીબધી વાતો કરી..

           બીજે દિવસે પણ અમન નંદનીની રાહ જોતો બાલ્કનીમાં જ બેઠો હતો ને ત્યાં નંદની આવી અને પોતાની બહેનપણીઓ સાથે વાતુંના ટોળાટપ્પા કરતી એ એ મેઈન બજારમાં થી પસાર થઈ ગઈ આજે પણ અમન એને છેક સુધી જોતો રહ્યો આવું લગભગ ચાર દિવસ સુધી થયું રોજ સવાર સાંજ નંદની બજારમાં થી પસાર થતી ને રોજ અમન બાલ્કની ની પાળીએ બેસી ને એને જોયા કરતો આખરે પાંચમેં દિવસે નંદની ના આવી અમન એની રાહ જોતો બાલ્કનીમાં બેસી રહ્યો આજે નંદિની કેમ ના આવી, ક્યાંક વહેલી તો નહીં ચાલી ગઈ હોય ને, ક્યાંક એને ખબર પડી ગઈ હશે કે હું એને અહીંથી રોજ જોવ છું એટલે એણે અહીંથી નીકળવાનું જ બંધ કરી દીધું હશે.. પણ અહીંથી ના નીકળે તો ક્યાં થી નીકળે આ જ તો રસ્તો છે ગામની બહાર જવાનો ક્યાંક એને મારે લીધે કોલેજ જવાનું તો બંધ નથી કરી દીધું ને.., ના એ મારા લીધે એની કોલેજ શા માટે છોડે.. છેક મોડે થી એને સમજાણુ કે આજે રવિવાર છે ને આજે કોલેજમાં રજા હોય એટલે એ નથી આવી 
             પણ એને જોયા વિના તો અમનનો દિવસ ઉગવાનો જ નોહતો કેમય કરી ને એને જોવી જ હતી એ તરત જ જગલા ના ઘર તરફ ભાગ્યો જગલો બહાર ચુલે બેઠો હાથ શેકતો હતો 
            "હેય જગલા મને તારી સાઇકલ દે ને..હમણાં કલાકમાં આપી જાવ.."
             જગલો જાણે હજી એના થી રૂષ્ઠ હોય એણે હાથથી અમન ને ખૂણામાં પડેલી સાઇકલ બતાવી દીધી અમન જઈ સાઇકલ ઉપાડી ડેલીમાં થી બહાર કાઢી જગલા હવા તો છે ને.. આ વખતે પણ જગલાએ માત્ર એનું માથું હલાવ્યું 

            ગામના કાચા રસ્તાઓ પાર કરતો અમન સાઇકલ લઈને સીધો જ તેજાભાઈ ના ઘર ને પછવાડે ઉભો રહી ગયો ને સાઇકલ ની ચેન ઉતરી ગઈ હોય નીચે ઉભડક પગે બેસી સાઈકલનું પેડલ ફેરવવા લાગ્યો પણ એનું ધ્યાન ઉપર સરપંચના ઘરની ખુલી રહેલી બારીમાં હતું ક્યારે બારીએ નંદની આવે ને એ એને જોઈ ને ચાલ્યો જાય એવું જ થયું નંદની મોબાઈલમાં કોઈ સાથે વાત કરતી કરતી બારીએ આવી ને ઉભી રહી ને જાણે અમન નો દિવસ સાર્થક થઈ ગયો એ એને મનભરી ને જોવા લાગ્યો રસ્તે ચાલતા એકલદોકલ માણસો આ દ્રશ્ય જોઈ રહ્યા હતા કે નક્કી આ જુવાન મરવાનો થયો છે એકાએક બારીએ મોબાઇલ પર વાત કરતી નંદની નું ધ્યાન અમન પર ગયું અમન ને લાગ્યું કે નક્કી મારુ આવી બન્યું એ ફટાફટ સાઇકલમાં બેસી પેડલ લગાવતો સાઇકલ સીધી ઘર તરફ મારી મૂકી 

           બીજે દિવસે અમન સવારે ઉઠ્યો ત્યાં નંદનીની પાયલ ની ધૂન એના કાને પડી ગઈકાલે નંદનીએ એને જોઈ લીધો હતો જો પોતે અત્યારે બાલ્કનીમાં ઉભો રહશે તો  નંદની એને ઓળખી જશે..એટલે ના ચાહતા પણ બાલ્કની થી દુર જ રહ્યો આ તરફ નંદનીએ એકનજર બાલ્કની તરફ કરી પણ આજે એને ત્યાં જોનાર કોઈ નોહતું એને થયું એ છોકરો ક્યાં ચાલ્યો ગયો આજે મને જોવા નથી ઉભો રહ્યો કે પછી એને મારા વિશે જાણ થઈ ગઈ ને ડરી ને ક્યાંક છુપાઈ ગયો..
            એની એક બહેનપણી સંગીતાએ એને આમ વિચારોમાં ખોવાયેલી જોઈ ટોન્ટ માર્યો અરે નંદની કોના વિચારોમાં ખોવાઈ ગઈ..નંદનીએ હસી ને કહ્યું કઈ નહિ આમ જ ચાલ જલ્દી મોડું થાય છે.. ધીમે ધીમે પાયલની ધૂન આછી થવા લાગી ત્યાંરે અમન હળવે પગલે બાલ્કનીમાં આવ્યો ને ડરતા ડરતા એણે બજારમાં આગળ જતી નંદન અને એની બહેનપણીઓ તરફ જોયું એજ વખતે નંદનીએ પાછળ ફરી ને જોયું આ વખતે પણ એ અમન ને જોઈ ગઈ અમન એકદમ ડરી ગયો પણ ત્યાં જ નંદનીએ દૂરથી એના તરફ હળવું સ્મિત કર્યું ને એ સ્મિતે જાણે અમને એ જ વખતે ઘાયલ કરી દીધો. જાણે સાચે જ એના દિલમાં નંદનીના પ્રેમનું તિર આવી ને એના દિલમાં ખૂંચી સીધું વાર કરી ગયું હોય એમ પોતાના દિલ પર હાથ મૂકી ત્યાં જ ઢળી પડ્યો 
            એ પછી તો આ એકતરફો પ્રેમ એકતરફો રહ્યો નોહતો કારણ કે અમનના પ્રેમમાં નંદનીએ પોતાની સ્વીકૃતિની મોહર મારી દીધી હતી રોજ સવારે સાંજ બન્ને ચોરી છુપે એકબીજાને જોયા કરતા ધીરે ધીરે ફોન અને મેસેજો થી એ બન્નેનો પ્રેમ ખીલવા લાગ્યો.

            રવિવારે પણ જગલાની સાઇકલ લઈને અમન આખો દિવસ સરપંચ ના ઘરની આસપાસ જ ફર્યા કરતો અને ઉપર નંદની વારેઘડી અમનને જોવા આખો દિવસ બારી ની આસપાસ જ ભટકતી

           કહેવાય છે ને એ ઇશ્ક નહીં આસન બસ ઇતના સમજ લિજીએ ઈક આગ કા દરિયા હે ઓર ડૂબકે જાના હે આ પ્રેમનું પરિણામ શુ આવશે, ને કેવું આવશે એ બન્ને જાણતા હતા પણ પણ જે પ્રેમ કરે છે એ જમાના ની પરવાહ ક્યાં કરે છે બન્ને ગામની બહાર આવેલા જુના મંદિરમાં મળતા 
              આ મંદિર અને એમાં બિરાજમાન પથ્થરના ભગવાન બસ બેજ હતા જે એના પ્રેમને સમજતા અહીંયા આવી એ મંદિર ને ઓટલે બેસી પ્રેમની વાતો કરતા 
              આજે પણ અમન મંદિરના એકાંતમાં બેઠો બેઠો નંદનીની રાહ જોતો હતો એવામાં પાછળથી કોઈ ચોરની જેમ લપાતા પગલે આવ્યું ને અમનની આંખો પર પોતાના હાથ મૂકી દીધા અમને એ કોમળ હાથને સ્પર્શ કર્યો 
              અને એ હાથ પકડી એણે કહ્યું 
"નંદની તું જ છે ને..?"
              નંદનીએ જાણે એની સામે પોતાના હથિયર મૂકી દીધા 
"હા હું જ છું.. પણ તને કેવી રીતે ખબર પડી..?"
               "આ મંદિરમાં તારા સિવાય આવે પણ કોણ.." 
               "એ બધું છોડ કેમ બોલાવી મને અહીંયા વાતો કરવા..?"
                અમને કહ્યું "માત્ર વાતો થી મારું મન નહીં ભરાય હું કઈક બીજું પણ કરવા માગું છું.."
               નંદની સમજી ગઈ એ શું કહેવા માંગે છે એણે એને આઘો હડસેલ્યો.. "છી.."
                "હું અહીંયા માત્ર વાતો જ કરવા આવી છું.."
અને એ ઓટલા પર ચડીને બેસી ગઈ અમને  પોતાના પેન્ટના ખીસામાં થી એક મંગળસૂત્ર કાઢ્યું 
              નંદની આ મંગળસૂત્ર પહેરાવી આજે હું તને હમેશા માટે મારી બનાવી દેવા માંગુ છું કેમ કે એ પછી આપણ ને કોઈ અલગ નહીં કરી શકે તારો ભાઈ પણ નહીં..

           એ પછી અમને ભગવાનની સાક્ષીમાં એ મંગળસૂત્ર નંદનીના ગળામાં પહેરાવી દીધું અને સાથે લાવેલ સિંદુરની ડબીમાં થી એણે થોડું સિંદૂર લઈ નંદનીની માંગમાં ભરી દીધું 
            "નંદની આજ થી તું મારી થઈ ગઈ"
                
            અને બન્ને એકબીજાને ભેટી પડ્યા બન્ને જાણે આત્મા અને શરીરથી એક થઈ ગયા આ દ્રશ્ય દૂરથી નંદની ના કહેવાતા મામાની આંખોમાં કેદ થઈ ગયું

                એણે તેજા ને નંદની ની કરતૂત કહી સામળાવી 
                "તારી બહેન કોઈ શેરના છોકરના ની પાછળ આજકાલ પ્રેમ પ્રેમ કરીને પડી છે.."
                 તેજા ને પોતાની બહેન પર પૂરો ભરોસો હતો અને એ એ ભરોસા સાથે જ બોલ્યો 
                 "એવું ક્યારેય ના હોય મારી બહેન ઉપર મને પૂરો ભરોસો છે એ પ્રેમ જેવું નીચ કામ ક્યારેય નો કરે.."
                 "તો જોઈ લેજે તારી જ સગી આંખે થી તારી બહેનની કરતૂતો.
            
                 એ જ રાત્રે તેજાએ બે ત્રણ સિવાય બીજા બધા જ માણસો ને રજામાં મોકલી દીધા ને એ બે ચાર માણસો ને લઈને પોતે શહેર ચાલ્યો ગયો જતા જતા એ નંદની ને મળતો ગયો હતો કે 
          "બે દિવસ માટે તારે એકલું  મારી વગર રહેવું પડશે..કેમકે હું એક જરૂરી કામ થી શહેર જાવ છું.. બે દિવસમાં પાછો આવી જઈશ અને હા જરાય ચિંતા ના કરતી. સમયસર જમી લેજે"
          પોતાની લાડલી ને થોડીઘણી સલાહો આપી એ પોતાની ગાડીમાં બે ચાર માણસો ને લઈને નીકળી ગયો શહેર બાજુ આ તરફ હવેલીમાં હવે નંદની સાવ એકલી હતી એને થયું ચાલ ને આ એકલતા નો ફાયદો ઊઠાવું.. 
           ફટાફટ નાહી ને સરસ મજાની સફેદ સાળી પહેરી એકદમ નવવધૂ ની માફક તૈયાર થઈ ગઈ પોતાના રૂમના બેડને ગુલાબની પાંખડીઓ થી સજાવી દીધો..
            ગેઇટ પર ઉભેલા બન્ને અંગરક્ષકો ને માથામાં પાછળથી પાવડા વડે વાર કરી બન્નેને બેભાન કરી એણે અમન ને ફોન લગાવ્યો

           રાત્રે અમન મોટાભાઈ સાથે જમી રહ્યો હતો ત્યાં એનો ફોન વાગ્યો જમતા જમતા અમન ઉભો થઇ ફટાફટ હાથ ધોઈ ફોન ઉપાડ્યો નંદનીનો ફોન હતો નંદની ખુબ જ ડરેલી હતી એ ફોનમાં રડી રહી હતી અમન ફટાફટ ઉપર પોતાના રૂમમાં ગયો ને દરવાજો બંધ કરી એણે નંદની ને પૂછ્યું 
"બોલ નંદની શુ થયું.., તું રડે છે શું કામ..?" સામેથી નંદની રડતા રડતા કહ્યું "અમન..અમન મને બચાવ આ લોકો મને મારી નાખશે..અમન.."
અને ફોન કપાઈ ગયો

          અમને ફટાફટ પોતાનું જેકેટ પહેર્યું અને ફટાફટ દાદરા ઉતરી નીચે આવ્યો એને જોતા જ લાગ્યું કે એ ઉતાવળમાં ક્યાંક જઈ રહ્યો છે મોટાભાઈએ પૂછ્યું "અત્યારે ક્યાં જાય છે..?"
             અમને કહ્યું 
"બસ મોટાભાઈ જગલા ના ઘરે બેઘડી બેઠો છું તમતમારે ચિંતા ના કરતા હું મારી રીતે આવી જઈશ"
 અને એ બન્ને શૂઝ ની લેસ બાંધી નીકળી ગયો.
To be Continue..