Tu ane tari yaad - 3 books and stories free download online pdf in Gujarati

તુ અને તારી યાદ - (ભાગ ૩)

''  તુ અને તારી યાદ''   (ભાગ ૩)

(આગળના ભ‍ાગ મા જોયુ આકાશ અને તન્વી એકબીજા ને મળે છે અને ઘેર જવા નીકળે છે )

હવે આગળ ????

આકાશ અને તન્વી કાર પાસે પહોચે છે અને બધા ઘર તરફ જવા રવાના થાય છે. આકાશ ને મનમા થોડી મુંઝવણ થતી હતી પહેલી વખત કોઇ ઓનલાઇન મિત્ર ના ઘરે જઇ રહ્યો હતો એટલે અને સહજ છે ડર લાગે.

 આકાશ કાર મા પાછળ ની સીટે તન્વી જોડે બેઠો હતો.
એટલામા જ તન્વી બોલી આમ તો  ચેટીંગમા  ને કોલ મ‍ા બોવ રાડો નાખતો હોશ અત્યારે મોઢુ સિવાઈ ગયુ કે શુ ?

આકાશ  :- ના રે ના. એવુ કાઇ નથી હો હુ હતો એવોને એવો જ છુ.

બંને હસતા હસતા ઘરે પહોચે છે. ઘર બોવ મોટુ હતુ તન્વીના મમ્મી આકાશ ને મીઠો આવકાર આપીને અંદર બોલાવે છે આકાશ આન્ટી ને પગે લાગે છે અને બધા ઘર મા જાય છે.

 તન્વી આકાશ ને એનો રુમ બતાવા લઇ જાય છે રુમ મા જતા જ આકાશ તન્વી ના વાળ પકડી લે છે અને કહે છે બોલ હવે ચિબરી ?? એ તો અંકલ હતા એટલે ચુપ હતો સમજી

ઓય ટોપા વાળ મુક પહેલ‍ા પછી મારી જોડે ઝઘડો કર બંને એકબીજ‍ા જોડે  મજાક મસ્તી કરવા લાગે છે છેવટે તન્વી કહે   છે ચલ ફ્રેશ થઇ જા હુ તારા માટે જમવાનુ બનાવુ.

આકાશ:- ના  તુ રેહવા દે જે હજુ મારે જીવવાનુ છે તારા હાથ નુ ખાઇને મરવાનુ નથી.

તન્વી :- તો પછી ખાજે તારા આન્ટી ના હાથ નુ રિંગણા નુ શાક ??

આકાશ :- તને ખબર તો છે મને નહી ભાવતુ એ જા તુ જ બનાઇ જે બનાવુ હોય એ

બધા બપોરે જોડે જમવા બેસે છે આકાશ બપોર પછી પોતાની ઓફીસનુ  કામ પુરુ કરવા જવાનુ કહે છે.

તન્વી કહે આપણે બંને જાસુ અને કાકરીયા પણ ફરતા આવીશુ. 

એના પપ્પા પણ કહે છે હા સારો આઇડીયા છે બંને અમદાવાદ ફરતા આવો. આ રહી કાર ની ચાવી મારે આમ પણ કારનુ કોઇ કામ નથી હવે.

થેંક્યુ પાપા .

બપોર બાદ બંને લોકો કાર લઇને નીકળી પડે છે તન્વી અમદાવાદ ના રસ્તા જાણતી હતી એટલે પોતે જ કાર ચલાવે છે બાજુ મા આકાશ બેસે છે.

પહેલા આકાશને જે સ્થળ પર કામ હોય છે ત્યા લઇ જાય છે થોડી વાર મા કામ પુરુ કરીને આકાશ અને તન્વી કાંકરીયા તળાવ જોવા નીકળી પડે છે

તન્વી કાર થોડી દુર પાર્ક કરીને કાકરીયા તરફ આકાશ જોડે નીકળી પડી. ત્યા જઈને પહેલા એન્ટ્રી ટીકીટ લીધી આકાશ પોતાનુ પાકીટ કાઢતો જ હતો ત્યા તો તન્વી એ કહી દીધુ તારે એકપણ રુપિયો અેકેય જગ્યા્એ આપવાનો નથી. બધો ખર્ચ હુ કરીશ. 

આકાશે મજાક મા કહ્યુ સારુ ૧૦ ૧૫ દિવસ અહી જ રોકાઇ જાવ તો ?

બંને અંદર પ્રવેશ કરે છે આકાશ માટે આ સ્થળ નવુ હતુ તન્વી ને તો અવારનવાર અહી આવવાનુ થતુ રહેતુ. આકાશ અંદર જતા જ ઘણાબધા પ્રેમી યુગલો ને એકબીજા જોડે વાતો કરતા જોતો હતો.

આકાશ પણ તન્વી ને ચાહતો હતો પણ,કયારેય કહેવાની પહેલ નહોતી કરી.આકાશ કયારેક તન્વી ને જોતો તો કયારેક બેઠેલા આ પ્રેમી પંખીડાઓને જોતો

તન્વી પણ બધુ સમજી રહી હતી પણ એ વિચારતી કે કદાચ આકાશ પહેલ કરે તો કાઇક થાય હુ તો સામેથી કહી નહી શકુ કે હુ તને કેટલો બધો ચાહુ છુ.

બંને તળાવ ની ફરતે ફરી રહ્યા હોય છે અચાનક આકાશ નો હાથ તન્વી ના હાથને સ્પર્શે છે. તન્વી આકાશ નો હાથ પોતાના હાથમા પકડી લેછે . 

કમઓન યાર એમ કહીને તન્વી આકાશ ને આગળ ખેચે છે

આકાશ સ્તબ્ધ બની જાય છે 

શુ થયુ આકાશ?  તન્વી એ પુછ્યુ 

આકાશ:- હુ તને એક વાત કહેવા માંગુ છુ 

હા તો સામે બાકડે બેસીને વાત કરી ચાલ તન્વી આકાશ નો હાથ પકડીને બાકડા પાસે લઇ જાય છે

બોલ શુ કહેવુ છે તારે મને ? તન્વી એ પુછ્યુ .

આકાશ:- આઇ લવ યુ તન્વી, ઘણાબધા દિવસ થી વિચારતો તને કહી દવ કે હુ તને ચાહુ છુ પણ કયારેય હિંમત ના થઇ પણ આજે અા પ્રેમી યુગલો ને જોઇને હુ ના રહી શક્યો. 

તન્વી :- આઇ લવ યુ ટુ આકાશ બંને રડી પડે છે અને એકબીજા ને ભેટી પડે છે.

હુ પણ તને કહેવા ઇચ્છતી હતી પણ મને થયુ કદાચ તુ મને ખાલી એક દોસ્ત સમજતો હસુ તો. long distance relation મા નહી માનતો હોય તો એટલે જ મે તને કયારેય ના કીધુ.

આકાશ તન્વી ને કડકાઇથી હગ કરી લે છે અને કપાળ પર એક ચુંબન કર છે અને કહે છે આઇ લવ યુ તન્વી 

તન્વી પણ કહે છે આઇ લવ યુ ટુ ?

બંને એકબીજા જોડે ઘણીબધી વાતો કરે છે ખબર જ ના રહી કયારે સાંજ પડી ગઇ. આકાશ અને તન્વી એકબીજા ની આંખો મા ખોવાઇ જવા માગતા. 

તન્વી આકાશ ને કહે છે તુ મારો હાથ આમ જ જીવનભર પકડી રાખજે અને ફરી આકાશની બાહો મા ખોવાઇ જાય છે.


એટલામા જ તન્વીના પપ્પાનો કોલ આવે છે જમવાનુ ઘરે બનાવી નાખે કે બહાર જમીને આવવાનો પ્લાન છે. તન્વી એ કહ્યુ પપ્પા બહાર જમીને આવીસુ ઘરે આવીને મારે તમને એક જરુરી વાત કહેવાની છે

સારુ જલ્દી પાછા ઘરે આવી જાજો સામેથી અવાજ આવ્યો.

આકાશે કહ્યુ તુ તારા પપ્પા ને કહીશ તને નથી લાગતુ વધારે ઊતાવળ કરી રહયા છીએ આપણે.

તન્વી :- હુ મારા પપ્પાથી કયારેય વાત છુપાવતી નથી તેઓ જાણે છે કે હુ તને લવ કરુ છુ પણ આજે તો તુ પણ મને લવ કરેછે એ કહેવાનુ છે ડબ્બુ ??

આઈ લવ યુ માય ડબ્બુ ??

આકાશ પણ કહે છે આઇ લવ યુ ટુ ??


(હવે આગળ શુ થસે એ જોવા માટે જુઓ ફાઇનલ પાર્ટ)
????


(ભાગ ૪)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED