Tu ane tari yaad - 2 books and stories free download online pdf in Gujarati

તુ અને તારી યાદ (ભાગ ૨)

"તુ અને તારી યાદ"    ( ભાગ  ૨)

("આગળ ના ભાગ મા તમે જોયુ આકાશ ને ફેસબુક મા તન્વી ની રિક્વેસ્ટ અાવે છે અને આકાશ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરે છે આકાશ મેસેજ પણ કરે છે અને સાંજે બંને વાતો કરવાનુ નક્કી કરે છે")

હવે આગળ ????



આકાશ કેન્ટીનમા જમવા બેસે છે આકાશ ના ચહેરા પર ખુશી જોવા મળતી  આકાશ મા એક નવો ઉત્સાહ આવી ગયો હતો. એના મનમાં તન્વી માટે  ઘણા વિચારો આવવા લાગ્યા હતા.હવે તે સાંજ પડવાની રાહ જોતો કયારે સાંજ પડે અને કયારે હુ તન્વી ને મેસેજ કરુ. હવે ઘડીયાળ ના કાંટા આકાશ ને  કાંટા ની જેમ ખુચતા હતા.આજ આકાશનેે એક એક સેકન્ડ એક કલાક જેવી લાગતી હતી.જેમ-તેમ કરીને સાંજ પડી 

આકાશ ઘરે અાવીને ફ્રેશ થાય છે અને પોતાના માટે જમવાનુ બનાવે છે. આજે એ બધા કામ મા ઉતાવળ કરતો આકાશ ને તન્વી જોડે વાત કરવી હતી એના વિશે જાણવુ હતુ. આકાશ હાફળા ફાફળા જેમ તેમ જમીને ઘરનુ બધુ કામ પુરુ કરે છે.અને પોતાનો ફોન હાથમા લે છે. આજે આકાશ ને ફ્રેન્ડ્સ ના મેસેજ મા કે જોક્સ મા કોઇ ઈન્ટરસ્ટ નહોતો એને તો બસ તન્વી જોડે વાત કરવી હતી.

ફેસબુક મેસેન્જર ખોલીને આકાશ તન્વી ના નામ પર ક્લીક કરે છે તો તન્વી નુ last seen 1 hour ago  લખેલુ આવ્યુ. આકાશ નો ચહેરો ઉતરી જાય છે. છતા પણ આકાશ hiii નો એક મેસેજ કરીને પોતાના ફ્રેન્ડ્સ ના મેસેજ જોવે છે.રાતના નવ વાગી ગયા હતા છતા પણ તન્વી નો મેસેજ આવ્યો નહોતો. ઘણીવાર આકાશ તન્વી ના ચેટ મા જઇને ચેક કરતો કદાચ ઓનલાઇન થઇ હોય તો પણ એવુ કશુ નહોતુ થયુ છેવટે આકાશ હાર માનીને યુટ્યુબ મા મુવી જોવા લાગે છે.

આકાશ મુવી જોવામા મશગુલ થઇ જાય છે અડધી કલાક જેવા સમય પછી તન્વી નો મેસેજ આવે છે hii, good evening .

આકાશ તન્વીના મેસેજને જોતા જ તેનુ મુવી જોવાનુ પડતુુુ મુકે છે અને મેસેન્જર મા જાય છે 

આકાશ:- hii, how are you ?

તન્વી ;- i am fine, how about you ?

આકાશ :-  me too fine.

આકાશ અને તન્વી મેસેજ મા વાતો કરવા લાગે છે થોડા સમય પછી તન્વી કહે છે ચલો બાય ગુડનાઇટ હવે પછી વાત કરીસુ 

આકાશ પણ જવાબ આપતા કહે છે સારુ, ચલો બાય ગુડનાઇટ એમ કહીને મેસેન્જર બહાર નીકળી જાય છે, અને ફરી પાછો પોતાનુ મુવી જોવા મા વ્યસ્ત થઇ જાય છે. આકાશ  મોબાઇલમાં તો મુવી જોતો હોય છે પણ તે પોતે તન્વીના વિચારો મ‍ા ખોવાયેલો હોય છે. વિચારો મા ને વિચારો મા આકાશ પોતે કયારે સુઇ જાય છે એની પણ ખબર રહેતી નથી.

બીજા દિવસે વહેલી સવારે આકાશ જાગે છે અને સૌથી પહેલા તન્વીને ગુડ મોર્નિંગ નો મેસેજ કરે છે તરત જ રિપ્લાય મા પણ આકાશ ને good mrng you too નો મેસેજ આવે છે.

અાકાશ ની સવાર તો તન્વીને ઓનલાઇન જોતા જ સુધરી ગઇ આકાસ તન્વી જોડે મેસેજ મા વાતો કરવા લાગે છે એકબીજા થી પરિચિત થાય છે.

આકાશ ને જાણવા મળે છે કે તન્વી અમદાવાદ રહેતી એક તેના જેટલી જ ઉંમર ની છોકરી છે. જે હાલ મા ઘરે બેઠા કોમ્પેટીટિવ એક્ઝામ ની તૈયારી કરી રહી છે. થોડીઘણી વાતો બાદ આકાશ પોતે બાય કહીને તૈયાર થવા જતો રહે છે અને રાબેતા મુજબ પોતાના કામ પર જવા નીકળી પડે છે.

આકાશ ને પણ અવારનવાર ઓફિસ ના કામથી અમદાવાદ જવાનુ થયા કરતુ પણ અત્યારે તો આકાશ નુ મન બસ તન્વીના વિચારો મા જ ખોવાયેલુ રહેતુ.આકાશ હંમેશા તન્વી કયારે મેસેજ કરે એની રાહ જોતો અને જો તન્વી નો મેસેજ આવે તો ગમેતેવુ કામ પડતુ મુકીને વાતો કરવા લાગી જતો.

આવી જ રીતે થોડા દિવસો પસાર થાય છે, દિવસો માથી મહીના થવા લાગે છે અને હવે બંને અજાણ્યા વ્યક્તિ એકબીજા ને જાણવા લાગે છે હવે તો મોબાઇલ નંબર પણ એક્સચેન્જ થઇ ચુક્યા હતા એટલે વાતો મેસેજ માથી કોલ પર આવી ગઇ હતી.

એક દિવસ સાંજે તન્વી આકાશ ને મેસેજ કર છે

તન્વી :- hii, dabbu!?

આકાશ:- hii?

તન્વી :- આકાશ, તને નથી લાગતુ કે હવે આપણે એકબીજા ને મળવુ જોઇએ

આકાશ :- ઓહહ્ (મજાકીયા અંદાજ મા) તુ લોફર ને સામેથી ઓફર આપી રહી છે હો

તન્વી :- હા હો ?  મને ઇચ્છા થઇ તને મળવાની તો તને કહ્યુ.

આકાશ :- પણ મેડમ મે તમને કયારેય જોયા જ નહી તો ઓળખીશ કઇ રીતે ??

તન્વી ;- એ તો હુ તને કહીશ ને પહેલા તુ અમદાવાદ તો આવ.

આકાશ :- સારુ, ચલો ઓફીસ નુ પ્લાનિંગ જોઇને કહીશ તમને અત્યારે બાય ?

તન્વી :- બાય, ડફોળ?? 

આમને આમ એ લોકો ની કન્વરઝેસન થતી રહેતી થોડા દિવસો મા આકાશ ને પણ કંપની ના કામથી અમદાવાદ જવાનુ હતુ. એ આ વાત તન્વી ને જણાવે છે

આકાશ:- hii, tanvi 

તન્વી :- hii , બોલ શુ કામ પડ્યુ અમારા જેવા નકામા માણસોનુ

આકાશ :-  નકામા માણસો કોઇને મળવાની ઇચ્છા ધરાવતા હતા યાદ છે કાઇ ? ?

તન્વી :- હા યાદ છે પણ અમુક બીઝી માણસોને ટાઇમ જ કયા હોય છે ?

આકાશ :- હા તો મેડમ હુ આવતી ૨૨ તારીખે એટલે કે  ૩ દિવસ પછી અમદાવાદ આવી રહયો છુ તારે કાઇ કામ ના હોય તો મને મળી શકે.

તન્વી :- ઓહહ?? my dabbu coming here?

આકાશ :- હા ટોપી આવુ છુ હો

તન્વી :- હુ બે દિવસ ક્લાસમાથી છુટ્ટી લઇ લઇસ આપણે બંને જોડે અમદાવાદ ફરીસુ. હુ તને મારુ અમદાવાદ બતાવીસ જો જે ?

આકાશ :- સારુ  હુ પણ હોટેલ મા રોકાવાનો છુ તો આપણે જરુર થી મળીશુ.

તન્વી :- સારુ ચલ જલ્દી થી આય જા હવે ?.


(આકાશ અને તન્વી બંને નક્કી કરે છે કઈ જગ્યાએ મળવુ એકબીજા ને કઇ રીતે ઓળખવા  ઘણોબધો સમય વાતો મા કાઢે છે અને છેવટે કાકરીયા તળાવ પર મળવાનુ નક્કી કરે છે)

તન્વી ની ફેમીલી ખુલ્લા વિચારો વાળી હતી એટલે તન્વી એ ઘરે મમ્મી પપ્પા ને કહી દીધુ મારો ફ્રેન્ડ આકાશ અમદાવાદ આવી રહ્યો છે અહી તે હોટેલ મા રોક‍ાવાનો છે.

પપ્પા હુ તેની જોડે ફરવા જઇ શકુ ?

તન્વી ના પપ્પા :- મને ફરવા જવાથી કશોય વાંધો નથી પણ આપણુ ઘર હોય છતા તારો દોસ્ત હોટેલ મા રોકાય એ સારુ ના કહેવાય એને આપડા ઘરે જ બોલાવી લે.

(તન્વી આકાશ નો નંબર પપ્પા ને આપે છે અને તેના પપ્પા આકાશ ને કોલ કરે છે).

તન્વી ના પપ્પા:- હેલ્લો આકાશ ?
આકાશ :- હા, પણ તમે કોણ ?
તન્વી ના પપ્પા :- હુ તન્વી ના પપ્પા બોલુ છુ તુ એવુ કર ને હોટેલ મા રહેવા કરતા અમારી જોડે અમારા ઘેર જ આવી જા ને.

આકાશ :- ઓહહ પણ અંકલ મારુ રહેવાનુ ને જમવાનુ તો કંપની વાળા લોકો પે કરે છે 

તન્વી ના પપ્પા ;- હા વાત બરોબર છે પણ અહી અમારુ પોતાનુ ઘર છે તો બહાર શુ કામ રહેવુ ? 

આકાશ :- સારુ હુ અહીયા ગીતા મંદીર પહોચી ગયો છુ અહીથી ક્યા આવુ ?

તન્વીના પપ્પા :- તુ ત્યા જ રહે હુ અને તન્વી આવી રહ્યા છીએ તને લેવા માટે

આકાશ :- સારુ હુ અહી બેઠો છુ બાય.

તન્વીએ તો આકાશ ને જોયો હતો પણ આકાશે હજુ સુધી તન્વી ને જોયી નહોતી. દસ પંદર મિનિટમાં તન્વી અને તેના પપ્પા ત્યા આવી પહોચે છે.

પપ્પા જુઓ ત્યા રહ્યો આકાશ જલ્દી ચલો. તન્વી આકાશ તરફ દોડી જાય છે. આકાશે તન્વી ને જોઇ નહોતી આ વાત નો ફાયદો ઊઠાવી એ આકાશ ની બાજુ મા  રહેલી ખાલી સીટ પર બેસી જાય છે. 

તન્વી :- કીસ ઓર જાના હે સાહબ ? (ઓળખતી જ ના હોય એવો ઢોંગ કરતા)

આકાશ :- કયાય નહી જવાનુ મારા ફ્રેન્ડ ની રાહ જોવ છુ અહીયા

તન્વી :- અચ્છા આપકી ગર્લ ફ્રેન્ડ્ ભી સાથ આયી હે  ?

(એટલ‍‍ા મા જ તન્વી ના પપ્પા ત્યા પહોચી જાય છે અને કહે છે ઓય નાટકબાજ તારા નખરા બંધ કર  )

શુ પપ્પા તમે પણ ચીડવવાની મજા આવતી હતી ?

આકાશ સમજી જાય છે આજ તન્વી છે એમ અંકલ ને પગે લાગે છે અને ઉભો રહે છે.

તન્વીના પપ્પા કહે છે ચલો હવે ઘરે જઇએ તયા જ વાતો કરીશુ અને પોતે આગળ ચાલતા થાય છે

આકાશ તો તન્વીને જ જોઇ રહ્યો હતો. એના ચહેરા પર થી નજર જ નહોતી હટતી.

તન્વી :- ઓય મને જ જોયા કરીશ કે પછી ઘરે પણ આવીશ ?

આકાશ :- હા આવીશ ને ચાલ લઇલે બેગ ?


(ઘરે જઇને તન્વી અને આકાશ વચ્ચે શુ થાય છે જાણવા માટે જુઓ )
????
(ભાગ ૩)





બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED