Jeevi lo books and stories free download online pdf in Gujarati

જીવી લો

"હેલ્લો ,હા કાકા રીઝલ્ટ આવી ગયું છે" સવારે લગભગ પોણા સાત-સાત વાગે અર્જુન નો ફોન આવ્યો.
 
"જયને 75 ટકા અને 95 પર્સન્ટાઈલ આવ્યા છે" અર્જુને જયના પપ્પાને કહ્યું.

"તારે બેટા?" જય ના પપ્પા એ સામેથી પૂછ્યું." મારે કાકા 88 પર્સન્ટાઈલ અને 66% આવ્યા છે."અર્જુન એ પ્રત્યુત્તર આપ્યો."સરસ બેટા"જય ના પપ્પા એ કહ્યું.

                       ફોન આવ્યા ની રીંગથી જય જાગી ગયો હતો અને બધી વાત સાંભળતો હતો.બસ પપ્પા ફોન મૂકી અને રિઝલ્ટ ચેક કરે એટલી જ વાર હતી.જય એ એનું પોતાનું રિઝલ્ટ જોયું પછી એના મિત્રો નું પણ જોઈ અને લગભગ બધા કરતા અને સારા ટકા હતા.

                        બસ આ દસમાનુ જ રીઝલ્ટ હતું જેના લીધે બાલમંદિરથી જોડે ભણતા જય અને અર્જુન છૂટા પડ્યા.અર્જુન ને કોમર્સ લેવાની ઇચ્છા હતી જ્યારે જય ને સાયન્સ.અને આ વળાંક પર ઊભેલા જય ને હવે જૂની સ્કૂલ જેમાં તે છેલ્લા ચાર વર્ષથી જે અભ્યાસ કરતો હતો,અને જૂના મિત્રો એ બધું ત્યાજવાનું હતું.જય ને તો ઈચ્છા એ જ સ્કૂલમાં રહીને અભ્યાસ કરવાની હતી પણ તે સ્કૂલમાં સાયન્સ વિભાગ ની દશા કંઈક સારી નહતી એટલે છેવટે એને સ્કૂલ બદલવાનો વિચાર કર્યો.ખાલી જય જ નહીં એવા બીજા ઘણા બધા વિદ્યાર્થીઓ નિર્ણય લેવો જ પડતો હોય છે.જાણીતી સ્કૂલ,જાણીતા મિત્રો,જાણીતા શિક્ષકો ને જ્યારે છોડવાનું આવે કોઈ ન ગમે.

                         સાયન્સની પ્રાઇવેટ સ્કૂલો માં રીઝલ્ટ ના પહેલા જ એડમિશન ચાલુ થઇ જતું હોય છે.રીઝલ્ટ ના બીજા દિવસે જય અને એના પપ્પા એક પ્રાઇવેટ સ્કૂલમાં એડમિશન લઈ આવ્યા.એના પરિવારમાંથી કોઈ ને ભી સાયન્સ લીધું ન હતું એટલે કોઈને ભી વિજ્ઞાન ક્ષેત્ર નો અનુભવ નહતો.

                        નવી સ્કૂલ,નવા શિક્ષકો કેવા હશે?શું નવી સ્કૂલના આ નવા શિક્ષકો મારી જૂની સ્કૂલ જેવા જ હશે કે નહીં આવું વિચારતા જ જય નર્વસ થઈ જતો.

                        સ્કૂલ ચાલુ થવામાં હજુ અઠવાડિયાની વાર હતી ત્યારે જ અચાનક એક સારો બનાવ બન્યો.જયનો એક મિત્ર જે ધોરણ દસમાં ટ્યુશન માં સાથે ભણતા હતા એને જય ને નવજીવન વિદ્યાલય માં આવવાની વાત કરી. આ વાત જાણી જય ખુશ થઈ ગયો."હાશ કોઈક તો આવશે મારી જોડે નવી સ્કૂલમાં" જય મનોમન બોલ્યો.અને એ મિત્રનું નામ હતું યશ એક ચશ્મિસ, વાન એનો ધોળો.યશ અને જય હવે આ બે વર્ષના પંથમાં પંથી બનવાના હતા.
                        જુલાઈ ના બીજા અઠવાડિયા થી સ્કૂલ ચાલુ થઈ. એક ચોપડો,એક પેડ અને એક કંપાસ જય એ એક બેગમાં મૂક્યું અને સ્કૂલ જવા નિકળ્યો.યશ ને એને લેતો જવાનો હતો.નવી સ્કૂલમાં પહેલા દિવસે શું થશે? શું નહીં? એના વિચારો કરતો કરતો જય નર્વસ થઈ ગયો હતો. અને આ નર્વશનેસ ના કારણે હૃદયના ધબકારા વધી ગયા હતા.
                        "યશ" જય એ એના ઘર ની બહાર ઉભા રહીને બૂમ પડી.
                        "આવું,થોડી વાર ઉભો રે કાતો ઘર માં આય."યશ એ એના ઘર માંથી ઉત્તર આપ્યો.
                        થોડીવાર પછી તેઓ બંને નીકળ્યા.જય ના મન માં નવી સ્કૂલ,નવા મિત્રો કેવા હશે,કેવું હશે?એના વિચારો અટકવાના નામ જ નહોતા લેતા.
                        અગિયારમા ધોરણ નો પહેલો દિવસ.જય એ બાઈક પાર્કિંગ માં પાર્ક કરી.અને વર્ગખંડ તરફ જવા નીકળ્યા.
                        "અગિયારમા ધોરણ નો ક્લાસ કઈ બાજુ છે?"જય એ સ્કૂલ ના પટાવાળા ને પૂછ્યું.
                        "સામે ની સીડીઓ ચઢીને જે પહેલો ક્લાસ આવે તે."પટાવાળા એ સામે જોયા વગર કામ કરતા કરતા કહ્યું.જય અને યશ એ ક્લાસ માં ગયા.ક્લાસ મા પ્રવેશતાજ જય અને યશ એ ક્લાસ માં પહેલે થી જ બેઠેલા 20 જેટલા વિદ્યાર્થીઓ પાર નજર મારી.પહેલે થઈ બીજી બેન્ચ ખાલી હતી જય અને યશ ત્યાં જઈને બેસી ગયા.થોડીવારમાં એ બેન્ચ પર એક ત્રીજો છોકરો આવ્યો અને બેસ્યો.
                        "શુ નામ છે તારું મિત્ર?" જય એ અજાણતાં માણસ ને મિત્ર કહેવાની એની શૈલી થી નામ પૂછ્યું.
                        "હાર્દીક" સામેથી જવાબ મળ્યો હાર્દિકે માથામાં ભરપૂર તેલ નાખેલું અને વાળ ચપટા કરી દીધેલા હતા અને પોથી પાડી હતી.થોડો શ્યામ વર્ણ ધરાવતા હાર્દિકે ડાબા હાથમાં ઘડિયાળ પહેરી હતી અને એના ચહેરા પર નર્વશનેસ દેખાતી હતી.પહેલો દિવસ હોવાથી કોઇ કોઇના સાથે વાત નહોતું કરતું.
                        થોડી જ વાર માં સાહેબ વર્ગખંડમાં માં પ્રવેશ્યા."ગુડ મોર્નિંગ સર"બધા વિદ્યાર્થીઓ એ ઉભા થઈ ને કહ્યું.
                        "ગુડ મોર્નિંગ એવરીબડી સીટ ડાઉન"50 વર્ષ ની ઉંમર વટાવી ગયેલા જેવા દેખાતા સાહેબ એ કહ્યું.
                      " હું એસ.જે.પટેલ તમારો ગણિત વિશે હું લઈશ. સાહેબએ એમનો પરિચય આપતા કહ્યું.અને આખા ક્લાસના વિદ્યાર્થીઓ અને એક પછી એક પોતાનો પરિચય આપવા કહ્યુ.પછી  એસ.જે.પટેલએ ગણિતમાં થોડા બેઝિક સૂત્રો પૂછ્યા.અમુકને આવડ્યા અમુક ને ના આવડ્યા એમ કરતાં કરતાં એમનો તાસ પૂરો થયો.બીજા જેવા એમની ઉંમર ના દેખાતા એવા શિક્ષક એમ.એલ.દેસાઈ સર નો પ્રવેશ વર્ગખંડમાં થયો.એમને એમનો પરિચય આપ્યો અને પહેલા જ દિવસથી એમને કેમેસ્ટ્રી ભણાવવાનું ચાલુ કરી દીધું.અને છેલ્લો તાસ ફિઝિક્સના સર એસ.કે.રાઠોડ નો હતો.એમને બધાને એક પછી એક ઊભા કર્યા અને આગળ જઈને તમારે શું બનવું છે એવો સવાલ કર્યો. કોઈ કહે એન્જિનિયર ,કોઈ કહે કલેકટર ,કોઈ કહે મારે ઇન્ડિયન નેવી માં જવું છે તો વળી કોઈ કહે હું સેનામાં જોડાવા માગું છું.
                      "હું સર એન્જિનિયર બનવા માગું છું" જય નો વારો આવતા જય કહ્યું પહેલા જ દિવસે શું બનવું છે શું નથી બનવું એ કઈ રીતે ખબર પડે એટલે જયના મનમાં એન્જિનિયર એટલે એને કહી દીધું. હજી તો 11માં ધોરણમાં કેટલા સબ્જેક્ટ આવે છે એની પણ ખબર નથી અને ભવિષ્યમાં શું બનવું એ કઈ રીતે ખબર પડે. પણ આવું એકલા જયની સાથે નથી થયું આખા ક્લાસમાં દરેકના મનમાં જે આવ્યું એ બોલ્યા હતા.એવું કહેવાય છે કે ભારતમાં લગભગ મોટા ભાગ વિદ્યાર્થીઓને ખબર જ નથી હોતી કે એને કઈ ફિલ્ડમાં જવું છે અને એ ખબર ક્યાંથી હોય 16 કે 17 વર્ષની ઉંમરે એ કેટલી દુનિયા જોઈ શક્યો હોય કે એને કેટલો અનુભવ હોય જગતનો.
                      "કેવો ગ્યો બેટા પહેલો દિવસ."જય ની મમ્મી એ જય ના ઘર માં પ્રવેશતા જ પૂછ્યું.
                      "સરસ ગયો મમ્મી."જય એ જવાબ આપ્યો.
                      એમ કરતા કરતા બીજો દિવસ ત્રીજો દિવસ.દિવસો વિતતા ગયા અને નવા મિત્રો સાથે થોડો થોડો પરિચય થવા લાગ્યો.પહેલા અઠવાડિયાના અંત સુધીમાં ત્રણ-ચાર મિત્રો સાથે સારો એવો પરિચય થઈ ગયો હતો. અને શનિવારે એસ.જે.પટેલ એ ક્લાસમાં કીધું હતું કે આવતા સોમવારે આપણે જેટલા સૂત્રો લખાયા છે આ અઠવાડિયામાં એનો ટેસ્ટ.બધા વિદ્યાર્થીઓ મનોમન મૂંઝાવા લાગ્યા કે હજી શાળા ચાલુ થએ અઠવાડિયું જ થયું છે અને એટલા મા ટેસ્ટ.પણ વિદ્યાર્થીઓ ક્યાં ખબર હતી આવનાર બે વર્ષ સુધી એમને ભરપૂર ટેસ્ટ અને પરીક્ષાઓ આપવાની છે.
                      ત્રણ પ્રવાહમાંથી ખાલી વિજ્ઞાનપ્રવાહ જ એવો હતો જેને 11માં ના બે સેમેસ્ટર અને 12માં ના બે સેમિસ્ટર ની પરીક્ષા બોર્ડ લે.થોડા દિવસો વીતતા ગયા એમ જય અને વિદ્યાર્થીઓને ખબર પડી કે મેથ્સ, ફીઝીક્સ અને કેમેસ્ટ્રી સહિત કુલ ત્રણ ટેસ્ટ આપવાના અઠવાડિયામાં. લગભગ સ્કૂલ શરૂ થઈ એના ત્રીજા અઠવાડિયાથી સ્કૂલ રેગ્યુલર થઈ ગઈ અને સ્કૂલ નો ટાઈમ સવારના 8.00 થઈ બપોર ના 3.20 સુધી નો રહેતો અને વચ્ચે ૧૧ થી ૧૨ એક કલાકની રિસેસ અને પંદર મિનિટની બે રિસેસ.
                      રોજના પાંચ કલાક નું શિક્ષણ અઠવાડિયાના ત્રણ ટેસ્ટ અને આટલી ઝાડી ચોપડિયો.જય ને મનમાં સાયન્સ વિશે જેટલો વિચાર હતો એના કરતાં તો કંઇક વધારે ભારે નીકળ્યું.શરૂઆતમાં તો સારી રીતે અભ્યાસ કર્યો પણ બે મહિના પછી તેને આમાંથી રસ ઉઠી ગયો જય ને ટેસ્ટમાં 30માંથી 10 ઉપર કોઈ દિવસ નહતા આવતા પણ એના મા-બાપ કોઈ દિવસ ઓછા માર્ક્સ ને કારણે ટોકતા નહિ.પણ હંમેશા પ્રોત્સાહન આપતા જય સાથે વર્ગમાં અભ્યાસ કરતા એના બીજા નવા બનેલા મિત્રોમાંથી કોઈના ઘરે બહુ બોલતા અને વિદ્યાર્થીઓના મગજમાં ખરાબ અસર થતી.
                      એમ કરતા કરતા 11 માં ધોરણ નું પહેલું સેમેસ્ટર પૂરું થવા આવ્યું અને એક મહિના પછી બોર્ડની પરીક્ષા આવવાની હતી બધા વિદ્યાર્થીઓ એ મહેનત ચાલુ કરી.જય એ મહિનો બરોબર મહેનત કરીને પરીક્ષા આપીને પછી દિવાળી વેકેશન પડ્યું.
                      દિવાળી વેકેશન માં જયને કચ્છ ફરવા જવાનું થયું છે. એના મમ્મી પપ્પા મામા મામી અને એમના બે છોકરા.એક ઈકો ગાડી નક્કી કરી એમાં એ ફરવા ગયા પણ આ પ્રવાસમાં જયના જીવનમાં એક વૈચારિક પરિવર્તન લાવવાનું હતું. છ મહિનો સતત ભણ્યા પછી માનસિક રીતે કંટાળેલા અને થોડો હવાફેર કરવા માગતા જયને જે માનસિક શાંતિનો અનુભવ થયો તે ક્યારેય એના પહેલા થયો ન હતો.સવારથી લઈને સાંજ સુધી ફિઝિક્સ,કેમેસ્ટ્રી, મેથ્સ કરતાં કરતાં એ કંટાળી ગયો હતો.અને એને જે દુનિયા ચારથી પાંચ દિવસમાં માણી અને જીવી એવી ક્યારે પહેલાં જીવી નહતી. એને મનોમન વિચાર આવ્યો કે કાશ આખું જીવન આવી રીતે જીવાતું હોત તો કેવું સારું!
                      વેકેશન પૂરું થયું બીજા સેમેસ્ટર ની શરૂઆત થઈ જયને થોડો અભાવ તો હતો જ ભણવાની સાથે પણ એ થોડી મહેનત તો કરી જ લેતો.પણ હવે જયને જીવન, દુનિયા જાણવાની અને જીવવાની તરસ બહુ વધી ગઈ હતી.નવું નવું શીખવાની, નવ વાંચવાની,નવી નવી જગ્યાએ ફરવા જવાની જિજ્ઞાસા એના મનમાં વધતી ગઈ.
                      ફરીથી એ જ અઠવાડિયાના ત્રણ ટેસ્ટ 30 30 માર્કસના. કુલ પાંચ વિષય અને એજ રોજનું પાંચ કલાક નું શિક્ષણ.બીજા સેમેસ્ટર ના બે મહિના આ રોજની ધમાલમાં વીત્યા એટલી વારમાં પ્રથમ સેમેસ્ટરનું રીઝલ્ટ આવી જયને આવ્યા 70% એની જ બેન્ચીસ માં બેસતા યશ અને હાર્દિક કરતા વધારે.એ બે ને  આશ્ચર્ય થયું કે આ ભાઈ ગંભીરતાથી નથી ભણ્યો પહેલા સેમેસ્ટર માં તો પણ આપણા કરતાં આગળ કેમ?એ એટલી ગંભીરતા ની વાત કરતા હતા જેટલીએ લોકો પ્રથમ સેમેસ્ટર માં રાખેલી.જય ગંભીર તો હતો પણ જેટલો સમય અભ્યાસમાં કાઢતો એના જેટલો જ બીજી પ્રવૃત્તિમાં કાઢતો.
                      એમ કરતાં કરતાં બીજું સેમેસ્ટર ભી પૂરું થયું.ઉનાળા વેકેશનનો સમય આયો.આ સમય એટલે જયનો ખાસ સમય ફરીથી એને આ સમયમાં ફરવા રખડવા અને નવું જાણવા જોવા અને સમજવા ની મજા આવતી. એને એના જીવનમાં હવે નક્કી કર્યું કે ભણવું એ પ્રાથમિકતા તો છે જ સાથે સાથે બીજા વિદ્યાર્થીઓથી અલગ રખડું-ફરવું,ગુજરાતી સાહિત્ય કે અંગ્રેજી નોવેલ,પેપર માં આવતી પૂર્તિઓ વાંચવી અને રાજનીતિને સમજવી વગેરે વગેરે કરવાનું એટલું જ મહત્વ છે.દુનિયાને જાણવી સમજવી અને ખૂબ જ અગત્યનું જય ને દુનિયા-જીવન માણવુ હતું.
                      ઉનાળુ વેકેશન પૂર્ણ થયું અને બારમા ધોરણમાં અને ત્રીજા સેમિસ્ટર માં પ્રવેશ થયો.જેવું કે જય એ નક્કી કરેલું કે ભણવું તો પ્રાથમિકતા છે જ પણ બીજું બધું એટલું જ મહત્વનું છે એમ કરતા કરતા ત્રીજું સેમેસ્ટર પૂર્ણ થયું.ફરી દિવાળી વેકેશન અને ચોથું અને અંતિમ સેમેસ્ટર નો પ્રારંભ અને એવી જ રીતે ચોથું સેમિસ્ટર પૂર્ણ કરી ધોરણ 11-12 પૂર્ણ થયું.
                      ફાઈનલ રિઝલ્ટ ની વાર હતી.અને ગુજકેટ અને જેઈઇ ની પરીક્ષા પણ પૂર્ણ થઈ ગઈ હતી.યશ,હાર્દિક અને જય એ રાતે ઘણા સમય પછી મળવાનું નક્કી કર્યું. વેકેશન પડ્યા પછી કોઈ એક બીજાને મળ્યું નહોતું રાતે ત્રણ મળે છે વાતો થાય છે જાતભાતની સ્કૂલ સાથે વિતાવેલા સમયની અને રીસેસમાં બાલ્કનીમાં ઊભા રહીને કરાતી મસ્તીની,કોઈ હોમવર્ક ના કરી હોય તો એને પડતા માર ની વાતો થાય છે.
                      "હમણાં બે વર્ષ પહેલા તો બહુ પરિચિત નહોતા એવા આપડે આજે પાક્કા મિત્રો થઈ ગયા કેવું કહેવાય નહીં?"જય બોલ્યો.
                      "હવ યાર"હાર્દિક એ ટાપસી પુરી.
                      "બહુ મહેનત કરી યાર આ બે વર્ષ મા"યશ એ બીજો મુદ્દો છંછેડતા કહ્યું.
                      "હવ ભાઈ બહુ મેહનત કરી,શુ કહેવું જય તારે?"હાર્દિક એ જય તરફ જોતા કહ્યું.
                      "જય ને તો યાર ઓછી મેહનત એ પણ આપના કરતા સારા ટકા આવ્યા છે હંમેશા."યશ એ કહ્યું.
                      હવે વારો જયનો હતો એને કહ્યું" મહેનત તો યાર મેં ભી કરી પણ હું એ ભી માનું કે તમારી જેટલી નહીં.મને મહેનત અને મજૂરી નો ભેદ ખબર છે.હું ખરેખર ખાલી એટલું ભણવા નહોતો માગતો મારે બીજું બધું પણ જાણવું હતું.મારે એ ઝવેરચંદ મેઘાણીની કવિતાઓ વાંચવી હતી મારે એ ચેતન ભગતની five point someone એ વાંચવી હતી,મારે સૌરાષ્ટ્ર ફરવું હતું મારે કચ્છ ભી જવું હતું. તમને કદાચ ફિઝિક્સ ની થિયરીઓ ખબર હશે,ગણિતના સૂત્રોની ખબર હશે કેમેસ્ટ્રી ના તત્વો ની ખબર હશે મને આ બધું તો ખબર જ છે સાથે સાથે મને એ બી ખબર છે કે સૌરાષ્ટ્ર બાજુ જવું હોય તો કયો રસ્તો પકડ્યો કચ્છ બાજુ જવું હોય તો કયો રસ્તો પકડવો.તમને કદાચ એ ખબર હશે કે મેથ્સ,ફીઝીક્સ અને કેમેસ્ટ્રી ની ચોપડીઓ ના લેખક કોણ છે પણ મને એની સાથે સાથે એવી ખબર છે કે સૌરાષ્ટ્રની રસધાર ના લેખક કોણ છે,માણસાઈના દીવા ના લેખક કોણ છે, તત્વમસી ના લેખક કોણ છે.ખોટું ના લગાડતા ભાઈઓ પણ મે નક્કી કરેલું કે અભ્યાસ ની સાથે હું બીજું બધું ભી કરીશ.તમારા કરતાં વધારે મારા ટકા આવે એવું મેં કોઈ દિવસ વિચારીને મહેનત કરી નથી.પણ મેં આ બે વર્ષ ઘણું બધું શીખ્યો મેથ્સ,ફિઝિક્સ,કેમેસ્ટ્રી ની સાથે સાથે બીજું પણ જે બધું જાણવા લાયક માણવાલાયક હતું એ બધું માણ્યો અને આગળ તો આ બધાની તરસ હજી વધશે. ટૂંકમાં બે વર્ષ હું સારી રીતે જીવ્યો.એમ લાગ્યું કે સંઘર્ષ ની સાથે સાથે પણ જીવન હોય છે અને એ જીવન જીવવાની મજા જ કંઈક ઔર હોય છે એટલે જ કહું છું હું"જીવી લો!"

બીજા રસપ્રદ વિકલ્પો