ઓય હેલ્લો હા હા તને જ કવ.... એક મસ્ત વાત કહું તને દીકુ......
કાલે મે સ્વપ્ન જોયું, જાણે અંધારા ખીલતો પ્રકાશ....
મન તો પ્રફૂલિત થઈ ઉઠ્યું....
મારા આ સ્માર્ટ ફોન માં મસ્ત રોમેન્ટિક ગીતો છે ....
તું વિચાર કર..!
એક દિવસ તું અને હું,
અંધારી માદક રાત હસે...
રૂમ કે ઓરડા ઓ ની લાઈટ બંધ હસે પણ
પીળો મીણબત્તી ?️ નો અજવાસ હસે..
તારા હાથો માં મારો હાથ માં હસે....,
બીજો હાથ તારી કમર પર હસે.,
અને તારો હાથ મારા ખંભા પર હસે ?,
સામ - સામાં અથડાતા બંને ના શ્વાસ હસે...,
અને એમાં પણ મધુર રોમેન્ટિક ગીતો નો સાથ હસે..,
રોમેન્ટિક ગીતો નો ખજાનો પડયો છે....
રોજ એક નવું વગાડશું તો પણ વર્ષ માં રીપિટ નહિ થાય....
બસ હવે આ સ્વપ્ન સાકાર કરવું છે.....
ઘણી વખત ખૂબ જ એકલું લાગે ,એમ થાય કે આખી દુનિયા સુની પડી ગઈ છે અને માત્ર તમે ખુદ એકલા જ છો આ દુનિયા માં,આજુ બાજુ કોઈ નથી માત્ર વેરાન રણ છે બંજર જમીન છે, એમાં ટેરેસ પર સૂતા સૂતા એ આકાશ માં ચમકતા તારા ઓ ને નિહાળી ને જોયા કરીએ ...
જ્યારે ઘમઘોર અંધારી રાતે એકલા રસ્તા પર ચાલ્યા જતા હોય ને અને મન માં રહેલો ડર હોય એટલો જ ડર આ અંધારી રાત્રી માં હોય અને મન માં વિચાર જ આવ્યા કરે કે પાછળ થી કોઈ ખંભા પર હાથ રાખી ને જયુ બોલશે અને તે સમયે એમ થાય કે હમણાં ધરતી ફાટી જાય અને એમાં સમાય જાય....
આંખોથી આંસુ ઓ નું ટીપુ ગાલ પર થી લસરી અોશિકા પર પડે તો પણ અવાજ સંભળાય તો પણ કોઈ આપણા વ્યક્તિ ની લાગણી ઓ નો પ્રેમ આપણી અંદર ચીસો પાડી રહી હોય છે,ત્યારે એવું લાગે રગો માં વહેતું આ ગરમ લોહી જાણે આ લોખંડી હાડકા ઓગળી રહ્યું છે.....
ત્યારે માત્ર એમજ થાય લાય ને એ વ્યક્તિ ને ફોન કરું એનો હાલચાલ પૂછું શું કરે છે એને કંઈ થયું તો નહિ હોય ને એ મારા થી નારાજ તો નઈ હોય ને ત્યારે મન માં એમ થાય કે કાસ મે ગુસ્સો કર્યો જ ના હોત તો આવું થાત જ નઈ...તો પણ આપણે મન મક્કમ કરી ને પોતાને સમજાવતા કહીએ ચાલ ને થોડું રડી લઈએ મન હળવું થઈ જશે...ત્યારે આખ માંથી આશુ તો આવે પણ એ આશુ શેના છે વિરહ ના કે પ્રેમ ના....
ત્યારે સાચી એકલતા નો અનુભવ થાય છે વ્યક્તિ ને..
આઝાદ....
હું કેદ હતો મારામાં જ...
બંદી બનાવ્યો મેં ખુદને જ નજરકેદ ફરમાવી હતી
ગુનો હતો
તૂટી ગયેલા વિશ્વાસને
શ્વાસથી સાંધી ન્હોતો શકતો
રોજ હું
બે-ચાર શ્વાસ પર થૂંક લગાડી
વિશ્વાસને સાંધવાની કોશિશ કરતો
અને રોજ
સજા લંબાતી જતી..
એ દિવસે
તું અચાનક મળી ગઈ
તારા એક જ શ્વાસમાં
તેં તૂટેલા વિશ્વાસને સાંધી આપ્યો
અને મને આઝાદ કર્યો
વિશ્વાસને નહીં સાંધી શકવાનાં ગિલ્ટમાંથી...
મને જ મારી નજર કેદમાંથી...
પછી
તેં બનાવી દીધું
મારી અંદર એક ઘર
હું હવે મારામાં નથી રહેતો
એ ઘરમાં રહું છું
ક્યારેક તારી સાથે
ક્યારેક તારી યાદો સાથે
કેટલીક કેદ એવી હોય છે જેમાંથી આઝાદ થવાનું ક્યારેય મન જ ન થાય !
કંઈ કહું તને?
રોજ સવારે ચા ની ચુસ્કી સાથે તારી મોર્નિંગવીશ
વાંચવાની આદત થય ગઈ છે.
અસ્તિત્વ ના અણુએ અણુમાં તને મહેસૂસ કરવા ની આદત થય ગય છે..
તારી સાથે સુખ દુઃખ ની વાતો વહેંચવા તારી તસ્વીર સાથે વાતો કરવાની આદત થય ગઈ છે.
દર્પણ સામે બેસીને એમાં તને જ જોવાની આદત થઇ ગઈ છે.
સતત તારી જ ચિંતા કરવાની આદત થય ગઈ છે.
તારા સુખે હસવા અને તારા દુઃખે રડવા ની આદત થય ગઈ છે.
ટુંક માં કહું તો..
મારામાં તને જ જીવવાની આદત થઇ ગઇ છે.