તારી યાદો માં વહેતા મારા આંસુ ને
તું તારા દિલના મોતી બનાવી જા,
કાના એકવાર તો તુ મને
મળી જા...
અહલ્યા જેવી જડ બની ફરું જગમાં
રામ બની તું તારા ચરણ ની રજ દઈ જા,
કાના એકવાર તો તું મને
મળી જા...
આમ જ શ્વાસ લઉં છું જીવવા કાજ
શ્વાસ માં મારા તારા શ્વાસ થી પ્રાણ ફૂંકી જા,
કાના એકવાર તો તું મને
મળી જા...
થાય મોડું તને ને હું દુર થાઉં આ જગથી
એ પહેલાં તું આવી ને શ્વસી જા,
કાના એકવાર તો તું મને
મળી જા...
મારા થી ના કહેવાય ના તારા વિના રહેવાય
પ્રેમ ની આ પરાકાષ્ઠામાં તું ભળી જા,
કાના એકવાર તો તું મને
મળી જા...
-સેજલ (કુંજદીપ)
સેજલ નો પત્ર વાંચી વિશાલ ખૂબ રડે છે. એનાથી પણ કંઈ જ કહેવાતુ નથી. ફક્ત એક ફોન કરે છે. મૌન ફોન. ફક્ત હલો સેજલ, હા વિશાલ. બસ બંને એકબીજા નો અવાજ સાંભળી ભાંગી પડે છે આજે એ લોકો નહીં એ લોકો નો પ્રેમ જ બોલે છે. ફક્ત શ્વાસ નો અવાજ આવે છે અને જાણે કે એજ અવાજ એકબીજા માં પ્રાણ પૂરવાનું કામ કરે છે. દૂર હોવાની લાચારી અનુભવે છે. બંને એ એકબીજાને કસ્સી ને વડગવુ છે, ખૂબ જ વ્હાલ કરવો છે, ખૂબ જ પ્રેમ કરવો છે પણ...
નથી ખબર કયાં સુધી આમ મૌન ફોન કરે છે, જયારે બંને પ્રેમાધ્યાન અવસ્થા માં થી બહાર આવે છે ત્યારે ફક્ત અને ફક્ત એ પણ બંને સાથે love you બોલે છે અને આજ એમના પ્રેમ ની સાબિતી છે કે એ લોકો નો નિસ્વાર્થ પ્રેમ એકરાર પામી ગયો છે.
દૂર છે છતાં એક થઈ ગયા છે.
સાચા સંબંધો ને નિભાવવા નથી પડતાં
એતો જાતે જ નભી જતાં
સમય આવ્યે ઝૂકી જાય છે સંબંધો
પણ તૂટી નથી જતાં
કુંજદીપ.
સેજલે વિશાલ ને પત્ર લખ્યા ને બે મહિના થઈ ગયા. વિશાલ એને ખૂબ મનાવે છે પણ સેજલ તો રીસાઈ જ કયાં હતી. એ વિશાલ ને સમજાવે છે. વિશાલ ફક્ત એને એની સાથે રહેવા જણાવે છે. બે મહિના થી એમણે એકબીજાને જોયા પણ નથી. જરા વિચારો શું હાલ હશે બંને ના. બંને અધિરવા થયા છે મળવા કદાચ એ બંને એકબીજાની હાલત જાણે પણ છે પણ જતાવતા નથી. બંને પોતપોતાની લાગણીઓ છૂપાવે છે.
આખા દિવસ મા એકવાર વાત કરી લે છે. આખા ગામની વાતો કરે છે, નથી કરતા તો ફક્ત એમના પ્રેમ ની વાતો. કદાચ એ લોકો ની લાગણી બહાર ન આવી જાય એટલે જ આવું કરતા હશે.
બસ બંને એકબીજાનો અવાજ સાંભળવા જ આમ કર્યા કરે. દસ મિનિટ ની વાત માં જાણે આખા ભવ ની વાત કરવા મથે પણ પોતાના મનની વાતો કરતા નથી. વિશાલ નથી ઈચ્છતો કે એના મનની વાત જાણી સેજલ દુખી થાય. રોજ જ સેજલ પૂછે,
"વિશાલ તારે કંઈ કહેવું નથી.
ના ગાંડી કંઈ જ નહીં,
સારુ જીવલા...
Love you કહી ફોન મૂકી દે છે.
રોજ નો એ લોકો નો આ જ નિયમ. આખો દિવસ રાહ જુએ એક ફોન કૉલ ની.
જાણે કે આ ફોન કૉલ જ એમના જીવવા માત્ર નુ સાધન બની ગયો છે...
જગ શું જાણે કે પ્રેમ શું છે..!?
પ્રેમ માં...
હોય છે મિલન નો હરખ
તો જુદાઈ ના દુખ પણ હોય છે.
પ્રેમ માં...
હોય છે તૃપ્તિ
તો તડપ પણ હોય છે.
પ્રેમ માં...
હોય છે અનહદ મેળવવાનું
તો આંખો બંધ કરી આપવાનું પણ હોય છે.
પ્રેમ માં...
હોય છે પ્રેમ ક્યારેક સંપૂર્ણ
તો કયારેય એ અપૂર્ણ પણ હોય છે.
પ્રેમ માં ..
હોય છે સાથે રહેવાનું સુખ
તો વરસો સુધી ન જોવાનું દુખ પણ હોય છે.
એટલેજ તો...
પ્રેમ તો પ્રેમ જ છે
એમાં તડપવા ની મઝા પણ
કંઈક અલગ જ હોય છે.
ભલે એ સાથે ન હોય
પણ એને દિલ માં રાખી
મસ્ત રહેવાની મજા પણ
કંઈ નિરાળી જ હોય છે.
કુંજદીપ.
વિશાલ સેજલ ને મળવા આવવાનું કહે છે પણ સેજલ ના પાડે છે.
એ નથી ઈચ્છતી કે એના લીધે વિશાલ નું વાંચવાનું બગડે. એક તો નોકરી સાથે વિશાલ જેમ તેમ સમય કાઢી વાંચતો હોય છે. એક જ રવિવાર મળે એને વધારે વાંચવા માટે.
સેજલ એને મળવા જાય તો એનો આખો દિવસ બગડે અને બીજા બે દિવસ પણ બગડે. સેજલ થી છુટા પડવાનું દુખ અને એને ન પામી શકવાનું દુખ કદાચ વિશાલ ને ભણવામાં ધ્યાન ન આપવા દે. અથવા સેજલને મળી ને જે આનંદ થશે એના થી એના વિચારો માં વિશાલ ખોવાયેલો રહે તો પણ ન વાંચી શકે.
આમ ઘણું વિચારી ને સેજલ વિશાલ ને મળવા નથી જતી. એ કે એનો પ્રેમ સ્વાર્થી નથી કે વિશાલ નુ ભવિષ્ય બગાડે.
તમે જ વિચારો કે સેજલ ની શું હાલત થતી હશે. દિલ પર પથ્થર મુકવો પડે છે અને હંમેશા હસતા રહેવું પડે છે.
"ઘણું હસતા લોકો ના હૈયા રડતાં જ હોય છે"
-કુંજદીપ.
તને ખબર નથી મારી પ્રેમ ની પરાકાષ્ઠા
તને સ્પર્શી નથી મારી અભિલાષા
ખૂબ વાતા વાયરા એ નક્કી કરી દીધું આજે,
મને સ્પર્શી ને જ આવે છે તારી પાસે
આવી જા મારી પાસે
શબ્દો ગૂંજે છે મારા કાનમાં
મારું હૈયું તરબોળ થાય તારા શબ્દો માં...
-આસ્મિતા(પિન્કી પંડ્યા)
એકવીસમી સદીમાં પ્રેમ નામનો સંબંધ જયારે શરીર સુધી આવી ને અટકી ગયો છે ત્યારે માનવામાં ન આવે કે આજ એકવીસમી સદીમાં આવો પ્રેમ પણ હોય શકે.
જે પ્રેમ માં લેવાનું નહીં ફક્ત અને ફકત આપવાનું જ હોય છે.
આવા સાચુકલા પ્રેમી પંખીડા ઓને સત સત નમન.
તારે લીધે લાગે છે જગ
રૂડું રજવાડું,
જયારે પાડયું મારા પર
પ્રેમ નું અજવાળું
બોલ કરતાં આંખ માં એ
જાજો છલકાતો
અને લાગણી માં ભીંજાતી
હું ફક્ત મલકાતો.
-વિશાલ.
કુંજદીપ.
To be continue....