Chhe koi aevi bhasha ?? - 2 books and stories free download online pdf in Gujarati

છે કોઈ એવી ભાષા???(2)

કલાકો સુધી બંને વચ્ચે કોઈ જ વાતચીત નથી થતી..ફકત બંને ના હૈયા રડે છે ને આંખો બોલે છે..બંને એકબીજાનો હાથ એકદમ ફીટ પકડી ને પ્રેમ વરસાવતા રહે છે.
વિશાલ-સેજલ!!?? સેજલ તરત જ,..હા વિશાલ.!!
બોલ ને મારા વાલા..
સેજલ તું કયાં સુધી મારી રાહ જોઈશ!!????કયાં સુધી??
સેજલ -
હા જોઈશ હું તારી રાહ...
અંત સુધી જોઈશ તારી રાહ...
મળશુ આપણે પણ જલદી
હા હું જોઈશ એની રાહ..
રાહ તો હું જોઈશ તારી..
પણ,મળશે રાહ મને મારી????
સેજલ વિશાલ ને પોતાની લાગણી ને કવિતા રૂપે પ્રગટ કરે છે..
વિશાલ પણ કંઈ પાછળ પડે એમ નથી..એ પણ ખૂબ સરસ કવિતાઓ અને આર્ટીકલ લખે છે..
વિશાલ પ્રેમ થી સેજલ નો હાથ પકડીને...
એક ચાહ છે બેવ ની,
અને અલગ રાહ છે,
એકને કરવો સર દરિયો,બીજા ને હિમાલય,
ડીલ અલગ છે પણ દિલ એક છે,
રાહ અલગ પણ ચાહ એક છે,
હૈયા અલગને,શ્વાસ એક છે..
(કવિ)
સેજલ અને વિશાલ ઘણી વખત ડુએટ (duet)કવિતાઓ લખતા અને "કવિ" નું ઉપનામ આપી પોતાના પ્રેમ ને માણતા..
પ્રેમ માં ગળાડૂબ બંને હંમેશા એકબીજાનું જ વિચારતા..

ઉપર ના કાવ્યાત્મક સંવાદ પતાવી પોતાની સંવેદના ને લઈ એકબીજાને I love u કહી જેમ તેમ હાથ છોડી ને છૂટા પડે છે.
હાથ છૂટયા પણ સાથ કયાં છૂટયા હતા. !!????
વિશાલ ગમે તે કહે પણ સેજલ આમ જ કંઈ હાથ અને સાથ છોડે એમ ન હતી. 2 દિવસ સેજલ અને વિશાલ ખૂબ તડપે છે એકબીજા માટે. નથી રહી શકતા બંને એકબીજા વગર..સેજલ એના પ્રેમ ને ટકાવી રાખવા વલખાં મારે છે..સામે વિશાલ પણ મક્કમ મન કરી ને સેજલ થી દૂર જવાની જ વાત પર અડગ રહે છે. સેજલ એની જીદ ને માન આપીને છેલ્લી વાર પૂછે છે,

વિશાલ તું હા કે ના માં જ જવાબ આપજે, તારે મારી સાથે રહેવું છે કે નહીં ??? વિશાલ કહે, રહેવુ પણ છે અને નથી પણ ..
ના વિશાલ...તું સરખું કહે, તારે રહેવું છે કે નહીં??? વિશાલ ના રુડિયા માં પારાવાર પીડા થાય છે,સેજલ એ અનુભવે છે.

કરાવે છે ઝઘડા
ચિંતા એકમેક ની
આતે કેવી પ્રિત ની રીત
એ ન સમજાણી...
- કુંજદીપ .

વિશાલ મક્કમ મન કરી ને કહે છે કે, હા સેજલ મારે નથી રહેવું તારી સાથે. તું તારી જાત ને સાંચવ જે...એમ વિશાલ લાગણીશીલ વાતો કરવા જાય છે ત્યાં જ સેજલ એને અટકાવી દે છે..ફકત એ જાઉં એવું કહી વિશાલ નો ફોન નંબર delete કરી નાખે છે, એટલે વિશાલ ને સેજલ નો what's up dp માં નો ફોટો દેખાતો બંધ થઈ જાય છે.એ સેજલ ને એનો ફોટો રાખવા કહે છે પણ સેજલ એને જવાબ આપી શકે એ હાલત માં નથી હોતી. નથી એ કહી શકતી કે નથી વિશાલ વગર રહી શકતી. બસ રડયા કરે છે..પોતાનુ મોઢું ઓશિકા મા ડાબી ને છૂટે હૈયે રડે છે.બસ એના મનમાં જાણે કે વિશાલ ના નામ ના જપ ચાલે છે.વિશાલ નો નંબર હોય તો ફોન કે મેસેજ થાય ને!! આમ વિચારી નંબર કાઢી નાખે છે,હવે એ વિશાલ માટે હવે પરિસ્થિતિ વધુ ખરાબ નથી કરવા માંગતી..

બંને જણ Instagram, Facebook પર એકબીજાની story જોતાં જાય અને જીવ બાળતા જાય છે..

સેજલ Instagram પર આમ જ સમય પસાર કરતી હોય છે ત્યાં રાધા કૃષ્ણ નો ફોટો જોય છે તેના પર લખેલું હોય છે,
"તમે ભલે કોઈ ના થી દૂર થઈ જાઓ પણ તમારો dp માં રહેલો ફોટો ન કાઢતા ,કારણ એને જોઈ ને કોઈ જીવતું હોય છે "
ત્યાં એને વિશાલ ના વાકયો યાદ આવે છે.એ બાવરી થઈ જાય છે એના થી સહન નથી થતું એણે અજાણતાં માં વિશાલ નું કેટલું દિલ દૂભાવ્યુ...એ વિચાર એને ગાંડી કરી મૂકે છે,જેમ તેમ પોતાની જાતને સંભાળી ને એક ડગલું ભરવા પગ ઉપાડ્યા ત્યાં જ જાણે એ અટકી ગઈ. એ બાવરી બાવરી વિશાલ નો નંબર શોધવા માંડે છે.એને કશે પણ નંબર મળતો નથી.. રડતી જાય અને વિશાલ નો નંબર શોધતી જાય, પોતાની જાતને કોશતી જાય,પોતાને જ ધિક્કારતી જાય. ત્યારે જ એ ને યાદ આવે છે કે truecller માં હશે જ. ઘણાં બધાં નંબરો જોઈ ને સેજલ પારાવાર મૂંઝાય છે, હવે એણે અજાણતા માં વિશાલ ને આપેલા દુખ ની અગ્નિ મા બળે છે. આખરે આશરે વિશાલ નું જ નામ દઈ ને એક નંબર પર ટચ કરે છે.નંબર ડાયલ થાય છે ત્યાં જ વિશાલ નું નામ ડિસ્પ્લે થાય છે, એ રાજી ની રેળ થઈ જાય છે પણ પછી એ ફોન cut કરી નાખે છે .
સેજલ વિશાલ ને કવિતા લખી મોકલાવે છે..

તારા થકી જ તો હું છું..
અને મારા થકી તું..
એકમેક માં ભલે ભળ્યા નથી
પણ આતમ એક જ તારો ને મારો..
તું મારો જીવ તો હું તારી ધડકન ..
મારા થકી જ ચાલે સંસાર આ તારો..
આવ પોરવી લઈએ હાથ..
છૂટશે ના કદી આ તારો ને મારો સાથ..
રહેશે અમર પ્રણય તારો ને મારો..
ઉજવશું પ્રણય તારો ને મારો..
તારા થકી જ તો હું જીવું છું
મને હંમેશાં ખુશ અને ફરી જીવતી કરવામાં જીવ રેડયો છે તે તારો...
- કુંજદીપ.

વિશાલ એન સરસ સરસ કહી પ્રતિસાદ આપે છે. સેજલ વિશાલ નો મેસેજ વાંચતાં ની સાથે જ રડી પડે છે. હજી રહી રહી ને એના મનમાં વિશાલ સાથે રહેવાનાં જ વિચાર આવે છે. બંને જણ મેસેજ થી ઔપચારિક વાતો કરે છે. બંને ને હૈયે હવે હાસ થઈ છે.સેજલ વિશાલ ને પોતાના પ્રેમ ને એક ચાન્સ આપવા આજીજી કરે છે. એ વિશાલ ની બધી જ શરતો માનવા તૈયાર છે ફકત એને એ પ્રેમ કરતા પોતાની જાત ને રોકી શકતી નથી એમ જણાવે છે.સામે વિશાલ પણ એના વિના અધીરવો અને અધૂરો હોવાનું મનોમન કબૂલે છે. સેજલ વિશાલ ની સામે પોતાના પ્રેમ ની ભીખ માંગે છે..કેટકેટલા જતન કરે છે સેજલ વિશાલ ને I love you ...I lv u.....I lv u.... નથી ખબર કેટલી વાર લખે છે આખરે "કવિ" એટલે કે સેજલ અને વિશાલ ના પ્રેમ ની જીત થાય છે ને આખરે વિશાલ સેજલ ને I love you મારી ગાંડી એમ કહે છે..બંને ની આંખો માં આનંદ ના આંસુ આવે છે.બંને જણ ફોન હાથ માં પકડી ને બેસી રહે છે કંઈ જ બોલતા નથી.એ બંને ના પ્રેમ માત્ર ને માત્ર એક જ સાક્ષી એવા ચંદ્ર એમના પ્રેમ ને વધાવી લે છે..
તું મારા માં
ને હું તારા માં..
પછી કયાં મઝા ભૂલવા માં
કુંજદીપ.

કુંજદીપ ...

To be continue.....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED