ડબલ મર્ડર - ૭ Dhruv vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડબલ મર્ડર - ૭


બીજા દિવસે બપોરે સ્ટેશન મા સંકેત ના માતા-પિતા અને તેની પત્ની આ સિવાય રમેશ, કાવ્યા, ઉર્જત, મયુર, નમન, પુનીત, માયરા તેમજ અન્ય શો રૂમના કર્મચારી અત્યારે સ્ટેશનના કોન્ફરન્સ હોલ મા બેઠા હતા. બધાના ચહેરા પર આગળ કાર્યવાહી જાણવાની ઉત્સુકતા હતી.

વેદ કોન્ફરન્સ રૂમ મા આવ્યો ત્યારે તેની સાથે મોહિત અને નીરજ પણ હતા. જયારે તે રૂમ મા આવ્યો ત્યારે બધા તેને  એકજ સવાલ પૂછતા હતા કે “ અમને બધા ને અહી શા માટે બોલાવવામાં આવ્યા છે?” એક સાથે બધા સવાલ પૂછવાને કારણે રૂમ નું વાતાવરણ ઘોન્ઘાટભર્યું થઇ ગયું હતું. 

વેદે બધાને ચુપ કરાવ્યા અને તેની વાતની શરુઆત કરતા કહ્યું કે “ તમને  બધાને ખબરજ છે કે મી. સંકેત વર્મા નું ખૂન થયેલ છે. તેની લાશ આપણને તેના બેડરૂમ માંથી મળેલ છે. હવે આ કેશ સોલ્વ થઇ ગયેલ છે. અને થોડા સમય મા ખૂની પણ આપની સામેં જ હશે”. 

 વેદ ની વાત અધવચ્ચે થી કાપતા મોહન વર્મા બોલ્યા “ આપને ખૂનીની માહિતી મળી ગયેલ છે.કોણ છે એ ?”
  
“ કહું છુ આપ થોડી ધીરજ રાખો” વેદ 

વેદે ફરીથી પોતાની વાત આગળ વધારતા કહ્યું આ કેશ મા  આપણને દેખાય છે તેવું બિલકુલ નથી. આ ખૂન મા બે ખૂનીઓ છે. એક ખુનીએ તેની હત્યા કરી અને બીજા એ માત્ર તેની લાશ પર છરીઓથી વાર કર્યો” વાત કરતી વખતે વેદની નજર વારાફરતી બધા પર ફરતી હતી અને ચહેરાઓના હાવ-ભાવ  વાંચવાનો પ્રયત્ન કરતી હતી. જયારે વેદે આ વાત કરી ત્યારે લગભગ બધા આશ્ચર્યચકિત થઇ ગયા વેદે વાત આગળ વધારતા કહ્યું કે તે રાત્રે જયારે સંકેત હોટેલમાં ડિનર કરવા ગયો હતો. ત્યારે તે એકલો ન હતો. તેની સાથે એક સ્ત્રી પણ હાજર હતી તેણીએ સંકેતની થાળીમા સ્લો પોઈઝોન ભેળવી દીધું જેની અસર સંકેતની ધીમે ધીમે થાઇ અને સંકેત એ સ્ત્રી થી દુર જઈ મૃત્યુ પામે તેથી તેના ખૂનનો આરોપ તે સ્ત્રી પર ન આવે.અને પોઈઝન પણ તેણી એ પોતે ભેળવેલ ન હતું. તેણે એક વેઈટર ની મદદ થી આ કામ પર પાડ્યું હતું.

“ એ કોણ હતું સાહેબ? “ મોહન વર્મા એ ઉત્સુકતા વશ પૂછ્યું 

વેદ એ નવ્યા સામે ઈશારો કરી એને જણાવ્યું કે “ એ બીજું કોઈ નહિ પરંતુ મીસીસ નવ્યા વર્મા જ છે.“

“ આ શું બકવાસ કરો છો તમે ઇન્સ્પેકટર “ નવ્યા એ ગુસ્સા સાથે કહ્યું “ હું મારા જ પતિ નું ખૂન શું કામ કરું.“

મોહન વર્મા તેમજ સાવિત્રી વર્મા એ પણ આશ્ચર્ય સાથે કહ્યું કે “ આવું કરવાની નવ્યા શી જરૂર હતી” તેની પાસે બધી વસ્તુ હતી. પૈસા,નોકર, ગાડી, બંગલા તમામ વસ્તુઓ થી તે ખુશ હતી તો શા માટે તે સંકેત ની હત્યા કરે?”

  “  એ તો મીસીસ વર્મા જ જણાવશે “ વેદ

 “ મેં હત્યા કરીજ નથી તો હું શું જણાવું “ નવ્યા 

  “ એ તો હું હમણા જ સાબિત કરી દઈશ કે તમે આ ખૂન કેવી રીતે કર્યું “ વેદ
 
વેદે મોહિત ને ઈશારો કર્યો જેથી મોહિત તે વેઈટર અને ટેક્ષી ડ્રાઈવર ને કોન્ફરન્સ રૂમ મા લઇ આવ્યો એ બંને ને જોઈ અને નવ્ય એકદમ શોક થઇ ગઈ. વેદે તેના ચહેરા પર થતા આ ફેરફારો ની નોંધ લીધી અને પછી તેની વાત આગળ વધારી”આ ડ્રાઈવર ને તમે ઓળખો છો મીસીસ વર્મા?”

વેદ નો સવાલ સાંભળી નવ્યા તેનો જવાબ ન આપી શકી નવ્યા ને મૌન જોઈ વેદે વેઈટર તરફ ઈશારો કરી ને પૂછ્યું “અને આને તો તમે ઓળખતા જ હશો?”

નવ્યા કઈ પણ બોલી નહિ અને ચુપચાપ ઉભી હતી હાજર તમામ ની નજર તેના પર હતી વેદે તેની વાત આગળ વધારી.

હવે હું કહું છું કે નવ્યાએ આ ખૂન કેવી રીતે કર્યું “ખૂન થયાના થોડા દિવસ પહેલા અહીંથી નવ્યા પોતાના ભાઈ ને ત્યાં જવા નીકળી અને તે બે દિવસ તેના ભાઈ ને ત્યાં રોકાઈ પછી ત્રીજા દિવસે તેણી એ પાર્થિવ ને તેના ભાઈ ને ત્યાં મૂકી અને એ પોતાની જૂની સહેલીઓ સાથે શોપિંગ કરવા અને મુવી જોવા તેમજ લંચ માટે બહાર જાય છે એવું બહાનું કરી તે ટેક્સીમા બેસી અને સંકેતને મળવા ગઈ બંને તે આખો દિવસ સાથે રહ્યા અને સાંજે ડિનર કરવા હોટેલ પર ગયા જ્યાં મીસીસ વર્માએ પહેલે થી જ હોટેલ ડ્રીમ ગાર્ડન મા એક ટેબલ બૂક કરાવેલ હતું અને તેની એ ટેબલ પણ એવી જગ્યાએ બૂક કરાવેલ હતું. જેમાં C.C.T.V. માં એકજ વ્યક્તિ દેખાઈ અને બીજાની ફક્ત પીઠ ટેબલ બૂક કરવી અને તેણીએ આ વેઈટરને રૂપિયાની લાલચ આપી અને સંકેત ની પ્લેટ મા સ્લો પોઈઝન ભેળવવા નું કહ્યું અને તેણે રાત્રે ૮ વાગ્યે ગમે તેમ કરી અને તેણે જ આ ટેબલ નો ઓર્ડર લેવો અને વેઈટરે પણ તેમજ કર્યું સાંજે સાત વાગ્યા પછી બહાના બનાવી અને તે બીજા ટેબલોનો ઓર્ડર લેવાનું ટાળતો જેથી તે નાવ્યા અને સંકેત હોટેલમાં આવે એટલે તેના ટેબલનો ઓર્ડર લઇ અને તેમાં સ્લો પોઈઝન ભેળવી શકે.અને તેણે એમજ કર્યું. ડિનર કરી અને બંને હોટેલ ની બહાર નીકળી અને આઈસ્ક્રીમ ખાવા માટે આઈસ્ક્રીમ શોપ મા ગયા અને આઈસ્ક્રીમ ખાઈ અને બંને છુટા પડ્યા.ત્યાંથી નવ્યા પોતાના ભાઈ ને ત્યાં ગઈ અને સંકેત ની મોત ના સમાચાર ની રાહ જોવા લાગી.” વેદે પોતાની વાત આગળ વધારતા કહ્યું કે “મેં આ બાબત મા મીસીસ વર્માના ભાઈ નું પણ સ્ટેટમેન્ટ લીધું છે અને મીસીસ વર્માના તે દિવસના ફોનનું લોકેશન પણ ટ્રેસ કરેલ છે જેથી તેણીએ આવું શું કામ કર્યું એનો જવાબ તો તેજ આપી શકશે.”

બધા ની નજર નવ્યા તરફ જ હતી. તે નીચું જોઈને ઉભી હતી.તે પણ હવે સમજી ચુકી હતી કે હવે આમાંથી બચવું  મુશ્કેલ છે. 

“શા માટે તે એનું ખૂન કર્યું? એ તો તારો પતિ હતો.” વેદ

“નવ્યા ની આંખ માંથી અસુની ધાર વહેવા લાગી અને તેણીએ ગુનો કબુલ કરતા કહ્યું કે “હા મેં જ તેની પ્લેટમાં સ્લો પોઈઝન ભેળવ્યું હતું.” 

આ વાત સાંભળી અને બધાને શોક લાગ્યો હોય તેવા ચહેરા થઈ ગયા. આ વાતનો આઘાત સૌથી વધુ સંકેતના માતા પિતાને લાગ્યો હતો એ સંકેતના માતા પિતાને લાગ્યો હતો. એ ના ચહેરા પરથી જોઈ શકાતું હતું.


ક્રમશ......

આપનો રિવ્યૂ જરૂર થી જણાવજો