ડબલ મર્ડર Dhruv vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડબલ મર્ડર


     મુંબઈ શહેર ના એક પોર્શ વિસ્તાર માં સવારે નવ વાગ્યા આસપાસ એક પોલીસ વેન આવે છે. જેમાં ઇન્સ્પેક્ટર વેદ જાની અને તેની ટિમ આવી હતી. વેદ ની ઉંમર લગભગ આડત્રીસ વર્ષ જેટલી હશે. તે દેખાવ માં ઉંચો અને કસરત ના કારણે તેનું શરીર કસાયેલું અને મજબૂત અને ચહેરા ઉપર એક અલગજ તેજ હતું . તે નીડર,બહાદુર અને ઈમાનદાર ઓફિસર હતા મુંબઈ માં હમણાંજ તેની બદલી ચર્ચગેટ વિસ્તારના એક પોલીસ સ્ટેશન માં થઇ હતી. એની પહેલા  તે લગભગ તેર વર્ષ ની નોકરીમાં દસ જગ્યાએ નોકરી કરી આવ્યા હતા. આ તેની અગિયાર મી જગ્યા હતી.

          તેની સાથે જીપમાં સબ ઇન્સ્પેક્ટર મોહિત કુમાર,હેડ કોન્સ્ટેબલ નિરાજ પાંડે , કોન્સ્ટેબલ હરિત પાટીલ અને ડ્રાઈવર નમન રાણા . સબ ઇન્સ્પેક્ટર મોહિત કુમાર ની ઉમર લગભગ ત્રીસ વર્ષ ની આસપાસ હતી. તે દેખાવ માં થોડો નીચો હતો પણ તે એક બાહોશ,બહાદુર અને હોશિયાર હતો. તે ગમે તેવી પરિસ્થિતિ માં પણ સરળતાથી અને સમજદારીથી કામ કરી શકતો. તે છેલ્લા પાંચ વર્ષ થી આજ પોલીસ સ્ટેશન માં હતો.પણ છેલ્લા ત્રણ મહિના થી વેદ સાથે કામ કરી અને તેને વેદ પાસે થી ઘણું શીખવા નું મળ્યું હતું.

            આ બધા અત્યારે ચર્ચગેટ વિસ્તારમાં આવેલ ઇમ્પિરિયલ કો. ઓપ. સોસાયટી માં આવ્યા હતા કારણ કે હમણાં તેના પોલીસ સ્ટેશન માં ફોને કરીને કોઈ એ જણાવ્યું હતું કે આ સોસાયટી માં આવેલ બંગલા નંબર 28 માં એક ખૂન  થયું છે.

             આ સોસાયટી ખુબજ મોટી હતી. તેને જોતાજ લાગી રહ્યું હતું કે અહીં બધા આમિર માણસોજ રહેતા હશે. સોસાયટી માં પ્રવેશ માટે એક વિશાળ ગેટ છે. તેની ડાબી બાજુ એ વોચમેન  માટે એક નાની એવી ઓરડી હતી. આ સોસાયટી માં પચાસ બંગલા હતા બંને બાજુ પચીસ પચીસ બંગલા આવેલ હતા.બંને ની વચ્ચે ડિવાઈડર અને તેમાં ઉગાડેલા અલગ અલગ ફૂલો ના ઝાડ તેની શોભા વધારતા હતા. આ સિવાય સોસાયટી માં એક મોટું ગ્રાઉન્ડ હતું. તેમાં  બાળકો ને રમવા માટે બગીચો તેમજ એક ક્લબ હાઉસ હતું. એક મોટો હોલ અને બીજી બાજુ એક મીની થિએટર સોસાયટી ના લોકો માટે બનાવેલ હતું. જેમાં સો જેટલા માણસો બેસી ને મુવી જોઈ શકે તેટલી બેઠક વ્યવસ્થા હતી.

           આજે સવારે આ સોસાયટી ના બંગલો નંબર 28 માં રહેતા એક બિઝનેસમેન સંકેત વર્મા ની તેમના બેડરૂમ માંથી લાશ મળી આવેલ છે જેના કારણે ઇન્સ્પેક્ટર વેદ અને તેની ટીમે અહીંયા સુધી આવવું પડ્યું.જયારે તેઓ બંગલા પાસે પહોંચ્યા ત્યારે ત્યાં ઘણા બધા લોકો ત્યાં જમા થયેલ હતા.

            વેદે જીપ માંથી ઉતરી અને બંગલા તરફ નજર કરી. તે બંગલો ત્રણ માળ નો હતો. તેનું બાંધકામ કામ વિશાળ જગ્યા માં કરવામાં આવેલું હતું. બંગલાની બહાર ના ભાગ માં એક બાજુ ગાર્ડન હતું અને તેમાં બેસવા માટે બાકડા અને હીંચકા ની વ્યવસ્થા હતી. બીજી બાજુ કાર પાર્કિંગ માટે ગેરેજ બનાવેલ હતું. બંગલા ની અંદર પ્રવેશતા જ એક મોટો હોલ હતો જે આધુનિક ઇન્ટિરિયર સાથે સજાવેલો હતો. હોલ ની ડાબી બાજુ રસોડું અને ડાઇનિંગ હોલ હતો.રસોડાની બાજુ માં સ્ટોર રૂમ હતો.અને સ્ટોર રૂમ ની બાજુ માં બેડરૂમ પણ હતો.હોલ ની વચ્ચે થી એક ઉપર ના મળે જવા માટે ના દાદરા ની વ્યવસ્થા હતી.બીજા માળે ચાર બેડરૂમ હતા અને એક નાનો રૂમ હતો જે ભગવાન ની પૂજા માટે નો હતો.અને ત્રીજા માળે બે ગેસ્ટ રૂમ અને એક મોટો હોલ હતો.

            ઇન્સ્પેક્ટર વેદ પહેલા માળે સીધા સંકેત ના બેડરૂમ તરફ ગયા ત્યાં અંદર જઈ તેણે જોયું કે સંકેત ની લાશ તેના બેડ ઉપર પડેલી હતી. અને તે લાશમાંથી વહેલું લોહી તેના બેડ પર જમા થયું હતું અને વધારે સમય થઇ ગયો હોવાથી તે થીજી ગયું હતું. કોઈ એ તેના પર કોઈ તીક્ષ્ણ હથિયાર વડે વાર કરેલ હતા .વેદે નીરજને એમ્બ્યુલન્સ અને ફોરેન્સિક ટિમ ને બોલાવવા કહ્યું.

            નીરજે ફોરેન્સિક ટીમના હેડ ડો.ચિન્મય દેશમુખ અને તેમની ટીમને ઘટના સ્થળ પર આવી જવા માટે કહ્યું અને ત્યાર પછી એમ્બ્યુલન્સ ને કોલ કરી ઘટનાસ્થળ પર બોલાવી. 

ક્રમશ.

 

આ મારી પહેલી સ્ટોરી છે . તો આપણો રિવ્યૂ જરૂર આપશો.