"મને સવાર ની પહોર મા તમારું સપનું આવ્યું..
ને મારા થી ના રહેવાયું... બસ ફઇ ને ફોન કરીને આવી ગઈ,, ને તમને જોયા પછી શાંતિ થઈ " માયા એ કહ્યું...
***
એનાથી આગળ,..
***
હું તો બસ સ્તબ્ધ જ થય ગયો હતો ,, આમ તો મેં ઘણી છોકારી ઓ સાથે વાત કરેલી પણ એ બધી વાતો તો નોર્મલ હતી ને આજે મારા કાન ને જે સંભળાય રહ્યું હતું એ કાંઈક અલગ જ બેચેની ભર્યું અને દિલ-ઓ દિમાગ પર છવાઈ જાય એવું અણ વિચાર્યું હતું.... શું કહેવું એ વિચારવાની તો વાત જ દૂર હતી હું તો flesh beck મા જ ચાલ્યો ગયો હતો, કે આ છોકરી આટલા વર્ષ થી મને કેવી રીતે જોતી હતી,? , કેવી રીતે પોતાનાં દિલ ને સંભાળી ને રાખતી હતી,? , કેમ મને મારી સામે આવીને કઈ કહ્યું નહીં હોય,?, કેમ મને આજ સુધી કોઈ ભાસ પણ નાં થવા દીધો,?,
અને એનાથી પણ વધુ તો એવું થતું હતું કે, મેં કદી વિચાર્યું પણ નાં હતું કે કોઈ છોકરી સામે ચાલીને મને પ્રપોઝ કરશે, કે હું તને ખૂબ જ પ્રેમ કરું છું અને મને કેહશે કે તું મને ગમે છે, અને અચાનક આવી રીતે મને પણ પ્રેમ થશે,,, આ તો એવું બન્યું કે જાણે, કોઇ ફકીર ને જેકપોર્ટ લાગી ગયો હોય,, એવા વિચારો ના વમળમાં ફસાયેલો હતો,,,
ને અચાનક જ સંભળાયુ "તમે મને ખૂબ ખૂબ અને ખૂબ જ ગમો છો" ખૂબ જ પ્રેમ થી ફરી એક વાર માયા બોલી..
ઘણી હિંમત જુટાવીને મેં પૂછ્યું "તારું નામ શું છે એ તો કે"...
"માયા" માયા બોલી...
""hmmm" મારું નામ મોહન છે"..
" મને ખબર છે ચાર વર્ષ થી હા હા " માયા એ હંસી ને કહ્યું...
" હું તને ગમું છું.,?" માયા બોલી..
" ખુબ જ રોમાંચક છે તું ભાગ્યે જ કોઈ હશે તારા સમાન હા હા "હસતાં હસતાં મેં કહ્યું...
" એમ નય સરખું કહો " માયા એ હક જમાવતા સ્વરે કહ્યું ...
"હાં ખુબ જ" હરખ ભર્યા અવાજે મેં કહ્યું...
હું ખુશ જ ખુશ થઈ ગયો હતો કે શું છોકરી છે... અને કેટલું ડેરીંગ છે ને મને સહજ સ્વભાવે કેટલું કહીં દીધું
અને વિચારતો હતો કે જો આવી જીવન સાથી હોય તો જીવન ક્યારે વીતી ગયું એ પણ ખબર ના પડે... એ વિચારતા વિચારતા મોં માંથી નીકળી ગયું...
" શું તું મારી સાથે લગ્ન કરીશ..??"
મારાં શબ્દો પુરા થતાં જ મારા કાન મા રોકેટ ની જેમ માયા નો જવાબ આવ્યો "" હાં ""
ને મારા રદય માં જાણે સીધું જ તીર ઘૂસી ગયું...
એટલાં આસચયઁ જનક એ પાળો હતાં.. કે કદાચ શબ્દો મા વર્ણવી પણ ના શકાય..
કે આ શું છે... ચાર વર્ષથી પ્રેમ કરતી છોકરી અને પહેલી વાર વાત કરતો છોકરો...
ને સીધાં જ લગ્ન ની વાત પણ....
શું કહું કાંઈક અનેરો જ એહસાસ હતો... કાંઈક ગજબ જ થય ગયુ હતું, અને માયા ની વાતો પૂરી જ નહોતી થતી...
"તમારાં મમ્મી પણ મને ખૂબ જ ગમે છે" માયા ખૂબ જ હરખાય ને બોલી,
ને એનું વાક્ય પૂરું થતાં જ,, એક બીજું તીર સીધું જ મારા દિલ ની આરપાર થય ગયુ,,
શું કહું યાર,,,,,,,, કોઈ પણ છોકરાં ની ઘણીબધી આશા અને અપેક્ષાઓ મા કોઈ એક આશા તો એવી હોય જ કે મારી થનારી પત્ની મારા માવતર ની કાળજી રાખે,,, ને એની પણ સારસંભાળ સારી રીતે રાખે,, અને જીવન ભર સાથે રાખે...
અહીં તો માયા એ "તમારાં મમ્મી પણ ખૂબ જ ગમે છે" કહી ને મારી બધી જ ઇચ્છાઓ ને જાણે પૂરી કરી દીધી.. પણ એ તો હજી આગળ જ વધતી જતી હતી...
અને તમારાં પપ્પા ખુબ શાંત સ્વભાવ ના લાગે છે 'હે' ને,,,,??
ક્રમશ ઃ
*****
આનાથી આગળ અવતાં 3 જા ભાગ મા.....
આશા છે કે મારી વાર્તા ને બહોળો પ્રતિસાદ આપશો.....