ગૂંચવણ થી પ્રગતિ.. - ૧ Jay Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગૂંચવણ થી પ્રગતિ.. - ૧

હું...
શું છુ.?
હું શું કરું..? 
મારામાં શું છે.?
મારું કામ શું છે.?
મારે કરવાનું શું છે.?
મારે જવાનું ક્યાં છે.?
કાંઈ જ સમજાણ નથી પડતી.. યાર, 
હું ખુબ જ ગુચવાઈ ગયો છું.. 

આવા સવાલો મારી તમારી અને દરેક વ્યક્તિ નાં જીવનમાં હશે જ..
કારણ કે જીવન હ'મેશા આપણી ધારણા પ્રમાણે નથી વિતાવી શકાતું... 
એ તો બસ એની મેળાએ જ વિતી જાય છે..

આવો જ એક વળાંક મારા જીવનમાં પણ આવ્યો.
બન્યું એવું કે મદમ્‌સત હતી મારી લાઈફ.,અને અચાનક જ એક નવી વ્યક્તિ ની એન્ટ્રી થઈ.એવુ ના સમજ તા કે પ્રેમ પ્રકરણ છે.. પણ હાં પ્રેમ કોને કહેવાય તેનો એહસાસ જરૂર છે...
એ વ્યક્તિનું નામ હતું (માયા). 
નાં એ રૂપાળી હતી કે નાં તો નમણી હતી, બસ એક નોર્મલ છોકરી હતી.
મેં તો તેને ક્યારેય પ્રેમ ની દ્રષ્ટિએ જોય પણ નોતી, પણ બન્યું એવું કે હું એક દિવસ મારા મિત્રો સાથે સમય પસાર કરીને આવતો હતો અને ખૂબ જ આનંદ મા હતો અને તે (માયા) સામે મળી. ને મેં વિચાર્યા વગર જ તેને આંખ નો ઇશારો કર્યો,અને તે શરમાઈ, થોડું હંસી ને નીચે જોઇ ને જતી રહી..
ત્યારબાદ મને તો મન મા પણ કાંઈ નોહતું, પણ જ્યારે જ્યારે તે સામે આવતી બસ હંસી ને મને જોયા કરતી. અને મને થતું કે મેં આંખ નો ઈશારો કરી આની સાથે ખોટું કર્યું છે. મારે આવું ના કરવું જોઈએ,બસ એ જ ઘડીએ થયેલ પસ્તાવો અને દયા એ મારા જીવન ને મોટો વળાંક આપી દીધો..
કેમ કે પસ્તાવો અને દયા એ મારા મન ને પવિત્ર કરી દીધું અને મન સાફ થતાં જ તેમાં પ્રેમ ની કિરણ પ્રજ્વલિત થઈ..મારું મન પણ તેના પ્રત્યે આકર્ષવા લાગ્યું. ત્યારબાદ એક દિવસ તેણે મને ફોન નો ઈશારો કરી મારો નંબર માંગ્યો, અને મેં તેને મારો મોબાઈલ નંબર આપ્યો..ને પછી તો હું તેની રાહ જોવા લાગ્યો..
બીજા દિવસે તેનો કૉલ આવ્યો, 
હું, હેલો.?
માયા,  ........ 
હેલો,.?
ધીમા અસમંજસ અને તરબોળ અવાજ મા. માયા, હું બોલુ છું સામે રહું એ, 
હું, હા,, બોલ કેમ છે? 
માયા, સારું,,, તમને કેમ છે.? 
Hu,, સારું છે,, આ નંબર કોનો છે,?તેં ક્યાંથી ફોન કર્યો છે.? 
માયા,, આપણી શેરી ની સામે લોકલ ફોન બુથ પર થી,,,,,,
હું ડરથી,,,, અરે યાર થોડે દૂર જઈ ને ફોન કરાય ને,,,, શેરી માંથી કોઈ જોઈ જશે તો,,..?? 
માયા,,, કોઇ નાં જોવે તેમ ઉભી છું,, અને કોઈ જોઈ જાય તો પણ શું થયું, મને કોઈની બીક નથી.. 
હું,,, હમમ... 
માયા,,, તું મને ખૂબજ પસંદ છે હું તને પ્રેમ કરું છું..... 
આટલું સાંભળતા ની સાથે જ મારા મનમાં એક જોરદાર લહેર ઉપડી,, કઈ બોલી જ ના શક્યો... હાથ પગ સનન થાય ગયાં... અચાનક જ માયા નાં મોં માંથી નીકળેલા શબ્દો સાંભળી હું ચકિત થઈ ગયો... અને માયા,,, ચાર વર્ષ થી તને જોવા માટે જ હું મારા ફઇ નાં ઘરે આવું છું,, 
હું તારા ઘરે પણ આવી ગઇ છું,, 
હું,,,, વિચાર તો જ રહી ગયો,, કે આ છોકરી મને ચાર વર્ષ થી ચાહે છે મારા માટે અહીં આવે છે અને મને નિહાર્યા કરે છે ને મને ખબર જ નથી... 
શું કરવું,, અને શું કહેવું કાંઇ સમજાતું જ ના હતું.... પણ છતાં પણ બોલ્યો,,, 
હું,,,, હમમ,,, પણ આ વર્ષે તો તું વહેલા આવી ગઈ હજી તો વેકેશન ને વાર છે,,, 
માયા,,, મને સવાર ની પહોરમાં તમારું સપનું આવ્યું ને મારાથી ના રહેવાયું,,, ને ફઇ ને ફોન કરીને બસ આવી ગઈ.... ને તમને જોયા પછી થોડી શાંતિ થઈ..... 

ક્રમશઃ,,,,