આપણે જોયું કે શિવને સહ્યાદ્રી હોસ્પિટલમાં દાખલ કરી દીધો હતો અને એના હૃદયમાં કેથેટર ફિટ કર્યા બાદ કીમો થેરેપી શરૂ કરવાની હતી. હવે આગળ....
કેવી વિપરીત ક્ષણ અનુભવાઈ રહી હતી,
કર્મપીડા સૌ કોઈને અજમાવી રહી હતી,
તકદીર પાસે આજ માઁ લાચાર રહી હતી,
બાળકની પીડા જોઇ, માઁ શોષવાઈ રહી હતી!!
અહીં શિવને કીમો થેરેપી આપવાની ચાલુ થાય છે ને આ તરફ તૃપ્તિની સ્થિતિ પણ દયનિય બની ગઈ છે. પોતાના બાળકને હજુ તો પ્રેમથી ધિંગામસ્તી વાળા તોફાન કે લુપાછુપીની રમત રમાડી નહીં અને આમ BMT રૂમની ટ્રીટમેન્ટ જોઈ તૃપ્તિ ખુબ મુંજવણ અનુભવે છે, એને ખુબ અફસોસ થાય છે કે મારુ બાળક આમ પીડા ભોગવી રહ્યું છે, તૃપ્તિ આસિત પાસે મન ભરીને આજ રડી રહી હતી, આસિતની સ્થિતિ પણ એવી જ હતી, પણ એક માઁ રડીને પોતાનું મન હળવું કરી લે છે પણ એક પિતા તો રડી પણ શકતો નથી કારણ કે જો એ ઢીલો પડે તો બધાને કોણ હિમ્મત આપે?
તૃપ્તિની આંખ સામેથી ગઈ કાલના દ્રશ્ય જતા નથી, જયારે કેથેટર ફિટ કર્યું ત્યારે શિવને ખુબ સાવચેતીથી રાખવો પડ્યો હતો, શિવનો હાથ કેથેટરને ખેંચી ન લે અથવાતો એને હલાવી ન દે એજ દેખભાળમાં આખો દિવસ વિતાવ્યો હતો. કુમળું બાળક ખેલકૂદના સમયે મોતથી ઝઝૂમી રહ્યું હતું, આ જોઈ તૃપ્તિ ગૂંગળાઈ રહી હતી. આખી રાત એને શિવથી કેથેટર ઊંઘમાં હલાવાય ન જાય એ મુંજવણમાં જ વિતાવી હતી, સવાર કેમ પડી એ પણ એને ધ્યાનમાં ન હતું, અને હવે આ કીમો થેરેપીનો પેલો દિવસ.... બસ આવા જ વિચારોમાં એ ગુંચવાઈ રહી હતી. એ પોતાની જાતને સાચવવાનો ખુબ પ્રયત્ન કરી રહી હતી, પણ આંખ તૃપ્તિના કાબુમાં ન હતી....
અહીં શિવ પણ કઈ જ સમજી શકવા અસમર્થ હતો. શિવ સાથે શું થઈ રહ્યું છે એ જાણતો ન હતો પણ એ સારવારની અસહ્ય વેદના અનુભવતો હતો. આપણે બધું સમજી શકીયે છતાં બધું સ્વીકારી શકતા નથી અને આ અણસમજુ બાળક કેમ બધી વેદના સહન કરતુ હશે એ ફક્ત વિચાર માત્રથી શરીરમાં જનજનાટી ઉદભવી જતી હતી.
આસિતને તેના પિતાનો પૂરો સપોર્ટ હતો. એના માતા પિતા બંને કેશોદની બહાર ક્યારેય રોકાતા ન હતા, એ આજ દીકરા વહુ ને હિમ્મત આપવા એમની જોડે પુના બધું કામકાજ છોડીને રોકાણા હતા. પોતાની પાસે જે બેન્કનું ATM કાર્ડ હતું એ પણ આસિતના પિતાએ આસિતને આપ્યું કે રૂપિયાની જરૂર પડે બેજિજક આસિત વ્યવસ્થા કરી શકે. તૃપ્તિ અને આસિત હજુ તો જુવાની ના ઉંમરે ઉભા હતા ત્યાં જ સમયે એમને એવા મોડ પર લાવી દીધો કે બંન્નેમાં ગજબની પીઢતા આવી ગઈ હતી. આસિત બહુ જ નાની ઉંમરમાં દીકરાની સારવારની ઉપાધિ, પરિવારના લોકોની મનહસ્થિતિ અને સારવારનો થતો ખર્ચ વગેરે જેવી પરિસ્થિતિ થી ઘેરાયેલો હતો છતાં તૃપ્તિ અને આસિતની બંનેની એકબીજા માટેની સમજદારી આ પરિસ્થિતિ માંથી પાડ પડવા માટે સારો ભાગ ભજવી રહી હતી. અને સાચું એજ છેને કે કટોકટીના સમયમાં એકબીજાને હૂફરૂપ રહેવું, એજ તો ખરો પ્રેમ કહેવાયને!
તૃપ્તિ આસિત અને શિવનો ખરી કસોટીનો સમય વીતી રહ્યો હતો, શિવનો કીમો થેરેપીનો હજુ આજ પહેલો દિવસ પૂરો થયો હતો. હજુ ૭ દિવસની કીમો થેરેપી બાકી હતી, છતાં આ પ્રથમ દિવસ જ ૮ દિવસ જેવડો લાંબો થઈ ગયો હતો. ચિંતા, દર્દ, અને રૂપિયાની વ્યવસ્થામાં જેમ તેમ કરી ને ૮ દિવસ કીમો થેરેપીના પુરા થયા હતા.
શિવને કીમો થેરેપીની સાઈડ ઈફેક્ટ ચામડી પર થઈ હતી જેથી શિવને શરીર પર ખુબ ખંજવાળ આવતી હતી, દિવસ રાત એ ખંજવાળ ની પીડા ભોગવતો હતો. શિવની ચામડી સાવ કાળી થઈ ગઈ હતી, વાળ ઉતરી ગયા હતા અને માથે ટકો થઈ ગયો હતો, એકદમ સુંદર દેખાતો શિવ કાળો બીહામડો લાગે એવો થઈ ગયો હતો. તૃપ્તિ એના લાડકવાયા પુત્રને જોઈને બસ દુઃખી જ થઈ રહી હતી, એ એવું જ વિચારે રાખતી હતી કે ભગવાન મારી સાથે જે કરે એ પણ મારા દીકરાને આવી પીડા કેમ આપે છે?એક માઁ થી આ બાળકનું દર્દ જોવું અશહય હતું, છતાં એ કોઈ પણ ભોગે ભોગવવાનું જ હતું.
શિવની કીમો થેરેપીનો ખર્ચ ૫ લાખનો થયો હતો, આસિતએ હજુ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટના રૂપિયા ની વ્યવસ્થા કરવાની હતી. કેમ થશે આ બધું પૂરું? હજુ કેટલી હશે બાળકની કસોટી? હજુ શિવને કેવી રીતે મોતથી ઝઝૂમવાનું છે એ જાણવા જરૂર વાંચજો પ્રકરણ : ૯ ....