માઁ ની મુંજવણ-૧ Falguni Dost દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માઁ ની મુંજવણ-૧

તૃપ્તિ અને હું એટલે અમારી હોસ્ટેલનું મોજીલું વાતાવરણ, બંન્ને ખુબ ચંચળ, મસ્તીમાં સૌનું મન ખુશ રાખનાર અને અમારી હોસ્ટેલનું કેન્દ્રબિંદુ એટલે મારી ને તૃપ્તિની દોસ્તી...

આમ પણ દોસ્ત એવા જ હોય ને કે જે મોઢું જોઈને સમજી જાય કે સામે વાળાના મન માં શું વ્યથા છે? વગર બોલ્યે બધું જાણી જાય...બસ આવી જ અમારી દોસ્તી હતી. અમારી દોસ્તી ગમે તેના મનમાં  ઈર્ષા ઉદભાવે એવી હતી. બે બહેનોને પણ ન બને એટલું મને અને તૃપ્તિને બનતું હતું. અમે બંન્ને જુદી ફેકલ્ટીમાં હતા, આથી સાંજે હોસ્ટેલ પરત ફરીયે એટલે નાસ્તો કરતા કરતા આખા દિવસની બધી જ વાત એક બીજાને ન જણાવીએ ત્યાં સુધી બન્નેને ચેન ન જ પડે! ઘણી વાર તો તૃપ્તિ એવું પણ બોલતી કે તારી જોડે બધી વાતની ચર્ચા ન કરું તો મારુ જમેલુ મને ન પચે અને મને પેટમાં દુખવા લાગે!! આવા એના શબ્દો સાંભળીને આખી હોસ્ટેલની બધી સખીઓ હસતા હસતા એને મેણું મારતી કે લગ્ન પછી તું શું કરીશ તૃપ્તિ? અને બધા ખુબ હસી પડતા હતા. રજાના  દિવસે રેસકોર્ષ જવાનું, ગેલેકક્ષીમાં  મુવી જોવાનું, સાંજે સ્વામિનારાય  મંદિર દર્શન કરવા જવાનું, હોસ્ટેલ  પાછા આવી ધમાલ મચાવવાની  અને મનમાં આવે તો અને તો જ  સ્ટડી કરવાનું, જેવું સ્ટડી માટે બુક ખોલીયે કે તરત કોઈક તો બોલે જ કે યાર ભૂખ લાગી છે, અને બધા  જાણે રાહ જ જોતા હોય એમ નાસ્તાના ડબ્બા ખોલીને બેસી જતા હતા. જોતજોતામાં અમારા બધાનું સ્ટડી હસતા ખેલતા મોજમાં પૂરું થવા આવ્યું હતું, ફાઇનલ પરીક્ષા ચાલુ થવાને ૧૫ દિવસ જ બાકી હતા.

એક રાત્રે તૃપ્તિના પપ્પાનો કોલ આવ્યો, તૃપ્તિમાટે એક સરસ લગ્નનો પ્રસ્તાવ આવ્યો હતો, પરિવાર પરિચિત જ હતો, તૃપ્તિની બેન ના દેવર માટેની વાત આવી હતી, એ છોકરાનું નામ હતું આસિત. આસિતને તૃપ્તિ પહેલી વખત એને જોઈ ત્યારથી પસંદ જ હતી આથી આજે આસિતએ પ્રસ્તાવ વડીલો દ્વારા જ રજુ કર્યો હતો. આસિત દેખાવે સુંદર, સારી જોબ વળી પરિચિત ફેમિલી એટલે તૃપ્તિના પપ્પાને પણ આ વાત મંજુર હતી આથી તૃપ્તિનો મંતવ્ય જાણવા એના પપ્પાએ કોલ કર્યો હતો. તૃપ્તિએ પપ્પાને હા માં જવાબ આપ્યો હતો, પણ આખી રાત તૃપ્તિ પોતાના ભાવિ વિશે વિચારમાં ઊંઘી શકી નહીં. સવારે હું ઉઠી એટલે એનું મોઢું જોઈને સમજી ગઈ કે આજ એના મનમાં કંઈક ઉલજન છે. મેં એને પૂછ્યું એને બધી વાત કરી, વાત જાણી મેં એને કહ્યું કે આજ નહીં તો કાલ તારે કોઈને પોતાના જીવનમાં લાવવાનું જ છે તો પછી આસિત તને પસંદ કરે છે તો તું વગર ચિંતાએ તારા જીવનમાં આગળ વધ, બધું સરસ જ થશે. તૃપ્તિ મારી સામે જોઈ રહી થોડી વારે બોલી મારા જીવનમાં આસિત જેવો હમસફર મને મળશે એવી મને કલ્પના પણ ન હતી, હું આ બધું એક સપના સમાન અનુભવી રહી છું, અને એક ખૂણામાં  મને કંઈક ડર ખુંપી રહીયો છે. એ મને કહે કે શું આ કોઈક અમંગળ નો સંકેત તો નહીં ને? એની વાત સાંભળીને હું પણ થોડીવાર વિચારતી રહી પણ એને પ્રોત્સાહન આપવા બોલી કે જે ભાગ્યમાં હશે એ થશે પણ તું આસિતને પસંદ તો કરે જ છેને તો પ્રભુતામાં પગલાં પાડી દે, બધું જ સારું થશે.

શું હું અને તૃપ્તિ જે અનુભવી રહ્યા હતા એ અમંગળની કોઈક નિશાની હતી? શું તૃપ્તિ આસિત જોડે પાણી ગ્રહણ કરશે અને એના જીવનમાં કોઈક અણધારી આફત આવશે? શું  તૃપ્તિ એની ફાઈનલ પરીક્ષા સારી રીતે આપી શકશે? શું તૃપ્તિનો હા જવાબ એના જીવનના દરેક પાસામાં ખરો ઉતરશે? એની આ મુંજવણ ક્યાં જઈ ને અટકશે? આ જાણવા માટે જરૂર વાચજો આવતુ પ્રકરણ-૨ ..