પણ હું તો કઈક અલગ જ અનુભવું છું ANKIT J NAKARANI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

  • ક્રોધ

    क्रोधो मूलमनर्थानां  क्रोधः संसारबन्धनम्। धर्मक्षयकरः क्रोधः...

શ્રેણી
શેયર કરો

પણ હું તો કઈક અલગ જ અનુભવું છું

પણ હું તો કઈક અલગ જ અનુભવું છું

પેલા મિત્રો મને કહેતા હતા તને પેલી ગમે છે ને પણ હું તો કઈક અલગ જ અનુભવતો હતો

પછી તને જોઈ ને કેહતા “જો ભાભી આવ્યા” પણ હું તો કઈક અલગ જ અનુભવતો હતો

તને જોવા મારી આંખ તરફડે કેમ કે હું તો કઈક અલગ જ અનુભવતો હતો

તારી સાથે નઝર થી નઝર મળે ત્યારે હું તો કઈક અલગ જ અનુભવતો હતો

તું જયારે વાત કરે તો હું બધું જ ભૂલી જતો કેમકે હું તો કઈક અલગ જ અનુભવતો હતો

એને મળવાનું થાય ત્યારે એને જોવામાં મગ્ન થઈ જતો કેમ કે હું તો કઈક અલગ જ અનુભવતો હતો

તું મને હમેશા કહેતી કે તારો સ્વભાવ જ તારી તાકાત છે પણ હું તો કઈક અલગ જ અનુભવતો હતો

ફક્ત મારો અવાજ સંભાળવા તું ફોન કરતી પણ હું તો કઈક અલગ જ અનુભવતો હતો

ઘડિયાળ માં ૧:૪૩ થાય અને તારો મેસેજ આવે જ પણ હું તો કઈક અલગ જ અનુભવતો હતો

ઘડિયાળ માં ૪:૪૧ થાય અને મારો મેસેજ આવે જ પણ હું તો કઈક અલગ જ અનુભવતો હતો

ઇન્સીડન્સ ને હું કો-ઇન્સીડન્સ બનાવી દેતો કેમકે હું તો કઈક અલગ જ અનુભવતો હતો

વાત વાત માં તું મને એમ પણ કહેતી કે “હું તને પ્રેમ કરું છું” પણ હું તો કઈક અલગ જ અનુભવતો હતો

દુર થવાની વાત આવે એટલે તું રડતી પણ હું તો કઈક અલગ જ અનુભવતો હતો

“અંતર” વધારવાની ઘડી આવી ત્યારે હું પણ રડ્યો હતો કેમકે હું તો કઈક અલગ જ અનુભવતો હતો

કલમ ને હથિયાર અને ડાયરી ને રણ મેદાન બનાવી ને હું ઘણી રાતો યુદ્ધ લડ્યો હતો કેમકે હું તો કઈક અલગ જ અનુભવતો હતો

તારી યાદો ને ધીમે ધીમે મિટાવતો હતો કેમકે હું તો કઈક અલગ જ અનુભવતો હતો

જીવતા વ્યક્તિ પાછળ મૃત્યુ નો શોક મનાવતો હતો કેમકે હું તો કઈક અલગ જ અનુભવતો હતો

મોટી ના શબ્દો કાનમાં હજી ગુંજે છે કે “બી બ્રેવ, યુ આર માય બ્રધર” કેમ કે હું તો કઈક અલગ જ અનુભવતો હતો

અને બે-ચાર ગાંડી મને કહેતી કે ભૂલી જાવ તને પણ યાર હું તો કઈક અલગ જ અનુભવતો હતો

એને હું વટ થી કહેતો કે જો મારી આંખ માં “દેખાય છે તને ઈ?” કેમ કે હું તો કઈક અલગ જ અનુભવતો હતો

પણ પણ પણ એક કમીનો મને કહે છે કે હા, તારી આંખોમાં હજી મને એ દેખાય છે પણ પાગલ હું તો કઈક અલગ જ અનુભવતો હતો

પણ શું કરું? મેં એને કમીનો અમસ્થા થોડી કીધો હતો... એ ખોટો હોઈ કે સાચો, એની માટે હારવા હું હંમેશા હાજર જ રહ્યો છું ને એટલે જ તો ક્યાર નો કવ છું હું તો કઈક અલગ જ અનુભવતો હતો

ખબર છે હું શું અનુભવતો હતો?

ના, હું પ્રેમ નહોતો અનુભવતો

હું તારી માટે આદર અનુભવતો હતો

હું તારી સાથે મારી જિંદગી અનુભવતો હતો

હું આપણું ભવિષ્ય અનુભવતો હતો

હું મિત્રતા અનુભવતો હતો

હું તને મારી શક્તિ અનુભવતો હતો

હું તને મારો પડછાયો અનુભવતો હતો

હું તારા સુખ પાછળ નું કારણ બનવાનું અનુભવતો

હું તારા દુખ માં આગળ ઉભો રહીશ એમ અનુભવતો

હું બે જિંદગી ને એક અનુભવતો હતો

હું મારા હાથ ને તારું ઓશીકું અનુભવતો હતો

હવે જો તું આને જ પ્રેમ કહેતી હોય ને તો હા, હું તારી પ્રત્યે પ્રેમ અનુભવતો હતો