વહાલો દરિયો kaju chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વહાલો દરિયો

કોઈ  રહસ્યમય  સુંદર મજાની વાર્તા  વાંચવા  બેઠા હોઈએ  અને  તેનો અંત  જ વાંચવાનો  રહી  જાય  ત્યારે જે  પરિસ્થિતિ  સર્જાઈ છે. તેવી  જ પરિસ્થિતિ ત્યારે  પણ  સર્જાઈ  છે. જ્યારે  આપણે  દરિયા  કિનારે  સરસ મજાનો સમય  વિતાવી  અને  ઘર તરફ  પાછા ફરીએ છીએ. મન ન હોવા  છતાં  દરિયા  ને અલવિદા  કહેવું  પડે  છે. આમ જોઈએ  તો  આ  દરિયો  જ એક રહસ્ય  છે. રોજ  કેટલીય આંખો  તેને  જોઈ અને  ખુશ  થઈ  જાય છે. ઘણાં  મારી  જેમ  તે રહસ્ય  ને વાંચવા  નો પ્રયત્ન પણ  કરે છે. પણ જે રહસ્ય  જ છે તેને  કોઈ  કાગળ  માં કેવી  રીતે ઉતારી  શકે ?

      દરિયા  ની લહેરો  ખબર નહી  કઈ ભાષામાં  બોલે છે ? કે આપણે  સમજી  ન શકીએ  છતાં તેને  કલાકો સુધી સાંભળીએ  છીએ. વળી  દરિયા  કિનારે  આવતો ઠંડો પવન અને  તેનો અનેરો  સ્પર્શ  થતાં  જ જિંદગી  મા ચાલતી  બધી  દોડધામ  જાણે  ભૂલાઈ  જાય છે. દરિયા  નો રંગ  તો એવો છે કે  જેને  જોઈને  આંખ  ક્યારેય ન થાકે. આ દરિયાએ તો જાણે  કેટલીએ કહાનીઓ ને આશ્રય  આપ્યો છે, તેની  તો કયાં ગણતરી  થઈ  શકે  તેમ પણ  છે?

  ક્યારેક  ક્યારેક  દરિયા  ના ઉછળતા  મોજા  થી લોકો  ડરી ને આમ તેમ  દોડવા  લાગે છે. ત્યારે  તો દરિયો  જ હરખ ઘેલો  થઈ  જતો હશે ને???  દરિયા  ને કોઈ  તો પ્રેમ  થી સ્પર્શ  કરતું  જ હશે?  એટલે  જ તો તેના મા આટલી  શીતળતા  છે.  વળી  મને તો એવું  જ લાગે છે કે  બધી  જ રડતી  આંખો  નો વરસાદ  પણ દરિયામાં જ થતો હશે  એટલે  જ તેનુ પાણી  એટલું  ખારું  છે. તેમ છતાં પણ  બધા  ને  ખુશ  જોવા ની કસમ ખાય અને  ત્યાં  જ નૃત્ય  કરતો રહે છે.
 
      સંધ્યા  સમયે  જ્યારે  સુરજ દરિયામાં  ડૂબકી  લગાવે છે  ત્યારે  તો કેટલાય  પક્ષીઓ  ના ગીતો થી આ ધરતી  પણ ગુંજી  ઉઠે છે. ત્યારબાદ જ દરિયો  આંખ  બંધ કરતો હશે  અને  તરત જ  અંધારુ થઈ  જતુ  હશે. અને  આ તારલાઓ પણ એટલે  જ ખરી જતા  હશે કે દરીયામાં  એકાદ  ડુબકી લગાવી  શકે.  પણ એના  નશીબ માં તો દરિયા  ને જોવાનુ પણ ક્યાં  છે ? આમ કરતાં  જ દરિયા  ની આંખ  ખુલે છે  અને  સવાર થાય  છે. અને  ફરી થી એક વખત તેના રહસ્ય  સાથે  કરોળો લોકો  ની સમક્ષ હાજર  થઈ જ જાય  છે. મારો વહાલો દરિયો...